લખાણ પર જાઓ

હોલ માતાજી

વિકિપીડિયામાંથી

હોલ માતાજીનું મંદિર વાંકાનેર, રાજકોટમાં વાંકાનેરથી આશરે પંદર કિલોમીટરના અંતરે અને રાજકોટથી ચાલીસેક કિલોમીટરને અંતરે આવેલ છે. મચ્છુ બંધ પર આવેલ આ મંદિર બહુ જુનું છે. આ મંદિરની પોતાની ગૌશાળા છે તથા મંદિરની માલિકીની જમીન પણ છે. મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ વચ્ચે આવેલ છે. અહીં યાત્રીઓને રહેવા તથા જમવાની નિઃશુલ્ક સવલત પુરી પાડવામાં આવે છે.

હોલ માતાજીનો ચોસઠ જોગણીમાં સમાવેશ થાય છે તથા ખોડીયાર માતાજી સાથે સાત બહેનોમાં તેમનો સમાવેશ થાય છે. હોલ માઁ ચારણ કન્યા હતા. જે આજે આહીરો, ભરવાડ, સોની, વણિક, બ્રાહ્મણ વગેરે કેટલાય પરિવારોની કુળદેવી તરીકે પુજાય છે.