હસનપીર, દેલમાલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હસનપીરની દરગાહ એક પવિત્ર સ્થળ ગણાય છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ચાણસ્માના તાલુકામાં આવેલા ઐતિહસિક સ્થળ મોઢેરા નજીક આવેલા દેલમાલ ગામમાં હિંદુ તથા મુસ્લિમ શ્રદ્ધાળુઓ મુલાકાતે આવે છે તે હસનપીરની દરગાહનું સ્થળ આવેલું છે. અહીં હસનપીર નામના દાઉદી વોરા કોમના શહીદનો રોજો છે. સફેદ આરસથી બંધાયેલું આ સુંદર સ્થાનક લગભગ ૬૦૦ વર્ષ જૂનું મનાય છે. આ ઉપરાંત અહીંથી નજીકમાં સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામે પુષ્પાવતી નદીને કાંઠે એક ઓલિયાની દરગાહ મુસ્લિમોને માટે ઘણી શ્રદ્ધા છે, અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં બાધા ઉતારવા આવે છે. આ સાથે ચાણસ્માથી લગભગ ૨૧ કિ.મી ના અંતરે દાઉદી વોરા કોમની બે જૂની દરગાહો છે. અહીં પણ સંખ્યાબંધ ભાવિકો આવે છે.

અન્ય મુસ્લિમ યાત્રા સ્થળો[ફેરફાર કરો]

આ ઉપરાંત મહેમદાવાદ નજીક રોજા-રોજી તરીકે ઓળખાતા બે રોજા, જૂનાગઢ નજીક દાતાર ડુંગરની ટેકરી પર જમિયલશા પીરની દરગાહ, અમદાવાદમાં સરખેજ, શાહઆલમ, વટવા, ધંધુકા તાલુકામાં આવેલ ભાદ્રોડ, કચ્છનું હાજીપીર વગેરે મુસ્લિમોનાં યાત્રાસ્થાનો છે. દર વર્ષે આ સ્થળોએ ઉર્સ ભરાતા હોય છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.vishvagujarativikas.com/muslim-religious-place/ મુસ્લિમ ધાર્મિક સ્થળો