હાઇડ્રોકાર્બન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મિથેન અણુનું ત્રિપરિમાણિય ભૌમિતિક બંધારણ

જે સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન ઘટક હોય છે તે સંયોજનોને હાઇડ્રોકાર્બન કહે છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન પરમાણુ વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે કરવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આમ બે ભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.