હરદ્વાર ગોસ્વામી
Appearance
(હરદ્વાર ગૌસ્વામી થી અહીં વાળેલું)
હરદ્વાર ગોસ્વામી | |
---|---|
જન્મ | ૧૮ જુલાઇ ૧૯૭૬ તળાજા |
અભ્યાસ સંસ્થા |
હરદ્વાર ગોસ્વામી ગુજરાતી કવિ ગીતકાર અને નાટ્યકાર છે. તેમનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૭૬ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામે થયો હતો. તેમણે ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી M.A. કરી અને ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી M.Phil.ની પદવી પ્રાપ્ત કરેલી છે. સને: ૨૦૦૫માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો હતો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૦૯ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે.[૧] તેમનાં નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને ૧૯૯૫નું જ્યારે ‘નાટકનું નાટક’ ને ૧૯૯૬નું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. વિવિધ ગુજરાતી સામાયિકોમાં તેમની કવિતાઓ સ્થાન પામી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ""હરદ્વાર ગોસ્વામી, મોરપીંછ"". મૂળ માંથી 2016-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ એપ્રિલ ૨૦૧૬.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |