Portal:સબસ્ટબ કાર્યકારિણી

વિકિપીડિયામાંથી

આ સબસ્ટબ પર કામ કરતી કાર્યકારિણીનું મુખપૃષ્ઠ છે. સબસ્ટબ કાર્યકારિણી એટલે એવા સભ્યોનો સમુહ કે જે સબસ્ટબને મઠારવાનું કામ કરશે. સ્ટબ એટલે કે ટૂંકું, અને સબ-સ્ટબ એટલે ટૂંકા કરતાં પણ ટૂંકું.

ઉદ્દેશ્ય[ફેરફાર કરો]

અહિં વિકિપીડિયામાં જે લેખોમાં પુરતી માહિતીનો અભાવ હોય અને જેને વિસ્તારી શકાય તેમ હોય તેને સ્ટબ અને સબસ્ટબ એમ બે સ્થૂળ શ્રેણીઓમાં વર્ગીકૃત કરીએ છીએ. આપણે ગુજરાતી વિકિપીડિયામાં સ્ટબ માટેનું ધારાધોરણ રાખ્યું છે કે, જે લેખમાં ૪-૫ લીટીની જ માહિતી હોય, અને સબસ્ટબ એથી પણ ટૂંકા, મોટે ભાગે એક જ લીટી કે વધુમાં વધુ ૨-૩ લીટી અને ખૂબ જ મૂળભુત વાક્યોનો બનેલો લેખ હોય છે. સામાન્ય રીતે જ્ઞાનકોશમાં કોઈપણ વિષય વિષે અઢળક માહિતી એકત્રિત કરીને તેને વિસ્તારી શકવાનો અવકાશ હોય ય છે. એટલે જ આપણે સ્ટબ અને સબસ્ટબ બંને કક્ષાના લેખોને અહિં સ્થાન આપ્યું છે. પણ, સ્વાભાવિક રીતે જ જ્ઞાનકોશમાં માહિતી શોધવા આવનાર વ્યક્તિ જે-તે શબ્દ કે વિષયની ફક્ત વ્યાખ્યા કરતાં કશુંક વધુ જાણવાની વૃત્તિથી જ આવતી હોય છે. હવે આવા સમયે જો આપણે તે વ્યક્તિને ફક્ત એક જ વ્યાખ્યામાં તે શબ્દની ફક્ત મૂળભુત માહિતી આપીએ તો તે વ્યક્તિની અપેક્ષાઓને આપણે સંતોષી તેમ ના કહી શકીએ, અને માટે જ આપણે સમયાંતરે આપણા આવા અત્યંત નાના લેખોનું નિરિક્ષણ કરીને તેને વિસ્તારવા કે અહિંથી દૂર કરવાનો નિર્ણય લેતા રહેવું પડે.

કાર્ય[ફેરફાર કરો]

આ કાર્યકારિણીનું મુખ્ય કાર્ય સમયાંતરે (હાલમાં પ્રયોગાત્મક રીતે મે, ૨૦૧૨ના એક મહિના માટે) સબસ્ટબ કક્ષાના બધા જ પાનાંઓનું નિરીક્ષણ કરવાનું છે. અને નિરીક્ષણને અંતે તેમણે એ નિર્ણય લેવાનો છે કે તે લેખ અહિં રાખવો કે ન રાખવો. જો તે લેખને રાખવાનો નિર્ણય લેવામાં આવે તો તેને વિસ્તારીને ઓછામાં ઓછો સ્ટબ કક્ષાનો તો બનાવવો તે તેમનું લક્ષ્ય રહેશે. જો યેનકેન કારણે કોઈ લેખનું વિસ્તારણ શક્ય ન હોય તો તેને કાર્યકારિણી સંયુક્ત રીતે દૂર કરવાનો નિર્ણય લેશે. નિરિક્ષણ કરનાર પ્રથમ સભ્ય તે લેખને દૂર કરવા માટે અંકિત કરશે. ત્યાર બાદ અન્ય સભ્યોએ પણ તે નિર્ણય સાથે સહમતિ હોય તો જે તે લેખનાં ચર્ચાનાં પાનાં પર તે સબબની રજૂઆત કરવાની રહેશે.

જે સભ્ય કોઈપણ સબસ્ટબનું સૌપ્રથમ નિરીક્ષણ કરે અને તેને લાગે કે પાનું દૂર કરવા યોગ્ય છે, તો તેણે {{હટાવો|સભ્ય=~~~|કારણ= |તારીખ=0-૯૯૯૯}} (૦=મહિનાનો ક્રમ અને ૯૯૯૯=ચાલુ વર્ષ) એમ ડિલિશન ટેગ મારવું. આમ કરવાથી પ્રબંધકોને રિવ્યુ કરતી વેળા ખ્યાલ આવી શકશે કે કોણે ડિલિશનનો પ્રસ્તાવ મુક્યો અને કેટલા સભ્યોએ તેને બહાલી આપી. આ ઉપરાંત જો સભ્ય આ પ્રમાણે ઢાંચો ઉમેરશો તો તે ચર્ચાનાં પાનાં પર જઈને વધુ એક વખત તેમ લખવાના કામથી બચી શકશે.

આમ, પ્રસ્તાવ મુકનાર કાર્યકારિણીના એક સભ્ય અને બીજા બે સભ્યોએ દૂર કરવા માટે સંમતી આપ્યા પછી જ પ્રબંધકો તેવા પાનાંને અહિંથી દૂર કરશે.

કાર્યકારિણીના સભ્યો[ફેરફાર કરો]

આ કાર્ય માટે જ અમુક સભ્યોની સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સભ્યોએ સ્વૈચ્છિક રીતે જવાબદારી સ્વીકારી છે, માટે આપણે સહુ તેમના ઋણી છીએ અને તેઓ કોઈને પણ બંધાયેલા કે જવાબદાર નથી. ૬ મે ૨૦૧૨ને દિવસે ગુજરાતી વિકિ પરિયોજનાની ઑનલાઈન ગોષ્ઠિમાં નીચેના ૪ સભ્યોએ પોતાનો સમય આપવાનું નક્કી કર્યું છે. આ દિવસે કુલ સબસ્ટબની સંખ્યા ૪૧૮ હતી, જેના પર આ સભ્યો પ્રારંભિક કામ કરશે. ઉપરાંત નવા ઉમેરાતા સબસ્ટબ પર પણ તેઓ નજર નાંખશે. આ ૪ સભ્યો છે (કક્કાવારીના પ્રમાણે નામના ક્રમમાં):

પ્રોજેક્ટ જૂન[ફેરફાર કરો]

આ મહિના અંતર્ગત શ્રેણી:હટાવવા માટેના જિલ્લા અને શહેરોની યાદીમાં રહેલા લેખોને કમસેકમ સ્ટબની કક્ષા સુધી લઇ જવા.

  • પ્રોજેક્ટની શરુઆત મા લેખોની સંખ્યા : ૭૫
  • (૧૨ જૂન) બાકી રહેલા લેખોની સંખ્યા : ૩૭ | કામ સંપુર્ણ : ૫૦.૬૬%

અન્ય[ફેરફાર કરો]

આ કાર્યયોજનામાં અન્ય સુઝાવ હોય તો તે પણ આવકાર્ય છે. કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય તો ચર્ચાનાં પાનાં પર જઈને કરવા વિનંતી છે.


કામની કડિઓ[ફેરફાર કરો]

સબસ્ટબને સ્ટબ બનાવવા માટે અંગ્રેજી વિકિ ઉપરાંત નીચેની કડિઓ ખુબ કામ આવે તેવી છે.

ઉદાહરણ તરીકે સ્ટબ લેખ આવો ધેંકનાલ હોવો જોઇયે..

http://narmadadp.gujarat.gov.in/narmada/ સંગ્રહિત ૨૦૧૨-૦૪-૨૨ ના રોજ વેબેક મશિન આ કડિ જેતે જિલ્લાના ગામો વિષે અધિકૃત માહિતી આપશે.

http://censusindia.gov.in/

http://universimmedia.pagesperso-orange.fr/geo/loc.htm વળી આ કડિઓ ગૂગલનો નકશો જે-તે ગામમાં કઈ રીતે મુકવો તે દર્શાવે છે. માહિતી ચોકઠામાં કે નકશા પર તકલીફ હોય તો હર્ષભાઈ નો સંપર્ક કરવો.

http://www.mediawiki.org/wiki/Extension:Google_Maps