સુમના રોય
સુમના રોય | |
---|---|
જન્મ | જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ, ભારત |
વ્યવસાય |
|
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | સિલિગુડી કૉલેજ, ઉત્તરી બંગાળ વિશ્વવિદ્યાલય |
નોંધપાત્ર સર્જનો |
|
વેબસાઇટ | |
https://sumanaroy.co.in/ |
સુમના રોય ભારતીય લેખિકા અને કવયિત્રી છે. તેમની કૃતિઓમાં હાઉ આઇ બીકમ અ ટ્રી (૨૦૧૭), મિસિંગ: અ નોવેલ (૨૦૧૯), આઉટ ઑફ સિલેબસ (૨૦૧૯) અને માય મધર્સ લવર એન્ડ અધર સ્ટોરીઝ (૨૦૧૯)નો સમાવેશ થાય છે. તેમની અપ્રકાશિત નવલકથા લવ ઇન ધ ચિકન્સ નેક 'મેન એશિયન લિટરરી પ્રાઇઝ' (૨૦૦૮) માટે લાંબા સમયથી સૂચિબદ્ધ કરવામાં આવી હતી. તેમનું પ્રથમ પુસ્તક 'હાઉ આઇ બીકમ અ ટ્રી' ૨૦૧૭ના શક્તિ ભટ્ટ પુરસ્કાર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.
જીવન
[ફેરફાર કરો]સુમના રોય પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી શહેરના વતની છે.[૧][૨] તેમણે સિલિગુડીની મહબર્ટ હાઈસ્કૂલ અને કોલકાતાની પ્રેટ મેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, બાદમાં તેમણે સિલિગુડી કોલેજ અને ઉત્તરી બંગાળ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો.[૩] તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પશ્ચિમ બંગાળની સરકારી કોલેજમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપનકાર્યથી કરી હતી.[૪] વર્તમાનમાં તેઓ અશોકા યુનિવર્સિટી ખાતે સર્જનાત્મક લેખન અને અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક છે. ૨૦૧૮માં રશેલ કાર્સન સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ સોસાયટી, મ્યુનિચમાં કાર્સન ફેલો તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.[૫]
સર્જન
[ફેરફાર કરો]રોયનું પહેલું સર્જનાત્મક કાર્ય તેમની અપ્રકાશિત નવલકથા લવ ઇન ધ ચિકન્સ નેક હતી. આ નવલકથામાં ત્રણ મિત્રો તિર્ના, નિર્જહર અને બલરામની મિત્રતા વિશેની વાર્તા છે. દાર્જિલિંગ, દોઆર અને સિલિગુડી શહેરો વચ્ચે આકાર લેતી આ કથા ઇતિહાસ, રાજકીય ચળવળો, પૃથક ગોરખાલેન્ડ અને કામતાપુરની માંગ સાથે આગળ વધે છે, જે ત્રણેય મિત્રો વચ્ચેના સંબંધોને અસર કરે છે.[૬]
તેમણે ૨૦૧૭માં પોતાનું પહેલું પુસ્તક હાઉ આઇ બીકમ અ ટ્રી પ્રકાશિત કર્યું હતું, જે એક કાલ્પનિક કથા હતી. પ્રથમપુરુષ કથનરીતિના ઉપયોગ સાથેનું આ પુસ્તક વનસ્પતિ જીવનના વિવિધ પાસાઓ રજૂ કરે છે.[૭][૮][૯] આ પુસ્તકનું ફ્રેન્ચ અને જર્મન ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું.[૧૦][૭]
તેમનું અન્ય પુસ્તક, મિસિંગ: અ નોવેલ (૨૦૧૯), હિન્દુ મહાકાવ્ય રામાયણનું આધુનિક પુનર્કથન છે.[૧૧] ૨૦૨૧માં ગુવાહાટી ખાતે એક કિશોરીની છેડતીની વાસ્તવિક ઘટના પર આધારિત આ નવલકથા છેડતીનો ભોગ બનેલી કિશોરીની મદદ કરનાર એક સામાજીક કાર્યકર્તા કોબિતાની વાર્તા વર્ણવે છે. આ નવલકથાના વિષયવસ્તુને રામાયણમાં સીતાના ગુમ થવાની અને રામ તેના પાછા ફરવાની રાહ જુએ છે એ ઘટનાક્રમ સાથે સુપેરે સાંકળવામાં આવી છે.[૧૨][૧૩][૧૪] કોબિતા સમગ્ર નવલકથામાં ગુમ રહે છે.[૧૧]
મિસિંગ: અ નોવેલ (૨૦૧૯) બાદ રોયે તેમનો પહેલો કવિતા સંગ્રહ આઉટ ઓફ સિલેબસ પ્રકાશિત કર્યો હતો.[૧૫] આ ઉપરાંત માય મધર્સ લવર એન્ડ અધર સ્ટોરીઝ તેમનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે જે ૨૦૧૯માં પ્રકાશિત થયો હતો.[૧૬][૧૭] રોયે એનિમિયા ઇન્ડિકા: ધ ફાઇનેસ્ટ એનિમલ સ્ટોરીઝ ઇન ઇન્ડિયન લિટરેચર (૨૦૧૯)નું સંપાદન કર્યું હતું, જે પ્રાણીઓ પર આધારિત અંગ્રેજીમાં લખાયેલી ૨૧ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.[૧૮][૧૯]
પુરસ્કારો અને નામાંકન
[ફેરફાર કરો]તેમની અપ્રકાશિત નવલકથા લવ ઇન ધ ચિકન્સ નેક 'મેન એશિયન લિટરરી પ્રાઇઝ' (૨૦૦૮) માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.[૨૦][૨૧] તેમનું પ્રથમ પુસ્તક 'હાઉ આઇ બીકમ અ ટ્રી' ૨૦૧૭ના શક્તિ ભટ્ટ પુરસ્કાર માટે[૨૨] તથા વર્ષ ૨૦૧૯-૨૦ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.[૨૩][૨૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Sumana Roy". New Writing. મૂળ સંગ્રહિત માંથી 25 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ Roy, Sumana (13 May 2016). "Living in the Chicken's Neck". The Hindu Business Line. મેળવેલ 9 July 2021.
- ↑ "Becoming a tree to going missing - An Author's Afternoon with Sumana Roy, presented by Shree Cement, with t2". Telegraph India. 26 July 2018. મૂળ સંગ્રહિત માંથી 11 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ "Man is mandir: 'My friend Sancho' by Amit Varma and 'Arzee the dwarf' by Chandrahas Choudhary". Himal Southasian. 1 December 2009. મૂળ સંગ્રહિત માંથી 11 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 9 July 2021.
- ↑ "Ashoka University". મૂળ સંગ્રહિત માંથી 2019-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-11.
- ↑ "The 2008 Man Asian Literary Prize - Longlist Announced" (PDF). Man Asia Literary Prize. મૂળ (PDF) માંથી 2011-08-20 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2021.
- ↑ ૭.૦ ૭.૧ Lüdenbac, Clair. "Buchkritik: Sumana Roy, Wie ich ein Baum wurde". Faust Kultur (જર્મનમાં). મૂળ સંગ્રહિત માંથી 19 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2021.
- ↑ Barman, Rini (20 March 2017). "'How I Became a Tree' is an Ode to All That is Neglected". The Wire. મૂળ સંગ્રહિત માંથી 22 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2021.
- ↑ Baishya, Amit R. (2017-04-26). Simon, Daniel (સંપાદક). "How I Became a Tree by Sumana Roy". World Literature Today. મૂળ સંગ્રહિત માંથી 2021-05-22 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ Devaux, Patrick. "Comment je suis devenue un arbre, Sumana Roy (par Patrick Devaux)". La Cause Litteraire (ફ્રેન્ચમાં). મૂળ સંગ્રહિત માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 9 July 2021.
- ↑ ૧૧.૦ ૧૧.૧ Ray, Sumit (2018-10-17). Simon, Daniel (સંપાદક). "Missing by Sumana Roy". World Literature Today. મૂળ સંગ્રહિત માંથી 2021-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-06.
- ↑ Nagpal, Payal; Narayan, Shyamala A. (2019). "India". The Journal of Commonwealth Literature. 54 (4): 614. doi:10.1177/0021989419877061. ISSN 0021-9894.
- ↑ Gopalan, Pradeep (September 2017). "More Than Just A Disappearance". The Book Review. New Delhi: The Book Review Literary Trust. 41 (9). OCLC 564170386. મૂળ સંગ્રહિત માંથી 2021-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-11.
- ↑ Ahmad, Ashwin (17 June 2018). "Book Review: Missing". DNA India. મૂળ સંગ્રહિત માંથી 20 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ Ray, Kunal (24 August 2019). "Review: Out of Syllabus by Sumana Roy". Hindustan Times. મૂળ સંગ્રહિત માંથી 12 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2021.
- ↑ Mukherjee, Anusua (15 February 2020). "Review of Sumana Roy's 'My Mother's Lover and Other Stories'". The Hindu. મૂળ સંગ્રહિત માંથી 22 June 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2021.
- ↑ Jain, Saudamini (28 May 2020). "Review: My Mother's Lover and Other Stories by Sumana Roy". Hindustan Times. મૂળ સંગ્રહિત માંથી 2 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2021.
- ↑ Lenin, Janaki (24 August 2019). "'Animalia Indica' edited by Sumana Roy, reviewed by Janaki Lenin". The Hindu. મૂળ સંગ્રહિત માંથી 1 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ Bhattacharya, Bibek (9 August 2019). "Can animals tell their stories?". Mint. મૂળ સંગ્રહિત માંથી 10 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ "2008 Prize". Man Asian Literary Prize. મૂળ માંથી 2011-07-24 પર સંગ્રહિત.
- ↑ "The 'Asian Booker' Longlist 2008". The Daily Star (Bangladesh). 9 August 2008. મેળવેલ 9 July 2021.
- ↑ "These are the six books shortlisted for the Shakti Bhatt First Book Prize 2017". Hindustan Times. 21 August 2017. મૂળ સંગ્રહિત માંથી 5 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2021.
- ↑ "Sahitya Akademi Award 2019" (PDF). Sahitya Akademi. 21 January 2020. મૂળ સંગ્રહિત (PDF) માંથી 27 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2021.
- ↑ "Sahitya Akademi Award 2020" (PDF). Sahitya Akademi. 12 March 2021. મૂળ સંગ્રહિત (PDF) માંથી 13 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2021.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અધિકૃત વેબસાઈટ સંગ્રહિત ૨૦૨૦-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન