હસુ યાજ્ઞિક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હસુ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮
હસુ યાજ્ઞિક અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮
જન્મહસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક
(1938-02-12) 12 February 1938 (age 82)
રાજકોટ, ગુજરાત, ભારત
ઉપનામઉપમન્યુ, પુષ્પધન્વા, બી. કશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર, હસુ યાજ્ઞિક
વ્યવસાયનવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક, સંપાદક, લોકવાર્તાકાર, બાળ સાહિત્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય

હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક (જન્મ: ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૮) જેઓ હસુ યાજ્ઞિક નામ વડે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ રાજકોટમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક કેળવણી રાજકોટમાંથી મેળવ્યા પછી તેમણે ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા. ૧૯૮૨ થી તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર છે. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિક લિટરેચરના સ્કોલર તરીકે એક લાખ (₹ ૧,૦૦,૦૦૦/-) ના ભાષા સન્માનના યશભાગી થયેલા છે.

સર્જન[ફેરફાર કરો]

તેમણે ઉપમન્યુ, પુષ્પધન્વા, બી. કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર, હસુ યાજ્ઞિક‌ ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું છે. રંજક્તાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. દગ્ધા (૧૯૬૮), હાઈવે પર એક રાત (૧૯૮૧), બીજી સવારનો સૂરજ (૧૯૮૨), સોળ પછી (૧૯૮૬) નીરા કૌસાની (૧૯૮૭) વગેરેમાં સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. દીવાલ પાછળની દુનિયા (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. મનડાની માયા (૧૯૮૫), એક જુબાનીમાંથી (૧૯૮૫) અને પછીતના પથ્થરો (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો છે. એમણે મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા (૧૯૭૪), મધ્યકાલીન કથાસાહિત્ય (૧૯૮૭), શામળ (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. કામકથા (૧૯૮૭)માં સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં છે, તેમ કામકથા : સૂડાબહોંતેરી (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને વાચા આપતાં કથાનકો આપ્યાં છે. ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો હરિ વેણ વાય છે રે હો વંનમાં (૧૯૮૮)માં હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપરિક ભક્તિગીતોનું એમણે સ્વરાંકન આપ્યું છે. 'આપણો લોક વારસો' તેમની નિબંધ કૃતિ છે.

વર્ષ ૨૦૧૯માં હસુ યાજ્ઞિક દ્વારા લખાયેલ પુસ્તક 'આત્મગોષ્ઠી' નું વિમોચન કરવામાં આવ્યું હતું.

પુરસ્કાર[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]