દાર્જિલિંગ

વિકિપીડિયામાંથી
દાર્જિલિંગ
—  નગર  —
A panoramic view of a hill range. The upper portions of the nearer hillsides have tiled houses, while the farther hillsides and the lower portions of the nearer ones are covered with green bushes. A few coniferous trees are scattered throughout.
હેપી વેલી ટી એસ્ટેટ પરથી દેખાતું દાર્જિલિંગનું દ્રશ્ય.
દાર્જિલિંગનું
પશ્ચિમ બંગાળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 27°02′N 88°10′E / 27.03°N 88.16°E / 27.03; 88.16
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
જિલ્લો દાર્જિલિંગ
લોકસભા મતવિસ્તાર દાર્જિલિંગ લોક સભા વિસ્તાર
વિધાનસભા મતવિસ્તાર દાર્જિલિંગ વિધાન સભા વિસ્તાર
વસ્તી

• ગીચતા

૧,૦૭,૫૩૦ (૨૦૦૧)

• 8,548/km2 (22,139/sq mi)

અધિકૃત ભાષા(ઓ) બંગાળી,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

10.58 square kilometres (4.08 sq mi)

• 2,050 metres (6,730 ft)[૧]

કોડ
  • • પીન કોડ • 734101
    • ફોન કોડ • +૦૩૫૪
    વાહન • WB-76 WB-77

દાર્જિલિંગ (બંગાળી: দার্জিলিং, નેપાળી: दार्जीलिंग) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.

આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.

આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. અહીં વાવતરકારોએ કાળી ચાની સંકર પ્રજાતિઓ અને આથવાની નવી પદ્ધતિઓ વિકસાવી. આને પરિણામે એક ખાસ ચા અસ્તિત્વમં આવી જે આજે દાર્જિલિંગ ચા તરીકે વિશ્વમાં સૌથી પ્રચલિત બની.[૨] દાર્જીલીંગ હિમાલયન રેલ્વે આ શહેરને મેદાની પ્રદેશ સાથે જોડે છે. ભારતમાં ચાલુ રહેલ બહુ થોડા વરાળ એંજીન આ રેલ્વેમાં છે. અહીં બ્રિટિશ સ્ટાઈલની શાળાઓ છે જેમાં ભણવા માટે ભારત અને પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. બાજુમાં આવેલ કાલિમપોંગ શહેર સાથે મળી ૧૯૮૦ની ગોરખાલેંડનું કેંદ્ર હતી. હાલમાં સક્રીય ગોરખાલેંડનામના અલગ રાજ્યની માંગણીનુમ્ કેંદ્ર પણ દાર્જિલિંગ છે. હાલના વર્ષોમાં વધતા પ્રવાસી ભારને કારણે વધેલી સ્ત્રોતની જરૂરીયાતને કારણે અહીંના નાજુક પર્યાવરણને ખતરો નિર્માણ થયો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દાર્જિલિંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન,સિક્કિમ અને નેપાળના ઇતિહાસ સાથે ગૂંથાયેલો છે. પૂર્વ ૧૯મી સદી સુધીના સમય સુધી દાર્જિલિંગની આસપાસનો પહાડી પ્રદેશ ઐતિહાસિક રીતે ભૂતાન અને સિક્કિમ રાજ્યો દ્વારા નિયંત્રિત હતો અને સિલિગુડીનો મેદાન પ્રદેશ નેપાળ રાજ્ય,[૩] દ્વારા નિયંત્રિત હતો અને અહીમ્ અમુક લેપ્ચા કુળના અમુક કુટુંબો રહેતાં હતાં .[૪] ૧૮૨૮માં નેપાળ-સિક્કિમ સીમા ક્ષેત્ર તરફ જતા એક શિષ્ટ મંડળ દાર્જિલિંગમાં રોકાયું અને તેમણે નક્કી કર્યું કે બ્રિટિશ સિપાહીઓનીએ સેનેટોરિયમ માટે આ સ્થળ ઉપયુક્ત હતું.[૫][૬] ૧૮૩૫માં કંપનીએ સિક્કિમના ચોગ્યાલ પાસેથી મહનંદા નદીની પશ્ચિમ તરફનું ક્ષેત્ર ભાડાપટ્ટે લીધું.[૭] ૧૮૪૯માં, સિક્કિમના ચોગ્યાલ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીના ડાયરેક્ટર આર્થર કેમ્પબેલ અને શોધક અને વનસ્પતિ શાસ્ત્રી જોસેફ ડેલ્ટન હૂકરને બંદી બનાવાયા. તેમની મુક્તિ માટે ઈસ્ટ ઈંડિયા કંપનીએ સેના મોકલી. સિક્કિમ શાશકો અને કંપની વચ્ચે ખટરાગ ચાલુ રહ્યો અને કંપનીએ ૧૯૫૦માં દાર્જિલિંગનું ૬૪૦ ચો માઈલ જેટલું ક્ષેત્ર પચાવી પાડ્યું.૧૮૬૪માં ભૂતાની શાસકો અને બ્રિટિશરો વચ્ચે સિચુલાની સંધિ થઈ અને ટેકરીઓથી થઈને પસાર થતા ઘાટ અને કાલિમ્પોન્ગ ક્ષેત્ર તેમણે બ્રિટિશરોને હસ્તક આપ્યો.[૮] સિક્કિમ અને બ્રિટિશરો વચ્ચે સતત ચાલુ રહેલ અંતસને પરિણામે તેમની વચ્ચે યુદ્ધ થયું. જેના પરિણામ સ્વરૂપે એક ૧૯૬૫માંસંધિ થઈ અને તે અનુસાર એકતીસ્તા નદીની પૂર્વ તરફનો પ્રદેશ બ્રુટિશ તાબા હેઠળ ગયો.[૯] ૧૮૬૬ સુધી દાર્જિલિંગ જિલ્લાએ આકાર અને કદમાંતેનું હાલનું સ્વરૂપ મેળવી લીધું હતું જેનું ક્ષેત્ર ૧૨૩૪ ચો માઈલ જેટલું હતું .[૮]

બ્રિટિશ રાજ સમય દરમ્યાન દાર્જિલિંગના સમષીતોષ્ણ વાતાવરણને કારણે એજ ગિરિ મથક તરીકે આનો વિકાસ થયો. મેદાન પ્રદેશની ઉનાળુ ગરમીથી બચવા બ્રિટિશ રહેવાશી અહીં આવી પહોંચતા. ૧૮૪૦ સુધીમાં આ શહેર બ્રિટિશ પ્રેસીડેન્સીની અઘોષિત ઉનાળુ રાજધાની સમ બની ગઈ હતી,[૧૦] ૧૮૬૪માં કાયદેસર રીતે આ સ્થાન ઉનાળુ રાજધાની બની ગઈ હતી.[૧૧]

A hillside with houses having tiled roofs.
Darjeeling view, 1880

તેના ટૂંક સમયમાં દાર્જિલિંગનો એક આરોગ્યધામ અને સેનેટોરિયમ તરીકે ઝડપી વિકાસ થયો.[૪] આર્થર કેમ્પબેલ ,કંપનીના સર્જન અને રોબર્ટ નેપીઅર નામના લીયુટેનન્ટ દ્વારા અહીં ગિરિમથકની રચના કરાઈ હતી. કેમ્પબેલના પ્રયત્નો દ્વારા અહીં ગિરિમથકની સ્થાપના અને ઢોળાવપર વાવેતર કરાવવાની યોજના ઘણી વિકસી અને તેને પરિણામે ૧૮૩૫થી ૧૮૪૯ વચ્ચે દાર્જિલિંગની વસતિ અહીં વસવાટ અર્થે આવેલ લોકોને કારણે ૧૦૦ ગણી વધી.[૮][૧૨] ૧૮૩૯ અને ૧૮૪૨ વચ્ચે અહીં થી મેદાન પ્રદેશનો જોડતો રસ્તો બાંધવામાં આવ્યો.[૪][૧૨] ૧૮૪૮માં બ્રિટિશ સૈનિકો માટે અહીમ્ મિલિટરી ડેપો સ્થપાયો અને ૧૮૫૦માં આ શહેરને નગરપાલિકા મળી. [૧૨] ૧૮૫૬માં અહીં વ્યાપારી ધોરણે ચાનું વાવેતર શરૂ થયું અને ઘણાં બ્રિટિશ વાવેતરકારો અહીં સ્થાયી થયાં.[૫] બ્રિટિશ રહેવાસીઓમાટે સ્કોટિશ મિશન્રીઓએ અહીં શાળા અને અન્ય લોકોપયોગિ ઉદ્યમો શરૂ શરુ કર્યાં, આમ દાર્જિલિંગનો એક વિદ્યાધામ તરીકેનો આધાર નખાયો. ૧૮૮૧માં દાર્જિલિંગ હિમાલયાન્ રેલ્વે શરૂ થતાં આ ક્ષેત્રના વિકાસન્ વધુ વેગ મળ્યો.[૧૩] ૧૮૯૯માં અહીં એક મોટું ભૂસ્ખલન થયું જેને લીધે શહેર અને સ્થાનીય વસતિને ભારી નુકશાન થયું.[૧૪]

An obelisk on an elevated circular platform, with a few people standing around. Mountain peaks are visible in the background.
Darjeeling War Memorial

બ્રિટિશ રાજ દરમ્યાન શરૂઆતમઅં દાર્જિલિંગ બિન વહીવટી ક્ષેત્ર હેઠળ હતું, ઓછી વસતિ અને આર્થિક રીતે પછત ક્ષેત્રને આવા ક્ષેત્ર મનાતા હતાં અને બ્રિટિહશ રાજના કાયદા કાનૂન સીધી રીતે અહીં લાગૂ પડતા ન હતાં. ૧૯૧૯માં આ ક્ષેત્રને પછાત ઘોષિત કરાયું. [૧૫] ભારતની સ્વાતંત્ર ચળવળ દરમ્યાન હાથ ધરાયેલ અસહકારની ચળવળ દાર્જિલિંગના ચા બગીચાઓમાં પણ ફેલાઈ.[૧૬] ૧૯૩૪માં ક્રાંતિકારીઓ દ્વારા બંગાળના ગવર્નર જ્હોન એન્ડર્સનની હત્યાનો એક નિષ્ફળ પ્રયાસ પણ અહીં થયો હતો.[૧૭] ત્યારબાદ ૧૯૪૦ના દશકામાં સામ્ય વાદીઓ દ્વારા ચાના બગીચામાં કામ કરનારાઓને સાથે લઈ અંગ્રેક્ જ સરકાર વિદ્ધ ચળવળ ચાલુ રહી.[૧૮]

૧૮૯૦ દાર્જિલિંગમાં ચા ના વાવેતરની શરૂઆત.
૧૮૯૦ દાર્જિલિંગમાં ચા ના વાવેતરની શરૂઆત.

બ્રિટિશ શાસન દરમ્યાન આ ક્ષેત્રનો સામાજિક અને આર્થિક વિકાસ થયો ન હતો. ૧૯૪૭માં ભારતીય સંસદ સામે મુકાયેલ અપીલમાં આ ક્ષેત્રને સ્વાયત્તતા અને નેપાલી રાવ્ટ્રીયત્વ આપવાની વાત કરેલી હતી.[૧૮] ૧૯૪૭માં ભારતની આઝાદી પછી, દાર્જિલિઁગને ભારતના પશ્ચિમ બંગાળમાં વિલિન કરવામાં આવ્યું. પર્વતીય શહેર દાર્જિલિઁગ કુરુસિયોંગ કાલિમ્પોંગ અને તેરાઇ ક્ષેત્રના અમુક ક્ષેત્રો મેળવીને દાર્જિલિઁગ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. અહીંની પહાડી ક્ષેત્રની વસતિ બ્રિટિશ સાશન દરમ્યાન અહીં સ્થાયી થયેલ નેપાળી લોકોની છે અને મેદાની ક્ષેત્રોમાં ભારતના ભાગલા વખતે આવેલ બંગાળી નિરાશ્રિત લોકોની બનેલી છે[૧૯] પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા નેપાળી વસતિની માઁગણી પર પૂરતું ધ્યાન અપતાતા આ ક્ષેત્રને સ્વાયત્તતા આપવાની માંગણીએ ૧૯૫૦ અને ૧૯૬૦માં જોર પકડ્યું, છેવટે ૧૯૬૧માં સ્વાયત્તાની માંગણી અને નેપાળી ભાષાને માન્યતા આપવાની વાત માની.[૨૦]

૧૯૭૫માં સીક્કીમ નામના નવા રાજ્યની ઘોષણા થઈ. ભારત સરકારે કમને નેપાળી ભાષાને સંવિધાનમાં માન્યતા આપી. આને પરિણામે ગોરખાલેંડ નામના નવા રાજ્યની માંગણી એ વધુ જોર પકડ્યું.[૨૧] સમગ્ર ૧૯૮૦ના દાયકા દર્મ્યાન અલગ રાજ્યની માંગણી માટે આંદોલન ચાલુ રહ્યાં,[૨૨] ૧૯૮૬-૮૮ દરમ્યાન આંદોલન હિંસક પણ બન્યાં. ભારત સરકાર અને ગોરખા નેશનલ લિબરેશન ફ્રંટ વચ્ચે થયેલ કરાર પછી આ આંદોલન શાંથ થયું, આને પરિણામે ૧૯૮૮માં એક નિર્વાથિત સંગઠનની રચના થઈ આ સંસ્થાને જિલ્લાનો વહીવટ ચલાવવાનો અધિકાર હતો. જો કે હમણાં દાર્જિલિંગ શાંત છે, આ ક્ષેત્રના અપર્યાપ્ત આર્થિક વિકાસને ચાલતે અલગ રાજ્યની માંગણી હજી પણ ચાલુ છે.[૨૩] ૨૦૦૮-૦૯ દરમ્યાન ફરીથી વિરોધ પ્રદર્શન થયા, રાજ્ય અને કેંદ્ર સરકારે ગોરખા જનમુક્તિ મોર્ચાની અલગ રાજ્યની માંગણી નકારી કાઢી.[૨૪]

ભૂગોળ[ફેરફાર કરો]

Snow-capped mountain peaks visible in the distance, with forested hills in the foreground.
ટાઈગર હિલ પરથી દેખાતુંકાંચનજંઘાઅને અને દાર્જિલિઁગ

દાર્જિલિઁગ એ દાર્જિલિઁગ સદર ઉપવિભાગનું નગર અને જિલ્લા મુખ્યાલય છે. આ નગર ૬૭૧૦ ફૂટની સરાસરી ઊંચાઈ પર આવેલું છે.[૧] આ શહેર દાર્જિલિંગ હિમાલય પહાડી ક્ષેત્રની દાર્જિલિંગ-જલપહાર પર્વતમાળામાં આવેલી છે જે પશ્ચિમ બંગાળના ઘુમથી શરૂ થાય છે. આ પર્વતમાળા Y આકારની છે. આનો આધાર કથરપહાર અને જલપહાર પર આવેલો છે ઓબ્સર્વેટરી હિલ આગળથી આના બે ફાંટા પડે છે. ઇશાન તરફનો ફાંટો તુરંત નીચે ઉતરી પડે છે જે લેબોંગ ટેકરા પર પુરો થાય છે. વાયવ્ય તરફનો ફાંટો ઉત્તર બિંદુ પરથી પસાર થઈ તુકેવર ચાના બગીચા આગળ પુરો થાય છે.[૨૫] હિમાલયની ઊંચી હિમચ્છાદિત ટેકરીઓની સોડમાં આવેલી ટેકરીઓ આ નગરને ઘેરે છે. નેપાળમાં આવેલ કાંચનજંઘા, વિશ્વની ત્રીજું સૌથી ઊઁચું શિખર જેની ઊંચાઈ ૮૫૯૮ મીટર છે તે અહીંથી સૌથી સારી રીતે દેખાય છે. વાદળ રહીત દિવસે અહીંથી નેપાળનું માઉંટ એવરેસ્ટ શિખર પણ અહીંથી દેખાય છે.[૨૬]

દાર્જિલિઁગની આસપાસની પહાડીઓ નિમ્ન હિમાલયની મ્હાભારત પર્વતમાળાનો ભાગ છે. અહીંની મૃદા મોટે ભાગે રેતીયા પથ્થર અને કોંગ્લોમેરેટની રચનાઓ જે બૃહદ હિમાલયના ખવાયેલ નિક્ષેપના ઠોસ થઈ જતા બની છે. મોટેભાગે આ જમીન બહુ કંગાળ રીતે ઠોસ બનેલી છે ( આ જમીન વરસાદની વચ્ચેના ગાળામાં પાણી સંગ્રહી નથી શકતી) અને ખેતી માટે યોગ્ય નથી ગણાતી. આ ક્ષેત્રમાં જમીનનો ઢોળાવ તીવ્ર છે અને ઉપરની મૃદા ઢીલી છે આને પરિણામે વરસાદ દરમ્યાન વારંવાર ભૂસ્ખલન થાય છે. ભારતીય માનાંક સંસ્થા અનુસાર આ નગર ધરતીકંપ ક્ષેત્ર -૪ માં આવે છે. ( ૧ થી ૪ના માપનમાં ભૂકંપની તીવ્રતા વધતી જાય છે) આ શહેર ભારતીય અને યુરેશિયન પ્લેટ ના સંગમ પર આવેલું છે જે વારંવાર થતા ધરતીકંપ માટે સંવેદનશીલ છે.[૨૬].

વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ[ફેરફાર કરો]

Snow-capped mountain peaks visible in the distance.
Mount Kanchanjangha as viewed from Darjeeling

દાર્જિલિંગ પૂર્વી હિમાલયન પ્રાણીજ ભૌગોલિક ક્ષેત્રમાં આવે છે.[૨૭] દાર્જિલિંગ ની આસપાસની વૃક્ષ સૃષ્ટિ માં સાલ, ઓક, અર્ધ-નિત્યલીલા, સમષીતોષ્ણ અને આલ્પાઈન જંગલોની બનેલી છે.[૨૮] સાલ અને ઓકના ગીચ જંગલો નગરની આસપાસ ફેલાયેલા છે જેમાં લુપ્ત પ્રાયઃ થયેલ ઓર્ચીડના ફૂલોની જંગલી પ્રજાતિઓ મળી આવે છે. લોય્ડ્સ બોટેનીકલ ગાર્ડનમાં વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓને સાચવવામાં આવી છે, અને પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્કમાં હિમાલયની લુપ્ત પ્રાયઃ પ્રજાતિઓના સંવર્ધન અને પ્રજનન કરવામાં આવે છે.[૨૯] વધતા જતા વાહન વ્યવહાર ને લીધે થતા વાયુ પ્રદુષણ અને વધતી વસતિની વધતી બળતણ અને લાકડાની જરૂરિયાતને ચાલતા દારિલિંગની આસપાસના જંગલોને ભય ઊભો થયો છે.[૩૦]

આ જિલ્લાની જંગલ પ્રાણી સંપદાનું રક્ષણ પશ્ચિમ બંગાળ જંગલ ખાતા દ્વારા કરવામાં આવે છે.[૨૭] અહીંના પ્રાણી જીવનમાં બતક, ટીલ, પ્લોવર અને ગુલ આદિ પક્ષીઓ તિબેટથી સ્થળાંતર કરતાં દાર્જિલિંગ થઈ ને પ્રવાસ કરે છે.[૩૧] નાના સસતનો જેમકે સીવેટ, નોળિયા બેજર આદિ અહીં જોવા મળી છે.[૩૨] નજીકના જલ્દાપરા વન્યજીવન અભયારણ્ય માં ઉપ-નીત્યલીલા જંગલો અને સાલના વૃક્ષોનો સમાવેશ થાય છે. અહીં એક-શિંગડાવાળા ગેંડો, હાથી, વાઘ, દીપડો અને હોગ હરણ જેવા પ્રાણીઓ,બંગાળ ફ્રોરિકન અને હેરોન જેવા પક્ષીઓ મળી આવે છે.[૨૭] ૨૦૦૯થી દાર્જિલિંગમાં રેડ પાંડાનું સંવર્ધન કેંદ્ર શરૂ કરવાના પ્રયાસ ચાલુ છે.[૩૩]

આબોહવા[ફેરફાર કરો]

A few people walking on a wet street holding umbrellas. There are shops on either side of the street.
A Darjeeling street during heavy rain

દાર્જિલિઁગના સમષીતોષ્ણ વાતાવરણમાં પાંચ ભિન્ન ઋતુઓ જોવા મળે છે: વસંત, ઉનાળો, શરદ, શિયાળો અને વર્ષા. વાર્ષીક સરાસરી મહત્તમ તાપમાન ૧૪.૯°સે છે જ્યારે વાર્ષીક સરાસરી લઘુત્તમ ૮.૯°સે છે,[૧] માસિક સરાસરી તાપમાન ૫-૧૭°સે વચ્ચે હોય છે.[૩૪] અહીં સૌથી નીચું ઉષ્ણતામન ૧૧ ફેબ્રુઆરી ૧૯૦૫ના દિવસે -૫°સે નોંધાયું હતું.[૧] અહીં સરાસરી વાર્ષીક ૩૦૯.૨ સેમી જેટલો વરસાદ પડે છે, અને સરાસરી વરસમાં ૧૨૬ દિવસ વરસાદ પડે છે.[૧] સૌથી વધુ વરસાદ જુલાઈ મહીનામાં પડે છે.[૩૪] આ ક્ષેત્રનો તીવ્ર અને કેન્દ્રીત વરસાદ અનિયંત્રિત આયોજન અને જંગલોની કપાઈને કારણે અવારનવાર ભૂસ્ખલનનું કારણ બને છે,આને કારણે જાન માલનું ઘણું નુકશાન થાય છે.[૩૫] હાલના વર્ષોમાં વૈશ્વિક ઉષ્મીકરણની દાર્જિલિંગના વાતાવરણ પર વિપરિત અસર પડી છે જેને પરિણામે દુષ્કાળ અને તેની પછે પૂર અને ચા બગીચા પર વધતા જતા કીટક આક્રમણના બનાવો આદિ ઘટનાઓ ઘટે છે.[૩૬]

નાગરી વ્યવસ્થાપન[ફેરફાર કરો]

A rectangular flag with a green background, three horizontal yellow stripes across the bottom, three yellow stars forming a triangle on the top left, and a yellow sword on the top right.
ગોરખા નેશનલ લિબરેશન ફ્રંટનો ધ્વજ

દાર્જિલિંગ શહેરી ક્ષેત્રમાં દાર્જિલિંગ નગરપાલિકા અને પત્તાબોંગ ચા બગીચાનો સમાવેશ થાય છે.[૩૭] ૧૮૫૦માં સ્થાપીત દાર્જિલિંગ નગરપાલિકા ૧૦.૫૭ ચો કિમી ક્ષેત્રને આવરી લે છે.[૩૭] આ નગરપાલિકા ૩૨ વોર્ડમાંથી ચૂંટાઈ આવેલા સભ્યો અને રાજ્ય સરકાર દ્વારા નેમણૂંક કરાયેલ સભ્યોની બનેલી છે. આ સભ્યો પોતાનામાંથી એક પ્રમુખ ચૂંટી કાઢે છે;[૨૫] આ પ્રમુખ નગપાલિકાના કાર્યકારી અધિકારી હોય છે. ૨૦૧૦માં ગોરખા જનમુક્તિ મોર્ચા આ નગરપાલિકામાં સત્તા પર છે.

ગોરખા વસતિ ધરાવતું દાર્જિલિંગ ક્ષેત્ર ૧૯૮૮માં દાર્જિલિંગ હિલ કાઉંસીલ ના નિર્માણ પછી તેના કાર્ય ક્ષેત્રમાં આવે છે. આ પર્વતીય ક્ષેત્રની અમુક બાબતો જેમકે શિક્ષણ સ્વાસ્થ્ય અને પર્યટન આદિનું વ્યવથાપન દાર્જિલિંગ હિલ કાઉંસીલ ના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. કાયદો અન વ્યવસ્થા જિલ્લા પોલીસ તંત્ર હેઠળ આવે છે જે પશ્કિમ બંગાળ પોલીસનો ભાગ છે. દાર્જિલિંગ અને જોરબંગલોની સુરક્ષા અને કાયદાકીય બાબતોના ઉપરી ડેપ્યુટિ સુપ્રિટેંડેન્ટ ઓફ પોલીસ હોય છે. દાર્જિલિંગ નગરપાલિકાની હદમાં બે પોલીસ ચોકીઓ છે એક દાર્જિલિંગ અનને બીજી જોરબંગલો.[૩૮] ૨૦૦૫ થી, દાર્જિલિંગ ગોરખા હિલ કાઉંસીલની કોઈ ચૂંટણી નથી થઈ અને માર્ચ ૨૦૦૮થી પશ્ચિમ બંગાળ સરકાર એક વ્યવસ્થાપન અધિકારી થકી દાર્જિલિંગ ગોરખા હિલ કાઉંસીલનો કારભાર ચલાવે છે.[૩૯]

સગવડો[ફેરફાર કરો]

St. Andrew's Church, Darjeeling. Built- 1843, Rebuilt- 1873

સેંચલ પર્વતમાળા પરથી વહેતા પ્રાકૃતિક ઝરણાં દાર્જિલિંગને મોટા ભાગનો પાણી પુરવઠો પુરો પાડે છે. આમાંથે જમા કરેલા પાણીને પથ્થરની નીકો દ્વારા ૧૯૧૦ અને ૧૯૩૨માં બનેલા બે તળાવોમાં જમા કરવામાં આવે છે. જોરબંગલોમાં આવેલ ફીલ્ટરેશન પ્લાન્ટ માં થઇ પાઇપ દ્વારા પાણી આખા શહેરને પુરું પાડવામાં આવે છે.[૪૦] ઉનાળા દરમ્યાન, જ્યારે ઝરણાં દ્વારા પુરું પડાતું પાણી અપુરતું થાય છે ત્યારે ખોંગ ખોલામાં આવેલ એક નિત્ય વહેતા ઝરણાં માંથી પાણી પમ્પ દ્વારા લવાય છે. અહીં પાણીની જરૂરિયાત અને પુરવઠા વચ્ચે નું અંતર વધતું જ રહ્યું છે. શહેરના ૫૦% ઘરોને જ નગરપાલિકાના પાઈપનું જોડાણ મળેલું છે.[૨૫] પાણી પુરવઠામાં વધારો કરવા માટે ૧૯૮૪ના ત્રીજા જળાશયના બાંધકામ સહિતના અન્ય ઘણાં ઉપાયો નિષ્ફળ નીવડ્યાં છે.[૪૦]

શહેરમાં ૪૦% ક્ષેત્રમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે જે ઘરેલુ ગંડા પાણીને સેપ્ટીક ટેંક સુધી પહોંચાડે છે.[૪૧] ઘ કચરાને નજીકમાં આવેલ ડમ્પીંગ ગ્રાઉંડમાં ઠલાવાય છે ત્યાં જ નગરનું સ્મશાન પણ આવેલું છે.[૪૧] ૨૦૦૩થી બારણે બારણે કચરો જમા કરવાની અને જૈવિક અને અજૈવિક કચરો છૂતો પાડવાની વ્યવસ્થા ચાલુ કરાઇ છે.[૪૨] બિન સરકારી સંસ્થાઓની મદદ વડે જૈવિક કચારાનું વર્મીકમ્પોસ્ટીંગ (અળસિયા અપઘટન) હાથ ધરવા માં આવે છે.[૪૩] ૨૦૦૯માં કચરો ઘટાડવા માટે નગરપાલિકાએ પ્લાસ્ટીકની થેલીઓ અને પેકેટો પર પ્રતિબંધ લગાવ્યો છે.[૪૪]

વિદ્યુત પુરવઠો વેસ્ટ બંગાલ ઇલેક્ટ્રીસીટી બોર્ડ દ્વારા પુરો પાડવામાં આવે છે, વેસ્ટ બેંગાલ ફાયર સર્વીસ આપાતકાલીન સેવાઓ આપે છે. આ શહેર ખંડીત વિદ્યુત પ્રવાહથી પીડાય છે અને તેના વોલ્ટેજ અસ્થિર હોય છે, આથી વોલ્ટેજ સ્ટેબીલાઈઝર અહીંના ઘરો માં જોવા મળે છે. લગભગ બધી જ શાળાઓ સ્વાયત્તતા પ્રાપ્ત દાર્જિલિંગ ગોરખા હિલ કાઉંસીલની દ્વારા સંચાલિત છે. નગ્રપાલિકાના રસ્તાની કુલ લંબાઇ ૧૩૪ કિમી છે.[૪૫]

અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]

Terraced rows of bushes growing on a hillside.
દાર્જિલિંગમાં આવેલ ચા નો બગીચો

દાર્જિલિંગની અર્થવ્યવસ્થાના મુખ્ય બે આધાર છે પર્યટન અને ચા ઉદ્યોગ. દાર્જિલિંગના વિશિષ્ટ આબોહવાને કારણે દાર્જિલિંગ ચાને એક ખાસ સોડમ હોય છે. આ ચા આંતરરાષ્ટ્રીય રીતે વખણાયેલી છે.[૨] ભારતમાં ઉત્પન્ન થતી ચાના ૭% જેટલી ચા દાર્જિલિંગમાં પેદા થાય છે. આ પેદાશ વર્ષે ૯૦ લાખ કિલો જેટલી હોય છે.[૨૪] ભારતના અન્ય પ્રદેશો અને નેપાળમાં ઉત્પન્ન થતી ચાએ અહીંની ચા ને પ્રતિસ્પર્ધા આપી છે.[૪૬] અહીં ચાલી આવતી મજૂરોની ખટપટ કામગારોની છટણી એસ્ટેટનું બંધ પડવું આદિને કારણે અહીં નિવેશ અને ઉત્પાદન પર ઘણી અસર પડી છે.[૪૭] ઘણાં ચાના બગીચા કામદારો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે, જ્યારે અમુકને ટુરિસ્ટ રિસોર્ટમાં ફેરવવાની યોજના ચાલુ છે.[૪૭] અહીંના કામગારોમાં ૬૦%થી વધુ કામગાર મહિલાઓ છે.[૩૭] ચા સાથે, અહીં મકાઈ, જવ, ડાંગર, એલચી, બટેટા અને આદુ ના પાક લેવાય છે.[૪૮]

૧૮૬૦થી જ દાર્જિલિંગ એક મહત્ત્વ પૂર્ણ પ્રવાસી સ્થળ બની ગયું હતું.[૧૨] આ એકમાત્ર પૂર્વીભારતીય સ્થળ છે જ્યાં બહોળી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે.[૨૪] બોલીવુડ અને બંગાળી સિનેમાના ફીલ્મીકરણ માટે પણ આ એક પ્રખ્યાત સ્થળ છે. સત્યજીત રેએ તમની ફીલ્મ કાંચન જંગા (૧૯૬૨) અહીં ફીલ્માવી હતી, અને ત્મની ફેલુદા શ્રેણીની કથાઓ, દાર્જિલિંગ જોમ્જોમાત પણ અહીંની હતી. બોલીવુડની ફિલ્મો આરાધના (૧૯૬૯), અને હાલમાં આવેલી ફીલ્મ મૈં હૂં ના (૨૦૦૪) અહીં ફીલ્માવાઈ હતી.[૪૯][૫૦] આ ક્ષેત્રની રાજનૈતિક અસ્થિરતાને કારણે અહીંના પ્રવાસ વ્યવસ્થા પર અસર થાય છે, અને ૧૯૮૦ અને ૨૦૦૦ના પ્રદર્શનોને કારણે પર્યટન ઉદ્યોગ પર ઘણી અસર પડી છે.[૨૪][૫૧]

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

A train, hauled by a steam locomotive, running beside a road between two rows of buildings with a few people walking on the road.
દાર્જિલિંગમાં પ્રવેશ કરતી ટોય ટ્રેન

દાર્જિલિંગ ૮૮ કિમી લાંબી દાર્જિલિંગ હિમાલયન રેલ્વે દ્વારા ન્યૂ જલપાઈગુડીથી અથવા સીલીગુડીથી રાષ્ટીય ધોરી માર્ગ-૫૫ દ્વારા પહોંચી શકાય છે. [૫૨][૫૩] નવતર વાહન વ્યવહાર પ્રયોગ દ્વારા કોઇ ક્ષેત્રનું આર્થિક અને સામાજિક વિકાસ સાધીને વિશ્વના અન્ય ક્ષેત્રોને પ્રભાવીત કરવા બદ્દલ દાર્જિલિંગ હિમાલયન રેલ્વે જે એક ૬૦ સેમી ગેજ ધરાવતી પર્વતીય રેલ્વે છે તેને યુનેસ્કો દ્વારા ૧૯૯૯માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાઈ છે,[૫૪] વિશ્વમાં આ સન્માન મેળવનાર આ બીજી રેલ્વે છે.[૧૩][૪૯] સીલીગુડી અને દાર્જિલિંગ વચ્ચે બસ સેવા અને અન્ય વાહનની સેવા ઉપલબ્ધ છે. રસ્તા માર્ગે દાર્જિલિંગ બાગડોરા, ગંગટોક અને કાઠમંડુ અને અન્ય નજીકના નગરો કુરસિયોંગ અને કાલિમ્પોંગ.[૫૨] જો કે, વરસાદમાં થતા ભૂસ્ખલનને કારણે રસ્તો અને રેલ્વે માર્ગ બંધ પડી જાય છે. સૌથી નજીકનું હવાઈ મથક બાગડોરા ૯૦ કિમી દૂર આવેલું છે.[૫૨] નગરની ભીતરમાં મોટે ભાગે લોકો પગપાળા પ્રવાસ કરે છે. રહેવાસીઓ સાયકલ, મોટર સાયકલ અને ભાડોત્રી ટેક્સીઓ વાપરે છે. ૨૦૦૩માં થયેલ અકસ્માત પછી દાર્જિલિંગ રોપવે બંધ કરી દેવાઈ છે તેમાં ચાર પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં હતાં.[૫૫] It was proposed to be reopened in 2007,[૫૬] અને આ ક્ષેત્રમાં વિકસી રહેલ રસ્તાના જાળાને કારણે અને સહયોગીની ગેરહાજરેને લીધે રોપવેનો વિકાસ ન થયો.[૫૭]

વસતિ[ફેરફાર કરો]

૨૦૦૧ના વસતિ ગણતરી અનુસાર, ૧૨.૭૭ ચો કિમી ક્ષેત્ર ધરાવતા બૃહદ દાર્જિલિંગ શહેરી ક્ષેત્રની વસતિ ૧૦૯૧૬૩ છે, જ્યારે નગરપાલિકા ક્ષેત્રની વસતિ ૧૦૭૫૩૦ છે.[૩૭] નગરપાલિકા ક્ષેત્રમાં વસતિનું ઘનત્વ પ્રતિ કિમી ૧૦,૧૭૩ છે2. સ્ત્રી ૰ પુરુષ પ્રમાણ ૧,૦૧૭ ૰ ૧,૦૦૦ છે,[૩૭] જે રાષ્ટ્રીય સરાસરી ૯૩૩ ૰ ૧૦૦૦ છે.[૫૮] આ ક્ષેત્રમાં પળાતા ત્રણ સૌથી મોટા ધર્મ અનુ ક્રમે હિંદુત્વૢ બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તિ ધર્મ છે.[૫૯] બહુમતિ જનસંખ્યા નેપાળી મુળના ગોરખા કુળના છે. ગોરખામાં અન્ય ઉપજાતિઓ છે લિંબુ, રાય, તમાંગ, લેપ્ચા, ભુતિઆ, શેર્પા અને નેવાર. અહીં રહેતા અન્ય કુળ બંગાળી, એંગ્લો ઈંડિયન, ચીની, બિહારી (મુખ્યત્વે સ્થપાંતરીત મજૂરો) અને તિબેટી. અહીં બોલાતી સૌથી મુખ્ય ભાષાઓ છે The most commonly spoken languages are નેપાળી, બંગાળી અને અંગ્રેજી.[૬૦]

દાર્જિલિંગએ ૧૯૯૧ અને ૨૦૦૧ વચ્ચેના સમયગાળામાં નોંધ પાત્ર વસતિ વધારો જોયો છે આ સમય દરમ્યાન વધારાનો દર ૪૭% રહ્યો હતો.[૩૭] આ શહેરની યોજના ૧૦ૢ૦૦૦ વ્યક્તિના સમાવેશ માટે કરાઈ હતી અને ત્યાર બાદના વસતિ વધારાને કારણે ખૂબ માળખાકીય સુવિધાઓ પર ખુબ દબાણ આવ્યું છે અને પર્યાવરણ ને નુકશાન થયું છે. વધતા વસતિ વધારાને કારણે જિલ્લાના જંગલોને પારાવાર નુકશાન થયું છે. પર્યાવરણને થયેલા નુકશાન અને પર્વતોના ખવાણને કારણે દાર્જિલિંગ પર્યટન સ્થળ તરીકેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે.[૩૦]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

A man and a woman praying at a small white shrine with a red roof. Several colourful flags on buntings are strung across poles in front of the shrine.
હિંદુ મંદિરની આજુબાજુ બુદ્ધિસ્ટ ધ્વજ.

નાતાલ દુર્ગાપુના અને દિવાળી જેવા મુખ્ય ધાર્મિક પરિવાર સિવાય અહીંની પ્રજા અમુક સ્થાનિય તહેવારો પણ મનાવે છે. લેપ્ચા અને ભુટિયા લોકો જાન્યુઆરીમાં નવું વર્ષ ઉજવે છે જ્યારે તિબેટિયન લોકો ફેબ્રુઆરી-માર્ચમાં તેમનું નવું વર્ષ લોસર ઉજવે છે. મધ્ય જૂનમાં દલાઈ લામાનો જન્મ દિવસ સરઘસ સાથે ઉજવવામાં આવે છે.[૬૦] દર વર્ષે દસ દિવસનો દાર્જિલિંગ કાર્નિવલ તરીકે ઓળખાતો ઉત્સવ સિવિલ સોસાયટીના પ્રયત્નોથી દાર્જિલિંગ ઈનિશિયેટીવ તરીકે ઓળખાતી ચળવળ હેઠળ શિયાળામાં ઉજાવાય છે. આમાં દાર્જિલિંગ પર્વતીય ક્ષેત્રના સંગીતૢ કળા અને સંસ્કૃતિ ને પ્રદર્શિત કરાય છે.[૬૧]

દાર્જિંલિંગમાં સૌથી પ્રચલિત વાનગી છે મોમો. આ એક વરાળમાં રંધાતીૢ માંસને લોટમાં વાળીને બનતી વાનગી છે આને સાફ સૂપ અને અથાણા સાથે ખાવા અપાય છે. ઠુપકા તરીકે ઓળખાતા અને સૂપ સાથે પીરસાતા તિબેટિયન નુડલ્સ પણ પ્રચલિત છે. અન્ય પ્રચલિત વાનગીઓ છે દમ આલુ, બટેટાની વાનગી, અને સાફાલે, માંસ ભરેલ તિબેટીયન રોટી.[૬૦] અથાયેલ ખોરાક અને પેય પદાર્થ નજન સંખ્યાના મોટા ભાગના લોકો દ્વારા લેવામાં આવે છે.[૬૨] અથાયેલી વસ્તુઓમાં સોયાબીનની વાનગીઓ], લાંબુ ના અંકુર, દૂધ અને ચોખામાંથી બનાવાતી સેલ રોટી પ્રમુખ છે.[૬૩] ચા સૌથી લોકપ્રિય પીણું છે તિબેટીયન બટર ચા પણ પીવય છે.[૬૦] નશા કારક પેયમાં ટોંગબા, જ્નાર્ડ અને છાંગ, સ્થાનીય રીતે ઉગતી અંગુલ બાજરી તરીકે ઓળખાતા સ્થાનીય અનાજ માંથી બનતું પીણું છે.[૬૦][૬૪][૬૫]

દાર્જિલિંગની ઘણી ઈમારતો પર વસાહતવાદ કાળના વાસ્તુની છાપ દેખાઈ આવે છે, જેમકે દાર્જિલિંગના મોક ટ્યુડર શૈલિના (mock Tudor) ઘરો, ગોથિક શૈલિના ચર્ચો, રાજ ભવન, દાર્જિલિંગ પ્લાંટર્સ ક્લબ અને વિવિધ શૈક્ષણિક ઈમારતો. બુદ્ધિસ્ટ મઠ પેગોડા શૈલિ ના બનેલા છે. દાર્જિલિંગ સંગીતકારો અને કદરદાનોનું કેંદ્ર મનાય છે. અહીંના લોકોમાં ગાવું અને વગાડવું સામાન્ય શોખ જોવા મળે છે, અને આ પરંપરાગત પ્રનાલીનો તેમને ગર્વ છે.[૬૬]

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "District Profile". Official Webpage of Darjeeling District. મૂળ માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-10.
  2. ૨.૦ ૨.૧ Srivastava 2003, p. 4024
  3. Dasgupta 1999, pp. 47–48
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Dasgupta 1999, p. 51
  5. ૫.૦ ૫.૧ Dasgupta 1999, p. 50
  6. Lamb 1986, p. 69
  7. Dasgupta 1999, p. 47
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "History of Darjeeling". Official webpage of Darjeeling District. મૂળ માંથી 2011-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-10.
  9. Dasgupta 1999, p. 48
  10. Palit 2006, p. 16
  11. Kenny 1995, p. 700
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ Lamb 1986, p. 71
  13. ૧૩.૦ ૧૩.૧ "Mountain Railways of India". UNESCO World Heritage Centre. મેળવેલ 2006-04-30.
  14. Gerard 1990, p. 258
  15. Sanjoy Borbara (2003). "Autonomy for Darjeeling: History and Practice". Experiences on Autonomy in East and North East: A Report on the Third Civil Society Dialogue on Human Rights and Peace. Mahanirban Calcutta Research Group. મેળવેલ 2006-08-13.
  16. Dasgupta 1999, p. 60
  17. "Darjeeling Hills plunges into the Independence Movement". Official webpage of Darjeeling district. મૂળ માંથી 2010-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-19.
  18. ૧૮.૦ ૧૮.૧ Dasgupta 1999, p. 61
  19. Dasgupta 1999, p. 55
  20. Dasgupta 1999, pp. 61–62
  21. Dasgupta 1999, p. 62
  22. Dasgupta 1999, pp. 63–64
  23. Dasgupta 1999, p. 65
  24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ Sujoy Dhar (2009-07-14). "Darjeeling protests hit tea and tourism". Livemint. મેળવેલ 2009-11-25.
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ Vimal Khawas (2003). "Urban Management in Darjeeling Himalaya: A Case Study of Darjeeling Municipality". The Mountain Forum. મૂળમાંથી અહીં સંગ્રહિત 2004-10-20. મેળવેલ 2006-05-01.CS1 maint: bot: original URL status unknown (link)Now available in the Internet Archive in this . Retrieved 7 June 2006.
  26. ૨૬.૦ ૨૬.૧ "Darjeeling". Encyclopædia Britannica. Encyclopædia Britannica Premium Service. મેળવેલ 2006-07-26.
  27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ Negi 1992, p. 185
  28. Negi 1992, pp. 28–29
  29. "Himalayan Tahrs, Blue sheep for Darjeeling Zoo arrive from Japan". The Hindu. 2009-10-29. મૂળ માંથી 2012-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-10.
  30. ૩૦.૦ ૩૦.૧ TERI (2001). "Sustainable Development in the Darjeeling Hill Area" (PDF). Tata Energy Research Institute, New Delhi. (TERI Project No.2000UT64). પૃષ્ઠ 20. મૂળ (PDF) માંથી 2006-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2006-05-01.
  31. Mackintosh 2009, p. 2
  32. Negi 1992, pp. 43–48
  33. Mohana Dam (2009-07-06). "New centres to help endangered panda and dolphin thrive". The Indian Express. મૂળ માંથી 2012-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-19.
  34. ૩૪.૦ ૩૪.૧ "Weatherbase entry for Darjeeling". Canty and Associates LLC. મેળવેલ 2006-04-30.
  35. Sarkar 1999, p. 299
  36. Malabi Gupta (2009-11-26). "Brewtal climate: Droughts, storms cracking Darjeeling's teacup". Hindustan Times. મૂળ માંથી 2011-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-03.
  37. ૩૭.૦ ૩૭.૧ ૩૭.૨ ૩૭.૩ ૩૭.૪ ૩૭.૫ "Table-4 Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". Directorate of Census Operations, West Bengal. 2003. મૂળ સંગ્રહિત માંથી 2005-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-30.
  38. "Table-3 District Wise List of Statutory Towns (Municipal Corporation, Municipality, Notified Area and Cantonment Board), Census Towns and Outgrowths, West Bengal, 2001". Directorate of Census Operations, West Bengal. 2003. મેળવેલ 2006-04-30.
  39. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-06.
  40. ૪૦.૦ ૪૦.૧ "Water Supply". Official webpage of Darjeeling Municipality. મૂળ માંથી 2011-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-03.
  41. ૪૧.૦ ૪૧.૧ "General Information". Official webpage of Darjeeling Municipality. મૂળ માંથી 2012-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-08.
  42. Aftab 2005, p. 186
  43. Aftab 2005, p. 187
  44. Mohana Dam (2009-06-11). "Darjeeling to ban plastic altogether". The Indian Express. મૂળ માંથી 2012-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-03.
  45. "Roads". Official webpage of Darjeeling Municipality. મૂળ માંથી 2011-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-08.
  46. "Darjeeling tea growers at risk". BBC News. 2001-07-27. મેળવેલ 2006-05-08.
  47. ૪૭.૦ ૪૭.૧ Daniel B. Haber (2004-01-14). "Economy-India: Famed Darjeeling Tea Growers Eye Tourism for Survival". Inter Press Service News Agency. મૂળ માંથી 2006-06-02 પર સંગ્રહિત. મેળવેલ 2006-05-08.
  48. "Agriculture". Official webpage of Darjeeling District. મૂળ માંથી 2010-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-25.
  49. ૪૯.૦ ૪૯.૧ Sudha Mahalingam (2001). "Darjeeling: Where the journey is the destination". Outlook Traveller. Outlook Publishing (India) Private Limited. મૂળ સંગ્રહિત માંથી 2007-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-09. Unknown parameter |month= ignored (મદદ)
  50. "Darjeeling Toy Train". Theme India: Train Tourism in India. IndiaLine. મૂળ માંથી 2010-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-05.
  51. Dasgupta 1999, p. 66
  52. ૫૨.૦ ૫૨.૧ ૫૨.૨ de Bruyn 2008, p.578
  53. "NH wise Details of NH in respect of Stretches entrusted to NHAI" (PDF). National Highways Authority of India. મૂળ (PDF) માંથી 2009-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-07.
  54. "Darjeeling Himalayan Railway". World Heritage Committee: Report of the 23rd Session, Marrakesh, 1999. UNESCO. મેળવેલ 2010-01-08.
  55. "Darjeeling ropeway mishap kills four". The Statesman. 2003-10-20. મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-30.
  56. Soma Mookerjee (2007-06-22). "Darjeeling Ropeway to open again". The Statesman. મૂળ માંથી 2008-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-02.
  57. Mohan Prasad (2009-11-30). "Time, neglect apply brakes on ropeways". The Statesman. મૂળ માંથી 2011-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-07.
  58. "India at a Glance: Sex Ratio". Census of India, 2001. મેળવેલ 2009-11-19.
  59. "Basic data sheet, District Darjiling" (PDF). Census of India, 2001. મેળવેલ 2009-11-19.
  60. ૬૦.૦ ૬૦.૧ ૬૦.૨ ૬૦.૩ ૬૦.૪ "People And Culture". Official webpage of Darjeeling District. મેળવેલ 2009-11-26.
  61. S.S. Chattopadhyay (2003). "The spirit of Darjeeling". Frontline. 20 (25). મૂળ માંથી 2006-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2006-05-01. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: ref=harv (link)
  62. Tamang 1988, p. 376
  63. Tamang 1988, p. 375
  64. Tamang 1988, p. 382
  65. H. Ä. Jaschke (1881 (Reprint 1987)). A Tibetan-English Dictionary. Delhi: Motilal Banarsidas. પૃષ્ઠ 341. ISBN 81-208-0321-3. Check date values in: |year= (મદદ)
  66. D.P. Rasaily , R.P. Lama. "The Nature-centric Culture of the Nepalese". The Cultural Dimension of Ecology. Indira Gandhi National Centre for the Arts, New Delhi. મૂળ માંથી 2006-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-31.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: