સભ્યની ચર્ચા:Dilipdutt2050

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Dilipdutt2050, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૯:૦૦, ૧૭ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમારા માટે અન્યત્ર સંદેશો[ફેરફાર કરો]

હેલો, Dilipdutt2050. તમારા માટે KartikMistryનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

હેલો, Dilipdutt2050. તમારા માટે વિકિપીડિયા:ચોતરો.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

==ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૨, ૨ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

પ્રતિબંધ[ફેરફાર કરો]

ભાઈશ્રી/બહેનશ્રી, તમને એક વખત ચેતવણી આપી અને ચોતરા પર તથા કાર્તિકભાઈનાં ચર્ચાના પાને સંદેશો મૂકી ને સમજાવવા છતા, તમે તે સંદેશાઓનો જવાબ આપવાનું ટાળ્યું છે અને ઠેરઠેર વિનાકારણ સંદર્ભ માગવાનું ચાલુ કર્યું છે. જો સજ્જનતાથી ચર્ચામાં ભાગ લેશો તો પ્રતિબંધ ઉઠાવવામાં આવશે. અત્યારે ફક્ત મુખ્ય નામસ્થળમાં જ પ્રતિબંધ છે, જો અન્યત્ર ભાંગફોડ ચાલુ કરી/રાખી તો સમગ્ર જાળસ્થળ પર લાંબો પ્રતિબંધ મૂકતા ખચકાઈશું નહીં.

તમારી ભાંગફોડના નમુના તરીકે ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ, વિ. પાના જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ભાઈશ્રી/બહેનશ્રી, તમારા દ્રારા કહેવામા આવેલું કે કચરા વાળા લેખો બતાવો તો તેના લગતું કામ કર્યું. આમાં ભાંગફોડ જેવુ કઈ છે જ નહી એ તો તમારી ગેરસમજ લાગે છે અને રહી વાત આ લેખો તો આ લેખો સટીક અનુવાદ નથી કે પોતાનું અંગત જ્ઞાન ઉમેરીને બનાવેલા લેખો છે અને તે પણ સંદર્ભ વિનાના અને ઉપર આવા લેખો સુરક્ષિત કર્યા છે નવાઈ લાગે છે કે તમે વિશ્વમાં વિકિપીડિયા ને કેવું બનાવવા માગો છો ? આવા લેખોના લીધે વિકિપીડિયામાં વિશ્વાસ ઓછો થતો જઈ રહયો છે. Dilipdutt2050 (ચર્ચા) ૧૦:૪૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
ભાઈશ્રી/બહેનશ્રી, ખોટી રીતે મને બ્લોક કરવામાં આવ્યો છે મારો પ્રયત્ન ફક્ત વિકિપીડિયામાં શામિલ કચરા ને સાફ કરવાનો હતો. અને ફક્ત તેમાં કચરો સાફ કરવા વિનંતી કરી છે અને વિકિપીડિયામાં સાફ સૂથરું કરવા મારૂ યોગદાન આપવા માગું છુ મહેરબાની કરીને મને unblock કરો. જો આવી ભગફોડવા જેવી કોઈ પણ પ્રવૃતિ હોય તેનો હું સખત વિરોધી છુ પણ જે જ્ઞાન સત્ય હોવું જોઈએ તે જ શામિલ થવું જોઈએ નહિ તો આવું જ વિકિપીડિયા રાખવા માગતા હોય જેમાં અસત્ય નું ભંડોળ ભેગું કરીને રાખવું હોય તો મને બ્લોક જ રાખો તેમાં તમારા જેવા લોકો માટે ફાયદાકારક છે બાકી તો હું સત્ય જ્ઞાન સાથે વિકિપીડિયા ને આગળ વધારીને પોતાનું યોગદાન આપવા માગું છે. અને ખાતરી આપું છુ કે ભવિષ્યમાં કોઈ ભાંગફોડ જેવી પ્રવૃતિ નહિ થાય પણ લેખમાં કઈ બદલાવ કરવા પહેલા ચર્ચામાં ભાગ લઇશ અને તેવી માહિતી દૂર કરવા વિનંતી કરીશ, આભાર એક સામાન્ય વિકી સંપાદન. Dilipdutt2050 (ચર્ચા) ૧૧:૪૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
તમે વિકિ નિતિને અનુસરવાને બદલે મનફાવે એવા ફેરફારો કરીને અન્ય સભ્યોને ત્રાસ થાય એવું વર્તન કરતા હતા એ કારણ તમને બ્લોક કરવા માટે પુરતું છે. તમને જે રીતે જણાવવામાં આવ્યુ છે એ રીતે કરશો સહુ માટે સારુ રહેશે. વિકિમાં સંપાદકો આવકાર્ય છે અને કાયમ સ્વાગત છે. પણ અન્ય સભ્યોના ભોગે જરા પણ નહી.--અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૩૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
જો હું ખોટો જ છુ તો હું મારી ભૂલ સ્વીકારું છું. અને હું આગળ તેનું ધ્યાન રાખીશ અને એક સામાન્ય વિકી સંપાદક તરીકે માફી પણ માગું છું. મારી તપસ્યામાં જ કોઈ ખોટ રહી ગઈ હશે. આભાર, એક સામાન્ય સંપાદક Dilipdutt2050 (ચર્ચા) ૧૩:૧૭, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
તમે ચોતરા પર લખ્યું છે કે તમને ચેતવણી આપવામાં આવી નહોતી, શું તમે કાર્તિકભાઈનાં ચર્ચાના પાને આ ચર્ચા નથી જોઈ? જો કે તમે એવો દાવો કરી શકો તેમ નથી કેમકે ત્યાં મેં તમને ૦૩:૫૪, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)ની સમયછાપ વાળા સંદેશામાં સ્પષ્ટ ચેતવ્યા હતા અને એ સંદેશો તમે લગભગ આઠેક કલાકમાં જોઈ ને ૧૧:૨૭, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST) સમયછાપવાળો તમારો જવાબ પણ લખ્યો હતો. તમને ચોતરા પર આ ચર્ચામાં પણ ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું અને લેખોની યાદિ ત્યાં બનાવવાનું ઇજન આપ્યું, પણ તમે શું કર્યું? તે ચર્ચાને અવગણી ને નવી નકામી ચર્ચા ચાલુ કરી જેને કાર્તિકભાઈએ હટાવવી પડી, તમે ત્યાંથી જ ન અટક્યા અને મેં ઉપર કારણમાં જણાવેલા ઉદાહરણરુપ લેખોમાં સંદર્ભ માગવાનો ચાલુ કર્યો. એમાં એવી તે કઈ માહિતી છે જેને માટે તમારે સંદર્ભ જોઈએ? નરેન્દ્ર મોદી એક માણસ છે, કે એ.પી.જે. અબ્દુલ કલામ પુરુષ હતા કે પછી બ્રિટનની રાણી એલિઝાબેથ ત્રીજી એક સ્ત્રી છે, એવું ક્યાંય લખ્યું હોય અને એનો કોઈ સંદર્ભ ન હોય તો શું તમે વાંધો ઉઠાવશો?[ઉત્તર]
નરેન્દ્ર મોદી એક માણસ છે, કે એ.પી.જે. અબ્દુલ કલામ પુરુષ હતા કે પછી બ્રિટનની રાણી એલિઝાબેથ ત્રીજી એક સ્ત્રી છે, આનાથી કોઈ વાંધો નથી પણ મોદી ક્યાં જન્મ્યો તેનાથી વાંધો છે. કોઈ દિલ્હી કે અમેરિકા લખી દે તો તેનો સંદર્ભ હોવો જોઈએ અને યોગ્ય માહિતી હશે તો લોકો વાંચશે. ભાઈ મને unblock કરી દે વિકિપીડિયા કઈ યોગદાન નથી કરવું પણ જ્યાં આવું લખેલું કે વાંચવા મળશે ત્યારે જ સીધો ચર્ચામાં આવીશ અથવા સંદર્ભ સાથે યોગદાન આપવાની કોશિશ કરીશ. આભાર , એક સામાન્ય વિકી સંપાદક Dilipdutt2050 (ચર્ચા) ૧૬:૧૪, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
તમે હજુ પણ તમારી ભૂલ સ્વીકારતા નથી અને વ્યર્થ દલીલો કરે રાખો છો જે બતાવે છે કે તમે હજુ એક સભ્ય (સભ્યતાના અર્થમાં) વ્યક્તિની મર્યાદામાં નથી માટે તમારા પર મૂકેલો પ્રતિબંધ હાલમાં તો યથાવત જ રાખવો જોઈએ એમ હું માનું છું. વળી મારા પર જે આક્ષેપો મૂક્યા છે તેવા હું ભૂતકાળમાં જોઈ ગયો છું, અહિં પોતાની મનમાની કરનારા દરેક સભ્ય આવા આક્ષેપો મારા અને અન્ય પ્રબંધકો/સક્રિય સભ્યો પર વખતોવખત મૂકતા આવ્યા છે એટલે અમને એનાથી કોઈ ફરક પડતો નથી.
જો ખરેખર ભૂલ સ્વીકારતા હોવ તો ઠંડા મગજથી વિચારો, તમે કરેલા યોગદાનોમાંથી કયા ઉલટાવવામાં આવ્યા અને કયા નહીં જેથી તમને સ્પષ્ટ થાય કે તમે કયું યોગદાન યોગ્ય રીતે કર્યું હતું અને કયું યોગદાન ક્ષતિપૂર્ણ હતું. શાંત પડો પછી અહિં જ સંપર્ક કરજો અમે તમારા પ્રતિબંઢ વિષે વિચારીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૫, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
ઢાંચો:Unblock Dilipdutt2050 (ચર્ચા) ૧૫:૩૫, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
ખાતરી આપતી ટિપ્પણી અને ક્ષમા માગી છે એનાથી વધારે તમારા માટે શું કહું ? Dilipdutt2050 (ચર્ચા) ૧૫:૩૫, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
માફી માગી છે એ ચોક્કસ સારી અને આવકાર્ય વાત છે પણ કમનસીબે વર્તણુકમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા ન મળ્યો હોવાથી પ્રતિબંધ યથાવત રાખવા સહમત. થોડા સમય પછી શાંત ચિત્તે વિચારીને પછી ફેરવિચારણા ચોક્કસ કરીશું. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૪૮, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]