સૂરદાસ

વિકિપીડિયામાંથી
સુરદાસ
અંગત
જન્મઅચોક્કસ, ૧૪૭૮-૧૪૮૩ની વચ્ચે
ગ્રામ સિહિ, ફરિદાબાદ, હરિયાણા
મૃત્યુઅચોક્કસ, ૧૫૭૯-૧૫૮૪ની વચ્ચે
બ્રજ
ધર્મહિંદુ ધર્મ
માતા-પિતા
  • રામદાસ સારસ્વત[૧] (પિતા)
  • જમુના[૧] (માતા)

કૃષ્ણ ભક્તિ ની અજસ્ર ધારા ને પ્રવાહિત કરવા વાળા ભક્ત કવિઓ માં સૂરદાસ નું નામ સર્વોપરિ છે. હિન્દી સાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણ ના અનન્ય ઉપાસક અને વ્રજભાષા ના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્યના સૂર્ય મનાય છે. હિંદી કવિતા કામિનીના આ કમનીય કાંત એ હિંદી ભાષા ને સમૃદ્ધ કરવા માં જે યોગદાન દીધું છે, તે અદ્વિતીય છે. સૂરદાસ હિન્દી સાહિત્યમાં ભક્તિ કાળ ની સગુણ ભક્તિ શાખા ના કૃષ્ણ-ભક્તિ ઉપશાખા ના મહાન કવિ છે. હિન્દી સાહિત્ય માં કૃષ્ણ-ભક્તિ ની અજસ્ર ધારા ને પ્રવાહિત કરવા વાળા ભક્ત કવિઓ માં મહાકવિ સૂરદાસ નું નામ અગ્રણી છે.

જીવન પરિચય[ફેરફાર કરો]

સૂરદાસ નો જન્મ ૧૪૭૮ ઈસ્વીમાં રુનકતા નામક ગામ માં થયો. આ ગામ મથુરા-આગ્રા માર્ગના કિનારે સ્થિત છે. અમુક વિદ્વાનોં નો મત છે કે સૂર નો જન્મ સીહી નામક ગ્રામ માં એક નિર્ધન સારસ્વત બ્રાહ્મણ પરિવાર માં થયો હતો. ત્યાર બાદ તે આગરા અને મથુરા ની વચ્ચે ગઊઘાટ પર આવી રહેવા લાગ્યાં. સૂરદાસ ના પિતા રામદાસ ગાયક હતાં. સૂરદાસ ના જન્માંધ હોવાના વિષયમાં મતભેદ છે. પ્રારંભ માં સૂરદાસ આગરા ના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં. ત્યાં તેમની ભેટ શ્રી વલ્લભાચાર્ય સાથે થઈ અને તે તેમના શિષ્ય બની ગયા. વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટિમાર્ગ માં દીક્ષિત કરીને કૃષ્ણલીલા ના પદ ગાવાનો આદેશ દીધો. સૂરદાસ ની મૃત્યુ ગોવર્ધન ની નિકટ પારસૌલી ગ્રામ માં ૧૫૮૦ ઈસ્વી માં થઈ.

જન્મતિથિ અને જન્મસ્થાનના વિષયમાં મતભેદ[ફેરફાર કરો]

સૂરદાસ ની જન્મતિથિ એવં જન્મસ્થાન ના વિષય માં વિદ્વાનોમાં મતભેદ છે. "સાહિત્ય લહરી" સૂર ની લખેલ રચના મનાય છે. આમાં સાહિત્ય લહરી ની રચના-કાળ ના સંબંધમાં નિમ્ન પદ મળે છે:

મુનિ પુનિ કે રસ લેખ.
દસન ગૌરીનન્દ કો લિખિ સુવલ સંવત્ પેખ.

આનો અર્થ વિદ્વાનોં એ સંવત ૧૬૦૭ વિ૦ માન્યો છે, અતઃ એવ "સાહિત્ય લહરી" નો રચના કાળ સંવત્ ૧૬૦૭ વિ૦ છે. આ ગ્રન્થ થી આ પણ પ્રમાણ મળે છે કે સૂર ન ગુરુ શ્રી વલ્લભાચાર્ય હતાં.

સૂરદાસ નો જન્મ સં૦ ૧૫૩૫ વિ૦ ની લગભગ અનુમાનિત કરાય છે, કેમકે વલ્લભ સંપ્રદાય માં એવી માન્યતા છે કે વલ્લભાચાર્ય સૂરદાસ થી દસ દિવસ મોટા હતાં અને વલ્લભાચાર્ય નો જન્મ ઉક્ત સંવત્ ની વૈશાખ્ કૃષ્ણ એકાદશી ના થયો હતો. માટે સૂરદાસ ની જન્મ-તિથિ વૈશાખ શુક્લા પંચમી, સંવત્ ૧૫૩૫ વિ૦ માલૂમ પડે છે. અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્ ૧૬૨૦ થી ૧૬૪૮ વિ૦ ની મધ્યમાં સ્વીકાર કરાય છે. રામચન્દ્ર શુક્લ જી ના મતાનુસાર સૂરદાસ નો જન્મ સંવત્ ૧૫૪૦ વિ૦ ની સન્નિકટ અને મૃત્યુ સંવત્ ૧૬૨૦ વિ૦ ની આસપાસ માની શકાય છે.

સૂરદાસ ની આયુ "સૂરસારાવલી' અનુસાર તે સમયે ૬૭ વર્ષ હતી. 'ચૌરાસી વૈષ્ણવ કી વાર્તા' ના આધાર પર જન્મ રુનકતા અથવા રેણુ નું ક્ષેત્ર (વર્તમાન જિલા આગરાન્તર્ગત) માં થયો હતો. મથુરા અને આગરા ની વચ્ચે ગઊઘાટ પર તે નિવાસ કરતા હતાં. વલ્લભાચાર્ય સાથે આમની ભેટ ત્યાં જ થઈ. "ભાવપ્રકાશ" માં સૂર ના જન્મ સ્થાન સીહી નામક ગ્રામ બતાવાયું છે. તે સારસ્વત બ્રાહ્મણ હતાં અને જન્મ થી અંધે હતાં. "આઇને અકબરી" માં (સંવત્ ૧૬૫૩ વિ૦) તથા "મુતખબુત-તવારીખ" ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજ્ઞો માં માનવામાં આવે છે.

શું સૂરદાસ જન્માંધ હતાં?[ફેરફાર કરો]

સૂરદાસ શ્રીનાથ ની "સંસ્કૃતવાર્તા મણિપાલા', શ્રી હરિરાય કૃત "ભાવ-પ્રકાશ", શ્રી ગોકુલનાથ ની "નિજવાર્તા" આદિ ગ્રન્થો ના આધાર પર, જન્મ થી અંધ મનાયા ગયાં છે. પણ રાધા-કૃષ્ણ ના રુપ સૌન્દર્ય નું સજીવ ચિત્રણ, નાના રંગોં નું વર્ણન, સૂક્ષ્મ પર્યવેક્ષણશીલતા આદિ ગુણોં ને કારણે અધિકતર વર્તમાન વિદ્વાન સૂર ને જન્માન્ધ સ્વીકાર નથી કરતા.

શ્યામસુન્દરદાસ એ આ સંબંધમાં લખ્યું છે - ""સૂર વાસ્તવ માં જન્માન્ધ ન હતાં, કેમકે શ્રૃંગાર તથા રંગ-રુપાદિ નું જે વર્ણન તમણે કર્યું છે તેવું કોઈ જન્માન્ધ ન કરી શકે. ડૉક્ટર હજારીપ્રસાદ દ્વિવેદી એ લખ્યું છે - ""સૂરસાગર ના અમુક પદોં થી આ ધ્વનિ અવશ્ય નીકળે છે કે સૂરદાસ પોતાને જન્મ ના અંધ અને કર્મ ના અભાગી કહે છે, પણ દરેક સમયે આના અક્ષરાર્થ ને જ પ્રધાન નહીં માનવું જોઈએ.

રચનાઓ[ફેરફાર કરો]

સૂરદાસ જી દ્વારા લિખિત પાઁચ ગ્રન્થ બતાવાય છે:

  1. સૂરસાગર - જે સૂરદાસની પ્રસિદ્ધ રચના છે. જેમાં સવા લાખ પદ સંગ્રહિત હતાં. કિંતુ હવે સાત-આઠ હજાર પદ જ મળે છે.
  2. સૂરસારાવલી
  3. સાહિત્ય-લહરી - જેમાં તેમના કૂટ પદ સંકલિત છે.
  4. નલ-દમયન્તી
  5. બ્યાહલો

ઉપરોક્તમાં અંતિમ બે અપ્રાપ્ય છે.

નાગરી પ્રચારિણી સભા દ્વારા પ્રકાશિત હસ્તલિખિત પુસ્તકોની વિવરણ તાલિકા માં સૂરદાસ ના ૧૬ ગ્રન્થોનો ઉલ્લેખ છે. આમાં સૂરસાગર, સૂરસારાવલી, સાહિત્ય લહરી, નલ-દમયન્તી, બ્યાહલો કે અતિરિક્ત દશમસ્કંધ ટીકા, નાગલીલા, ભાગવત્, ગોવર્ધન લીલા, સૂરપચીસી, સૂરસાગર સાર, પ્રાણપ્યારી, આદિ ગ્રન્થ સમ્મિલિત છે. આમાં પ્રારંભ ના ત્રણ ગ્રંથ જ મહત્ત્વપૂર્ણ સમજાય છે, સાહિત્ય લહરી ની પ્રાપ્ત પ્રતિ માં ખૂબ પ્રક્ષિપ્તાંશ જોડાયેલા છે.

  • સૂરસાગર નું મુખ્ય વર્ણ્ય વિષય શ્રી કૃષ્ણ ની લીલાઓ નું ગાન રહ્યું છે.
  • સૂરસારાવલી માં કવિ એ કૃષ્ણ વિષયક જે કથાત્મક અને સેવા પરક પદો નું ગાન કર્યું તેના સાર રૂપે તેમણે સારાવલી ની રચના કરી.
  • સહિત્યલહરી માં સૂર ના દૃષ્ટિકૂટ પદ સંકલિત છે.

સૂર-કાવ્યની વિશેષતાઓ[ફેરફાર કરો]

1. સૂર ની અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ ના અનુગ્રહ થી મનુષ્ય ને સદ્ગતિ મળી શકે છે. એટલે કે ભક્તિ કર્મભેદ, જાતિભેદ, જ્ઞાન, યોગ થી શ્રેષ્ઠ છે.

2. સૂર એ વાત્સલ્ય, શ્રૃંગાર અને શાંત રસોને મુખ્ય રૂપે અપનાવ્યા છે. સૂર એ પોતાની કલ્પના અને પ્રતિભા ના સહારે કૃષ્ણ ના બાલ્ય-રૂપ નું અતિ સુંદર, સરસ, સજીવ અને મનોવૈજ્ઞાનિક વર્ણન કર્યું છે. બાળકોની ચપળતા, સ્પર્ધા, અભિલાષા, આકાંક્ષા નું વર્ણન કરવામાં વિશ્વ વ્યાપી બાળ-સ્વરૂપ નું ચિત્રણ કર્યું છે. બાલ-કૃષ્ણ ની એક-એક ચેષ્ટાઓં ના ચિત્રણમાં કવિ કમાલ ની હોશિયારી તથા સૂક્ષ્મ નિરીક્ષણ નો પરિચય દે છે-

મૈયા કબહિં બઢૈગી ચૌટી?

કિતી બાર મોહિં દૂધ પિયત ભઈ, યહ અજહૂઁ છે છોટી.

સૂર ના કૃષ્ણ પ્રેમ અને માધુર્ય પ્રતિમૂર્તિ છે. જેની અભિવ્યક્તિ ખૂબ જ સ્વાભાવિક અને સજીવ રૂપ માં થઈ છે.

3. જે કોમલકાંત પદાવલી, ભાવાનુકૂલ શબ્દ-ચયન, સાર્થક અલંકાર-યોજના, ધારાવાહી પ્રવાહ, સંગીતાત્મકતા અને સજીવતા સૂર ની ભાષામાં છે, તેને જોઈ તો એજ કહેવું પડે છે કે સૂર એ જ સર્વ પ્રથમ બ્રજભાષાને સાહિત્યિક રૂપ આપ્યું છે.

4. સૂર એ ભક્તિ ની સાથે શ્રૃંગાર ને તેના સંયોગ-વિયાગ પક્ષોનું જેવું વર્ણન કર્યું છે, તેવું અન્યત્ર દુર્લભ છે.

5. સૂર એ વિનય ના પદ પણ રચ્યાં છે, જેમાં તેની દાસ્ય-ભાવના ક્યાંક- ક્યાંક તુલસીદાસ થી આગળ વધી જાય છે-

હમારે પ્રભુ ઔગુન ચિત ન ધરૌ.

સમદરસી છે માન તુમ્હારૌ, સોઈ પાર કરૌ.

6. સૂર એ કૂટ પદ પણ લખ્યાં છે.

7. પ્રેમ ના સ્વચ્છ અને માર્જિત રૂપ નું ચિત્રણ ભારતીય સાહિત્ય માં કોઈ અન્ય કવિ એ નથી કર્યું આ સૂરદાસ ની પોતાની વિશેષતા છે. વિયોગ ના સમયે રાધિકા નું જે ચિત્ર સૂરદાસ એ ચિત્રિત કર્યું છે, તે આ પ્રેમ ની યોગ્ય છે.

8. સૂર એ યશોદા આદિ ના શીલ, ગુણ આદિ નું સુંદર ચિત્રણ કર્યું છે.

9. સૂર નું ભ્રમરગીત વિયોગ-શ્રૃંગાર નું જ ઉત્કૃષ્ટ ગ્રંથ નથી, તેમાં સગુણ અને નિર્ગુણ નું પણ વિવેચન થયું છે. આમાં વિશેષ કરી ઉદ્ધવ-ગોપી સંવાદોમાં હાસ્ય-વ્યંગ્ય ના સારા છાંટા પણ મળે છે.

10. સૂર કાવ્યમાં પ્રકૃતિ-સૌંદર્ય નું સૂક્ષ્મ અને સજીવ વર્ણન મળે છે.

11. સૂર ની કવિતા માં જુના આખ્યાનોં અને કથનોં નો ઉલ્લેખ ઘણાં સ્થાનો માં મળે છે.

12. સૂર ના ગેય પદોં માં હ્રૃદયસ્થ ભાવોં ની ઘણી સુંદર વ્યંજના થઈ છે. તેમના કૃષ્ણ-લીલા સંબંધી પદોં માં સૂર ના ભક્ત અને કવિ હ્રૃદય ની સુંદર ઝાઁકી મળે છે.

13. સૂર ના કાવ્ય ભાવ-પક્ષ ની દૃષ્ટિ એ પણ મહાન નહીં, કલા-પક્ષ ની દૃષ્ટિ એ પણ તે તેટલા જ મહત્વપૂર્ણ છે. સૂર ની ભાષા સરળ, સ્વાભાવિક તથા વાગ્વૈદિગ્ધ પૂર્ણ છે. અલંકાર-યોજના ની દૃષ્ટિ એ પણ તેમનું કળા-પક્ષ સબળ છે.

આચાર્ય હઝારીપ્રસાદ દ્વિવેદી એ સૂર ની કવિત્વ-શક્તિ ને વિષયે લખ્યું છે- સૂરદાસ જ્યારે પોતાના પ્રિય વિષય નું વર્ણન શુરૂ કરે છે તો માનો અલંકાર-શાસ્ત્ર હાથ જોડી તેમની પાછળ-પાછળ દોડે છે. ઉપમાઓં નું પુર આવી જાય છે, રૂપકોં ની વર્ષા થવા લાગે છે.

આ પ્રકારે આપણે જોઈએ છે કે સૂરદાસ હિંદી સાહિત્ય ના મહાકવિ છે, કેમકે તેમણે ન કેવળ ભાવ અને ભાષા ની દૃષ્ટિ એ સાહિત્ય ને સુસજ્જિત કરી, કૃષ્ણ-કાવ્ય ની વિશિષ્ટ પરંપરા ને પણ જન્મ આપ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "सूरदास का जीवन परिचय - Biography of Surdas in Hindi Jivan Parichay".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]