કેલિકો ડોમ

વિકિપીડિયામાંથી
કેલિકો ડોમ
કેલિકો ડોમ, અમદાવાદ
નકશો
સામાન્ય માહિતી
સ્થિતિધ્વંસ (પુન:બાંધકામ હેઠળ)
પ્રકારગુંબજ
સ્થાપત્ય શૈલીઆધુનિક સ્થાપત્ય
સરનામુંરિલિફ રોડ
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°1′42″N 72°35′30″E / 23.02833°N 72.59167°E / 23.02833; 72.59167
ઉદ્ઘાટન૧૯૬૨
પુન:નિર્માણજાન્યુઆરી ૨૦૧૩થી શરૂ
અસીલકેલિકો મિલ
માલિકકેલિકો મિલ (ભૂતકાળમાં) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (હાલમાં)
તકનિકી માહિતી
બાંધકામ પદ્ધતિભૌમિતિક ગુંબજ
માળ વિસ્તાર12 square metres (130 sq ft)
રચના અને બાંધકામ
સ્થપતિગૌતમ સારાભાઇ, બકમિન્સ્ટર ફુલર વડે પ્રેરિત

કેલિકો ડોમ અમદાવાદ, ગુજરાતમાં આવેલો બકમિન્સ્ટર ફુલરની રચનાઓ દ્વારા પ્રેરિત એક આધુનિક અને ભૌમિતિક ગુંબજ હતો. તે કેલિકો મિલની વેચાણ માટેની દુકાન તેમજ પ્રદર્શન માટેનું સ્થળ હતો અને ૧૯૬૨માં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પછીથી તે પડી ગયો હતો અને ૨૦૧૩માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું પુન:નિર્માણ કરવાનું શરૂ થયું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

અમેરિકન સ્થપતિ ફ્રેન્ડ લોઇડ રાઇટે કેલિકો મિલના સંચાલન કાર્યાલયની નિર્માણ યોજના બનાવી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી ન આપતા આ જ સ્થળે કેલિકો ડોમ બાંધવામાં આવ્યો હતો.[૧]

ગૌતમ સારાભાઇ અને તેમના સમૂહના સભ્યોએ કેલિકો ગુંબજની રચના બકમિન્સ્ટર ફુલરના ભૌમિતિક ગુંબજ પરથી પ્રેરણા લઇને કરી. તે કેલિકો મિલ માટેની દુકાન અને પ્રદર્શન કેન્દ્ર બન્યો અને ૧૯૬૨માં ખૂલ્લો મૂકવામાં આવ્યો. મિલ અને દુકાનો ૧૯૯૦ના દશકમાં બંધ થયા અને ગુંબજની હાલત બિસ્માર થઇ ગઇ. ૨૦૦૧ના ધરતીકંપમાં ગુંબજનો મધ્ય ભાગ તૂટી પડ્યો અને ભારે વરસાદને કારણે નીચેની દુકાનનો આંતરિક ભાગ નુકશાન પામ્યો. પછીથી ગુંબજ સંપૂર્ણપણે તૂટી પડ્યો.[૨] અમદાવાદનો સૌપ્રથમ ફેશન કાર્યક્રમ અહીં યોજાયો હતો.[૩] ૧૯૭૦ના દાયકામાં ભારતીય અભિનેત્રી પરવીન બાબી જ્યારે વિદ્યાર્થીની હતી ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.[૩][૪]

કેલિકો મિલના વેચાણ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને તેને જૂની વારસાગત મિલ્કત તરીકે ૨૦૦૬માં ખરીદી લીધો હતો.[૨][૩]

સ્થાપત્ય[ફેરફાર કરો]

તે સામાન્ય રીતે જોવા મળતા છ કે આઠને બદલે પાંચ બિંદુઓ ધરાવતો ભૌમિતિક ગુંબજ હતો. તે ૧૨ મીટર વિસ્તારમાં ફેલાયેલો હતો. આ બિંદુઓને સ્ટિલના થાંભલાઓ અને નળીઓ વડે આધાર અપાયો હતો. તે નીચેની દુકાનને છાંયો પૂરો પાડતો હતો.[૧][૨]

પુન:નિર્માણ[ફેરફાર કરો]

મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાંધકામનું બે ભાગમાં પુન:નિર્માણ કરશે, પ્રથમ તબક્કામાં પાયાનો ભાગ ૪૨ લાખના ખર્ચે અને પછી ૬૦થી ૭૦ લાખના ખર્ચે ગુંબજ બાંધવામાં આવશે. કુલ અંદાજીત ખર્ચો ૧.૨થી ૧.૫ કરોડ થશે. આ અંગે સેપ્ટ યુનિવર્સિટીના સલાહ-સૂચન લેવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૧૩માં પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો અને ૧૫ મહિનામાં પૂર્ણ કરાયો હતો.[૩][૪][૫] જાન્યુઆરી ૨૦૧૫માં કોર્પોરેશને બીજા તબક્કા માટે ટેન્ડર્સની જાહેરાત કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Pandya, Yatin (૧૫ નવેમ્બર ૨૦૦૯). "Calico dome: Crumbling crown of architecture". Daily News and Analysis. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Shastri, Parth (૧૬ ઓક્ટોબર ૨૦૧૧). "Calico Dome: The icon of its time". The Times of India. મૂળ માંથી 2013-05-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૩.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Ahmedabad Municipal Corporation issues tender for Calico dome's repair". The Times of India. ૨૬ એપ્રિલ ૨૦૧૨. મૂળ માંથી 2013-04-26 પર સંગ્રહિત. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૩.
  4. ૪.૦ ૪.૧ "Calico Dome set for makeover Cept, AMC To Build Replica of Structure". The Times of India. ૧૬ ઓક્ટોબર ૨૦૧૧. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૩.
  5. "Calico Dome: Glorious past, restoring future". Daily News and Analysis. Ahmedabad. ૨૦ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૩.