સભ્યની ચર્ચા:જયેશકુમાર ચુડાસમા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય જયેશકુમાર ચુડાસમા, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૭:૫૪, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ડિસેમ્બર ૨૦૨૧[ફેરફાર કરો]

Information icon નમસ્તે, હું KartikMistry છું. હું આપને જણાવવા માંગું છું કે આપના એક કે તેના કરતાં વધુ યોગદાનો દૂર કરાયા છે, કારણ કે તે યોગ્ય ન હતા અને વિકિપીડિયાની નીતિથી વિરુદ્ધ છે. આપને કોઈ મદદ જોઈતી હોય તો ચોતરા પર પૂછી શકો છો. આભાર! -- કાર્તિક ચર્ચા ૧૭:૦૦, ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ચેતવણી[ફેરફાર કરો]

સભ્ય શ્રી જયેશકુમાર ચુડાસમા, તમે વારંવાર એક જ પ્રકારના વિકિપીડીયા માટે અયોગ્ય પાનાઓ બનાવ્યા કરો છો. છેલ્લે તમારા એ બધા પાનાઓ દુર કર્યા પછી પણ તમે નવા બનાવ્યા હતા અને આજે એને પણ દુર કરાયા છે. આ કારણે તમને મારે નછુટકે ચેતવણી આપવી પડે છે કે જો આવું સતત ચાલું રહે છે તો તમારુ સભ્ય પદ બ્લોક થઈ જશે. વિકિપિડીયા પર સારા યોગદાનકર્તાઓ કાયમ આવકાર્ય છે અને તમે પણ એવા નિવડશો એવી આશા સાથે ... --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૩૦, ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

વિશ્વની પ્રાચીન સભ્યતાઓ[ફેરફાર કરો]

સભ્ય:જયેશકુમાર ચુડાસમા, તમે બનાવેલો લેખ વિશ્વની પ્રાચીન સભ્યતાઓ દૂર કરવા માટે અંકિત થયો છે કેમકે તેમાં સંદર્ભોની કમી છે, વળી એ લેખ વિકિપીડિયા અનુસારનો ન હોતા મૌલિક નિબંધની જેમ લખવામાં આવ્યો છે. આવા લેખોને અહિં સ્થાન નથી. જો તમે એમ માનતા હોવ કે એને દૂર ન કરવો જોઈએ તો તેના ચર્ચાના પાને તમારો તર્ક જણાવશો. ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૯, ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]