લખાણ પર જાઓ

સ્તેનેશ્વર મહાદેવ, તેના

વિકિપીડિયામાંથી

સ્તેનેશ્વર મહાદેવનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ઓલપાડ તાલુકામાં આવેલા તેના ગામ ખાતે આવેલું છે. અહીં મહાદેવજીના શિવલિંગની વિશેષતા એ છે કે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજીત છે. એને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ પણ ગણવામાં આવે છે. સમુદ્રમંથન વેળા દાનવો અહીં અમૃતકુંભ ચોરવા આવ્યા હતા, પણ શંકર ભગવાને એમને માફ કરી દીધા હતા. તે ઉપરથી ( સંસ્કૃત ભાષામાં "સ્તેન" એટલે ચોરવું ) આ જગ્યાનું નામ સ્તેનેશ્વર મહાદેવ નામ પડ્યું છે.

સ્કંદ પુરાણ અંતર્ગત તાપીપુરાણમાં મહાસાગરનું મંથન કરતાં મળેલા અમૃતકુંભની કથા સાથે જોડાયેલ આ સ્તેનેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે. પુરાણમાં વર્ણવ્યા મુજબ જ્યાં અમૃતકુંભ છલકાયો હતો, શંકર ભગવાને જ્યાં ઝેર પીધું હતું તેમ જ ત્રિલિંગના પ્રાગટ્યનું મહત્વ દર્શાવાયેલ છે, તે જ્ગ્યા આ છે એવી વાયકા પણ અહીં ચાલે છે. જો કે આ વાયકાને સમર્થન આપતા સમાચાર હાલ સાંપડ્યા છે, જેમાં સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારિકાનગરીનું સંશોધન કરતી વૈજ્ઞાનીકોની ટુકડીને સમુદ્રમંથન વેળા રવૈયા તરીકે વપરાયેલા માંધાર પર્વતના અવશેષો અહીંથી નજીકના દરિયામાંથી મળી આવ્યા છે[] [].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Dadawala, Esa (૧૮ એપ્રિલ ૨૦૧૪). "સુરત પાસે દરિયામાંથી મળ્યો સમુદ્રમંથનનો પર્વત". વર્તમાનપત્ર. દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "દ્વારકાના અવશેષો સાથે મળ્યો સમુદ્રમંથન પર્વત". વર્તમાનપત્ર. દિવ્ય ભાસ્કર. ૧૭ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)