હેલ બેરી

વિકિપીડિયામાંથી
હેલ બેરી
વ્યવસાયમોડલ Edit this on Wikidata
પુરસ્કારો
 • Academy Award for Best Actress (Monster's Ball, 74th Academy Awards, ૨૦૦૧)
 • Primetime Emmy Award for Outstanding Lead Actress in a Miniseries or a Movie (Introducing Dorothy Dandridge, 52nd Primetime Emmy Awards, ૨૦૦૦)
 • star on Hollywood Walk of Fame Edit this on Wikidata

હેલ બેરી (pronounced /ˈhæli ˈbɛri/ (deprecated template); જન્મ 14 ઓગસ્ટ, 1966)[૧] એક અમેરિકન અભિનેત્રી, પૂર્વ ફેશન મોડલ, અને બ્યુટી ક્વીન છે.

વિગત[ફેરફાર કરો]

બેરીએ ઇન્ટ્રોડ્યુસીંગ ડોરોથી ડેન્ડ્રિજ [૨] માટે એમી, ગોલ્ડન ગ્લોબ, એસએજી (SAG), અને એનએએસીપી (NAACP) ઇમેજ પુરસ્કારો તથા શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એકેડેમી પુરસ્કાર જીત્યા હતા અને મોનસ્ટર્સ બોલ ના તેના અભિનય બદલ તેણી 2001માં બાફ્ટા (BAFTA) પુરસ્કાર માટે નામાંકન પામી હતી, તેણી 2009 સુધીની શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો પુરસ્કાર જીતનારી એકમાત્ર આફ્રિકન અમેરિકન વંશની મહિલા હતી. તે હોલિવુડની સૌથી વધારે વળતર મેળવતી અભિનેત્રી છે અને તેણી રેવલોનની પ્રવક્તા પણ છે.[૩][૪] તેણી પોતાની કેટલીક ફિલ્મોના પ્રોડક્શન કાર્યમાં પણ સામેલ હતી.

અભિનેત્રી બની તે અગાઉ, બેરીએ ઘણી બ્યૂટી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણી મિસ યુએસએ (1986)માં બીજા ક્રમે અને મિસ યુએસએ વર્લ્ડ 1986 ટાઇટલ જીતી હતી.[૨] 1991માં જંગલ ફિવર માં અભિનય દ્વારા ફિચર ફિલ્મમાં તેણીની ભૂમિકાની શરૂઆત થઇ. ત્યાર બાદ તેણીએ ધી ફ્લિન્ટસ્ટોન (1994), બુલવર્થ (1998), એક્સ-મેન (2000) અને તેની સિક્વલમાં, તથા ડાય અનધર ડે માં (2002) બોન્ડ ગર્લ જિન્ક્સ તરીકે ભૂમિકા ભજવી. તેણીએ 2005માં કેટવુમન માટે સૌથી ખરાબ અભિનેત્રી માટેનો રેઝી પુરસ્કાર પણ જીત્યો હતો અને વ્યક્તિગત રીતે સ્વીકાર્યો હતો.[૫]

બાસ્કેટ બોલ ખેલાડી ડેવિડ જસ્ટીસ અને સંગીતકાર એરિક બિનેટ સાથે છુટાછેડા લીધા બાદ, બેરી ફ્રેન્ચ કેનેડિયન મોડેલ ગેબ્રિઅલ ઓબ્રી સાથે નવેમ્બર 2005થી ફરી રહ્યા છે. 16 માર્ચ, 2008ના રોજ તેમના પ્રથમ બાળક, નાહલા એરિએલા ઓબ્રી,[૬] નામની છોકરીનો જન્મ થયો હતો.

પ્રારંભિક જીવનm[ફેરફાર કરો]

બેરીનો જન્મ મારિયા હેલ બેરી તરીકે 1971માં થયો હતો, જોકે કાયદાકીય રીતે પાછળથી તેમનું નામ બદલીને હેલ મારિયા બેરી થયું હતું.[૭] બેરીના માતાપિતાએ હેલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી તેમના વચ્ચેના નામની પસંદગી કરી હતી, જે પાછળથી ઓહિયોના ક્લેવલેન્ડના જન્મસ્થળ ખાતે સ્થાનિક સિમાચિહ્ન બની ગયું હતું.[૮] તેમની માતા જુડિથ એન (née હોકિન્સ)[૯][૧૦] કોકેસિયન તેમજ માનસિક રોગ સંબંધી પરિચારીકા હતી. તેણીના પિતા, જેરોમ જેસી બેરી આફ્રિકન અમેરિકન હતા અને માતા કામ કરતા હતા તે જ માનસિક રોગોના વોર્ડમાં હોસ્પિટલ સહાયક હતા; જેઓ પાછળથી બસ ડ્રાઇવર બન્યા હતા.[૮][૧૧] બેરીની નાની, નેલ્લિ ડિસકન ઇંગ્લેન્ડના સોલિ, ડર્બિશાયર, ઇંગ્લેન્ડમાં જન્મ્યા હતા, જ્યારે તેમના નાના, અર્લ એલ્સવર્થ હોકિન્સનો જન્મ ઓહિયો ખાતે થયો હતો.[૧૨] બેરી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છુટાછેડા લીધા હતા; તેણી અને નાની બહેન હેઇદી[૧૩]નો ઉછેર ફક્ત તેમની માતા દ્વારા કરવામાં આવ્યો હતો.[૮] બેરીએ પ્રકાશિત અહેવાલોમાં જણાવ્યું હતું કે તેણી બાળપણથી[૮][૧૪] જ પિતા સાથે કોઇ સંબંધ ધરાવતી નથી, 1992માં જણાવ્યા પ્રમાણે, "[તેઓ ગયા ત્યારથી] મને તેમના તરફથી કોઇ પ્રતિભાવ સાંપડ્યો નથી. કદાચ તેઓ જીવંત ન પણ હોય."[૧૩]

બેરી બેડફોર્ડ હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા, અને ત્યાર બાદ તેઓ હિગબીઝ ડિપાર્ટમેન્ટ સ્ટોરના બાળકોના વિભાગમાં કામ કરતા હતા. ત્યાર બાદ તેઓ કુયાહોગા કમ્યુનિટી કોલેજ ખાતે ભણ્યા હતા. 1980ના દાયકામાં, તેમણે ઘણી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો, અને 1985માં મિસ ટીન ઓલ-અમેરિકન અને 1986માં મિસ ઓહિયો યુએસએ જીત્યા હતા.[૨] તેઓ 1986 મિસ યુએસએમાં ટેક્સાસની ક્રિસ્ટી ફિચ્ટનર બાદ બીજા ક્રમે રહ્યા હતા. મિસ યુએસએ 1986 જાહેર મુલાકાત સ્પર્ધામાં, બેરીએ જણાવ્યું હતું કે તેણી મનોરંજક અથવા માધ્યમમાં કોઇ ભૂમિકા અદા કરવા માગે છે. તેણીની મુલાકાતને નિર્ણાયકો દ્વારા સૌથી વધુ સ્કોર આપવામાં આવ્યો.[૧૫] તેણી 1986માં મિસ વર્લ્ડની પ્રથમ આફ્રિકન-અમેરિકન સ્પર્ધક હતી, જ્યાં તેણી છઠ્ઠા ક્રમે રહી હતી અને ટ્રિનીદાદ એન્ટ ટોબેગોની ગિસેલ્લી લારોન્ડે મિસ વર્લ્ડનો તાજ જીતી ગઇ હતી.[૧૬]

1989માં, લિવીંગ ડોલ્સ નામની ટૂંકી ટેલિવિઝન શ્રેણીના ટેપીંગ દરમિયાન, બેરી કોમામાં જતી રહી હતી અને તેને ડાયાબિટીસ મેલિટસ ટાઇપ 1 હોવાનું નિદાન થયું હતું.[૮][૧૭]

અભિનય કારકીર્દિ[ફેરફાર કરો]

મિસ ઓહિયો યુએસએ 1987 તરીકે અન્ય મિસ યુએસએ 1986ના ઉમેદવારો સાથે યુએસઓ ટુર પર જવા તૈયાર થઇ રહેલી બેરી

1980ના દાયકાના અંત ભાગમાં, બેરી મોડેલિંગ તેમજ અભિનયમાં કારકીર્દિ બનાવવા ઇલ્લિનોઇસ ગયા હતા. ગોર્ડન લેક પ્રોડક્શન્સના શિકાગો ફોર્સ તરીકે ઓળખાતા સ્થાનિક કેબલ માટે ટેલિવિઝન શ્રેણી તેનો પ્રથમ પ્રોજેક્ટ હતો. 1989માં, બેરીએ શોર્ટ-લિવ્ડ એબીસી ટેલિવિઝન શ્રેણી લિવિંગ ડોલ્સ માં એમિલી ફ્રેન્કલિનની ભૂમિકા ભજવી હતી. (હૂ ઇઝ ધી બોસ ની સ્પિન-ઓફ). તેણીએ લાંબા સમય સુધી ચાલેલી શ્રેણી નોટ્સ લેન્ડીંગમાં ફરી ફરી ભૂમિકા ભજવી હતી. 1992માં, બેરીને આર. કેલ્લિના સેમિનલ સિંગલ, "હનિ લવ"માં પ્રેમિકા તરીકે ભૂમિકા આપવામાં આવી હતી.[૧૮]

સ્પાઇક લિના જંગલ ફિવર માં તેણીની ફિચર ફિલ્મની પ્રથમ ભૂમિકા હતી, જેમાં તેણીએ ડ્રગની વ્યસની વિવિયનની ભૂમિકા ભજવી હતી.[૮] તેણીએ 1991માં ફિલ્મ સ્ટ્રિક્લી બિઝનેસમાં પ્રથમ કો-સ્ટારીંગ ભૂમિકા ભજવી હતી. 1992માં, બેરીએ રોમેન્ટિક કોમેડી ફિલ્મ બુમરેંગમાં કેરિયર વુમનની ભૂમિકા ભજવી હતી જે એડી મર્ફીથી મોહિત થઇ જાય છે. તે જ વર્ષે, એલેક્સ હેલિના પુસ્તક પર આધારિત,Queen: The Story of an American Family ટીવીના સ્વીકૃતિકરણ દ્વિવંશીય ગુલામની ભૂમિકા ભજવીને જાહેર આકર્ષણ પ્રાપ્ત કર્યુ હતું. બેરી ફ્લિન્ટસ્ટોન માં લાઇવ-એક્શનમાં "શેરોન સ્ટોન" તરીકે હતા, જેમાં તેમણે કામોત્તેજક સેક્રેટરીની ભૂમિકા ભજવી હતી જે ફ્રેડ ફ્લિન્ટસ્ટોનને આકર્ષે છે.[૧૯]

અગાઉ ડ્રગની બંધાણીની ભૂમિકા ભજવનાર અને લુઝીંગ ઇસાઇયાહ (1995)માં પોતાના પુત્રનો હક પાછો મેળવવા સંઘર્ષ કરતી ભૂમિકામાં, બેરીએ જેસિકા લેન્ગ સામે વધુ ગંભીર ભૂમિકા અદા કરી હતી. તેણીએ રેસ ધી સન (1996)માં સાન્દ્રા બીચરની ભૂમિકા ભજવી હતી, જે સત્ય ઘટના પર આધારિત હતી, અને એક્ઝિક્યુટીવ ડિસીઝન માં કુર્ત રસેલ સાથે કામ કર્યું હતું. 1996 બાદ, તેઓ સાત વર્ષ સુધી રેવલોનના પ્રવક્તા હતા અને 2004માં ફરી કરાર કર્યો હતો.[૪][૨૦]

1998માં, બેરીની ફિલ્મ બુલવર્થ માં સક્રિય કાર્યકરો દ્વારા ઉછેરવામાં આવેલી બુદ્ધિમાન મહિલા તરીકેની ભૂમિકાના ઘણા વખાણ થયા હતા, જે રાજકારણી (વોરન બીટ્ટિ)ને જીવનની નવી તક પૂર પાડે છે. તે સમાન વર્ષે, તેણીએ ફિલ્મ વ્હાય ડુ ફૂલ્સ ફોલ ઇન લવ માં પોપ ગાયક ફ્રેન્કી લેમનની ત્રણ પત્નીઓમાંથી એક ઝોલા ટેલરની ભૂમિકા અદા કરી હતી. 1999માં એચબીઓના જીવનચરિત્ર ઇન્ટ્રોડ્યૂસીંગ ડોરોથી ડેન્ડ્રિજ માં, તેણીએ એકેડેમી પુરસ્કાર માટે નામાંકન મેળવનારી પ્રથમ કૃષ્ણવર્ણીય મહિલા બનવાની ભૂમિકા અદા કરી હતી.[૮] બેરીનો અભિનય એમી અને ગોલ્ડન ગ્લોબ જેવા વિવિધ પુરસ્કારો સાથે જાણીતો બન્યો હતો.[૨][૨૧]

2001માં, બેરી ફિલ્મ મોનસ્ટર્સ બોલ માં ફાંસી અપાયેલા ખૂનીની પત્ની, લેટિસીયા મસગ્રોવ તરીકે જોવા મળ્યા હતા. તેણીના અભિનયને નેશનલ બોર્ડ ઓફ રિવ્યૂ અને સ્ક્રિન એક્ટર્સ ગીલ્ડ પુરસ્કારોથી નવાજવામાં આવ્યો હતો, અને એક રસપ્રદ યોગાનુયોગમાં તેણી એકેડેમી પુરસ્કાર જીતનારી પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા બની હતી (અગાઉ તેમની કારકીર્દીમાં તેણીએ ડોરોથી ડેન્ડ્રિજની ભૂમિકા ભજવી હતી, જે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન પામતી પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા હતી).[૨૨] એનએએસીપી (NAACP)એ નિવેદન જારી કર્યુ હતું: "અમને આશા આપવા બદલ અને ગૌરવાન્વિત કરવા બદલ હેલ બેરીને ખૂબ અભિનંદન. હોલિવુડ તો ચામડીના રંગને સ્થાને આવડતને આધારે કામગીરી અંગે નિર્ણય લેવા માટે અંતે તૈયાર છે તેવો આ સંકેત હોય તો તે સારી બાબત છે."[૨૩] તેણીની ભૂમિકાએ વિવાદ ઉભો કર્યો હતો. બેરીના સાથી અભિનેતા બિલી બોબ થોર્ન્ટન સાથેનું આબેહુબ નગ્ન દ્રશ્ય માધ્યમો અને આફ્રિકન-અમેરિકનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આફ્રિકન-અમેરિકન સમુદાયના ઘણા લોકોએ બેરીની આ ભૂમિકા માટે તેણીની ટીકા કરી હતી.[૨૪] બેરીએ ઉત્તર આપ્યો: " આટલા બધા વિવાદો ઉભા કરવાની કોઇ જરૂર હતી તેમ મને નથી લાગતું. તે એક અદભૂત ફિલ્મ હતી. તે દ્રશ્ય વિશેષ અને મધ્યવર્તી અને ફિલ્મ માટે જરૂરી હતું, અને તે ખૂબ વિશેષ વાર્તા હોવાથી તેમાં ફરી કામ કરવું મને ગમશે."[૨૪]

બોન્સિયા-હર્ઝેગોવિનામાં યુએસના સૈનિકો માટે હસ્તાક્ષર કરી રહેલી બેરી

એકેડેમી પુરસ્કાર જીત્યા બાદ બેરીએ રેવલોનની જાહેરાત માટે વધુ ફીની માગ કરી હતી, અને કોસ્મેટિક્સ કંપનીના વડા રોન પેરેલમેને તેણીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેણી કંપની માટે મોડેલિંગ કરે છે તે માટે તેઓ ખૂબ ખુશ છે. તેણીએ જવાબ આપ્યો, "આથી તમારે મને વધારે નાણાં ચૂકવવા જ પડશે." પેરેલમેન ગુસ્સે થઇને ચાલ્યા ગયા હતા.[૨૫]

એકેડેમી પુરસ્કારની જીત તેણીને બે જાણીતી "ઓસ્કાર મોમેન્ટ્સ" સુધી લઇ ગઇ હતી. પુરસ્કાર સ્વીકારતી વખતે, તેણીએ અગાઉ આ તક ન મેળવી શકનારી કૃષ્ણવર્ણીય અભિનેત્રીઓનો આભાર વ્યક્ત કરતુ વક્તવ્ય આપ્યું હતું. તેણીએ જણાવ્યું, "આ પળ મારા કરતા ઘણી મોટી છે. આ પ્રત્યેક બેનામી, ઓળખ વિનાની મારા રંગની મહિલાઓ માટે છે, આજે રાત્રે તેમની જીત માટેના દ્વાર ખુલી ગયા છે."[૨૬] એક વર્ષ બાદ જ્યારે તેણી વિજેતા એડ્રિયન બ્રોડીને શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર રજૂ કરી રહી હતી, જ્યારે વિજેતાએ પરંપરાગત રીતે ગાલથી અભિવાદન કરવાને બદલે બેરીને લાંબુ ચુંબન કર્યુ. 

બેરીએ કોમિક પુસ્તકની શ્રેણી એક્સ-મેન પરથી બનેલી ફિલ્મ અને તેની એક્સ2:એક્સ-મેન યુનાઇટેડ (2003) અને X-Men: The Last Stand (2006)માં સુપરહિરો સ્ટોર્મની ભૂમિકા ભજવી હતી. 2001માં, બેરી સ્વોર્ડફિશ માં દેખાયા હતા, જેમાં તેમનો સ્ક્રિન પરનું પ્રથમ નગ્ન દ્રશ્ય હતું.[૨૭] પ્રથમ તો, તેમણે સૂર્યસ્નાન કરતા એક દ્રશ્યમાં ટોપલેસ થવાની ના પાડી હતી, પરંતુ વોર્નર બ્રધર્સે તે પ્રમાણે ફીમાં વધારો કરી આપતા તેણી તૈયાર થઇ ગઇ હતી.[૨૮] તેણીના સ્તનના થોડા પ્રદર્શનથી ફીમાં 50,000 ડોલરનો વધારો થઇ ગયો.[૨૯] બેરીએ આ વાતોને અફવા ગણાવી અને તરત જ નકારી દીધી.[૨૭] નગ્નતાની જરૂર હતી તેવા ઘણી ભૂમિકાઓને નકાર્યા બાદ, પતિ બિનેટે તેમ કરવા માટે ટેકો આપતા અને જોખમ લેવા માટે પ્રોત્સાહન આપ્યા બાદ તેણે સ્વોર્ડફિશ બનાવવાનો નિર્ણય લીધો હતો.[૨૪]

આંતરરાષ્ટ્રીય સફળતા[ફેરફાર કરો]

2004માં હેમ્બર્ગમાં બેરી

2002ની બ્લોકબસ્ટર ડાય અનધર ડે માં બોન્ડ ગર્લ ગિયાસીટા 'જિન્ક્સ' જ્હોન્સન તરીકે, બેરીએ ડો. નો માંથી એક દ્રશ્ય ભજવ્યું હતું, જેમાં 40 વર્ષ અગાઉ ઉર્સુલા એન્ડ્રેસ તરીકે જેમ્સ બોન્ડ તેણીને અભિનંદન આપતા હોય છે.[૩૦] લિન્ડી હેમીંગે સૂચવ્યું કે તેણીએ અંજલિ આપવા માટે બિકીની અને નાઇફ પહેરી હતી.[૩૧] બેરીએ આ દ્રશ્ય અંગે જણાવ્યું: "તે ધ્યાનાકર્ષક", "રોમાંચક", "સેક્સી", "ઉત્તેજક" છે અને "તેણે ઓસ્કાર જીત્યા બાદ મને હજુ પણ આગળ રાખી છે."[૨૪] બિકીનીનું આ દ્રશ્ય કેન્ડીઝમાં લેવામાં આવ્યું હતું, આ સ્થળ ખૂબ ઠંડું અને તોફાની હતું, અને બેરી ફૂટેજમાં ઠંડીથી બચવા માટે જાડા રૂમાલથી વિંટળાયેલા જોવા મળ્યા હતા.[૩૨] આઇટીવી ન્યૂઝના સર્વેક્ષણ પ્રમાણે, જિન્ક્સને બધા સમયની ચોથા ક્રમની સૌથી ખડતલ મહિલા તરીકે મત મળ્યા હતા.[૩૩] બેરી પર જ્યારે ધુમાડાના ગ્રેનેડ કાટમાળ આંખમાં આવ્યા ત્યારે તેને ઇજા થઇ હતી. 30 મિનીટના ઓપરેશનમાં તેને દૂર કરવામાં આવ્યું હતું.[૩૪]

એકેડેમી પુરસ્કારની જીત બાદ, ફરીથી લખવામાં આવેલી વાર્તામાં બેરીને એક્સ2 માટે સ્ક્રિન પર વધુ સમય આપવામાં આવ્યો હતો.[૩૫] બેરીએ મુલાકાત દરમિયાન એક્સ2 અંગે જણાવ્યું હતુ કે કોમિક બુક આવૃત્તિની સરખામણીએ તેની ભૂમિકા વધુ દમદાર ન હોત તો તે સ્ટોર્મ તરીકે પાછી ફરી ન હોત.

નવેમ્બર 2003માં, રોબર્ટ ડાઉની જૂનિયર સાથે મનોવૈજ્ઞાનિક રોમાંચક ફિલ્મ ગોથિકા માં ભૂમિકા નિભાવી, જે દરમિયાન તેણીના હાથને ઇજા થઇ હતી. ડાઉનિએ હાથ પકડીને ફરવાનું હતું પણ તે હાથ પકડીને વધારે જોરથી ફરી ગયા. તેનું કામ આઠ સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું હતું.[૩૬] યુનાઇટેડ સ્ટેટ્સ બોક્સ ઓફિસ પર તેને સામાન્ય સફળતા મળી હતી અને 60 મિલિયન ડોલરની અને વિદેશમાં 80 મિલિયન ડોલરની કમાણી કરી હતી.[૩૭] બેરી ફિલ્મના મોશન પિક્ચર સાઉન્ડટ્રેક માટેના "બિહાઇન્ડ બ્લુ આઇઝ" માટે લિમ્પ બિઝકીટ મ્યુઝિક વિડીઓમાં દેખાયા હતા. તે જ વર્ષે, એફએચએમના 100 સેક્સીએસ્ટ વુમન ઇન ધી વર્લ્ડના સર્વેક્ષણ માં બેરી પ્રથમ સ્થાને આવી હતી.[૩૮] 2004માં બેરી એમ્પાયર મેગેઝિનના 100 સેક્સિએસ્ટ ફિલ્મ સ્ટાર્સ ઓફ ઓલ ટાઇમ સર્વેક્ષણમાં ચોથા ક્રમે રહી હતી.[૩૯]

બેરીએ ફિલ્મ કેટવુમન માં મુખ્ય ભૂમિકા માટે 12.5 મિલિયન ડોલર મેળવ્યા હતા,[૩૭] જે 100 મિલિયન ડોલરની ફિલ્મ હતી અને પ્રથમ સપ્તાહમાં જ તેણે 17 મિલિયન ડોલરની કમાણી કરી હતી.[૪૦] તેણીને આ ભૂમિકા માટે 2005માં "ખરાબ અભિનેત્રી" માટે રેઝ્ઝી પુરસ્કારથી નવાજવામાં આવી હતી. તેણી આ પુરસ્કાર સ્વીકારવા માટે વ્યક્તિગત રીતે હાજર રહી હતી (આમ કરનારી તે ત્રીજી વ્યક્તિ અને બીજી અભિનેત્રી હતી)[૪૧] વિનોદવૃત્તિ સાથે તેણીએ આ ઘટનાને "ટોચ પર" રહીને "નિમ્ન સપાટી"ના અનુભવ સમાન ગણાવી હતી.[૫] એક હાથમાં એકેડેમી પુરસ્કાર અને બીજા હાથમાં રેઝ્ઝી પુરસ્કાર સાથે તેણીએ જણાવ્યું, "મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે હું રેઝ્ઝી પુરસ્કાર જીતીશ. મને અહીં આવવાની ઉત્કટ ઇચ્છા હતી તેવું નથી, પણ આપનો આભાર. હું જ્યારે બાળક હતી, ત્યારે મારી માતાએ કહ્યું હતું કે જો તમે સારી રીતે હારી ન શકો તો તમે સારા વિજેતા બની શકો તેવી શક્યતા નથી હોતી."[૨૨] ફન્ડ ફોર એનિમલ્સે બેરીની બિલાડીઓ તરફની કરૂણાના વખાણ કર્યા હતા અને કેટવુમનના સેટ્સથી "પાલતુ" તરીકે બંગાળી વાઘ રાખતી હતી તે અફવાનો શાંત પાડી હતી.[૪૨]

ત્યાર બાદ બેરી ઓપ્રાહ વિન્ફ્રે દ્વારા રજૂ કરવામાં આવેલી એબીસી ટીવી મુવિ ધેઅર આઇઝ વર વોચીંગ ગોડ (2005), જે ઝોરા નિએલ હર્ટ્સનની નવલકથા પરથી બનાવવામાં આવી હતી, જેમાં તેણી મુક્ત રીતે વિચરતી મહિલા જેની ક્રોફોર્ડની ભૂમિકા ભજવી હતી જેની બિનપરંપરાગત જાતીય પ્રવેગો તેને 1920ના દાયકાના નાના સમુદાયમાં અસ્વસ્થ થઇ હતી. આ દરમિયાન, તેણીએ એનિમેટેડ ફિચર રોબોટ્સ ના (2005) ઘણા યાંત્રિક અસ્તિત્વ ધરાવતા એક ચરિત્ર કેપી માટે અવાજ આપ્યો હતો.[૪૩]

રોબોટ્સના રેડ કાર્પેટ પર બેરી

2006માં, બેરી, પિયર્સ બ્રોસ્નન, સિન્ડી ક્રોફર્ડ, જેન સેમોર, ડિક વેન ડાઇક, ટી લિઓની, અને ડેરેલ હેન્નાહ સફળતાપૂર્વક કેબ્રિલો પોર્ટ લિક્વિફાઇડ નેચરલ ગેસ સવલત સામે લડ્યા હતા, જે માલિબુના કિનારા પર સ્થપવાની દરખાસ્ત હતી.[૪૪] બેરીએ જણાવ્યુ "આપણે જે હવા શ્વાસમાં લઇએ છીએ તેની મને ચિંતા છે, હું દરિયાઇ જીવન અને દરિયાની વ્યવસ્થાતંત્ર માટે પણ ચિંતીત છું."[૪૫] મે 2007માં, ગવર્નર આર્નોલ્ડ સ્વાર્ઝનેગરે આ સવલતને નામંજૂર કરી હતી.[૪૬] હેસ્ટી પુડીંગ થિયેટ્રીકલ્સે વર્ષ 2006માં તેણીને વુમન ઓફ ધ યર નો પુરસ્કાર અપાવ્યો.[૪૭]

બેરી ફિલ્મ અને ટેલિવિઝનની પ્રસ્તુતિ સાથે સંકળાયેલી છે. તેણીએ 1999માં ઇન્ટ્રોડ્યૂસીંગ ડોરોથી ડેન્ડ્રિજ અને 2005માં લેકવાના બ્લ્યુસ માટે એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર તરીકે સેવા આપી હતી. બેરીએ બ્રુસ વિલિસ સાથે રોમાંચક ફિલ્મ પરફેક્ટ સ્ટ્રેન્જર અને બેનિસીયો દેલ ટોરો સાથે થીંગ્ઝ વી લોસ્ટ ઇન ધ ફાયર અને ક્લાસ એક્ટ કે જે એવા શિક્ષકની સત્ય ઘટના પર આધારિત છે જેમના વિદ્યાર્થીઓ તેણીને રાજકીય કારકીર્દિ ચલાવવા માટે મદદ કરે છે તે ફિલ્મમાં ભૂમિકા પણ ભજવી હતી અને રજૂઆત પણ કરી હતી. તેણી 2009માં ફિલ્મ તુલિયા માં અભિનય કરશે તેમજ તેને પ્રસ્તુત કરશે, જે તેણીને મોનસ્ટર્સ બોલ કોસ્ટર બિલી બોલ થોર્ન્ટન સાથે ફરી જોડી દેશે.

બેરી ફિલ્મદીઠ 10 મિલિયન ડોલર લેતી હોલિવુડની સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી છે.[૩] જૂલાઇ 2007માં, તેણીએ ઇન ટચ મેગેઝિનના વર્લ્ડ્સ મોસ્ટ ફેબુલસ 10-સમથીંગ સેલિબ્રિટીસમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 3 એપ્રિલ, 2007ના રોજ, બેરીને ફિલ્મ ઉદ્યોગમાં પ્રદાન બદલ 6801 હોલિવુડ બુલવર્ડ કોડક થિયેટરની સામે હોલિવુડ વોક ઓફ ફેમથી નવાજવામાં આવ્યા હતા.[૪૮][૪૯]

બેરીએ રેવલોન કોસ્મેટિક્સના પ્રતિનિધી તરીકે વર્ષો સુધી રહ્યા હતા અને તેમણે વર્સેસના પ્રતિનિધી તરીકે પણ સેવાઓ આપી હતી. ધી કોટિ ઇન્ક ફ્રેગરન્સ કંપનીએ તેના ફ્રેગરન્સના વેચાણ માટે માર્ચ 2008માં બેરી સાથે કરાર કર્યો. બેરીએ ખૂબ આનંદ સાથે જણાવ્યું કે તેણીએ સેન્ટ્સનું મિશ્રણ કરીને ઘેર પોતાની ફ્રેગરન્સ બનાવી હતી.[૫૦] તેણીને 5 ટકા રોયલ્ટી સાથે 3-5 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હતા.[૫૧]

અંગત જીવન[ફેરફાર કરો]

સાન ડિએગો, સીએમાં 2003ના કોમિક-કોન ઇન્ટરનેશનલ ખાતે દ્રશ્યમાન બેરી

બેરીએ બે વાર લગ્ન કર્યા હતા. તેમણે પ્રથમ લગ્ન પૂર્વ બેઝબોલ ખેલાડી ડેવિડ જસ્ટીસ સાથે 1 જાન્યુઆરી, 1993ના રોજ મધ્યરાત્રી બાદ તુરંત કર્યા હતા.[૫૨] તેઓ બંને 1996માં અલગ થઇ ગયા હતા અને 1997માં તેમના છુટાછેડાને અંતિમ સ્વરૂપ અપાયું હતું.[૫૩] જસ્ટીસ એટલાન્ટા બ્રેવ્ઝ માટે રમતા હતા અને 1990ના દાયકાની શરૂઆતમાં ટીમે મહત્ત્વ મેળવતા તેમને સારી એવી કિર્તી પ્રાપ્ત થઇ હતી. તેઓ જ્યારે બેઝબોલ રમી રહ્યા હોય અને તેણી ફિલ્મમાં બીજે ક્યાંય વ્યસ્ત હોય તેવી સ્થિતિમાં બંને વચ્ચેનો સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બની ગયો. બેરીએ જાહેરમાં જણાવ્યું હતું કે તેણી જસ્ટીસથી અલગ થયા બાદ નિરૂત્સાહ થઇ ગઇ હતી, જેનાથી તેની પોતાનું જીવન ગુમાવવાનું પણ વિચાર્યુ હતું,[૫૪] પરંતુ તેની માતા તેનો મૃતદેહ મેળવશે તે વિચાર સહન કરી શકી ન હતી.[૫૫]

બેરીએ એરિક બિનેટ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ 1997માં મળ્યા અને સાન્ટા બાર્બરાના બીચ પર 2001ની શરૂઆતમાં પરણ્યા હતા.[૨૪][૫૬] બેરી ફેબ્રુઆરી 2000ના ટ્રાફિક અકસ્માત બાદ બિનેટના ટેકાનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં તેણીને સખત આઘાત લાગ્યો હતો અને પોલિસ આવે તે પહેલા તેણી ઘટનાસ્થળ છોડી ગઇ હતી. કેટલામ માધ્યમોમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના પરના દુરાચારી હિટ એન્ડ રનના આક્ષેપો બાદ તેણીને વિશેષ સવલતો આપવામાં આવી હતી;[૫૭][૫૮] ત્રણ વર્ષ અગાઉ તેણીના ડ્રાઇવર પર હિટ એન્ડ રનના આરોપો મુકવામાં આવ્યા હતા, પરંતુ કોઇ ફરિયાદ દાખલ થઇ ન હતી.[૫૯] કોમેડિયનો માટે આ બાબત મુખ્ય વિષય બની ગઇ હતી.[૬૦] બેરીએ કોઇ સ્પર્ધા વિના સમુદાયની સેવા કરી હતી, દંડ ભર્યો હતો અને ત્રણ વર્ષ માટે તેણીને દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.[૬૦] આ કેસનું કોર્ટની બહાર જ સમાધાન થઇ ગયું હતું.[૬૧][૬૨]

તેઓ બંને 2003માં અલગ પડી ગયા હતા.[૫૬] અલગ થયા બાદ, બેરીએ જણાવ્યું, "મારે પ્રેમ જોઇએ છે, અને મને આશા છે કે હું તેને શોધી લઇશ".[૬૩] બિનેટ સાથે લગ્નકાળ દરમિયાન, બેરીએ ભારતમાંથી તેની પુત્રીને દત્તક લીધ હતી.[૫૬] જાન્યુઆરી 2005માં છુટાછેડાને અંતિમ સ્વરૂપ અપાયું હતું.[૬૪]


બેરી ઘરેલું હિંસાનો શિકાર હતી, અને હાલમાં તેણી અન્ય લોકોને મદદ કરે છે. 2005માં, તેણીએ જણાવ્યું "ઘરેલું હિંસા એવી બાબત છે જેને હું બાળક હતી ત્યારથી જાણું છું. મારી માતા પણ તેની શિકાર હતી. મારી જિંદગીની શરૂઆતમાં મે પસંદગીઓ કરી હતી, અને મેં એવા પુરૂષોની પસંદગી કરી જેઓ અપમાનકારક હતા, જેમને મે વૃદ્ધિ પામતા જોયા હતા... જ્યારે પ્રથમ વાર તેમ બન્યું, મને ખબર હતી કે તે આગળ પણ થશે."[૬૫]

નવેમ્બર 2005માં, બેરીએ તેનાથી નવ વર્ષ નાના ફ્રેન્ચ-કેનેડિયન સુપરમોડેલ ગેબ્રિયલ ઓબ્રી સાથે મુલાકાત કરવાની શરૂઆત કરી. તેઓ બંને વર્સેસ ફોટોશુટ ખાતે મળ્યા હતા.[૬૬] ઓબ્રી સાથે છ મહિના ગાળ્યા બાદ, તેણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું, "હું મારી અંગત જિંદગીમાં ખૂબ ખુશ છું, જે મારા માટે નાવિન્ય લાવી છે. તમને ખબર છે, હું એવી છોકરી નથી જેને શ્રેષ્ઠ સંબંધો છે".[૬૭]

એક સમયે, બેરીએ એવો સંકેત આપ્યો હતો કે તેણી બાળક દત્તક લેવાનું આયોજન કરી રહી છે,[૬૩] પરંતુ થીંગ્ઝ વી લોસ્ટ ઇન ધી ફાયર માં માતાની ભૂમિકા નિભાવ્યા બાદ તેણીએ માતા બનવાની શક્યતાઓ અંગે વિચારણા કરી હતી.[૬૮] પ્રારંભમાં અફવાઓ ગણાવ્યા બાદ, તેણીએ સપ્ટેમ્બર 2007માં પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હોવાની વાતને સમર્થન આપ્યું હતું.[૬૯] બેરીએ લોસ એન્જલસના કેડાર્સ-સિનાઇ મેડિકલ સેન્ટર ખાતે 16 માર્ચ, 2008ના રોજ નાહલા એરિએલા ઓબ્રી નામની પુત્રીને જન્મ આપ્યો.[૬] નાહલાનો અર્થ અરેબિકમાં "હનિબી" છે; એરિએલા એ "લાયન ફોર ગોડ"નું હિબ્રુ છે.[૭૦] તેણીના બાળકને "હજારો ટુકડામાં કાપી નાખવામાં આવશે", તેવી વંશીય રીતે કટ્ટર લોકો તરફથી મળેલી ધમકીઓ બાદ બેરીએ સલામતી રક્ષકો રાખ્યા હતા.[૭૧]

એક સમયે, બેરીએ એવો સંકેત આપ્યો હતો કે તેણી ફરી લગ્ન કરવા માગતી નથી,[૭૨] કેમકે લગ્નની જરૂર વિના દંપતિનું જીવન અગાઉથી જ પૂર્ણ હતું.[૭૩] તેણીએ જણાવ્યું કે તે હવે બીજુ બાળક ઇચ્છે છે.[૭૪]

ઓબ્રીએ તાજેતરમાં જ ઇન ટન મેગેઝિનને જણાવ્યું હતું, "વર્ષ 2009માં નાહલાને જોડીદાર મળે તેવી મારી ઇચ્છા છે."[૭૫] 

માધ્યમોમાં[ફેરફાર કરો]

ફેબ્રુઆરી 2006માં કેમ્બ્રિજ, એમએ ખાતે હેસ્ટી પુડિંગ વુમન ઓફ ધી યર પરેડ ખાતે બેરી

બેરીએ જણાવ્યું હતું કે લોકોએ જે રીતે તેણીની તરફ પ્રતિભાવ આપ્યો છે તે અજ્ઞાનતાનું પરિણામ છે. તેની પોતાની સ્વ-ઓળખ પર તેણીની માતાનો પ્રભાવ હતો. તેણીને એવું કહેતા દર્શાવાયા હતા

After having many talks with my mother about the issue, she reinforced what she had always taught me. She said that even though you are half black and half white, you will be discriminated against in this country as a black person. People will not know when they see you that you have a white mother unless you wear a sign on your forehead. And, even if they did, so many people believe that if you have an ounce of black blood in you then you are black. So, therefore, I decided to let folks categorize me however they needed to.[૭૬]

19 ઓક્ટોબર, 2007ના રોજ ટુનાઇટ શો વિથ જે લીનો ના ટેપિંગ દરમિયાન, બેરીએ તેના ચહેરાનું વિકૃત રૂપ બતાવીને જણાવ્યુ: "હું તેમાં મારા જ્યૂઇશ પિતરાઇ જેવી લાગું છું!"[૭૭] આ કાર્યક્રમના એડિટીંગ દરમિયાન, આ ટિપ્પણીને હસવાના અવાજ સાથે દબાવી દેવામાં આવી હતી. બેરીએ પાછળથી જણાવ્યું "હું કાર્યક્રમ અગાઉ સ્ટેજના પાછળના ભાગે હતી અને મારી સાથે ત્રણ જ્યૂઇશ છોકરીઓ હતી જેઓ મારા માટે કામ કરે છે. અમે એવી તસવીરો જોઇ હતી જે નાદાન લાગતી હતી, અને મારા એક જ્યૂઇશ મિત્રે જણાવ્યું [મોટા-નાકના ચિત્રમાંથી], 'તે તારો જ્યૂઇશ પિતરાઇ હોઇ શકે છે!' અને તે વાત કદાચ મારા મગજમાં તાજી હતી અને એટલે તે શબ્દો મારા મોઢામાથી બહાર આવી ગયા. પણ હું કોઇની લાગણી દુભાવવા માગતી ન હતી. મારો એવો આશય ન હતો. હું કોઇને નુક્શાન પહોંચવા નહોતી માગતી. - અને કાર્યક્રમ બાદ મને એવું લાગ્યુ કે તે કદાચ લાગણી દુભાવી શકે છે, એટલે મે જેને દ્રશ્ય બહાર કાઢવા જણાવ્યું અને તેણે તેમ કર્યું.'"[૭૮] [૭૯]

બેરીએ ફેબ્રુઆરી 2008માં બરાક ઓબામા માટે આશરે 2000- હાઉસ પાર્ટી સેલ-ફોન બેન્ક ઝુંબેશમાં ભાગ લીધો હતો,[૮૦] અને જણાવ્યું હતું કે તેણી "તેમનો રસ્તો સ્વચ્છ કરવા માટે કાગળના કપ પણ જમીન પરથી ઉપાડી લેશે."[૮૧]

ઓક્ટોબર 2008માં, બેરી એસ્ક્વાયર મેગેઝિનની "સેક્સિએસ્ટ વુમન એલાઇવ" જાહેર કરવામાં આવી, જે વિષે તેણીએ જણાવ્યુ "મને એ ખબર નથી કે તેનો ચોક્કસ અર્થ શું છે, પરંતુ 42 વર્ષની ઉંમર અને સંતાન સાથે, મારા મતે તે સ્વીકારીશ."[૮૨] એક્સ્વાયરને તેમ કહેતા તેણીને ટાંકવામાં આવી હતી

You know that stuff they say about a woman being responsible for her own orgasms? That's all true, and, in my case, that makes me responsible for pretty damn good orgasms. They're much better orgasms than when I was 22, and I wouldn't let a man control that. Not anymore. Now, I'd invite them to participate."[૮૩]

ફિલ્મની સફર[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ ભૂમિકા નોંધો અને પુરસ્કારો
1989 લિવિંગ ડોલ્સ એમિલી ફ્રેન્કલીન TV (13 એપિસોડ્સ બાદ રદ)
1991 એમેન ક્લેઇર ટીવી સિરીઝ, એપિસોડ: "અનફર્ગેટેબલ"
એ ડિફરન્ટ વર્લ્ડ જેકલિન ટીવી સિરીઝ, એપિસોડ: "લવ, હિલમેન-સ્ટાઇલ"
ધે કેમ ફ્રોમ આઉટર સ્પેસ રેની ટીવી શ્રેણી, એપિસોડ: "હેર ટુડે, ગોન ટુમોરો"
નોટ્સ લેન્ડીંગ ડેબી ફોર્ટર ટીવી (1991માં કાસ્ટ સભ્ય)
જંગલ ફિવર વિવિઅન
સ્ટ્રિક્લી બિઝનેસ નતાલિ
ધી લાસ્ટ બોય સ્કાઉટ કોરિ
1992 બૂમરેંગ એન્જેલા લેવિસ
1993 Queen: The Story of an American Family ક્વીન NAACP ઇમેજ એવોર્ડ
CB4 હરસેલ્ફ કેમિઓ
ફાધર હુડ કેથલિન મર્સર
ધી પ્રોગ્રામ ઓટમ હોલી
1994 ધી ફ્લિન્ટસ્ટોન્સ શેરોન સ્ટોન[૧૯]
1995 સોલોમન એન્ડ શેબા નિખૌલે/ક્વિન શેબા ટીવી
લુસિંગ ઇસાઇઆહ ખૈલા રિચાર્ડ્સ
1996 એક્ઝિક્યુટીવ ડિસીઝન જીન
રેસ ધી સન મિસ સાન્દ્રા બીચર
ગર્લ 6 કેમિઓ
ધી રિચ મેન્સ વાઇફ જોસિ પોટેન્ઝા
1997 B*A*P*S નિસી
1998 ધી વેડિંગ શેલ્બી કોલ્સ} ટીવી
બુલવર્થ નિના
વ્હાય ડુ ફૂલ્સ ફોલ ઇન લવ ઝોલા ટેલર
ઇન્ટ્રોડ્યુસીંગ ડોરોથી ડેન્ડ્રીજ ડોરોથી ડોન્ડ્રીજ એમી
ગોલ્ડન ગ્લોબ
એસએજી (SAG) પુરસ્કાર
NAACP ઇમેજ એવોર્ડ
2000 એક્સ-મેન ઓરોર મનરો/સ્ટોર્મ
વેલકમ ટુ હોલિવુડ દસ્તાવેજી ચિત્ર
2001 સ્વોર્ડફિશ જિંજર નોલ્સ NAACP ઇમેજ પુરસ્કાર, BET પુરસ્કાર
મોનસ્ટર્સ બોલ લેટિસીય મસગ્રોવ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો એકેડેમી પુરસ્કાર
એસએજી પુરસ્કાર
એનબીઆર પુરસ્કાર
2002 ડાય અનધર ડે જિયાસિન્ટા 'જિન્ક્સ' જ્હોન્સન NAACP ઇમેજ પુરસ્કાર
2003 એક્સ2: એક્સ-મેન યુનાઇટેડ ઓરોરો મનરો/સ્ટોર્મ
ગોથિકા મિરાન્ડ એ ગ્રે બીઇટી પુરસ્કાર
2004 કેટવુમન પેશન્સ ફિલીપ્સ / કેટવુમન
2005 ધઅર આઇઝ વર વોચીંગ ગોડ જેની સ્ટાર્ક્સ
રોબોટ્સ કેપી (વોઇસ)
2006 X-Men: The Last Stand ઓરોરો મનરો/સ્ટોર્મ
2007 પરફેક્ટ સ્ટ્રેન્જર રોવેના પ્રાઇસ
થિંગ્ઝ વી લોસ્ટ ઇન ધી ફાયર ઓડ્રે બર્ક
2009 ફ્રેન્કિ એન્ડ એલિસ ફ્રેન્કિ/એલિસ પોસ્ટ-પ્રોડક્શન
2010 નેપિલી એવર આફ્ટર વિનસ જ્હોન્સન જાહેર

પુરસ્કારો[ફેરફાર કરો]

1995 ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર સ્ક્રિન એક્ટર્સ ગીલ્ડ એવોર્ડ્સ સ્ક્રિન એક્ટર્સ ગીલ્ડ એવોર્ડ્ઝ 2007
વર્ષ પુરસ્કાર કક્ષા ફિલ્મ પરિણામ
NAACP ઇમેજ એવોર્ડ ટીવી મુવિમાં અદભૂત અભિનેત્રી, મિની-સિરીઝ અથવા ડ્રેમટિક વિશેષ

ક્વિન

Won
2000 પ્રાઇમટાઇમ એમ્મી પુરસ્કાર ઉત્કૃષ્ટ અગ્રણી અભિનેત્રી - મિનીસ્ટ્રીઝ અથવા મુવિ ડોરોથી ડેન્ડ્રીજની રજૂઆત Won
શ્રેષ્ઠ અભિનેત્રી - મિનીસ્ટ્રીઝ અથવા ટીવી મુવિ Won
શ્રેષ્ઠ અભિનેતા - મિનીસ્ટ્રીઝ અથવા ટીવી મુવિ Won
બ્લેક રીલ પુરસ્કારો ટીવી મુવિ/મિની-સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી Won
NAACP ઇમેજ પુરસ્કારો ટીવી મુવિ, મિની-સિરીઝ અથવા ડ્રામેટિક વિશેષમાં ઉત્કૃષ્ટ અભિનેત્રી

120

2001

એકેડેમી પુરસ્કાર

શ્રેષ્ઠ અભિનેત્રી મોનસ્ટર્સ બોલ Won
શ્રેષ્ઠ અભિનેત્રી - મોશન પિક્ચર Won
બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવીઝન આર્ટ્સ શ્રેષ્ઠ અગ્રણી અભિનેત્રી

123

ગોલ્ડન ગ્લોબ્સ શ્રેષ્ઠ અભિનેત્રી – મોશન પિક્ચર ડ્રામા નામાંકન
એનબીઆર (NBR) શ્રેષ્ઠ અભિનેત્રી

125

2002 બ્લેક સ્ટીલ એવોર્ડ્સ શ્રેષ્ઠ અભિનેત્રી Won
NAACP ઇમેજ એવોર્ડ ઉત્કૃષ્ટ અભિનેત્રી

સ્વોર્ડફિશ

Won
બીઇટી પુરસ્કારો શ્રેષ્ઠ અભિનેત્રી

128

2003 બીઇટી પુરસ્કારો શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકન
NAACP ઇમેજ પુરસ્કાર ઉત્કૃષ્ટ સહાયક અભિનેત્રી ડાય અનધર ડે Won
2004 NAACP ઇમેજ પુરસ્કાર ઉત્કૃષ્ટ અભિનેત્રી ગોથિકા નામાંકન
બીઇટી (BET) પુરસ્કારો શ્રેષ્ઠ અભિનેત્રી Won
2005 બીઇટી (BET) પુરસ્કારો શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકન
2006 NAACP ઇમેજ પુરસ્કાર ઉત્કૃષ્ટ સહાયક અભિનેત્રી - ટીવી શ્રેણી ધેઅર આઇઝ વર વોચીંગ ગોડ નામાંકન
"ઉત્કૃષ્ટ અગ્રણી અભિનેત્રી માટે પ્રાઇમટાઇમ એમી પુરસ્કાર – મિનીસ્ટ્રીઝ અથવા મુવિ" નામાંકન
પીપલ્સ ચોઇસ પુરસ્કાર ફેવરિટ ફિમેલ એક્શન હીરો X-Men: The Last Stand Won
2008 બીઇટી પુરસ્કારો શ્રેષ્ઠ અભિનેત્રી Won
2009 સ્પાઇક ગાય્ઝ ચોઇસ પુરસ્કારો ડિકેડ ઓફ હોટનેસ પુરસ્કાર Won

સંદર્ભો[ફેરફાર કરો]

નિર્દેશ
 1. બ્રિટાનીકા અને અન્ય સ્થળે 1968 જન્મતારીખ હોવા છતાં, તેમણે ઓગસ્ટ 2006 અગાઉની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમ હોય તો તે 40 વર્ષની થશે. જૂઓ: ફિમેલફર્સ્ટ, ડાર્કહોરાઇઝન્સ સંગ્રહિત ૨૦૦૮-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન, ફિલ્મમન્થલી, અને સીબીએસ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન પણ જૂઓ. પ્રવેશ 2007-05-05.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "હેલ બેરી જીવનચરિત્ર" સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન. પીપલ . પ્રવેશ 2007-12-15.
 3. ૩.૦ ૩.૧ "વિથરસ્પૂન ટોપ્સ એક્ટ્રેસ પે લિસ્ટ" સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન. (નવેમ્બર 2007). 999નેટવર્ક. પ્રવેશ 2007-12-15.
 4. ૪.૦ ૪.૧ જેનિફર બેયોટ (ડિસેમ્બર 1, 2002). "પ્રાઇવેટ સેક્ટર; એ શેકર, નોટ એ સ્ટિરર, એટ રેવલોન". ન્યૂ યોર્ક ટાઇમ્સ. પ્રવેશ 2007-12-23.
 5. ૫.૦ ૫.૧ ગિના પિક્કાલો (નવેમ્બર 1, 2007). "હેલ બેરી: એ કેરિયર સો સ્ટ્રોંગ ઇટ સર્વાઇવ્ડ કેટવુમન" સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૯ ના રોજ વેબેક મશિન. લોસ એન્જલસ ટાઇમ્સ. પ્રવેશ 2007-12-15.
 6. ૬.૦ ૬.૧ "હેલ બેરીના સંતાનનું નામ: નાહલા એરિએલા ઓબ્રી!" (માર્ચ 18, 2008). પીપલ . પ્રવેશ 2008-03-18.
 7. "ફર્સ્ટ જનરેશન" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ ૮.૫ ૮.૬ "હેલ બેરી". ઇન્સાઇડ ધી એક્ટર્સ સ્ટુડીઓ . બ્રેવો. (ઓક્ટોબર 29, 2007) ન્યૂ યોર્ક સિટી.
 9. "હેલ બેરી લુકીંગ ફોર એક્સ ફેક્ટર". બીબીસી . પ્રવેશ 2007-02-07.
 10. લોરેન્સ વેન ગેલ્ડર (મે 26, 2003). "આર્ટ્સ બ્રિફીંગ". ન્યૂ યોર્ક ટાઇમ્સ પ્રવેશ 2008-02-02.
 11. "હેલ બેરી, "બ્લેક પર્લ" ટુ વીન ઓસ્કાર્સ બેસ્ટ એક્ટ્રેસ".
 12. "એન્સેસ્ટ્રી ઓફ હેલ બેરી" સંગ્રહિત ૨૦૧૨-૦૧-૧૮ ના રોજ વેબેક મશિન. Genealogy.com. પ્રવેશ 2007-02-07.
 13. ૧૩.૦ ૧૩.૧ લોવિસ, ફ્રેન્ક, "હેલ બેરી ઇઝ પોઇઝ્ડ ટુ બિકમ મેજર સ્ટાર", ન્યૂઝપેપર એન્ટરપ્રાઇઝ અસોસિએશન રિડીંગ ઇગલ દ્વારા (રિડીંગ, પેન્સિલવેનીયા), જૂલાઇ 5, 1992
 14. "શોબિઝ". (જાન્યુઆરી 28, 2003) ધી એજ . પ્રવેશ 2007-12-15.
 15. "પીજન્ટ આલ્માનેક - મિસ યુએસએ 1986 સ્કોર્સ" સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૯ ના રોજ વેબેક મશિન. પ્રવેશ 2007-12-21.
 16. ફ્રેન્ક સેનેલો (2003). હેલ બેરી: એ સ્ટોર્મી લાઇફ . ISBN 1-85227-092-6.
 17. "હેલ બેરી – ઓસ્કાર વિનીંગ એક્ટ્રેસ એન્ડ ટાઇપ 1 ડાયાબિટીક" સંગ્રહિત ૨૦૦૮-૧૧-૨૩ ના રોજ વેબેક મશિન. પ્રવેશ 2007-02-07.
 18. હેલ બેરી, આર. કેલ્લિ (જાન્યુઆરી 14, 1992). "90ના દાયકામાં જન્મ". જીવ રેકોર્ડ્સ.
 19. ૧૯.૦ ૧૯.૧ "બેરી: રાઇપ ફોર સક્સેસ". (માર્ચ 25, 2002) બીબીસી-ન્યૂઝ. પ્રવેશ 2007-02-19.
 20. "રેવલોન - સપ્લાયર ન્યૂઝ - રિન્યુડ ઇટ્સ કોન્ટ્રેક્ટ વીથ એક્ટ્રેસ હેલ બેરી; ટુ ઇન્ટ્રોડ્યુસ ધી પિન્ક હેપ્પીનેસ સ્પ્રીંગ 2004 કલર કલેક્શન - બ્રિફ આર્ટિકલ". (ડિસેમ્બર 15, 2003) CNET નેટવર્ક્સ. પ્રવેશ 2007-12-23.
 21. પેરિશ, જેમ્સ રોબર્ટ (ઓક્ટોબર 29, 2001). "ધી હોલિવુડ બુક ઓફ ડેથ: ધી બિઝારે, ઓફન સોર્ડિડ, પાસિંગ્ઝ ઓફ મોર ધેન 125 અમેરિકન મુવી એન્ડ ટીવી આઇડોલ્સ". મેકગ્રો હિલની કન્ટેમ્પરરી બુક્સ. ISBN 0-8092-2227-2.
 22. ૨૨.૦ ૨૨.૧ "હેલ બેરી જીવનચરિત્ર: પાનું 2" સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૮ ના રોજ વેબેક મશિન. People.com . પ્રવેશ 2007-12-20.
 23. "NAACPએ હેલ બેરીને અભિનંદન આપ્યા, ડેન્ઝલ વોશિંગ્ટન". (માર્ચ 2002) યુ.એસ. ન્યૂઝવાયર .
 24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ ૨૪.૪ "હેલ્સ બિગ યર". (નવેમ્બર 2002) ઇબોની .
 25. હ્યુજ ડેવિસ (એપ્રિલ 2, 2002). "બેરી સિક્સ હાયર એડ્વર્ટ્સ ફી." ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-01.
 26. ઓલિવર પિપલ (માર્ચ 26, 2002). "ઓસ્કાર નાઇટ બિલોંગ્ઝ ટુ હોલિવુડ્ઝ બ્લેક એક્ટર્સ." સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-01.
 27. ૨૭.૦ ૨૭.૧ ઇયાન હાઇલેન્ડ (સપ્ટેમ્બર 2, 2001). "ધી ડાયરી: હેલ્સ બોલ્ડ ગ્લોરી" સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૧ ના રોજ વેબેક મશિન. સન્ડે મિરર . પ્રવેશ 2009-07-05.
 28. હ્યુજ ડેવિસ (ફેબ્રુઆરી 7, 2001). "હેલ બેરી અર્ન્સ એક્સ્ટ્રા £357,000 ફોર ટોપલેસ સિન" સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન. ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-29.
 29. "એન્ડ ધી વિનર ઇઝ... સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૬ ના રોજ વેબેક મશિનપૃષ્ઠ 2".
 30. "બેરી રિએક્ટ્સ એ બોન્ડ ગર્લ આઇકોન". (એપ્રિલ 12, 2002) ટેલિગ્રાફ ઓબ્ઝર્વર.
 31. જૂલિયા રોબસન (નવેમ્બર 14, 2002). મિસ મોડેસ્ટી કિપ્સ બોન્ડ શાર્પ એન્ડ સેક્સી[હંમેશ માટે મૃત કડી]. ટેલિગ્રાફ ઓબ્ઝર્વર . પ્રવેશ 2008-08-30.
 32. ડાઇ અનધર ડે વિશેષ આવૃત્તિ DVD 2002.
 33. "હેલ બેરીઝ 'જિન્ક્સ' નેમ્ડ ફોર્થ ટફેસ્ટ ફિમેલ સ્ક્રિન આઇકોન" સંગ્રહિત ૨૦૦૪-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન. MI6 ન્યૂઝ .
 34. હ્યૂજ ડેવિસ (એપ્રિલ 10, 2002). "બોન્ડ ફિલ્મના દ્રશ્ય દરમિયાન હેલ બેરીને ઇજા થઇ." ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-01.
 35. "ધી એક્સ-મેન 2 પેનલ" સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન. (જૂલાઇ 30, 2002) જોબોલો. પ્રવેશ 2008-03-12.
 36. "હેલ બેરી ટોક્સ એબાઉટ ગોથિકા" સંગ્રહિત ૨૦૦૪-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન. iVillage.co.uk .
 37. ૩૭.૦ ૩૭.૧ શેરોન વેક્સમેન (જૂલાઇ 21, 2004). "મેકીંગ હર લીપ ઇનટુ એન એરેના ઓફ એક્શન; હેલ બેરી મિક્સીસ સેક્સીનેસ વીથ સ્ટ્રેન્થ." ન્યૂ યોર્ક ટાઇમ્સ. પ્રવેશ 2008-04-01.
 38. "એફએચએમના વાચકોએ સ્કારલેટ જ્હોન્સનને વિશ્વની સૌથી સેક્સી મહિલા તરીકે દર્શાવી; અભિનેત્રી એમએચએમના 100 સૌથી સેક્સી મહિલાના વોટિંગમાં વર્લ્ડ 2006 રિડર્સ પોલ". (માર્ચ 27, 2006) બિઝનેસ વાયર. પ્રવેશ 2008-01-01.
 39. "ધી સેક્સિઅસ્ટ ફિલ્મ સ્ટાર ઓફ ઓલ ટાઇમ." સંગ્રહિત ૨૦૦૬-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન ધ ટેલિગ્રાફ.પ્રવેશ 2008-04-01.
 40. ડેવિડ ગ્રિટ્ટન (જૂલાઇ 30, 2004). "કર્સ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસ ઓસ્કાર." સંગ્રહિત ૨૦૦૮-૦૪-૨૪ ના રોજ વેબેક મશિન ધ ટેલિગ્રાફ.
 41. એન્ડ ધી એવોર્ડ ફોર ધી મોસ્ટ ગોલ્ડન રેપ્સબેરિસ ગોઝ ટુ ... લિન્ડસે લોહાન ડેઇલી મેલ . પ્રવેશ 2008-03-23.
 42. "ફન્ડ ફોર એનિમલ થેન્ક્સ કેટવુમન હેલ બેરી ફોર હર કમ્પેશન ટુ કેટ્સ" સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન.
 43. બોબ ગ્રિમ (માર્ચ 17, 2005). "સીજીઆઇ સિટી". ટક્સન વિકલી.
 44. "એક્ટર્સ જોઇન પ્રોટેસ્ટ અગેઇન્સ્ટ પ્રોજેક્ટ ઓફ મિલબુ" સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન. (ઓક્ટોબર 23, 2005) MSNBC.com.
 45. સ્ટિફન એમ. સિલ્વરમેન (એપ્રિલ 11, 2007). "હેલ બેરી, અધર્સ પ્રોટેસ્ટ નેચરલ ગેસ ફેસિલીટી". ટાઈમ ઈન્ક.. પ્રવેશ 2007-04-17.
 46. "ધી સેન્ટા બાર્બરા ઇન્ડિપેન્ડન્ટ કેબ્રિલો પોર્ટ ડાઇઝ એ સેન્ટા બાર્બરા ફ્લેવર્ડ ડેથ". (મે 24, 2007) ધી સેન્ટા બાર્બરા ઇન્ડિપેન્ડન્ટ
 47. "એન્ડ ધી પુડિંગ પોટ ગોઝ ટુ..." (ફેબ્રુઆરી 3, 2006) હાર્વર્ડ કોલેજના પ્રેસિડેન્ટ અને સાથીઓ. પ્રવેશ 2008-01-01.
 48. હોલિવુડ ચેમ્બર ઓફ કોમર્સ. "હોલિવુડ વોક ઓફ ફેમ રિસન્ટ સેરેમનીઝ" સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન. પ્રવેશ 2007-04-04.
 49. "હેલ બેરી ગેટ્સ સ્ટાર ઓન હોલિવુડ વોક ઓફ ફેમ". (એપ્રિલ 4, 2007) ફોક્સ ન્યૂઝ. પ્રવેશ 2007-12-13.
 50. "કોટિ ઇન્ક. એનાઉન્સીસ ફ્રેગરન્સ પાર્ટનરશીપ વિથ હોલિવુડ આઇકોન હેલ બેરી" સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન. (માર્ચ 14, 2008) PRNewswire. પ્રવેશ 2008-03-16.
 51. "કોટિ હેલ બેરી ફ્રેગરન્સની રજૂઆત કરશે". (ફેબ્રુઆરી 29, 2008) ચાઇનાડેઇલી.
 52. [૧]
 53. "એક્ટ્રેસ હેલ બેરી એન્ડ એટલાન્ટા બ્રેવ્ઝ' ડેવિડ જસ્ટીલ ટુ ડિવોર્સ." (માર્ચ 11, 1996) જેટ . પ્રવેશ 2008-09-24.
 54. "માય સાઇટ્સ આર સેટ ઓન મધરહુડ" (એપ્રિલ 1, 2007) પરેડ . પ્રવેશ 2007-07-24.
 55. હમિદા ગફૌર (માર્ચ 21, 2002). આઇ વોઝ ક્લોઝ ટુ એન્ડીંગ ઇટ ઓલ, અભિનેત્રીએ જણાવ્યુ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૨ ના રોજ archive.today. ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-01.
 56. ૫૬.૦ ૫૬.૧ ૫૬.૨ સિલ્વરમેન, સ્ટીવન એમ (ઓક્ટોબર 2, 2003). "હેલ બેરી, એરિક બેનેટ સ્પ્લિટ." સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન પીપલ . પ્રવેશ 2008-01-13.
 57. "સેઇંગ શી ડઝન્ટ રિકોલ ઇન્સિડન્ટ, હેલ બેરી ગેટ્સ પ્રોબેશન ઇન હિટ એન્ડ રન કેસ". (મે 29, 2000) જેટ મેગેઝિન . પ્રવેશ 2009-05-24.
 58. "હેલ બેરી ચાર્જ્ડ વિથ મિસડેમેનોર ઇન હિટ એન્ડ રન કેસ". (એપ્રિલ 17, 2000) જેટ મેગેઝિન . પ્રવેશ 2009-05-11.
 59. "વુમન ઇન્જર્ડ ઇન હેલ બેરી કાર ઇન્સીડન્ટ સ્યૂઝ; કોપ્સ સે એક્ટ્રેસ વોઝ ઇન સિમિલર મિશહેપ 3 યર્ઝ એગો". (માર્ચ 27, 2000) જેટ મેગેઝિન . પ્રવેશ 2009-05-11.
 60. ૬૦.૦ ૬૦.૧ Touré (જાન્યુઆરી 20, 2001). "સ્રીનું ચિત્ર"[હંમેશ માટે મૃત કડી]. યુએસએ વિકેન્ડ . પ્રવેશ 2007-04-02.
 61. "હેલ બેરી સ્યૂઇડ ઇન હિટ-એન્ડ-રન " (March 9, 2000) અસોસિએટેડ પ્રેસ . પ્રવેશ 2009-05-11.
 62. "હેલ બેરી સેટલ્સ સ્યૂટ ફાઇલ્ડ બાય વુમન ઇન ફ્રેબ્રુઆરી 2000 કાર ક્રેશ". (મે 28, 2001) જેટ મેગેઝિન . પ્રવેશ 2009-05-11.
 63. ૬૩.૦ ૬૩.૧ "સેકન્ડ ચાન્સ એટ લવ". (જૂલાઇ 14, 2006) યુએસ ઓનલાઇન . પ્રવેશ 2007-02-07.
 64. સ્ટીવન એમ. સિલ્વરમેન (જાન્યુઆરી 10, 2005). "હેલ બેરી ફાઇનલાઇઝીસ સ્પ્લિટ ફ્રોમ બેનેટ." સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન પીપલ . પ્રવેશ 2008-01-13.
 65. "હેલ બેરી ક્રૂઝેડ્સ ટુ સ્ટોપ ડોમેસ્ટિક વાયોલન્સ." ExtraTV.com. ઓક્ટોબર 3, 2005
 66. "હેલ બેરી સ્ટેપ્સ આઉટ વીથ હર ન્યૂ મેન." સંગ્રહિત ૨૦૦૯-૧૦-૧૫ ના રોજ વેબેક મશિન (ફેબ્રુઆરી 15, 2006) પીપલ . પ્રવેશ 2008-01-10.
 67. ટોડ વિલિયમ્સ (નવેમ્બર 18, 2007). "હેલ બેરી – ગ્રેટ એક્સ્પેક્ટેશન." સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન Rollingout.com . પ્રવેશ 2008-01-10.
 68. ટોમ શિવર્સ (માર્ચ 17, 2008). "હેલ બેરી, જેમ્સ બોન્ડ ગર્લ, ઇઝ એ મધર." સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન ધ ટેલિગ્રાફ. પ્રવેશ 2008-04-01.
 69. "હેલ બેરી એક્સ્પેક્ટિંગ હર ફર્સ્ટ બેબી" સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન. (સપ્ટેમ્બર 4, 2007) MSNBC . પ્રવેશ 2007-09-04.
 70. "હેલ બેરી નેમ્સ ન્યૂબોર્ન ડોટર નારલા એરિએલા." (માર્ચ 19, 2008) ધી ડેઇલી મેલ . પ્રવેશ એપ્રિલ 25, 2008.
 71. "બેરી રિસીવ્સ રેસિસ્ટ થ્રેટ્સ ટુ અનબોર્ન બેબી" સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન. SFGate.com .
 72. "હેલ બેરી: "આઇ વીલ નેવર મેરી અગેઇન"" સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન. (મે 22, 2006) HalleBerryWeb.com . પ્રવેશ 2007-02-07.
 73. "બેરી ઓલરેડી 'ફિલ્ઝ મેરિડ' ટુ ઓબ્રી" સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૮ ના રોજ વેબેક મશિન. (માર્ચ 13, 2008) વર્લ્ડ એન્ટર્ટેઇન્મેન્ટ ન્યૂઝ નેટવર્ક .
 74. માઇકલ ટેર્મ (ઓક્ટોબર 2, 2007). "હેલ બેરી સેઝ શી વોન્ટ્સ અનધર ચાઇલ્ડ." વોશિંગ્ટન પોસ્ટ. પ્રવેશ 2008-01-10.
 75. ઇન ટચ મેગેઝિન, ફેબ્રુઆરી 16, 2009.
 76. "Halle Berry's position on Racial Discrimination" સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન. Accessed 2007-12-21.
 77. મેથ્યુ મૂરે (ઓક્ટોબર 29, 2007). "હેલ બેરી અપોલોજાઇસીઝ ફોર 'જ્યૂઇશ નોઝ' ગાફ્ફે." સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન ધ ટેલિગ્રાફ.
 78. "બેરી નોઝ બેટર ધેન ધેટ" સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૩ ના રોજ archive.today. (ઓક્ટોબર 24, 2007) ન્યૂ યોર્ક પોસ્ટ . પ્રવેશ 2007-12-21.
 79. "બેરી નોઝ બેટર ધેન ધેટ" સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૩ ના રોજ archive.today. (ઓક્ટોબર 24, 2007) ન્યૂ યોર્ક પોસ્ટ . પ્રવેશ 2007-12-21.
 80. "હેલ બેરી, ટેડ કેનેડી: 'મુવ ઓન' ફોર ઓબામા". (ફેબ્રુઆરી 29, 2008) શિકાગો ટ્રિબ્યૂન .
 81. "વ્હાય વુમન બેક બરાક ઓબામા" સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન. (માર્ચ 31, 2008) નોર્થ સ્ટાર રાઇટર્સ .
 82. "એસ્ક્વાયર નેમ્સ 'સેક્સિએસ્ટ વુમન એલાઇવ'." સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન (ઓક્ટોબર 7, 2008) CNN.com .
 83. « Halle Berry: «I Control My Orgasms» », peoplestar.co.uk, Retrieved on 2008-10-20.
પ્રકાશનો
 • બેન્ટિંગ, એરિન. હેલ બેરી , વીલ પબ્લીશર્સ, 2005 - ISBN 1-59036-333-7
 • ગોગર્લી, લિઝ. હેલ બેરી , રેઇનટ્રિ, 2005 - ISBN 1-4109-1085-7
 • નાદેન, કોરિન જે. હેલ બેરી , સાગેબ્રશ એજ્યુકેશન રિસોર્સીસ, 2001 - ISBN 0-613-86157-4
 • ઓ'બ્રાયન, ડેનિયલ. હેલ બેરી , રેનોલ્ડ્સ & હર્ન, 2003 - ISBN 1-903111-38-2
 • સેનેલ્લો, ફ્રેન્ક. હેલ બેરી: એ સ્ટોર્મી લાઇફ , વર્જિન બુક્સ, 2003 - ISBN 1-85227-092-6
 • શુમેન, માઇકલ એ. હેલ બેરી: બ્યુટી ઇઝ જસ્ટ નોટ ફિઝીકલ , એન્સ્લો, 2006 - ISBN 0-7660-2467-9

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]