૨૦૨૦ દિલ્હી રમખાણો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
૨૦૨૦ દિલ્હી રમખાણો
North East Delhi Riots 2020 (1).jpg
રમખાણોમાં બાળી નખાયેલી ઇમારત, શિવ વિહાર, નવી દિલ્હી.[૧]
તારીખ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦ – ૧ માર્ચ ૨૦૨૦ (7 દિવસો)[૨]
સ્થળઉત્તર-પૂર્વ દિલ્હી, ભારત
28°40′55″N 77°16′26″E / 28.682°N 77.274°E / 28.682; 77.274
કારણો
 • ભડકાઉ ભાષણો[૩]
 • સી.એ.એ.નો વિરોધ
 • ટોળાને ભડકાવવું
 • ધાર્મિક રાષ્ટ્રવાદ[૩]
ધ્યેયો
 • સી.એ.એ.નો અમલ અટકાવવો
વિરોધની રીતો
 • તોફાન
 • લૂંટ
 • ગોળીબાર
નુકશાન
મૃત્યુઓ૫૩[૫]
ઇજાગ્રસ્તો૨૦૦+[૪]
ધરપકડો૨૨૦૦[૬]

૨૦૨૦ દિલ્હી રમખાણો ૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઇશાન દિલ્હીમાં થયેલા સંખ્યાબંધ કોમી રમખાણો, હિંસક બનાવો અને સંપત્તિ લૂંટવાની ઘટનાઓને સૂચવે છે.[૭][૮] આ સંખ્યાબંધ રમખાણોમાં આધિકારીક રીતે ૫૩ લોકોનાં મૃત્યુ થયાં જેમાં હિંદુ અને મુસ્લિમ બંનેનો સમાવેશ થાય છે.[૯] ઘટનાને લીધે કેટલાય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૨૩ એફ.આઇ.આર. નોંધવામાં આવી અને ૬૦૦ લોકોની જવાબદાર ગણીને ધરપકડ કરવામાં આવી.[૧૦]

પૂર્વભૂમિ[ફેરફાર કરો]

શાહીનબાગ, ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯થી મહિલા આંદોલનકારીઓ રસ્તો બંધ કરીને નાગરિકતા સંશોધન કાયદાનો (ટૂંકમાં- CAA) વિરોધ કરી રહ્યાં હતાં. તેમનાં વિરોધને લીધે લોકોને યાતાયાતમાં તકલીફ પડવા લાગી.[૧૧] ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ દિલ્હીના જાફરાબાદમાં પણ મહિલા આંદોલનકારીઓએ મેટ્રોની નીચે રસ્તો બંધ કરવાનું ચાલુ કરી દીધું.[૧૨] તેમણે સીલમપુર-જાફરાબાદ-મૌજપુર રસ્તો બ્લોક કરી દીધો અને સાથે જ મેટ્રોના સ્ટેશન પર આવન-જાવનનો રસ્તો પણ જામ કરી દીધો.[૧૩]

હિંસા[ફેરફાર કરો]

૨૩-૨૪ ફેબ્રુઆરી[ફેરફાર કરો]

૨૩ ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાએ તેમને ૩ દિવસમાં જાફરાબાદ-ચાંદબાગનો રસ્તો ખાલી કરવા માટે ચેતવણી આપી.[૧૪] ત્યારે કપિલ મિશ્રાએ આંદોલનકારીઓના વિરુદ્ધમાં રેલીમાં ભાષણ આપ્યું જેને હિંસા માટેનું એક પરિબળ નોંધવામાં આવે છે.[૧૫][૧૬] જો કે, કપિલ મિશ્રા તેમના પર લાગેલ આરોપોનો ઈન્કાર કરે છે અને કહે છે કે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપીને તેમણે કંઈ જ ગુનો નથી કર્યો.[૧૭]

આ સિવાય સ્થાનિક લોકો પિંજરા તોડ નામના મહિલા સંગઠનને પણ હિંસા માટે જવાબદાર માને છે. જોકે પિંજરા તોડ પણ પોતાને નિર્દોષ ગણાવે છે.[૧૮]

આ સિવાય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અમાનતુલ્લાહ ખાન, ફૈઝલ હસન, વારીસ પઠાણ, હર્ષ મંડર, સ્વરા ભાસ્કર, શરજીલ ઇમામ, મણિશંકર ઐયર અને શાહીન બાગ, નાંદેડ (મહારાષ્ટ્ર) માં સીએએ વિરોધી પ્રદર્શનોમાં આપવામાં આવેલા ભાષણો પણ જવાબદાર માનવામાં આવે છે.[૧૯]

રાતે ૯ થી ૧૧ વાગ્યાની આજુબાજુ CAAના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો; ત્યારે તોફાનો ફાટી નીકળ્યાં, જેમાં વાહનો ને બાળવામાં આવ્યાં અને દુકાનો લૂંટવામાં આવી. પોલીસે ટોળું વીખેરવા માટે લાઠીચાર્જ અને અશ્રુવાયુનો પણ ઉપયોગ કર્યો.[૨૦]

૨૪મી ફેબ્રુઆરીની સવારે એક ટોળાંએ ત્યાં બેઠેલાં આંદોલનકારીઓને ઉભા કરવા માટે આગ્રહ કર્યો અને જ્યાં સુધી આંદોલનકારીઓ જગ્યા ન છોડે ત્યાં સુધી ત્યાં જ રહેવાની જીદ કરી.[૨૦] બપોરના ૧૨:૩૦ વાગ્યાની આસપાસ મહોરું પહેરેલા અને તલવાર લહેરાવતા આંદોલનકારીઓએ પોલીસ સાથે સંઘર્ષ કર્યો.[૨૧] બપોર પછીનાં સમયમાં ગોકુળપુરી અને કર્દમપુરી વિસ્તારોમાં તોફાનો થયાં,[૨૨] ભારે પથ્થરમારો અને ભાંગફોડની ઘટનાઓ નોંધવામાં આવી.[૨૩] ચાંદ બાગમાં પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુનો ઉપયોગ કર્યો પણ CAAના વિરોધી આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો.[૨૪] આ સંઘર્ષ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મૃત્યુ થયું, શરુઆતમાં તેનું કારણ માથાની ઈજા બતાવાતું હતું પણ ઑટોપ્સી રીપોર્ટથી તેમના શરીરમાં બંદૂકની ગોળી પણ મળી.[૨૫]

શાહરુખે દીપક દહિયા નામના કોન્સ્ટેબલની સામે ગોળી દાગી હતી જે ફોટો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો.[૨૬] તેને ભગાડવામાં કલીમે મદદ કરી હતી; કલીમ ૨૩૫ કિલો ડ્રગ્સની દાણચોરીમાં ફરાર હતો.[૨૭] પોલીસે શાહરુખ પઠાણની અને કલીમની ધરપકડ પાછળથી કરી.[૨૭]

ભજનપુરામાં બપોર પછીના સમયમાં ૨૦૦૦ લોકોનાં ટોળાંએ લાઠી, દંડા અને પેટ્રોલ બોંબની સાથે જ આઝાદી ના નારા લગાવતા પેટ્રોલ પંપ પર હુમલો કર્યો. આ હુમલામાં પેટ્રોલ પંપના માલિક અને તેના કર્મચારીઓ ઘાયલ થયા.[૨૮]

૨૫ ફેબ્રુઆરીના રોજ ઘરે પાછા ફરી રહેલા આઈબી અધિકારી અંકિત શર્મા જ્યારે ઘરે પાછા ના ફર્યા ત્યારે તેમના પરિવારે ૨૬ ફેબ્રુઆરીના સવારે ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી. બાદમાં તેની લાશ એક નાળામાંથી મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તેને ઘણા ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, તેમજ શરીર પર એસિડ રેડવામાં આવ્યો હતો.[૨૯][૩૦] અંકિતના પિતાના કહેવા પ્રમાણે હત્યામાં આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન શામિલ હતા. પોલીસ એફઆઇઆરમાં પણ તાહિર હુસૈનનું નામ હતું અને તપાસમાં તાહિર હુસૈનના ભાઈ શાહ આલમનું નામ પણ બહાર આવ્યું હતું.[૩૧]

૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અંકિત શર્માની હત્યાની માટે તાહિર હુસૈને કબૂલાત કરી હતી અને હિંસા માટેની જવાબદારી લીધી હતી.[૩૨][૩૩]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Ameen, Furquan (2020-02-28). "Shiv Vihar: Home for 15 years, but not any more". The Telegraph (Kolkata). 2020-03-10 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 2. "Panic grips Delhi after fresh violence rumours, police say situation normal". Hindustan Times. 2020-03-01. 2020-03-09 મેળવેલ. No riot-related deaths were reported on Saturday but a shop was set on fire in the Welcome area, said police. Check date values in: |access-date= and |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ "Delhi violence: Four video clips that court made cops watch". India Today. 26 February 2020. 26 February 2020 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 4. "It's Official: Police Says 53 Dead, 200+ Injured, 2200 Arrests in Delhi Riots". The Wire. 8 March 2020. 2020-03-09 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 5. "Delhi violence | Death toll rises to 53". The Hindu. 2020-03-05. ISSN 0971-751X. 2020-03-06 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 6. "Delhi riots: 690 cases registered, violence victims find shelter in relief camps". India Today. March 7, 2020. 2020-03-09 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 7. "Delhi violence live updates: Death toll climbs to 42; warnings over 'attack' alarm cops". The Times of India (અંગ્રેજીમાં). 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 8. DelhiFebruary 26, India Today Web Desk New. "Delhi violence: Four video clips that court made cops watch". India Today (અંગ્રેજીમાં). 2020-03-09 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 9. "Delhi violence | Death toll rises to 53". The Hindu (અંગ્રેજીમાં). 2020-03-05. ISSN 0971-751X. 2020-03-09 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 10. "Delhi Riots Aftermath: 'How Do You Explain Such Violence?'". NPR.org (અંગ્રેજીમાં). 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 11. "Shaheen Bagh Protest – Is there a hidden sinister agenda?". Times of India Blog (અંગ્રેજીમાં). 2020-02-20. 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 12. "Jaffrabad anti-CAA protests: Over 500 women block road connecting Seelampur with Maujpur and Yamuna Vihar; Delhi Metro shuts station". Firstpost. 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 13. "Began with roses, ended with bullets: How CAA protests in Delhi unfolded". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-02-25. 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 14. "Kapil Mishra warns cops: Clear road in 3 days... after that we won't listen to you'". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-02-23. 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 15. ""Kapil Mishra's Speech Unacceptable": BJP's Gautam Gambhir On Delhi Violence". NDTV.com. 2020-03-09 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 16. Gettleman, Jeffrey (2020-02-27). "The Roots of the Delhi Riots: A Fiery Speech and an Ultimatum". The New York Times (અંગ્રેજીમાં). ISSN 0362-4331. 2020-03-09 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |access-date= and |date= (મદદ)
 17. "Delhi violence: Defiant BJP leader Kapil Mishra says did not commit crime by supporting CAA". The Hindu (અંગ્રેજીમાં). 2020-02-26. ISSN 0971-751X. 2020-03-09 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 18. "Delhi Riots 2020: Who Fanned The Flames of Hatred? Is Kapil Mishra Only To Blame? | Outlook India Magazine". https://www.outlookindia.com/. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 19. "Delhi Riots: Here's A List Of Hate Speeches That Were Barely Reported In The Run Up To The Violence". swarajyamag.com. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 20. ૨૦.૦ ૨૦.૧ Ch, Munish. "5, including cop, killed in clashes: How violence unfolded in northeast Delhi". India Today (અંગ્રેજીમાં). 2020-03-09 મેળવેલ. Unknown parameter |first૫= ignored (મદદ); Unknown parameter |last૫= ignored (મદદ); Unknown parameter |first૪= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૪= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 21. Ch, Munish. "5, including cop, killed in clashes: How violence unfolded in northeast Delhi". India Today (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |first૫= ignored (મદદ); Unknown parameter |last૫= ignored (મદદ); Unknown parameter |first૪= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૪= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 22. "At Gokalpuri Tyre Market, Fire Rages as Hindutva Activists Shout Slogans". The Wire. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 23. "Head constable killed during clashes over CAA in northeast Delhi: Police". The Economic Times. 2020-02-24. 2020-03-10 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)
 24. "Watch: Delhi Police personnel caught in mob rampage during Chand Bagh violence". The Indian Express (અંગ્રેજીમાં). 2020-03-05. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 25. DelhiFebruary 26, Tanseem Haider New. "Constable Ratan Lal died of bullet injury not stone-pelting, says autopsy report". India Today (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 26. DelhiMarch 3, India Today Web Desk New. "Delhi shooter Shahrukh who pointed gun at cop in Jaffrabad arrested from Shamli". India Today (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 27. ૨૭.૦ ૨૭.૧ ShamliMarch 8, Press Trust of India. "Wanted drug trafficker arrested for helping Delhi riots shooter Shahrukh flee". India Today (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 28. DelhiFebruary 27, India Today Web Desk New. "When rioters attacked us, police said they have no orders to act: Delhi victims tell India Today". India Today (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 29. "FIR reveales the gory murder of Ankit Sharma". The Sunday Guardian Live (અંગ્રેજીમાં). 2020-02-29. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 30. "Delhi Riots: IB Operative Ankit Sharma Brutally Stabbed To Death, Says Post-Mortem Report". https://www.outlookindia.com/. 2020-03-10 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 31. Mar 9, ANI |. "Ankit Sharma murder: Delhi Police searching for Tahir Hussain's brother | Delhi News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). 2020-03-10 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 32. "Ex-AAP councillor Tahir Hussain confesses to being Delhi riots mastermind: Report". Moneycontrol. 2020-08-03 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 33. Aug 3, ANI | Updated:. "Suspended AAP Councillor Tahir Hussain admits his role in Delhi violence, says police | Delhi News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). 2020-08-03 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link)