લખાણ પર જાઓ

૨૦૨૦ તબલીગી જમાત કોરોનાવાયરસ ઘટના

વિકિપીડિયામાંથી
૨૦૨૦ તબલીગી જમાત કોરોનાવાયરસ ઘટના
તારીખ૧-૨૧ માર્ચ
સ્થળનિઝામુદ્દીન મરકઝ મસ્જિદ
સ્થાનપશ્ચિમ નિઝામુદ્દીન, દિલ્હી
પ્રકારધાર્મિક સંમેલન
સંચાલકમુહમ્મદ સાદ કંધાલવી
ભાગ લેનારાઓ૪૫૦૦–૯૦૦૦

માર્ચ ૨૦૨૦ની શરૂઆતમાં દિલ્હીની નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં યોજાયેલી તબલીગી જમાતના ધાર્મિક સંમેલન પછી આ કોરોનાવાયરસ અત્યંત ઝડપથી ફેલાવવાની ઘટનાઓ ઉભરી આવી હતી અને ૯૦૦થી વધુ કિસ્સાઓ[૧] અને આ ઘટના સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ૧૦ મૃત્યુઓ દેશભરમાં નોંધાયા.[૨] ૯,૦૦૦થી વધુ લોકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાંથી મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના[૩][૪] અને ૪૦ દેશોના ૯૬૦ લોકો હતા.[૫]

આ સંમેલનમાં હાજરી આપેલા લોકો સહિત ૪૦,૦૦૦ લોકોને દેશભરમાં અલગ ‍(ક્વોરેન્ટાઇન) રખાયા છે.[૬]

ઘટનાક્રમ[ફેરફાર કરો]

 • ૪ એપ્રિલ સુધીમાં ૧૭ રાજ્યોમાં ૧,૦૨૩ કિસ્સાઓ આ ઘટના સાથે જોડાયેલા નોંધાયા હતા, જે દેશના ૩૦ ટકા દર્દીઓ છે.[૭] દેશભરમાંથી ૨૨,૦૦૦ જેટલા તબલીગી જમાતના સભ્યો અને તેમના સંપર્કોને અલગ રાખવામાં આવ્યા છે.[૮]
 • પ એપ્રિલ સુધી ભારતમાં કોરોનાવાયરસના કુલ ચેપગ્રસ્તોમાંથી ૩૦ ટકા તબલીગી જમાતમાંથી હતા.[૯]
 • ૧૦ એપ્રિલના રોજ રાંચીના હિંદપીઢી વિસ્તારની બે મસ્જિદોમાંથી તબલીગી જમાતના વિદેશી ૧૮ સભ્યોની ધરપકડ કરાઇ હતી અને તેમને અલગ રાખવામાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ કોરોનાવાયરસ પોઝિટીવ આવ્યો હતો.[૧૦]
 • ૧૮ એપ્રિલના રોજ ભારતના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૪,૨૩૧ કોવિડ-૧૯ રોગના દર્દીઓ તબલીગી જમાત સંમેલન સાથે સંબંધિત હતા, જે કુલ દર્દીઓમાંના ત્રીજા ભાગના હતા.[૬][૧૧]
 • ૧૬ એપ્રિલના રોજ કંધાલવીની માનવવધના આરોપ હેઠળ ધરપકડ કરાઇ હતી.[૧૨] ૨૩ એપ્રિલના રોજ થાણેમાં છુપાયેલા ૨૪ તબલીઘી જમાતના સભ્યો ક્રાઇમ શાખા વડે ઝડપાયા હતા, તેમાંથી ૨૧ લોકો બાંગ્લાદેશ અને મલેશિયાના હતા.[૧૩] દિલ્હી પોલીસની ક્રાઇમ શાખાએ ઉત્તર પ્રદેશના શામલીમાં આવેલા મૌલાના મહંમદ સાદ કંધાલવીના ફાર્મહાઉસ પર છાપો માર્યો હતો.
 • ૨૭ એપ્રિલના રોજ મુંબઈ પોલીસે ૧૨માંથી ૧૦ ઇન્ડોનેશિન તબલીઘી જમાતના સભ્યોની લોકડાઉનનો ભંગ કરીને મસ્જિદોની મુલાકાત લેવા માટે ધરપકડ કરાઇ હતી.[૧૪]

સંબંધિત દુર્ઘટનાઓ[ફેરફાર કરો]

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તબલીગી જમાત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.[૧૫]

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં, એક વ્યક્તિ તબલીગી જમાતના સભ્યોના સંપર્કમાં આવ્યા પછી ગામલોકોના મહેણાં-ટોણાંથી ત્રાસીને આત્મહત્યા કરી હતી.[૧૬]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "647 COVID-19 Cases In Last 2 Days Linked To Islamic Sect Meet In Delhi". NDTV. મેળવેલ 3 April 2020.
 2. "India confronts its first coronavirus 'super-spreader' — a Muslim missionary group with more than 400 members infected". Washington Post. મેળવેલ 3 April 2020.
 3. "Coronavirus: About 9,000 Tablighi Jamaat members, primary contacts quarantined in country, MHA says". The Times of India. PTI. 2 April 2020.
 4. "How Nizamuddin markaz became Covid-19 hotspot; more than 8,000 attendees identified". Hindustan Times. 2 April 2020.
 5. "379 Indonesians among foreigners from 40 countries attended Tablighi Jamaat gathering: Sources". ANI. મૂળ માંથી 5 એપ્રિલ 2020 પર સંગ્રહિત. મેળવેલ 3 April 2020.
 6. ૬.૦ ૬.૧ ABP News Bureau (18 April 2020). "Tablighi Jamaat Responsible For 30% Total Coronavirus Cases In India: Health Ministry". ABP News. Cite has empty unknown parameter: |1= (મદદ)
 7. "તબલીગી જમાત સાથે સંબંધીત 17 રાજ્યોનાં 1023 લોકો કોરોના ચેપગ્રસ્ત: આરોગ્ય મંત્રાલય". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-13.
 8. PTI, Nearly 22,000 Tablighi Jamaat members, contacts quarantined across country: MHA, India Today, 4 April 2020.
 9. "દિલ્હીના IGI એરપોર્ટ તબલીગી જમાતના આઠ લોકોની ધરપકડ, આ દેશમાં ભાગવાની તૈયારીમાં હતા". GSTV (અંગ્રેજીમાં). 2020-04-05. મેળવેલ 2020-04-13.
 10. "તબલીગી જમાત સાથે જોડાયેલા 18 વિદેશીઓ સામે FIR, ટુરિસ્ટ વિઝા પર આવી કરી રહ્યા હતા આ કામ". www.vtvgujarati.com. મેળવેલ 2020-04-14.
 11. PTI (18 April 2020). "Coronavirus | Nearly 4,300 cases were linked to Tablighi Jamaat event, says Health Ministry". The Hindu.
 12. "India coronavirus: Tablighi Jamaat leader on manslaughter charge over Covid-19". BBC. 16 April 2020.
 13. "Thane: 21 foreigners who had attended Tablighi meet arrested | Thane News". Times of India. 23 April 2020.
 14. "10 Indonesian nationals who attended Tablighi Jamaat at Nizamuddin held". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-04-27. મેળવેલ 2020-04-28.
 15. UP man shot dead at tea shop for blaming Tablighi Jamaat for coronavirus spread, India Today, 5 April 2020.
 16. Taunted over coronavirus spread after Tablighi meet, Himachal man commits suicide, The Tribune (Chandigarh), 5 April 2020.