લખાણ પર જાઓ

ગિરા સારાભાઈ

વિકિપીડિયામાંથી
ગિરા સારાભાઈ
ગિરા સારાભાઈ (૧૯૫૧)
જન્મની વિગત(1923-12-11)11 December 1923
અમદાવાદ, બ્રિટીશ ભારત
મૃત્યુ15 July 2021(2021-07-15) (ઉંમર 97)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયડિઝાઇનર, ક્યુરેટર, ઉદ્યોગસાહસિક
પ્રખ્યાત કાર્યનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન, કેલિકો વસ્ત્ર સંગ્રહાલય, કેલિકો ડોમ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ
ચળવળઆધુનિકતાવાદ
માતા-પિતા
સંબંધીઓગૌતમ સારાભાઈ (ભાઈ)
વિક્રમ સારાભાઈ (ભાઈ)
ગીતા સારાભાઈ મેયર (બહેન)
અનસૂયા સારાભાઈ (કાકી)
મૃણાલિની સારાભાઈ (ભાભી)

ગિરા સારાભાઇ (૧૧ ડિસેમ્બર ૧૯૨૩ – ૧૫ જુલાઈ ૨૦૨૧) એ ભારતીય વાસ્તુકાર (આર્કિટેક્ટ), ડિઝાઇનર અને પ્રશિક્ષક હતા. તેમનો જન્મ સારાભાઈ પરિવારમાં થયો હતો અને તેઓ તેમના આઠ ભાઇ-બહેનોમાં સૌથી નાના હતા. તેઓ ગુજરાતમાં અનેક ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રકલ્પોમાં યોગદાન માટે જાણીતા છે. તેઓ જાહેર સખાવતી ટ્રસ્ટ સારાભાઈ ફાઉન્ડેશનના પ્રતિનિધિ હતા.[]ગિરાએ, તેમના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે મળીને અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈનના શૈક્ષણિક અભ્યાસક્રમની સ્થાપના અને પ્રારૂપ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]
જમણી બાજુ બેઠેલા ગિરા સારાભાઈ પોતાના પિતા અંબાલાલ સારાભાઈ સાથે જમણી બાજુથી ત્રીજી બેઠક, ડાબી બાજુથી ત્રીજી બેઠક પર બેઠેલા બહેન ગીતા મેયર અને તેમના ભાઈ વિક્રમ સારાભાઈ ડાબેથી ચોથા ક્રમે બેઠા હતા.

ગિરા સારાભાઈનો જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૨૩ના રોજ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને રેવા (જેમનું નામ બદલીને સરલાદેવી સારાભાઈ કરવામાં આવેલું)ને ત્યાં અમદાવાદમાં થયો હતો અને તેઓ તેમના આઠ સંતાનોમાં સૌથી નાના હતા. તેણીએ તેમના ભાઈ-બહેનો સાથે ઘરે જ અભ્યાસ કર્યો હતો અને તેમણે ક્યારેય શાળામાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું. કિશોરાવસ્થાના અંતમાં, તેઓ તેમના પરિવાર સાથે ન્યૂયોર્ક આવી ગયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેઓ ફ્રેન્ક લોઇડ રાઈટ સાથે ૧૯૪૭થી ૧૯૫૧ સુધી એરિઝોનામાં તેમના ટેલિસિન વેસ્ટ સ્ટુડિયોમાં તાલીમ લેવા ગયા હતા.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

ગિરા અને તેમના ભાઈ ગૌતમ સારાભાઈએ કેલિકો મિલ્સમાં સાથે કામ કર્યું હતું અને અન્ય કેટલાક સ્થાપત્ય અને ડિઝાઇન પ્રોજેક્ટ્સમાં પણ સાથે કામ કર્યું હતું.[]] તેમણે શિલ્પી નામની એક ગ્રાફિક ડિઝાઇન એજન્સી પણ શરૂ કરી હતી, જે ભારતીયતા પર કેન્દ્રિત પ્રથમ વિજ્ઞાપન એજન્સી હતી.[]

ગિરાએ તેમના ભાઈ ગૌતમ સાથે મળીને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ભારતમાં આધુનિક સ્થાપત્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના કાર્ય પર ફ્રેન્ક લોઇડ રાઈટનો ખૂબ જ પ્રભાવ હતો.[] તેઓએ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને પ્રાદેશિક દૃષ્ટિકોણથી વાસ્તુશિલ્પ તૈયાર કરવાની માંગ કરી. ભારતમાં સ્થાપત્ય અને ડિઝાઇન શિક્ષણ વિકસાવવા માટે વસ્તુકળા અને ડિઝાઇનના મહાનુભાવો ચાર્લ્સ અને રે ઇમ્સ, બકમિન્સ્ટર ફુલર, લુઇસ કહન અને ફ્રેઇ ઓટ્ટોને અમદાવાદ આવવાનું આમંત્રણ આપવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અમદાવાદમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન,[૨] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ જેવી કેટલીક અગ્રણી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો.[]

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ

૧૯૪૯માં, તેમણે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સનું નિર્માણ કર્યું હતું, જેમાં ભારતીય કાપડનો ઐતિહાસિક સંગ્રહ છે. તે ડિઝાઇન જ્ઞાન, સંસાધનો, સંશોધન અને પ્રકાશન માટેનું કેન્દ્ર પણ છે.[] ૧૯૫૧થી ૧૯૫૫ સુધી લી કાર્બઝિયરે 'વિલા સારાભાઈ'ની ડિઝાઈન પર કામ કર્યું ત્યારે તેમણે ગિરા સારાભાઈ સાથે પરામર્શ કર્યો હતો.[]

ગિરા અને ગૌતમે પ્રાયોગિક કેલિકો ડોમ વિકસાવવા માટે ફુલર સાથે મળીને કામ કર્યું હતું. તે ભારતનું પ્રથમ સ્પેસ ફ્રેમ સ્ટ્રક્ચર હતું, જે ધરાશાયી થયું હતું.[][] વર્ષ ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગુંબજનું ધરોહર સ્થળ તરીકે પુનર્નિમાર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.[]

તેમની કારકિર્દીના ઉત્તરાર્ધમાં તેમણે તેમના સમકાલીન કાર્ય માટે પરંપરાગત ભારતીય સ્વરૂપો, તત્ત્વો અને ભાતો (ડિઝાઇન્સ) સાથે પ્રયોગો કરવાનું શરૂ કર્યું.[][]

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન

[ફેરફાર કરો]

૧૯૬૦ના દાયકામાં અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ની સ્થાપનામાં ગૌતમની સાથે ગિરા પણ નિર્ણાયક રહ્યા હતા.[] તેઓએ સંસ્કાર કેન્દ્ર સંગ્રહાલય ખાતે નિયમિત પરામર્શનું આયોજન કર્યું હતું, જેમાં દશરથ પટેલ, જેમ્સ પ્રેસ્ટિની અને વિક્રમ સારાભાઈ જેવા નિષ્ણાતો સાથે મળીને સંસ્થાના શૈક્ષણિક મોડેલ પર મનોમંથન કરવામાં આવ્યું હતું.[] ગિરા અને ગૌતમના માર્ગદર્શન હેઠળ, ભારતમાં તાલીમ પામેલા ડિઝાઇનરોના પ્રથમ સમૂહે સ્નાતકની પદવી મેળવી હતી.[૧૦]

ગિરા સારાભાઈએ એન.આઈ.ડી.ની મુખ્ય બિલ્ડિંગની ડિઝાઇનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એન.આઈ.ડી. ટેક્સટાઇલ ડિઝાઇન વિભાગના ડિઝાઇન કન્સલ્ટન્ટ, શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કુર્મા રાવ, ગિરા સારાભાઈને એન.આઈ.ડી. ખાતે ટેક્સટાઇલ ડિઝાઇન પ્રોગ્રામને આકાર આપવાનો શ્રેય આપે છે. ગિરા સારાભાઈએ એન.આઈ.ડી.ના પુસ્તકાલય (જે હવે નોલેજ મેનેજમેન્ટ સેન્ટર તરીકે ઓળખાય છે) માટે ઓડિયો-વિઝ્યુઅલ સામગ્રીમાંથી પુસ્તકો, સામયિકો, સામયિકોની વિશાળ પસંદગી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.[૧૧]

૧૯૬૪માં, ગિરા સારાભાઈએ જ્યોર્જ નાકાશીમાને સંસ્થામાં આમંત્રિત કર્યા હતા, જ્યાં તેમણે ફર્નિચરની વિવિધ ચીજવસ્તુઓની રચના કરી હતી.[૧૨] ૧૯૭૫માં સારાભાઇએ પદ છોડ્યું ત્યાં સુધી નાકાશીમાના રેખાંકનો અને સૂચનાઓના આધારે ડિઝાઇનનું ઉત્પાદન ચાલુ રહ્યું હતું.[૧૩] સારાભાઈએ લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટમાંથી કેટલાક વ્યક્તિઓને એન.આઈ.ડી.ના સલાહકાર તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું હતું.[]

તેમનું અવસાન ૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ તેમના નિવાસસ્થાન શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું.[૧૪][૧૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. S, Mohamed Imranullah (2018-08-14). "Vikram Sarabhai's sister wants idol theft case quashed". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2021-03-19.
  2. ૨.૦ ૨.૧ National Institute of Design (2013). 50 Years of the National Institute of Design, 1961-2011. Ahmedabad: Research and Publications, National Institute of Design. ISBN 978-81-86199-71-8.
  3. Bhagat, Shalini Venugopal (2021-09-23). "Gira Sarabhai, Designer Who Helped Shape Modern India, Dies at 97". The New York Times (અંગ્રેજીમાં). ISSN 0362-4331. મેળવેલ 2022-06-18.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ Desai, Madhavi (2017). Women Architects and Modernism In India. Routledge. પૃષ્ઠ 59–63. ISBN 978-1-138-28142-4.
  5. Ubbelohde, Susan (2003). "The Dance of a Summer Day: Le Corbusier's Sarabhai House in Ahmedabad, India". Traditional Dwellings and Settlements Review. 14 (2): 65–80. ISSN 1050-2092. JSTOR 41758019. મૂળ સંગ્રહિત માંથી 6 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2021.
  6. "Explained: The signature of Kahn and other foreign architects on Indian cities". The Indian Express (અંગ્રેજીમાં). 29 December 2020. મૂળ સંગ્રહિત માંથી 19 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 24 March 2021.
  7. "Gujarat: Nine years on, no progress on Calico Dome". The Times of India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 6 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2021.
  8. Bhagat, Shalini Venugopal (2021-09-23). "Gira Sarabhai, Designer Who Helped Shape Modern India, Dies at 97". The New York Times (અંગ્રેજીમાં). ISSN 0362-4331. મેળવેલ 2022-03-14.
  9. ૯.૦ ૯.૧ Lautman, Victoria (20 April 2013). "The timing was fortunate". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મૂળ સંગ્રહિત માંથી 6 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 20 March 2021.
  10. "Design education in India: An experiment in modernity". Stir World (Englishમાં). મૂળ સંગ્રહિત માંથી 6 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2021.CS1 maint: unrecognized language (link)
  11. world, STIR. "Gira Sarabhai and her contribution to the creation of an Indian identity". www.stirworld.com (Englishમાં). મેળવેલ 2022-01-11.CS1 maint: unrecognized language (link)
  12. Kachru, Tanishka (2017). Nakashima at NID. Ahmedabad: NID Press. પૃષ્ઠ 4. ISBN 978-81-86199-87-9.
  13. Bhura, Sneha (8 August 2018). "George Nakashima's iconic grass-seated chairs up for auction at Saffronart". The Week (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 6 May 2021 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2021.
  14. "Gira Sarabhai, co-founder of NID, passes away at 98". The Hindu (અંગ્રેજીમાં). Special Correspondent. 2021-07-15. ISSN 0971-751X. મૂળ સંગ્રહિત માંથી 16 July 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-17.CS1 maint: others (link)
  15. Shastri, Parth (16 July 2021). "Gira Sarabhai: Founder of National Institute of Design, Gira Sarabhai, passes away". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 18 July 2021.