લખાણ પર જાઓ

સિરસ (વામન ગ્રહ)

વિકિપીડિયામાંથી
સિરસ (વામન ગ્રહ),સંજ્ઞા:⚳

સિરસ (પ્રતીક: ⚳),[]સૂર્યમંડળમાં શોધાયેલો નાનામાં નાનો અને લઘુગ્રહ પટ્ટામાંનો એક માત્ર વામન ગ્રહ છે. તેને ગ્યુસેપ પીઆઝીએ (Giuseppe Piazzi) જાન્યુઆરી ૧,૧૮૦૧ નાં રોજ શોધી કાઢ્યો હતો તેને માતૃત્વ,ઉત્પાદન અને વિકાસની મનાતી રોમન દેવી "સિરસ" નું નામ આપવામાં આવ્યું.

આ વામન ગ્રહનો વ્યાસ ૯૫૦ કિ.મી છે,તે લઘુગ્રહોનાં પટ્ટામાં સૌથી વધુ દળ ધરાવતો પદાર્થ છે. જે લઘુગ્રહોનાં પટ્ટાનાં કુલ દળનું લગભગ ૩૨ % જેટલું દળ ધરાવે છે. વધુ નિરીક્ષણ કરતા જણાય છે કે 'સિરસ' ગોળાકાર છે, જે અન્ય તેનાં જેટલું નાનું કદ અને ઓછું ગુરૂત્વાકર્ષણ ધરાવતા પદાર્થો, કે જે અચોક્કસ આકારનાં હોય છે, કરતાં અલગ છે. 'સિરસ'નીં સપાટી સંભવીતપણે પ્રવાહી બરફ અને વિવિધ હાઇડ્રેટ ખનિજો, જેવા કે કાર્બોનેટ અને ક્લે,નાં મિશ્રણ વડે બનેલ છે.

સિરસને જોતાં તે ખડક ને છવાયેલ બરફમાં વહેંચાયેલું લાગે છે.

તેની સપાટીને નીચે પ્રવાહી રૂપે પાણીનો દરિયો હોવાને શક્યતા છે જે તેને અવકાશીય જીવ સૃષ્ટીની શોધ માટે મહત્વનું નિશાન બનાવે છે.

સિરસનું દ્રશ્ય પરિમાણ ૬.૭ થી ૯.૩ની વચ્ચે આવે છે. આથી તે તેની સૌથી તેજસ્વી સ્થિતીમાં પણ નરી આંખે તેને જોઈ શકાય નહી. સપ્ટેમ્બર ૨૭, ૨૦૦૭ ના દિવસે નાસા એ ડૉન નામે ઉપગ્રહ છોડ્યો જે ૨૦૧૧ - ૨૦૧૩ દરમ્યાન ૪ વેષ્ટા અને ૨૦૧૫ દરમ્યાન સિરસનું અવલોકન કરશે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. JPL/NASA (2015-04-22). "What is a Dwarf Planet?". Jet Propulsion Laboratory. મેળવેલ 2022-01-19.