સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન
Appearance
સુરેન્દ્રનગર | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | સુરેન્દ્રનગર, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°26′53″N 71°23′09″E / 22.448°N 71.3859°E |
ઊંચાઇ | 72 m (236 ft) |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | વિરમગામ-ઓખા લાઇન ધ્રાગંધા-સુરેન્દ્રનગર વિભાગ સુરેન્દ્રનગર-ભાવનગર લાઇન |
પ્લેટફોર્મ | ૪ |
પાટાઓ | ૬ |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | SUNR |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | રાજકોટ |
ઈતિહાસ | |
શરૂઆત | ૧૯૦૫ |
વીજળીકરણ | ના |
જૂના નામો | મોરબી સ્ટેટ રેલ્વે |
સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેના રાજકોટ વિભાગમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સર લખધીરસિંહજી વાઘજી,[૧] અહીં ૧૯૨૨ થી ૧૯૪૮ સુધી શાસન કરતા હતા. તેમણે વઢવાણ અને મોરબીને જોડતા માર્ગ અને રેલ્વે માર્ગોનું નિર્માણ કર્યું હતું. સુરેન્દ્રનગર-રાજકોટ રેલ્વેમાર્ગનું નિર્માણ ૧૯૦૫માં થયું હતું.[૨] વિરમગામ-હાપા વિભાગ જે સુરેન્દ્રનગર, વાંકાનેર થઇને જાય છે, તે ૧૯૮૦માં પૂર્ણ થયું હતું.[૩] મોરબી રજવાડાની રેલ્વે ૫ નવેમ્બર ૧૯૫૧ના રોજ પશ્ચિમ રેલ્વે વિભાગમાં ભેળવી દેવાઇ હતી.
સુવિધાઓ
[ફેરફાર કરો]આ સ્ટેશન પર દરરોજ ૩૫ જેટલી ટ્રેન આવે છે. અહીંથી મુંબઈ, દિલ્હી, વિશાખાપટ્ટનમ, સિકંદરાબાદ, નાગપુર, હાવરા, કામખ્યા, રાજકોટ, ગાંધીધામ, વાંકાનેર વગેરે જગ્યાએ જવા માટે ટ્રેન મળી રહે છે.