ચર્ચા:Portal:સબસ્ટબ કાર્યકારિણી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કાર્યકારિણીને લગતી ચર્ચા કરવા માટેનું પાનું.

ધન્યવાદ - સૂચન[ફેરફાર કરો]

કાર્યકારિણીનાં સભ્ય મિત્રોને ધન્યવાદ. એક નમ્ર સૂચન પણ છે, નાનાં પાના પરની યાદીમાં પણ ઘણાં લેખ સબસ્ટબ કક્ષાનાં છે અને તેમાંથી ઘણાને સબસ્ટબ શ્રેણી પણ અપાયેલી નથી. આ યાદીમાં શરૂઆતનાં લગભગ ૧૦૦૦ કરતાં વધારે લેખ માત્ર એક-બે લીટીનું લખાણ ધરાવે છે, કેટલાક લેખને શ્રેણી અપાયેલી જ નથી, જો કે કેટલાકને ’સબસ્ટબ’ તો કેટલાકને ’સ્ટબ’ તરીકે દર્શાવેલા છે. કાર્યકારિણી ઉપરાંતનાં સર્વે મિત્રોને વિનંતી કે સમયાનૂકુળતાએ આ યાદીના લેખ ચકાસી, જરૂરી હોય અને જેમાં શ્રેણી સબસ્ટબ ન અપાયેલી હોય તેને માત્ર શ્રેણી:સબસ્ટબ આપે. જેથી કાર્યકારિણીના સભ્યશ્રીઓ તે લેખ ધ્યાને લઈ તેના પર નિર્ણય કરી શકે. આ મુદ્દે પણ શ્રી.ધવલભાઈ જરૂરી માર્ગદર્શન કરે તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૦૨:૦૫, ૭ મે ૨૦૧૨ (IST)

અશોકભાઈ, એ બાબતે પણ સવારે ચર્ચા થઈ હતી, અને તે કાર્ય મેં કરવાનું માથે ઊપાડ્યું છે. હું સમયાંતરે તે પાનાં જોઈ જોઈશ, તમે પણ સમય મળે તો જોઈ શકો છો. અને મારે સાથે સાથે એ શક્યતા પણ વિચારવાની છે કે કોઈ રીતે બૉટ દ્વારા નાનાં પાનાંઓમાં જો સબસ્ટબ કે સ્ટબ ઉમેરેલું ના હોય તો સબસ્ટબનો ઢાંચો ઉમેરવો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૭, ૭ મે ૨૦૧૨ (IST)

આજ સુધીના હટાવ્યા[ફેરફાર કરો]

આજ સુધી જેટલી પાનાંને ત્રણ કે તેથી વધુ મત હટાવવા માટેના મળ્યા હતા તેમને દૂર કરવામાં આવ્યા છે. હવે ૧૯ પાનાં એવા રહ્યાં છે જેમાં કોઈ સ્પષ્ટ બહુમતી નથી અથવા તો બહુમતી સભ્યો તેમને રહેવા દેવાની તરફેણમાં છે. આ કિસ્સામાં શું કરવું? જો તે લેખો શ્રેણી:રદ કરવા માટેના પાના 5-2012માં રહેશે તો પ્રબંધકોને વારેવારે નડતા રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૯, ૯ મે ૨૦૧૨ (IST)

ફરી પાછા આજે જેટલા પાનાંને ત્રણ કે તેથી વધુ મત મળ્યા હતા તેને દૂર કર્યા છે. આ સમયે શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨માં ૧૨૩ પાનાં બચ્યા છે. એમાંનાં શરૂઆતનાં દસેક પાનાં એવા છે જેમાં વિરોધાભાસી મત પડ્યા છે. કક્કાવારીના ક્રમમાં 'ન' પછીનાં ઘણાં લેખો એવાં છે જેનું પુનરાવલોકન કાર્યકારિણીના સભ્યોએ નથી કર્યું, અને તે કારણે તેમાં ફક્ત ડિલિશન ટેગ છે, પણ તેની તરફેણામાં કે વિરુદ્ધમાં એકેય મત નથી. આ ૧૨૩ લેખો પર એક વખત નજર નાખી જવા વિનંતી. અને જ્યાં તમે મત ના આપ્યો હોય ત્યાં આપતા જશો તો તેને દૂર કરવામાં સરળતા રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૬, ૧ જૂન ૨૦૧૨ (IST)

અમુક જિલ્લા ગામ કે શહેરના નામના સબસ્ટબ[ફેરફાર કરો]

અમુક મિઝોરમના નગર, કે અમુક આંધ્રપ્રદેશના શહેરો જે એક લાઈન ની માહીતી ધરાવે છે તેને હટાવવા કે રાખવા. તે વિષે એક નીતિ ઘદાય તો સારું. જેની હેઠળ સરળતાથી પાના હટાવી કે રાખી શકાશે. બે વિકલ્પ છે:

 1. હટાવો : આમ કરતાં તેને વધારવામાં લાગતો સમય બચશે. પણ લેખની સંખ્યા ઘટશે.
 2. સ્ટબમાં ફેરવો: આમાં સમય જશે અને પરિયોજના લંબાઈ શકે.

પ્રેક્ટીકલી પહેલોવિકલ્પ સારો છે અને નૈતિક રીતે બીજો! શું કરીશું?--sushant (talk) ૧૭:૪૩, ૧૦ મે ૨૦૧૨ (IST)

સબસ્ટબ તરીકે જ રહેવા શા માટે ન દેવું. આપણો ઉદ્દેશ કંઇ દરેક લેખોનો નિકાલ જ ન હોવો જોઇયે.... અમુક લેખ સબસ્ટબ તરીકે સસ્તિત્વ ધરાવે તો ખોટું નહીં.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૨૧, ૧૦ મે ૨૦૧૨ (IST)
80 - 90% substubs are of such villages and cities....if kept as substub then this project is complete failure and if deleted, articles count will drop drastically...ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૨૯, ૧૦ મે ૨૦૧૨ (IST)
ભલેને સંખ્યા ઘટતી, આપણું ધ્યેય ગુણવત્તા હોવું જોઈએ, જથ્થો નહિ (quality, not quantity). સારી ગુણવત્તાના દસ લેખો હલકી કક્ષાના એક સો કરતા લાખ દરજ્જે સારા.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૪, ૧૦ મે ૨૦૧૨ (IST)
Completely agree with dhavalji....as i have suggested on talk page of few articles that name of such cities and villages can be better placed on its respective state or district or taluka page rather than keeping it as a separate page having 1-2 lines only.ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૦:૪૨, ૧૦ મે ૨૦૧૨ (IST)

ફેસલો[ફેરફાર કરો]

વિકલ્પ : હટાવો[ફેરફાર કરો]

--sushant (talk) ૧૮:૨૧, ૧૧ મે ૨૦૧૨ (IST)

વિકલ્પ : સ્ટબ બનાવો[ફેરફાર કરો]

સુઝાવ[ફેરફાર કરો]

ગુજરાતના લાગતા સબસ્ટબને સ્ટબમાં ફેરવો અને અન્ય ને હટાવો.--sushant (talk) ૧૭:૪૩, ૧૦ મે ૨૦૧૨ (IST)

એકદમ સહમત.. હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૪૯, ૧૧ મે ૨૦૧૨ (IST)

કાર્ય વિકાસ[ફેરફાર કરો]

હાલમાં કાર્યનો વિકાસ માપી શકાય એવું કોઈ પરિમાણ આપણી પાસે નથી. માટે તે હોવું જોઈએ. જેથી આપણેને સૌ મિત્રોને કેટલુઁ થયું કેટલી ત્વરાથી કરવાનું છે તે જણાય.

મારા મતે યોજનાની શરૂઆતમાં ૪૧૯ 'જેટલા પાના હતાં તે આજે ૧૭/૦૫/૨૦૧૨ ના દિવસે ૩૯૭' રહ્યાં છે. મેં શક્ય તેટલાને સ્ટબમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ધલવજીને વિનંતિ પણ કરી છે કે જેટલા પર સહેમતિ સધાઈ છે તેમને હટાવી દે તો કેટલું કાર્ય થયું તે ખબર પડે. --sushant (talk) ૧૩:૪૨, ૧૭ મે ૨૦૧૨ (IST)

મેં હમણાં જ આ કામ હાથ પર લીધુ અને નોધ્યું કે શ્રેણી:રદ કરવા માટેના પાના 5-2012 અને શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨માં એવું એકેય પાનું નથી જેને અમે પ્રબંધકો હટાવી શકીએ. તમે જરા નજર નાખી જોશો? એ બધા પાના એવા છે કે જેમાં ક્યાંતો અપૂરતું મતદાના થયું છે અથવા તો વિરોધાભાસી મતો પડ્યા છે. આવા સંજોગોમાં શું કરવું તેના મારા પ્રશ્નનો ચર્ચા:Portal:સબસ્ટબ કાર્યકારિણી#આજ_સુધીના_હટાવ્યા।9મી મેથી આજ સુધી અહી કોઈ જવાબ મળ્યો નહિ હોવાને કારણે હું લાચાર છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૧૭ મે ૨૦૧૨ (IST)
મારા મતે આ સામાન્ય ડિલિટનો ઢાંચો જે સરળ હતો તેને આપણે બહુ જટિલ બનાવ્યો છે. તેમાં મહિના, કારણ આદિ નાખવાનું મને કડાકૂટ ભર્યું લાગે છે. મેં ધણાં લેખ ડિલિશન માટે માર્ક કર્યા છે. પણ જુઓ તેમાં ડેટ મારતા ભૂલી ગયો. આપની જુની આદત રહીને. અને હવે વધતી ઉંમર ને કારણે કે આળસને કારણે જટિલ ઢાંચાઓ સથે કામ કરવામાં તકલીફ પડે છે. આ તો મજાક ખાતર. પણ હર્ષ અને ચિરાયુ ભાઈએ આટલી જહેમત થી તેને સુધાર્યો છે. તે હું તેમાં ડેટ સ્ટેમ્પ મારી દઈશ.

પણ મારો એક સુઝાવ છે. મારા-આપણા જેવા નોકરીયાતને ને સમયનો અભાવ રહે છે. લન્ચ ટાઈમ કે રાતના અમુક સમયે આપણને સમય ચોરીને અહીં સહભાગ કરીયે છીએ. ત્યારે જાજું કામ થઈ શકે તે માટે ઢાંચા સરળ રાખવા જોઈએ. તેમાં વિકલ્પો (પેરામીટર) ઓછા રાખવા જોઈએ. જોકે આમારો નિજી મત છે. બાજી સભ્યોની બહુમતી દ્વારા વિમર્શ કરી યોગ્ય નિર્ણય લેશો. --sushant (talk) ૨૧:૨૭, ૧૭ મે ૨૦૧૨ (IST)

આ જટિલતાને કારને જુઓ કેટલી શ્રેણી બની ગઈ.
 1. રદ કરવા માટેના પાના 05-2012‎ (ખાલી)
 2. રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨‎ (૭ P)
 3. રદ કરવા માટેના પાના ૫-૨૦૧૨‎ (ખાલી)
 4. રદ કરવા માટેના પાના 5-2012
 5. રદ કરવા માટેના પાના 0૫-૨૦૧૨

આનો નિકાલ લાવવો રહ્યો --sushant (talk) ૨૧:૫૭, ૧૭ મે ૨૦૧૨ (IST)

સુશાંતભાઈ, કદાચ આપ આ ચર્ચા ભૂલી ગયા લાગો છો. તમારી માગણીઓને સંતોષવા માટે થઈને જ આટલી શ્રેણીઓનું નિર્માણ કરવાનું કામ મેં અને ચિરાયુભાઈએ કર્યું છે. આ તો ધરમ કરતા ધાડ પડ્યા જેવું થયું. કેમકે તમને વારે ઘડીએ કન્ટ્રોલ એમ કરવું નહોતું ગમતું, અમે ડિલિટ ઢાંચાનાં બધાજ અંગ્રેજી પરિમાણો હટાવીને ગુજરાતીમાં કર્યા. અરે ત્યાં સુધી કે શ્રેણીનું નામ પણ ગુજરાતી કર્યું. તમે ભૂલથી પણ કોઈ રીતે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં મહિનો લખી દો, અને મહિનાની સંખ્યા એક આંકડાને બદલે બે આંકડામાં લખી દો, તો પણ તે લેખ વર્ગીકરણમાં મળી રહે તે માટે કરેલી ગોઠવણ તમને ના ગમી હોય તો તે મારી અને ચિરાયુભાઈની ભૂલ છે. હું તે બદલ માફી માગું છું.
તમારા જેવા નોકરીયાતને, કે જેને સમયનો અભાવ રહેતો હોય તેમના માટે ચિરાયુભાઈએ ઢાંચો:del બનાવ્યો છે. પણ મેં તે તમને સૂચવ્યો નહિ, કેમકે તે માટે તમારે વળી પાછું કન્ટ્રોલ એમ (ctrl+m) દબાવવાની જહેમત ઉઠાવવી પડત. તમે {{subst:del|અબકડ}} એટલું જ ઉમેરશો તો આપોઆપ તે ડિલિશન ટેગમાં આપનું શુભનામ અંકિત થઈ જશે, અને એટલું જ નહી, તે પાનું શ્રેણી:રદ કરવા માટેના પાના ૦૫-૨૦૧૨માં પણ ઉમેરાઇ જશે તથા અબકડની જગ્યાએ તમે જે લખશો તે ઢાંચામાં કારણ તરીકે અન્યોને નજરે ચડશે. અને તે પણ વગર મહેનતે.
જેને તમે જટિલતા માનો છો તે સહુલિયત છે, પણ હા, દરેક પોતપોતાની રીતે અર્થઘટન કરવા માટે મુક્ત છે. અને છેલ્લે, જો તમને {{subst:del|અબકડ}}માં અબકડ સ્વરૂપે કારણ લખવામાં પણ અગવડ પડતી હોય કે સમયના અભાવે તેમ કરવું ઉચિત ના લાગતું હોય તો, આપ જેમ અત્યારે તમને યોગ્ય લાગે તેટલું જ લખીને ડિલિશન ટેગ ઉમેરો છો તેમ, ફક્ત {{subst:del}} લખીને મુકી દેશો તો પણ કારણ વગરનું બધુ તો ઉમેરાઇ જ જશે. પસંદ આપની છે.
અને છેલ્લે, જો તમને લાગતું હોય કે અમે આ ચાર શ્રેણીઓ બનાવીને કશું ખોટું કર્યું છે, તો સહર્ષ તમે તે શ્રેણીઓને હટાવવા માટે અંકિત કરી શકો છો, અથવા અહિં ફક્ત એક વખત લખી દેશો તો હું તાબડતોબ તે ચારે શ્રેણીઓનું નિકંદન કાઢી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૧૮ મે ૨૦૧૨ (IST)

કાર્યકારિણીમાંથી રાજીનામું[ફેરફાર કરો]

મિત્રો, મારાથી કાર્યકરિણીમાં નહિ રહી શકાય. મને રજા આપશો. --sushant (talk) ૦૯:૪૨, ૧૮ મે ૨૦૧૨ (IST)

સુશાંતભાઈ, તમારા જેવા અનુભવી આ કાર્યકરિણીમાં રહે તો સારું, આશા છે કે અન્ય સભ્યો તમને મનાવવામાં કારગત નીવડે.
મિત્રો, મેં કાર્યકરિણીમાં ભાગ નહિ લેવાનું ફક્ત એક જ કારણે નક્કી કર્યું હતું કે સબસ્ટબ પ્રત્યે મારો પૂર્વાગ્રહ છે. પણ આવી કટોકટીની ઘડીમાં, કે જ્યારે પાયાના સ્તંભ સમાન એક સભ્ય રાજીનામું આપી રહ્યા હોય ત્યારે હું કાર્યકરિણીના સભ્ય તરીકે કામ કરવા તૈયાર છું, પણ જો કાર્યકરિણીનાં અન્ય સભ્યોને વાંધો ના હોય તો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૪, ૧૮ મે ૨૦૧૨ (IST)
સુશાંતભાઇ, આપણે એક કામ કરીયે... આપ ભલે ઓછો સમય આપો પણ સાથે રહો... આપણે ટાઇમલાઇન બદલીયે, ધ્યેય નહીં. કામ ભલે ધીમે ચાલે.... આપનો સાથે અનિવાર્ય છે.... ધવલભાઇપણ સાથે ભળૅ તો તો ઓર બળ મળશે.. સબસ્ટબ ઓછા કરવાનું કામ ભલે થોડું ધિમે ચાલતું. આટલા વરસ થી લેખો પડ્યા જ છે ને, થોડો વખત વધારે.. સીતારામ... મહર્ષિ
મહર્ષીભાઈ, મુદ્દો સમયનો નથી. સભ્યોની અથાગ મહેનત લઈ કરાતા ધરમના કાર્યમાં ધાડ પાડવાનો મારે સપનેય કોઇ ઈરાદો નથી અને હોઈ શકે જ નહિ. મારી અણાઅવડત અને ભૂલને પરિણામે સભ્યોનું કાર્ય વધે છે. તેથી હું મૂળે નીકળવા માંગું છું. મને જે બાબતમાં હાથવટ છે તે કામ હું જારી રાખીશ. અને હું આપ સૌની સાથે વિકિ પર છું જ. મારા દ્વારા અપયેલ સુઝાવને "તમારી માગણીઓને સંતોષવા" નામે ઓળખાવાય છે. આ ઉપરાંત "તે તમને સૂચવ્યો નહિ, કેમકે તે માટે તમારે વળી પાછું કન્ટ્રોલ એમ (ctrl+m) દબાવવાની જહેમત ઉઠાવવી પડત." , "અરે ત્યાં સુધી કે શ્રેણીનું નામ પણ ગુજરાતી કર્યું.", "તે ચારે શ્રેણીઓનું નિકંદન કાઢી દઈશ" આ બધા વાક્ય પાછળનો વણકહ્યો ભાવ મને દુ:ખી કરે છે. માટે હું માત્ર કાર્યકારિણી અને સુઝાવો, ચર્ચાઓ, પરિયોજનાઓ આદિથી વિરમું છું. બાકી હું વિકિ પર છું જ. તાજા ફેરફારોમાં મારું નામ આપને પ્રાયઃ આડું આવશે.--sushant (talk) ૧૯:૫૩, ૧૮ મે ૨૦૧૨ (IST)
અરે ભાઇ ચાલ્યા જ કરે, અંતે બન્ને પક્ષે શુભ અને એક જ હેતુ, સારુ અને સુનિયોજીત કામનો જ છે... અને આપણી માતૃભાષાની સેવાનો. આપ માઠું ન લગાડો એવી અભ્યર્થના... પણ અંતે મજા આવવી જોઇયે.... અને કામોની યાદિનો તો પાર જ નથી. પ્રસ્તુત લેખોની યાદીમાં મુકવા લાયક લેખમાં અમુક લેખો ધ્યાનમાં આવે છે. જે-તે ચર્ચાના પાના પર વાત કરીશું. સીતારામ... મહર્ષિ
શ્રી. સુશાંતભાઈ, આમ તો હું આ પાને ચંચૂપાત કરવાનો મારો અધિકાર નથી સમજતો તેથી મોડું ધ્યાન પડ્યું, (છતાં ક્ષમાસહ ચંચૂપાત કરું) અરે સાહેબ આ તો મને લાગે છે ’હસવામાંથી ખસવું’ થયું ! જો કે આપે મુદ્દાઓ આપ્યા એ આપને માઠું લગાડવાનો હક્ક આપે છે !! પણ કદાચ જેમ મિત્રતા ગાઢ તેમ વાતચીતમાં થોડી છૂટછાટ વધારે તેવું ધવલભાઈનું માનવું હોઈ શકે ! હમણાં જ મેં (લગભગ આપની ચર્ચાને પાને જ) જણાવ્યું હતું કે અકારણ નકામા શબ્દોનો પ્રયોગ મૂખ્ય કાર્યને ભટકાવી શકે છે, અને આપણાં ધવલભાઈથી જ એવું થયું ?! જો કે મને નથી લાગતું તેમનાં મનમાં કોઈને પણ માઠું લગાડવાની લેશમાત્ર ઇચ્છા હોય, પરંતુ ક્યારેક મૈત્રીપૂર્ણ કટાક્ષોની આપ-લે ગેરસમજ કરાવી પણ જાય !! આપ બેશક એક કટાક્ષ સામે બે કટાક્ષ ફટકારો !!! પણ પ્રભૂ અમ સૌ ગરીબોનો શો વાંક ? આપ ’રાજીનામું’ એમ લખો તેમાં અમને ’નારાજીનામું’ કળાય છે ! આ આપણાં મહર્ષિભાઈનો જ મેં હમણાં (અનાયાસે જ !) વાંહો લીધેલો ! પણ એ ભલા માણસે મને હસતાં મોંએ સહન કરી લીધો ! :-) હું આપને વિનંતી કરું કે આવા "રાજીનામા" જેવા "નારાજીભર્યા" શબ્દો યાદ ન કરો ! ખમૈયા કરો. આપ માઠું લગાડશો તો અમને માઠું લાગશે ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૧, ૧૯ મે ૨૦૧૨ (IST)
મહર્ષિભાઈ, આભાર આપનો કે આપે ચર્ચા આગળ વધારી તો મને આ રાજીનામાનું કારણ હું છું તે જાણવા મળ્યું. અને અશોકભાઈ, આપે મારા બધા મુદ્દાઓને અલગ દૃષ્ટિકોણથી નિહાળ્યા તે બદલ આપનો પણ આભાર માનું તેટલો ઓછો છે. મારે અહિં કોઈ મારી સફાઈઓ આપવી નથી, કે નથી તો અન્યોનો સમય બગાડવો. મેં જે લખ્યું તેનાથી સહુને માઠું લાગ્યું, પણ અન્યોએ જે મુદ્દાઓ ઉઠાવ્યા તેનાથી શું લાગણીઓ જન્મી તેનો તો ક્યાસ કાઢવા જેવું કોઈને લાગ્યું જ નહી. આ પહેલી વખત નથી બન્યું કે મેં કશું કીધું હોય અને સુશાંતભાઈને ખોટું લાગ્યું હોય. થોડા મહિના પહેલા પણ અમે બંનેએ એક પછી એક આવું ક્ષેત્ર સન્યાસ લેવાનું નાટક કર્યું જ હતું. અને તે સમયે પણ આવીજ બાલીશ વાતો હતી, મેં કહ્યું તે કહ્યું વાળી. મેં ઉપરના સંદેશામાં ઢાંચો:delete પરની જે ચર્ચાની કડી આપી છે, તે જોઈ જુઓ, મેં અને ચિરાયુએ કરેલા તે ઢાંચાના ફેરફારો, મારા ચર્ચાનાં પાનાં પર ઢાંચો:del હેઠળ થયેલા સંદેશાઓની આપ-લે, અને અમે બંનેએ બનાવેલી બધી શ્રેણીઓ જોઈ જુઓ. પછી મેં ઉપર લખેલા સંદેશામાં જે વાંધાજનક વાક્યો વીણીવીણીને સુશાંતભાઈએ ટાંક્યા છે તે જોઈ જુઓ, અને છેલ્લે તેમણે મારા ઉત્તર પહેલાના સંદેશામાં ઉઠાવેલા પ્રશ્નો જોઈ જુઓ. હું મારા સંદેશાઓમાં કટાક્ષ કરૂં અને તમારી પાસેથી અપેક્ષા રાખું કે તમારે કટાક્ષ ના કરવા, તો એને તમે શું કહેશો? અને મેં ધરમ કરતા ધાડ પડી એમ કહ્યું તેમાં ખોટું શું હતું?
ખેર, આ કોઈ ઝઘડવાનું માધ્યમ નથી. અને મારે અહિં કોઈ ઝઘડા કે સ્વબચાવ કરવા નથી, પણ સૌને નિષ્પક્ષ રીતે આખો કિસ્સો મુલવવા મળે તે હેતુથી જ આ બધું લખ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૭, ૧૯ મે ૨૦૧૨ (IST)
અશોકજી આપની આજ્ઞા શિરોમાન્ય. આપ જેવા ગુરુને નારાજ કરી ન જ શકાય. હાથે લીધેલ આ કાર્ય ઝડપથી પુરું કરવા પ્રયત્ન કરીશ. --sushant (talk) ૧૧:૦૮, ૧૯ મે ૨૦૧૨ (IST)
આપ સહુને નથી લાગતુ કે આપણે એક કુપ્રથાને ઉત્તેજન આપી રહ્યા છીએ? "આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ" એ જ પોલીસી હોવી જોઇએ. આ કાંઇ બાલમંદીર થોડું છે કે રિસામણા / મનામણા કરવાના હોય? --Tekina (talk) ૧૪:૦૦, ૧૯ મે ૨૦૧૨ (IST)
આભાર અશોકભાઈ, આપને કારણે ફરી એક વખત પડદો પડી ગયો!--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૧, ૧૯ મે ૨૦૧૨ (IST)

શ્રી સુશાંતભાઈ અને સૌમિત્રોને મારા, સીતારામ...જય માતાજી. અહીં સૌ મિત્રોને (સુશાંતભાઈનાં સહકાર)થી મળવાનો લ્હાવો મળ્યો તે મારા માટે ખુબજ આનંદની વાત છે. નહીતર હું તો દરબારની નાતનો એટ્લે બધા મારો ભરોસો ઓછો કરે, પણ સૌ મિત્રોથી મને જરાપણ અજાણ્યુ નથી લાગતુ. અને તમારા બાધાનાં યોગદાન અને ચર્ચાઓને પણ વાંચવાની મજા આવે છે. સૌપ્રથમ વિકિ મિત્રોને મળવામાં અમે એકવાર મહર્ષિભાઇનાં લગ્નમાં ભાવનગર મળ્યા હતા ત્યારે મારી સાથે સતિષભાઈ છેક ભરૂચથી પધાર્યા હતા. બીજીવાર મળવાનું ગોઠવ્યુ ત્યારે ફ઼કત ધવલભાઈને સુશાંતભાઈ (મુંબઈ)થી આવીને અમદાવાદમાં મળ્યા હતા. (અશોકભાઈને ત્યાં એક માઠો પ્રંસંગ બનેલો એટેલ હું અને અશોકભાઈ અમદાવાદ ના જઈ શક્યા). અને છેલ્લે જુનાગઢમાં અમે ત્રણ(હું, અશોકભાઈ અને ધવલભાઈ) મળ્યા. આ બધો ઉલ્લેખ એટલા માટે મારે આજે કરવો પડ્યો કે, અહીં આપણા એક વિકિમિત્ર Tekina એ કહ્યુ કે, (આપણે એક કુપ્રથાને ઉત્તેજન આપી રહ્યા છીએ? "આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ" એ જ પોલીસી હોવી જોઇએ. આ કાંઇ બાલમંદીર થોડું છે કે રિસામણા / મનામણા કરવાના હોય?) પણ તેઓને ખ્યાલ નથી કે આપણે સૌ એક વિકિપીડિયાનાં User જ નથી, બધા ગાઢમિત્રો પણ છીએ, જેથી એક મિત્રને માઠુ લાગે તો, તેને અમે દુર જવા ના દઈએ જે અમારો મિત્રધર્મ સમજીએ છીએ મારે આટલુ બધુ વ્યક્ત કરવુ પડ્યુ છે... અને સુશાંતભાઈ અથવા બીજા કોઈપણ મિત્રને અમે વિકિમાંથી ગુમાવવા નથી માંગતા....

દરેકને જબાવદારીઓ હોવા છતા પણ ક્યારેક કયારેક અમો રૂબરૂ અથવા આવી ચર્ચામાં સમય ફ઼ાળવીને મળીએ છીએ તે આનંદની વાત છે અને તે માટે બધા વતી હું દરેક વિકિમિત્રનો અહીથી જ આભાર માનુ છુ. હાલની વ્યસ્તતામાં મને એક શેર યાદ આવે છે. “કોણ ભલા ને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબ થી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે? અત્તર ને નીચોવી કોણ પછી ફૂલો ની દશા ને પૂછે છે? સંજોગ જુકાવે છે, નહીતર કોણ અહી ખુદા ને પૂછે છે ?” પણ આપણે સૌ મિત્રો જયારે જયારે પણ મળીયે છીએ ત્યારે કોઈપણ સ્વાર્થ કે મતલબથી નથી મળતા તેજ બધાની ગાઢ મિત્રતા સાબીત કરે છે. (http://vanchanyatra.wordpress.com/2011/11/30/ચિત્રકથા-મોંઘેરા-મહેમાન/ અહીં જુઓ) સારૂ ચાલો સુશાંતભાઈ હવે બધુ પતી ગયુ છે અને ધવલભાઈથી તમને વધારે માઠુ લાગ્યુ હોયતો બે રોટલી વધારે ખાજો પણ નારાજ નહી... વહેલી તકે ફ઼રી પાછા રૂબરૂ મળીએ તેવી ઈશ્વરને પાર્થના!!! નહીંતર આખુયે એક પુસ્તક લખાય તેમ છે… :-) સૌમિત્રોને મારા જય માતાજી…--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૫૭, ૧૯ મે ૨૦૧૨ (IST)

"બધા ગાઢમિત્રો પણ છીએ, જેથી એક મિત્રને માઠુ લાગે તો તેને અમે દુર જવા ના દઈએ જે અમારો મિત્રધર્મ"
બાપુ, માફ કરજો પણ આપ સહુ વિકિ ની મુળભુત ફિલોસોફીથી વિરુધ્ધ જઇ રહ્યા છો. અહીયા આપણે મિત્રતા બાંધવા માટે નહી પણ યોગદાન આપવા એકત્ર થઇએ છીએ. મિત્રતાએ ફક્ત અહીં લાંબા સમયની હાજરીમાંથી ઉભી થતી આડપેદાશ માત્ર છે. આ બહુ ગહન વાત છે એટલે દરેકને સમજાય એવી મારી અપેક્ષા નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે પછી જ્યારે મિત્રતા સર્વોપરી બની જાય ત્યારે પછી વિકિના કંટેટનને અન્યાય થવાની શક્યતા વધી જાય છે અને હાલમાં પણ એ પ્રકારની અસર વર્તાણી એટલે કહેવું પડે છે. હા, મારા જેવા કડવું સત્ય કહેનારાઓ કોઇને પ્રિય નથી હોતા પણ હું અહીં કોઇનો પણ મિત્ર થવા નથી આવતો. મિત્રતા બાંધવા માટેના અલગ ખાસ પ્લેટફોર્મ સરળતાથી ઉપલબ્ધ છે. (ઉ.દા. તરીકે ચેહરાચોપડી (અં: facebook) ).--Tekina (talk) ૧૧:૦૧, ૨૦ મે ૨૦૧૨ (IST)
ટેકીનાજી, હું તો "માનસ હરિહર" નો ચાહક છું, જોડવાનુ મારૂ કામ, પશ્રિમની સંસ્ક્રતિની જેમ તોડવાનુ નહી(પતિ-પત્નિ, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર સહુ જુદા રહેવામાં જ માને છે). હું સૌરાષ્ટ્રની સંસ્ક્રતિએ રંગાયેલો છું એટલે અમે તો અઢારેય વરણને એક પગંતમાં બેસીને જમવામાં મજા અનુભવીએ અને તેવુ જ અમે દેવીદાસબાપુ(પરબ), બજરંગદાસબાપા(બગદાણા), નાથજીદાદા(દાણીધાર), ડાડામેકરણ(કચ્છ)... આપાવિસામણ(પાળીયાદ)... વગેરે સંતોપાસેથી શીખ્યા છીએ... તમે જ અહીં લખ્યુ કે, (ઉ.દા. તરીકે ચેહરાચોપડી (અં: facebook) ) તેનો અર્થ ના સમજાયો...બાકી તો વિકિ ની મુળભુત ફિલોસોફી શું છે તે હું જાણતો નથી... હું તો ગુજરાતીને પ્રેમ કરૂ છું એટલે અહીં દેખાવ છું, નહીતર મારે પણ ખેતી, ધંધો અને પરિવાર છે જ... :-) બાકીતો વિકિ ના પાડશે તો કહેવત છે ને કે, " ડેલી ગઈ ડોફા મારે અમે તો ચોરે જઈને બેસીશુ.. લો ત્યારે રામ રામ....--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૦૯, ૨૦ મે ૨૦૧૨ (IST)

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

મિત્રો, પરિયોજનાની આજની સ્થિતી આપને જણાવી દઉં.

(તારીખ:૨૦.૦૫.૨૦૧૨, બપોરે ૩.૩૦ ભારતીય સમય)

 1. શરુઆતમાં સબસ્ટબ શ્રેણીમાં લેખો =લગભગ ૪૦૦થી વધુ (૪૧૯ અંદાજે)
 2. અત્યાર સુધી સ્ટબમાં ફેરવાયા કે હટાવાયા= ૧૩૫
 3. હાલમાં સબસ્ટબની સંખ્યા= ૨૮૪
 4. હટાવવા માટે અંકિત પાના = ૧૮૮
 5. બાકી પાનાં=૯૬


બાકીના ૯૬ પાના વિશે શું કરવું તે વિષે યથા યોગ્ય નિર્ણય લેવો રહ્યો. ૯૬ લેખમાં શું કરવું તે મને સમજાતું નથી. કાર્યકારિણી જે મત લે તેમાં મારી સહમતિ સમજશો. આમ મારું કાર્ય અહીં પૂર્ણ થાય છે. મારી જરૂર પડ્યે મારા ચર્ચાના પાના પર સંપર્ક કરશો. સૌ મિત્રોનો આભાર અને ધવલભાઈ પાસે ક્ષમાપ્રાર્થના. --sushant (talk) ૧૫:૪૧, ૨૦ મે ૨૦૧૨ (IST)

અંકિત લેખને હટાવવા સંબંધે[ફેરફાર કરો]

ભાઇ શ્રી સુશાંતભાઇ, સ્થળ વિષેના લેખો ભલે સાવ નાના હોય પણ તેને રહેવા દઈયે તો? કારણ કે મને પોતાને જ ઘણીવાર આવ લેખોથી બહુ જ લાભ થયો છે.. ઘણા એવા ગામડાઓ છે કે જે કયા જીલ્લામાં છે તે અહીં સિવાય જણી શકાય તેમ નથી.. મારા મતે સ્થળ વિષેના લેખો રહેવા દઈયે તો સારુ... છતા તમે, અશોકભાઇ અને અન્ય સભ્યોને યોગ્ય લાગે તે ખરું.. સીતારામ મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૩૧, ૨૨ મે ૨૦૧૨ (IST)

સહમત, આ રીતે જ, ગુજરાતનાં ગામડાઓ/નગરો વિશેનાં લેખ પણ ભલે નાના હોય (સબસ્ટબ કે સ્ટબ) પણ સચોટ ભૌગોલિક માહિતી ધરાવતા હોય (જેમ કે દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો વગેરે) તેને હટાવવા કરતાં રાખ્યા હશે તો જે તે વિસ્તારના લોકો તેમાં સ્થાનિક માહિતીઓનું ઉમેરણ કરતા રહેશે. (હમણાં હમણાં આપ સૌ જોતા જ હશો કે આ પ્રકારે માહિતીઓ વધે પણ છે જ) હા સાવ અસંબંધ લખાણ ધરાવતા લેખ (નાના હોય કે મોટા) દૂર કરવા સામે પ્રશ્ન નથી જ. આ મારો અંગત વિચાર છે, અન્ય સભ્યશ્રીઓનો મત પણ જાણીને એ પ્રમાણે આગળ વધીશું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૨૨ મે ૨૦૧૨ (IST)
તમે કહો છો એ વાત બરાબર છે કે સ્થળના લેખ રહેવા દેવા. હવે અહીં પ્રોબ્લેમ્ એ છે કે સ્થળના લેખમાં એક જ લાઈન છે. કોઈ ખાસ માહિતી નથી. આ માહિતી તો કોઠા સ્વરૂપે રાજ્યના કે જિલ્લાના લેખમાં મૂકી દો તો પણ કામ થાય છે. અને કદાચ એ સ્વરૂપે ઉપલબ્ધ છે. તેને માટે મારા મતે નવું પૃષ્ઠ કે નવો લેખની જરૂર જણાતી નથી. આમ, તે કોઠામાં તમે તેને શોધી પણ શકશો. તેમ છતાં હું સારો વિકલ્પ આપું કાર્ય કારિણીના દરેક સભ્યો તે સ્થળના લેખમાં માહિતી ઉમેરતા જાય અને તેને સ્ટબ બનાવી દેવાય તો તેમને રાખવામાં વાંધો નથી. માત્ર ગુજરાત બહારના નગરો ગામડાને હટાવવા અંકિત કર્યા છે. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી ગુજરાતના ગામડાના લેખોને મેં સ્ટબ બનાવ્યા છે. અશોકજીની પણ મદદ મળી છે.
આપણી કાર્યકારિણીના નીતિ પ્રમાણે "જો તે લેખને રાખવાનો નિર્ણય લેવામાં આવે તો તેને વિસ્તારીને ઓછામાં ઓછો સ્ટબ કક્ષાનો તો બનાવવો તે તેમનું લક્ષ્ય રહેશે. જો યેનકેન કારણે કોઈ લેખનું વિસ્તારણ શક્ય ન હોય તો તેને કાર્યકારિણી સંયુક્ત રીતે દૂર કરવાનો નિર્ણય લેશે." તે હિસાબે આપણે તેવા લેખોને સ્ટબ બનાવવા રહ્યા. --sushant (talk) ૦૯:૩૬, ૨૨ મે ૨૦૧૨ (IST)


સુશાંતભાઇ, કોઠા તરીકે મુકવાની વાત ગમી. પણ થોડી વધુ માહિતી ઉમેરી સ્ટબ બનાવવાનો ઉપાય ધીમો પણ વધુ સારો છે. અને ખાસ, આ બધા લેખો સતિષભાઇ એ બનાવ્યા છે. તેમની મદદ મળે તો કામ વધુ સારી રીતે પાર પડે. અથવા તેમની રાય એક વાર લેવી જોઇયે એવું મને લાગે છે. કારણ કે જ્યારે આવા લેખો બનતા હતા ત્યારે આપણી બધાની મુક સંમતી તો હતી જ. એટલે કદાચ એકાદ વર્ષ જેટલો સમય આવા લેખો ને "ક્વોરનટાઇન"માં રાખી ને સતિષભાઇને કહીયે તો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૧૪, ૨૨ મે ૨૦૧૨ (IST)
હું અશોકભાઈ અને મહર્ષિભાઇ સાથે સહમત છું. ગઈ કાલે મહર્ષિભાઈએ અહીં શરું કરેલી ચર્ચામાં જણાવ્યા મુજબ, જો ગુજરાત બહારના ગામો કે શહેરો વિશેના આવા સબસ્ટબ હોય તો તેમને જે-તે જિલ્લાના પાના પર પણ વાળી શકાય છે. જો કે અત્યારે જ્યારે પાનાઓને હટાવવા માટે અંકિત કરવાનું કામ ચાલે છે ત્યારે આવા પાના વખતો વખત નડતા રહે તે પણ માનવામાં આવે એવી વાત છે। માટે, મારા માટે એક વધુ શ્રેણી બ, એ લેખોને હાલ પુરતું સબસ્ટબ અને deletion ટેગ હટાવી, તેમાં મૂકી શક।ય. જ્યારે પરિયોજના પૂરી થાય ત્યારે એવા લેખો પર કામ કરવાનું શરું કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૨૨ મે ૨૦૧૨ (IST)
સીતારામ, દરેક મિત્રો પોતાની સમજણ અનુસાર આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે એટલે મને પણ થયુ કે, હું પણ એક ડોકીયુ કરી આવુ. ખાસતો મને આ સ્ટબ,સબસ્ટબ નાં વર્ગીકરણમાં ખાસ કાંઈ ટપ્પો નથી પડતો પણ.. લેખને હટાવવાની વાત સાંભળી એટલે થયુ કે, અહીં સતિષભાઈએ જે ગામની યાદીઓ વાળા લેખ લખ્યા છે તે લેખમાં શબ્દો જોઈએ તો ઓછા હશે પણ તે ગામ તો હશે જ... એવુ મારૂ માનવુ છે તો આવા ગામને અહીંથી દુર ન કરો તો સારુ, કારણકે અધુરો કોઈ લેખ લાગે તો ક્યારેક કોઈ મિત્ર પુરો કરવા માટે પહેલ કરશે.. અને ના પણ કરે તો સર્ચ દરમિયાન તે લેખની થોડીઘણી માહિતીઓ પણ મળશે તો ખરી જ ! સારૂ ચાલો બાકી વધુ તો, "ન બોલવામાં નવગુણ" સીતારામ..--જીતેન્દ્રસિંહ (talk) ૧૨:૫૮, ૨૪ મે ૨૦૧૨ (IST)
જીતેન્દ્રભાઈ, આજે તો કીધું તે કીધું,ફરી એવું કદી ના કહેશો કે "ના બોલવામાં નવગુણ". આપણે વિકિમાં તો એવી નીતિ રાખી છે કે "બોલે તેના બોર વેચાય". એટલે બોલતા રહેજો. જોયું નહી, ઉપર તમે કહેલા બે બોલને કારણે અને અશોકભાઈના બે શબ્દોને કારણે તો રાજીનામાનો આખો નિર્ણય બદલાઈ ગયો. બસ આમ જ બોલતા રહો અને લખતા પણ રહો.
સ્ટબ અને સબસ્ટબમાં તો એવું છે કે, જે લેખોમાં ૪-૫ વાક્યો કે લીટી જેટલું લખાણ હોય તો તેને આપણે સ્ટબ કહીએ છીએ. સીધા સાદા અર્થમાં ઝાડનું ઠૂંઠું એટલે સ્ટબ. એક ઝાડ કાપીને કેટલું ટૂંકું કર્યું હોય ત્યાં સુધી આપણે તેને ઝાડનું ઠુંઠું કહી શકીએ? સામાન્યત: ૨૫ ફુટનું ઝાડ હોય તેમ ગણી લઈએ તો ૨-૪ ફુટ સુધીના ઠુંઠાને કહી શકાય કે આ આંબાનું કે લીમડાનું ઠુંઠું છે, પણ જો એ ઠુંઠાને સાવ એકાદ ફુટ જેટલું કરી નાખીએ તો? તેને હવે આપણે ઠુંઠું પણ નહી કહી શકીએ. એમ લેખનું ટૂંકું સ્વરૂપ એટલે સ્ટબ અને સ્ટબનું પણ ટૂંકું સ્વરૂપ એટલે સબસ્ટબ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૨, ૨૫ મે ૨૦૧૨ (IST)

નિર્ણાયક મતોની સંખ્યા[ફેરફાર કરો]

મિત્રો, ચીરાયુભાઈની પરિક્ષાઓ ચાલે છે એટલે તેમની ગેરહાજરી ઘણા સમયથી છે. વધુમાં હર્ષભાઈની પરિક્ષાઓ પણ હાલમાં જ પતી છે તેથી કદાચ થોડા સમય માટે તેઓ પણ આરામમાં હશે કે અન્ય કામમાં વ્યસ્ત હશે. આ સંજોગોમાં શું આપણે નિર્ણાયક મતોની સંખ્યા વિષે ફેરવિચારણા કરીને ત્રણને બદલે બે મતો તરફેણમાં પડ્યા હોય તેવા સબસ્ટબને દૂર કરવાનું રાખીએ કે પછી એ બે મિત્રોમાંથી કોઈ એક આવીને પોતાનો મત આપે પછી જ આખરી નિર્ણય લેવો?--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૨૩ મે ૨૦૧૨ (IST)

જિલ્લા અને શહેરના લેખો અંગે[ફેરફાર કરો]

મારા મતે રાજ્યના બધા જિલ્લાઓને એક જ લેખમાં સમાવી દેવા જોઇએ કારણકે બધા જિલ્લાના લેખ સબસ્ટબ કક્ષાના જ છે. આમ કરવાથી એક સરસ લેખ બની જશે. જેમકે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ.. આમ કરવાથી તે માહિતી પણ સચવાશે અને એક સરસ માહિતીસભર લેખ પણ તૈયાર થઇ જશે. અને ભવિષ્યમા જેને તે જિલ્લા કે શહેરનો લેખ મોટો ફરિથી બનાવો હશે તે બનાવશે. આમ કરવાથી આપડો પ્રોજેક્ટની સફળતા કેટલી થઇ તેની માહિતી મળી જશે કેમકે આ બધા શહેર અને જિલ્લાના લેખ પછી દુર કરી શકાશે અને આ કામ કરવા હુ તૈયાર છુ. ઝડપથી આ બાબતે ચર્ચા કરવા વિનંતિ.. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૫૫, ૨૯ મે ૨૦૧૨ (IST)

સહમત. (માત્ર અન્ય રાજ્યોનાં જિલ્લાઓ/શહેરો, જે વિશેનાં લેખ બહુ વિગતો ધરાવતા નથી.) નામ પ્રસ્તાવ: ઉદા. "આંધ્રપ્રદેશનાં જિલ્લા અને શહેરો" ઈ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૦, ૨૯ મે ૨૦૧૨ (IST)
મેં આજ આશયની ચર્ચા ઉપર કરી છે. તે જોઈ જશો.--sushant (talk) ૧૩:૨૪, ૨૯ મે ૨૦૧૨ (IST)
બરાબર છે સુશાંતભાઇ. અને અશોકભાઇ હુ પણ એવા જ નામ રાખવાનુ વિચારતો હતો. અને જે લેખની વિગતો મુખ્ય લેખ માં આવી જાય પછી તેવા લેખને હુ અલગ શ્રેણી બનાવીને મુકુ છુ સ્ટબ અને સબસ્ટબ હટાવીને જેથી તેને હટાવવા માટે પ્રબંધકોને આસાની રહે. સૌથી પેલા હુ ઓરિસ્સા રાજ્યથી શરુ કરુ છુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૫:૫૦, ૨૯ મે ૨૦૧૨ (IST)
સહમત. સરસ સુઝાવ છે. આ સાથે મારું કહેવું એમ છે કે ભલે સબસ્ટબ હોય તો પણ અન્ય રાજ્યોના જિલ્લા કે જિલ્લાના વડામથક વિષેનો (બેમાંથી એક જ) લેખ રહેવા દેવો. પુરુલિયા જિલ્લો અને પુરુલિયા બેમાંથી એકને રાખવું અને બીજાને તેના પર વાળવું. તથા તેનો સમાવેશ પશ્ચિમ બંગાળના જિલ્લા અને શહેરોમાં તેનો સમાવેશ કરવો. જે શહેરો, કોઈ જિલ્લાના વડામથક ના હોય તેવા સબસ્ટબને સંપૂર્ણપણે દૂર કરવા.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૭, ૨૯ મે ૨૦૧૨ (IST)

ઓરિસ્સાનાં જિલ્લા અને શહેરો લેખ જોઇને માર્ગદર્શન આપવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૩૮, ૨૯ મે ૨૦૧૨ (IST)

બચેલા સબસ્ટબ[ફેરફાર કરો]

બચેલા સબસ્ટબ માટે શું કરવું છે? તે વિશે વિચાર કરી ૩ જૂન પહેલા તે કાર્ય પૂર્ણ કરી દઈએ તો સારું.--sushant (talk) ૦૯:૦૩, ૩૦ મે ૨૦૧૨ (IST)

રાજ્યોના સંપુર્ણ લેખ બાબતે[ફેરફાર કરો]

૧. ઓરિસ્સાના જિલ્લા અને શહેરો સંપુર્ણ

Portal ના નામ બદલવા અંગે[ફેરફાર કરો]

પોર્ટલ નુ નામ બદલીને સબસ્ટબમાંથી સ્ટબ બનાવનારી કાર્યકારિણી કરી નાખવું જોઇએ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૦૪, ૧૨ જૂન ૨૦૧૨ (IST)

ગમે તે કારણે સબસ્ટબ તો આ કાર્યકારિણીનું મુખ્ય ધ્યેય છે. આપણે પહેલા સમજતા હતા કે સબસ્ટબને દૂર કરવા, અને હવે સમજીએ છીએ કે તેને બચેલાને સ્ટબમાં ફેરવવા. તો લાંબુંલાંબું નામ રાખવાને બદલે જેમ છે તેમ જ રહેવા દઈને કાર્યનો સ્કોપ જે આપણે બદલી જ દીધો છે તેને અનુસરીને ચાલીએ તો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૪, ૧૩ જૂન ૨૦૧૨ (IST)