લખાણ પર જાઓ

સેમસંગ

વિકિપીડિયામાંથી
Samsung Group
Public (Korean: 삼성그룹)
ઉદ્યોગConglomerate
સ્થાપના1938
સ્થાપકોLee Byung-chull
મુખ્ય કાર્યાલયSamsung Town, Seoul, South Korea
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોLee Kun-hee (Chairman and CEO)
Lee Soo-bin (President, CEO of Samsung Life Insurance)[૧]
ઉત્પાદનો
આવકUS$ 172.5 billion (2009)[૨]
ચોખ્ખી આવકUS$ 13.8 billion (2009)[૨]
કુલ સંપતિUS$ 294.5 billion (2009)[૨]
કુલ ઇક્વિટીUS$ 112.5 billion (2008)[૨]
કર્મચારીઓ276,000 (2009)[૨]
ઉપકંપનીઓSamsung Electronics
Samsung Life Insurance
Samsung Heavy Industries
Samsung C&T etc.
વેબસાઇટSamsung.com

સેમસંગ સમૂહ (કોરિયન:삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક દક્ષિણ કોરિયાના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,[૩] જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.[૨] સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના સેમસંગ શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, [૪][૫] સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા[૬] છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ પ્રમાણે, સેમસંગ સી&ટી (C&T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.[૭] સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.[૮] સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.[૯] ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.[૧૦] જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.[૧૧] સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.[૧૨]

ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું.


સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.[૧૩]

ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે. સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.[૧૪]

સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.[૧૫] ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. આર્જેન્ટિના કરતા પણ વધારે.[૧૬] કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.[સંદર્ભ આપો] સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું. 2019માં સેમસંગની આવક $305 બિલિયન, 2020માં $107+ બિલિયન અને 2021માં $236 બિલિયન છે.[૧૭]

ઇતિહાસ[ફેરફાર કરો]

1930માં દેઉગુ સ્થિત સેમસંગ સેંઘોનું બિલ્ડીંગ

1938માં, લી બ્યુન્ગ-ચૂલ(1910-1987) કેઓ યુરેઓન્ગ દેશના જમીનમાલિક પરિવારમાંથી હતા, તેઓ દાએગુ શહેર નજીક આવ્યા, અને સુ-ડોંગ (હવેનું લેંગ્યો-ડોંગ)માં ચાલીસ કર્મચારીઓ સાથે સેમસંગ સંગોહે (삼성상회) નામની વ્યાપારી પેઢી (ટ્રેડિંગ કંપની)ની સ્થાપની કરી.

જે શહેર તેમજ શહેરની આસપાસ છૂટક વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી અને નૂડલ્સ (ઘંઊની સેવો)નું પણ ઉત્પાદન કરતી. કંપનીનો ફેલાવો થતો ગયો અને લીએ તેમનું મુખ્યાલય 1947માં સેઓલમાં ખસેડ્યુ. જ્યારે કોરિયામાં યુદ્ધ ફાટી ન નીકળ્યું તે સમયે તેમના પર સેઓલ છોડવાનું દબાણ વધતા, તેમણે સેઓલ છોડ્યું અને બુસનમાં ચેઈલ જેડાંગ નામથી ખાંડની મિલ શરૂ કરી. 1954માં યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે લીએ ચેઈલ મોઈક ની સ્થાપના કરી અને દાએગુના ચિમસન-ડોંગમાં યાંત્રિક એકમ બનાવ્યો. તે દેશની સૌથી મોટી ઉનની મિલ હતી, જે ઘણી કંપનીઓને જોતી હતી.

સેમસંગ ઘણા રસ્તાઓ તરફ ફંટાયું અને લીએ ખુબ માંગ હોય તેવા ઉદ્યોગ સમૂહોના આગેવાનોને સાથે રાખીને સેમસંગની સ્થાપના કરી, જેણે વીમા, સલામતી, અને છુટક વેચાણ તરફ ઝુકાવ્યું. ઔદ્યોગિકરણમાં લીએ મોટુ યોગદાન આપ્યું અને નાના જૂથોના સાથે રાખીને તેમને સ્પર્ધામાંથી બચાવ્યા અને આર્થિક રીતે મજબૂતી આપી, તેમજ અર્થતંત્રના વિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. સેમસંગ કંપનીને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ પર દક્ષિણ કોરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.[સંદર્ભ આપો]

1960ના અંત સુધીમાં સેમસંગે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કરી. તેણે ઈલેક્ટ્રોનિક્સને લગતા કેટલાક વિભાગો બનાવ્યા જેવા કે સેમસંગ ઈલેટ્રોનિક્સ ડિવાઇસ કંપની, સેમસંગ ઇલેક્ટ્રો-મેકેનિસ કંપની, સેમસંગ કોર્નિંગ કંપની અને સેમસંગ સેમિકન્ડક્ટર એન્ડ ટેલિકમ્યુનિકેશન કંપની વિગેરે, તેમજ સુવોનમાં સેવાઓ ઉપલબ્ધ બનાવી. તેનું પ્રથમ ઉત્પાદન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતુ. 1980માં કંપનીએ ગુમીમાં હેગુક જેઓન્જા ટોન્ગસીન નું અધિગ્રહણ કર્યુ અને સંદેશવાહક માટેના સાધનો બનાવવાની શરૂઆત કરી. તેનું પહેલાનું ઉત્પાદન સ્વીચબોર્ડ હતુ. આ સુવિધા ટેલિફોન અને ફેક્સ ઉત્પાદીન કરતી વ્યવસ્થામાં વિકસાવવામાં આવી હતી, અને જે સેમસંગ મોબાઇલ ઉત્પાદનનું કેન્દ્ર બની. તેઓએ અત્યાર સુધીમાં 800 મિલિયન મોબાઈલ બનાવ્યા છે.[૧૮] 1980માં કંપનીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કો. લિ.ના નેજા હેઠળ તેમનો સમન્વય કર્યો.

ન્યૂયોર્ક, ટાઇમ વોર્નર સેન્ટરનું અંદર સેમસંગ લોગોનું દૃશ્ય.

1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.[૧૯]

એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે મલેશિયાના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, તાઈવાનનું તાઈપેઈ 101 અને સંયુક્ત રાષ્ટ્ર અમિરાતનું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.[૨૦] 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી.

1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. [સંદર્ભ આપો]


1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)[૨૧] 1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે.

વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.[૨૨] નોકિયા બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.[૨૩] એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે.

નવી કંપનીની રચના[ફેરફાર કરો]

1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.[૨૪] સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.[૨૫] હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.[૨૬] હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, શિન્સેગૅ અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”[૨૬]

વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું[ફેરફાર કરો]

ઢાંચો:Prose

જૂથનું વિભાજન[ફેરફાર કરો]

ફિનલેન્ડ, 2009માં મુર્રામેની હેયરેયલાઈનેન ઓય ખીણમાં સેમસંગ સીઈ170 રસ્તા-ખોદાણ માટેના યંત્ર
 • ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ
 • નાણાકિય સેવાઓ
 • રસાયણ ઉદ્યોગો
 • મશિનરી અને ભારે ઉદ્યોગો
 • એન્જિનિયરીંગ અને બાંધકામ
 • છૂટક અને મનોરંજન
 • વસ્ત્રો અને જાહેરાત
 • શિક્ષણ અને વૈદકિય સેવાઓ
 • વેપાર અને સાધનસામગ્રી વિકાસ
 • ખાદ્ય પૂરવઠો પૂરો પાડનાર અને સંરક્ષણ સેવાઓ


નોંધનિય ગ્રાહકો[ફેરફાર કરો]

 • રોયલ ડચ શૅલ

સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.[૨૭] [૨૮]

 • સંયુક્ત આરબ અમિરાત સરકાર

સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.[૨૯]

 • કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર

કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.[૩૦]

સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)[૩૧]
ક્રમ/કંપની વિભાગીય વિવરણ ખરીદી (એકમ: ટ્રિલિયન કેઆરડબલ્યુ) કુલ વેચાણના ટકા
1 સોની ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND), ફ્લેશ, એલસીડી (LCD) પેનલ, વગેરે... 1.28 3.7
2 એપલ આઇએનસી એપી (AP) (મોબાઇલ પ્રોસેસર) ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND) ફ્લેશ, વગેરે... 0.9 2.6
3 ડૅલ ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... 0.87 2.5
4 એચપી ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... 0.76 2.2
5 વેરિઝોન કોમ્યુનિકેશન્સ હેન્ડસેટ, વગેરે... 0.5 1.3
6 એટી એન્ડ ટી હેન્ડસેટ, વગેરે... 0.5 1.3

સેમસંગ આરોગ્ય કેન્દ્ર[ફેરફાર કરો]

સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.[૩૨] સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.[૩૩] સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. [૩૪] એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.[૩૫]


વ્યુત્પતિશાસ્ત્ર અને લોગો (ચિહ્ન)નો ઇતિહાસ[ફેરફાર કરો]

કોરિયન હાંજા સેમસંગ () શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.

“ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).[૩૬]

The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s.
The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s. 
The Samsung Group logo, used from late 1969 until replaced in 1979
The Samsung Group logo, used from late 1969 until replaced in 1979 
The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992
The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992 
The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992
The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992 
Samsung's current logo used since 1993.[૩૭]
Samsung's current logo used since 1993.[૩૭] 

વિવાદ[ફેરફાર કરો]

1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.[૩૮][૩૯][૪૦][૪૧]

અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.[૪૨]


આ પણ જૂઓ[ફેરફાર કરો]

ઢાંચો:South Korean economy

 • કોરિયન કંપનીઓની યાદી
 • કોરિયન-સંબંધી વિષયોની યાદી
 • સેકો સેમસંગ શહેર
 • સાઉથ કોરિયાનું અર્થતંત્ર
 • હો-એમ કિંમત


નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]

 1. Kelly Olsen (2008-04-22). "Samsung chairman resigns over scandal". Associated Press via Google News. મૂળ માંથી 2008-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-22.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Samsung Profile 2010". Samsung.com. 2008-12-31. મેળવેલ 2010-11-11.
 3. આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ
 4. "/ Technology - Samsung beats HP to pole position". Ft.com. મેળવેલ 2010-09-04.
 5. ઇકોનોમિસ્ટ.કોમ સેમસંગના વારસો – મુગટી સફળતા
 6. Park, Kyunghee (2009-07-28). "July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell's Platform Orders (Update1)". Bloomberg. મેળવેલ 2010-11-11.
 7. "The Top 225 International Contractors2010". Enr.construction.com. 2010-08-25. મેળવેલ 2010-11-11.
 8. "Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com". Money.cnn.com. 2009-07-20. મેળવેલ 2010-09-04.
 9. "The World's Best Amusement Parks". Forbes.com. 2002-03-21. મૂળ માંથી 2012-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-11. સંગ્રહિત ૨૦૧૨-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન
 10. "CHEIL WORLDWIDE INC(030000:Korea SE)". businessweek.com. 2010-09-15. મેળવેલ 2010-09-16.
 11. "AGENCY FAMILY TREES 2010". Advertising Age. 2010-04-26. મેળવેલ 2010-09-16.
 12. "2009 World's Best Hotels". Institutional Investor. 2010-03-01. મેળવેલ 2010-09-11.
 13. "2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings". Institutional Investor. 2007-06-01. મૂળ માંથી 2011-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-16.
 14. "Deloitte Vol. 2 Article. 3" (PDF). deloitte.com. મૂળ (PDF) માંથી 2011-04-28 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-20.
 15. "역사관 - 삼성그룹 사이트". Samsung.co.kr. મૂળ માંથી 2010-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-04.
 16. "[초 국가기업] <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴". Chosun.com. મૂળ માંથી 2010-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-11.
 17. "Samsung Net Worth" (અંગ્રેજીમાં). 2022-09-24. મૂળ માંથી 2022-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2022-10-03.
 18. ઢાંચો:Ko icon http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp
 19. "Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips" (PDF). Austinchamber.com. 2010-06-09. મેળવેલ 2010-09-13.[હંમેશ માટે મૃત કડી]
 20. "Dubai skyscraper symbol of S. Korea's global heights". CNN. October 19, 2009. મેળવેલ 2009-10-19.
 21. Cho, Kevin (2009-04-24). "Samsung Says Hopes of Recovery Are 'Premature' as Profit Falls". Bloomberg. મેળવેલ 2010-09-04.
 22. "Global Branding Consultancy". Interbrand. મૂળ માંથી 2010-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-04.
 23. "INSIDE JoongAng Daily". Joongangdaily.joins.com. 2009-08-17. મેળવેલ 2010-09-04.
 24. "Samsung to celebrate 100th anniversary of late founder". koreaherald.com. 2010-03-29. મૂળ માંથી 2011-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-21.
 25. "Largest Department Store". community.guinnessworldrecords.com. 2009-06-29. મૂળ માંથી 2011-09-23 પર સંગ્રહિત. મેળવેલ 201-01-21. Check date values in: |access-date= (મદદ)
 26. ૨૬.૦ ૨૬.૧ હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન મે 24, 2000. જૂનગાન્ગડેલી
 27. "Samsung Heavy Industries". www.forbes.com. 2009-09-23. મેળવેલ 2010-09-13.
 28. "Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities". www.hellenicshippingnews.com. 2009-07-31. મૂળ માંથી 2016-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
 29. "Seoul wins 40-billion-dollar UAE nuclear power deal". www.france24.com. 2009-12-28. મૂળ સંગ્રહિત માંથી 2009-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-29.
 30. "Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010". www.premier.gov.on.ca. 2010-01-21. મૂળ માંથી 2011-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
 31. "Sony, Apple, Dell are Samsung's big buyers". www.koreatimes.co.kr. 2010-06-16. મેળવેલ 2010-10-26.
 32. "기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등". www.dt.co.kr. મેળવેલ 2010-09-19.
 33. Roberts, Rob (2009-10-26). "AECOM Technology buys Ellerbe Becket". kansascity.bizjournals.com. મેળવેલ 2010-09-19.
 34. "Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer". www.pfizer.be. મેળવેલ 2010-09-19.[હંમેશ માટે મૃત કડી]
 35. "AAHRPP accredits the first international center". www.aahrpp.org. મૂળ માંથી 2006-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-19.
 36. "한국 10대 그룹 이름과 로고의 의미". www.koreadaily.com. 2006-07-10. મેળવેલ 2010-09-19.
 37. "Case: Samsung 1993". મૂળ માંથી 2012-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-19.
 38. "Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy". U.S. Department of Justice. મૂળ માંથી 2009-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-24.
 39. Pimentel, Benjamin (2005-10-14). "Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam". San Francisco Chronicle. મેળવેલ 2009-05-24.
 40. "Price-Fixing Costs Samsung $300M". InternetNews.com. 2005-10-13. મૂળ માંથી 2007-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-24.
 41. Flynn, Laurie J. (2006-03-23). "3 to Plead Guilty in Samsung Price-Fixing Case". New York Times. મેળવેલ 2009-05-24.
 42. "EU fines Samsung Elec, others for chip price-fixing". Finanznachrichten.de. 2010-05-19. મેળવેલ 2010-11-11.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

] સંગ્રહિત ૨૦૨૦-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન

ઢાંચો:Samsung Group ઢાંચો:Hard disk drive manufacturers ઢાંચો:KFA sponsors

[[Category:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા ]]