લખાણ પર જાઓ

સરદાર પટેલ સંગ્રહાલય

વિકિપીડિયામાંથી

સરદાર પટેલ સંગ્રહાલય, એ ગુજરાતના, સુરતમાં આવેલું એક સંગ્રહાલય છે. તેની સ્થાપના ૧૮૯૦માં કરવામાં આવી હતી.[] સ્થાપના સમયે, સંગ્રહાલય વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે જાણીતું હતું. આઝાદી પછી ૨૪ ડીસેમ્બર,૧૯૫૭ના રોજ આ સંગ્રહાલયનું નામ 'સરદાર પટેલ સંગ્રહાલય' રાખવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન તે સમયના રેલમંત્રી અને પછીથી ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું. આ સંગ્રહાલય સરદાર સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે.[]

સંગ્રહો

[ફેરફાર કરો]

આ સંગ્રહાલયની સ્થાપના થઈ ત્યારે તે આશરે ૧૩૨૧ જેટલા વિવિધ નમૂના ધરાવતું હતું. સ્વતંત્રતા પછી સુરત નગરપાલિકાએ કલોમી રાજેન્દ્ર છોટાલાલ સૂરકાથાની સંગ્રહસ્થાનાધિકારી તરીકે નિમણુક કરી જેમણે આ સંગ્રહાલયનો ખૂબ વિકાસ કર્યો.[]

સંગ્રહાલયમાં એક પ્લેનેટેરિયમ, પ્રાચીન અવશેષો, પેઇન્ટિંગ્સ, વિજ્ઞાન ગેલેરી, એમ્ફીથિટર, આર્ટ ગેલેરી, ઑડિટોરિયમ (પ્રેક્ષકગૃહ) અને ઉપહારગૃહ સામેલ છે. ઑડિટોરિયમમાં ઓડિયો હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં છે. વર્તમાનમાં સંગ્રહાલયમાં આઠ હજારથી વધુ અવશેષો અને પ્રાચીન વસ્તુઓ છે.[] જેમાં ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા દોરાયેલું એક ચિત્ર પણ છે.[]

વિભાગો

[ફેરફાર કરો]

સંગ્રહાલયમાં પોર્સેેલીન, કાચકામ, કાષ્ઠકોતરણી, પોષાક, યુદ્ધનાં હથિયારો, સંગીતનાં વાદ્યો, માટીકામ, ધાતુકામ, ચિત્રો અને ભૂંસા ભરેલાં પશુઓ વગેરે જેવા વિવિધ છવ્વીસ વિભાગોનો સમાવેશ થાય છે.[]

તાપી નદીએ સર્જેલ ત્રણ મોટી હોનારતો ૧૯૫૯, ૧૯૬૮, અને ૧૯૭૦થી સંગ્રહાલયને ખુબ મોટું નુકશાન થયું હતું.[]

સરદાર પટેલ સંગ્રહાલયના પ્રકાશનો

[ફેરફાર કરો]
૧) મ્યુઝિયમ બુકલેટ અને ફોલ્ડર (૧૯૯૦)
૨) સીટી ગાઇડ મેપ (૨૦૦૪)
3) સીટી ગેલેરી ફોલ્ડર (૨૦૦૪)
૪) હેરીટેજ વોક (૨૦૦૪)
૫) હેરીટેજ કેલેન્ડર (૨૦૦૪)
૬) પીકચર પોસ્ટ કાર્ડ (૨૦૦૬)
૭) હેરીટેજ મેપ (૨૦૦૬)
૮) સીટી ગાઇડ મેપ (૨૦૧૩)
૯) હેરીટેજ ફોલ્ડર (૨૦૧૩)
૧૦) ડાયમંડ ગેલેરી ફોલ્ડર (૨૦૧૩)[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Sardar Patel Museum Surat, Attractions of Sardar Patel Museum". www.suratonline.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-07.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Surat Municipal Corporation - Science Centre". www.suratmunicipal.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-25.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ દવે, મલય. "સુરતની જનતાની કલારસિકતાના પ્રતીકસમું સરદાર પટેલ મ્યુઝિયમ | Gujarat Times". મૂળ માંથી 2021-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-25.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]