સભ્યની ચર્ચા:Pranay

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Pranay, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--જીતેન્દ્રસિંહ ૦૩:૫૫, ૨૧ મે ૨૦૧૧ (UTC)

ગુજરાતી ટાઈપીંગ બાબતે[ફેરફાર કરો]

શ્રી પ્રણયભાઈ, જય માતાજી, સીતારામ... તમે વિકિપીડિયામાં યોગદાન કરો છો તે બધલ આભાર. આ વિકિપીડિયા આપણો એક પરિવાર જ છે, એટલે કોઈપણ જગ્યાએ કાંઇ ના સમજાય તો ધવલભાઈ, સતિષચંદ્રજી જેવા દિગ્ગજ માથાઓ છે જ. અને જો ત્યાં ના મેળ પડે તો હું કાંઈક રસ્તો કાઢી આપીશ. પણ તમે જરાય મુંજાતા નહી વાલા :-) હવે તમારે ળ ની જગ્યાએ લ છપાય છે તેમાં તમારે ળ છાપવો હોય તો shift (L) દબાવશો એટલે થઈ જશે.. અને ગોળા (તા. પાલનપુર) વાળૉ લેખ મે બનાવી આપ્યો છે. જે જોઈ જશો અને બીજુ કે કોઈપણ યોગદાન કરો ત્યારે તમે તમારા નામથી જ કરશો જેથી કોઇને પણ તમારો સંપર્ક કરવો હોય તો સરળ રહે.. ચાલો તો વધારે કાઇ કામ હોય તો મળતા રહેશો... --જીતેન્દ્રસિંહ ૦૩:૫૫, ૨૧ મે ૨૦૧૧ (UTC)

સહી કરશોજી[ફેરફાર કરો]

શ્રી પ્રણયસાહેબ, જય માતાજી, તમો કોઈપણની સાથે ચર્ચા કરો ત્યારે, જ્યારે પુરૂ લખાણ આવે પછી સહી કરવાનુ ભુલશો નહી. જે ઉપરનાં આઈકોનમાં ચોથુ પેન જેવુ છે તે દબાવશો એટ્લે તમારી ઓટોમેટીક સહી થઈ જશે,, બીજુ કે તમારો પ્રશ્ન હજુ મને બરોબર સમજાતો નથી...આભાર....--જીતેન્દ્રસિંહ ૧૩:૪૨, ૨૧ મે ૨૦૧૧ (UTC)

ખોટા ગામ નામો અંગે[ફેરફાર કરો]

પ્રણયભાઈ, માફ કરજો તમારી અને જીતેન્દ્રસિંહ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં વચ્ચે ઝંપલાવું છું. તમે પાલનપુર તાલુકાના ગામોના નામો સુધાર્યા છે તે ખુબ સરાહનિય કાર્ય છે. ખોટા નામો લખાવા પાછળનું કારણ એ છે કે, જે સભ્ય આ ગામો અંગેના લેખો બનાવે છે, તેમની પાસે ગામોના નામોની યાદી અંગ્રેજીમાં છે, અને તેઓ સ્વાભાવિક રીતે જ ગુજરાતના દરેક ગામના નામનો સાચો ઉચ્ચાર જાણતા ના જ હોય. માટે આવી વિસંગતતા તો જોવા મળશે જ. હું આપે સુધારેલા નામો વાળા લેખોની કડી આજે પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશ. કાંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો જીતેન્દ્રભાઈ તો છે --ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૦, ૨૭ મે ૨૦૧૧ (UTC)જ, પણ મારી પાસે આવતાં પણ ખચકાશો નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૮, ૨૩ મે ૨૦૧૧ (UTC)

પ્રણયભાઈ, સૌ પ્રથમતો મારા કાર્યભારણ વિષે ચિંતા કરવા બદલ ઘણો આભાર, અને તેને ઓછું કરવા માટેની તમારી ઇચ્છુકતા દર્શાવવા બદલ વળી તેથી વધુ આભાર. સાથે સાથે એ વાતની માફી પણ માંગી લઉં કે ઉપરનો સંદેશો અધુરો રહી ગયો હતો. મારો લખવા પાછળનો ભાવ એ હતો કે મેં કરેલા ફેરફારો જોશો તો તમને જાણ થશે કે આવું કેવી રીતે કરવું. કદાચ તે રીતે જાણકારી મેળવવા માટે તમે ટેવાયેલા નહી હોવ તેવું મેં ધાર્યું નહોતું. તો હવે વિગતે સમજાવું. જો તમે કોઈ પાનામાં કડી બદલો, તો જે તે લેખનું નામ પણ બદલવું પડે. દા.ત. તમે પાલનપુર લેખમાં 'અકેસણ (તા. પાલનપુર)'નું બદલીને 'આકેસણ (તા. પાલનપુર)' કર્યું હોય તો તમારે 'અકેસણ (તા. પાલનપુર)' નામે બનેલા મૂળ લેખમાં જઈને તે લેખનું નામ પણ બદલવું પડે. તેમ કરવા માટે લેખની ઉપર જ્યાં વાંચો, ફેરફાર કરો, ઈતિહાસ એવા પર્યાયો છે, તેની બાજુમાં એક ડ્રોપડાઉન લિસ્ટ છે, જે ઉંધા ત્રિકોણ પર ક્લિક કરવાથી ખુલશે. આ લિસ્ટમાં 'ખસેડો' પર્યાય જોવા મળશે. પર્યાય પર ક્લિક કરવાથી તે લેખનું શીર્ષક બદલવા માટેનું પાનું ખુલશે. તેમાં તમે 'આકેસણ (તા. પાલનપુર)' લખીને એ લેખનું શીર્ષક બદલી શકશો. આ વખતે કારણ આપવું હોય તો આપી શકો છો, અને નીચે પાછળ દિશા સૂચન છોડો લખેલું હશે, જેના પહેલા તમને ટિકબોક્સ જોવા મળશે. આ બોક્સમાંથી ટિક (ખરાંની નિશાની) કાઢી નાંખશો. આટલું કર્યા પછી, લેખમાં જઈને પણ તેમાં જ્યાં-જ્યાં અકેસણ લખ્યું હોય ત્યાં આકેસણ કરવાનું ભુલાય નહી. દરેક લેખમાં ઓછામાં ઓછી બે વાર જે તે ગામનું નામ જોવા મળશે. આશા છે કે હું તમને સમજાવવામાં સફળ રહ્યો હોઈશ અને હવે મારો કાર્યભાર ઓછો થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૨, ૨૫ મે ૨૦૧૧ (UTC)
ઘણો આભાર પ્રણયભાઈ. મેં ગઈકાલે જોયું હતું કે તમે વડગામ તાલુકાના ગામોના નામો સુધારવા માંડ્યા હતાં. આપને ખરેખર અભિનંદન કે આપ આટલી સરળતાથી નવા કામો કરવામાં રત થઈ ગયા છો. હું ચોક્કસ પાલનપુરના ગામો સુધારી નાંખીશ, થોડું કામ કરીશ તો કદાચ કામની ટેવ રહેશે, નહિતર આઅળસુ થઈ જવાની બિક લાગે રાખે છે. કેમકે, આમે હું અહીં ફોજદારીથી વધુ કશું કરતો નથી, તો આવા રચનાત્મક કામો કરવાનો ક્યાયેક મળતો મોકો શું કામ ગુમાવવો? આપે મને ખોટી રીતે ના લીધો તે બદલ આપનો આભાર. આપની સમજદારી અને પરિપક્વતા પર માન ઉપજે છે. મળતાં રહીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૦, ૨૭ મે ૨૦૧૧ (UTC)

કલ્યાણપુર તાલુકો[ફેરફાર કરો]

પ્રણયભાઈ, તમે કલ્યાણપુર તાલુકાના ગામોના લેખમાં જે માહિતી ઉમેરી છે તે એકદમ યોગ્ય છે. મેં તેમાંથી ડિલિટ ટેગ્સ દૂર કર્યાં છે. આપણે અહીં કોરા પાના લાંબો સમય ના રાખી શકીએ, માટે મેં તેને ડિલિટ કરવા માટે માર્ક કર્યાં હતાં. અને હા, તમારી પર્યાવરણ પ્રત્યેની ભાવનાઓ પણ સમજી શકું છું. હું બે અઠવાડિયાથી મારા છજામાં વૃક્ષો (છોડ) ઉગાડવાનું કાર્ય કરી જ રહ્યો છું એટલે તમારો સંદેશો એળે નથી ગયો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૩૧ મે ૨૦૧૧ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

પ્રણયભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૪૯, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મિત્ર Pranay, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ભાષા[ફેરફાર કરો]

શ્રી પ્રણયભાઈ, આપણે અહીં લખતી વખતે તટસ્થ અને સરળ ભાષાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ છીએ. જેમ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં અલંકારિક ભાષા નથી વપરાતી, તેમ આપણે અહીં પણ જ્ઞાનરૂપ માહિતી મુકતા હોવાથી અલંકારિક એવી ભાષાનો ઉપયોગ ટાળીએ છીએ. આ ઉપરાંત લેખ વાંચનાર વ્યક્તિને તેમાં તટસ્થતાનો અહેસાસ થાય માટે આપણું ગુજરાત, આપણી ભાષા જેવા શબ્દો ન વાપરતા તટસ્થ શબ્દો ગુજરાત, ગુજરાતી ભાષા, વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આપે કરેલા આ ફેરફારોમેં ઉલટાવ્યા છે, તે જરા જોઈ જશો અને ભવિષ્યમાં પણ આ બાબતનું ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૧, ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC) {{subst:image license|1=ચિત્ર:Joseph Macwan.jpg}} Nizil Shah (ચર્ચા) ૧૮:૫૨, ૧૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)