સિપાહી બુલબુલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul)
Red-Whiskered Bulbul-1.jpg
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Pycnonotidae
Genus: 'Pycnonotus'
Species: ''P. jocosus''
દ્વિનામી નામ
Pycnonotus jocosus
(Linnaeus, 1758)
અન્ય નામ

Otocompsa emeria

સિપાહી બુલબુલ દક્ષિણ ભારતનાં ચિકમંગલૂર

સિપાહી બુલબુલ એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી હડિયા બુલબુલ (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.

વિસ્તાર[ફેરફાર કરો]

રાજસ્થાન રાજ્યના અમુક ભાગોને બાદ કરતાં આખા ભારત દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં ઓસ્ટ્રેલિયા દેશમાં, હવાઈ ટાપુઓમાં, મોરેશિયસ વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Pycnonotus jocosus". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. 2012. Retrieved 16 July 2012. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)