લખાણ પર જાઓ

ગુલફામ

વિકિપીડિયામાંથી
ગુલફામ
જન્મનું નામ
પેસ્તોંજી
જન્મજહાંગીર નશર્વનજી પટેલ
(1861-07-14)14 July 1861
બોમ્બે, બ્રિટીશ ભારત
મૃત્યુ24 August 1936(1936-08-24) (ઉંમર 75)
ઉપનામગુલફામ
વ્યવસાયહાસ્યલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
સહી

ગુલફામ અથવા જહાંગીર નશર્વનજી પટેલ ઉર્ફે પેસ્તોંજી (૧૪ જુલાઈ ૧૮૬૧ – ૨૪ ઓગસ્ટ ૧૯૩૬) ભારતના બોમ્બેના ગુજરાતી હાસ્યલેખક અને પત્રકાર હતા.[]

તેનો જન્મ ૧૪ જુલાઈ, ૧૮૬૧ના રોજ બોમ્બેના ફોર્ટ વિસ્તારમાં આવેલા વિશાળ અને પુરાણા મકાનમાં રહેતા પારસી પટેલ પરિવારમાં થયો હતો. અ મકાન શહેરમાં પોર્ટુગીઝ શાસન દરમિયાન કોર્ટ અને જેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. તેમના પિતા અનુવાદક હતા. તેમણે નવ વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને ૧૩ વર્ષની વયે તેમનું પ્રથમ પુસ્તક સોનારના ગઢ પ્રકાશિત કર્યું. ત્યારબાદ તેણે સ્પ્રેડમાં લખવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે તેમના યજમાનને તે ગમશે નહીં, તેથી તેમણે તેમની બહેનના નામથી લખવાનું શરૂ કર્યું. તેમનો પ્રથમ લેખન ગુલ-અફ્શાન સ્પ્રેડશીટમાં[upper-alpha ૧] પ્રકાશિત થયો હતો. તેમને શાળામાં એક નાટકમાં ગુલફામની ભૂમિકા ભજવી હોવાથી તેમને ગુલફામ ઉપનામ મળ્યું હતું. શરૂઆતમાં તેમને તે ગમ્યું નહીં પરંતુ બાદમાં તેમણે ગર્વથી તે સ્વીકાર્યું. ૧૬ વર્ષની ઉંમરે, તેમની ગઝલ જ્ઞાનવર્ધક સામયિકમાં પ્રકાશિત થઈ. ૧૯૩૧માં, ૫૩ વર્ષની વયે, તેમણે તેમની આત્મકથા મારી પોતાની જિંદગીનો હેવાલ લખી હતી અને મરણોત્તર પ્રકાશિત કરવાની ઇચ્છા કરી હતી, જે બાદમાં જહાંગીર બી. કરણી એન્ડ સન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ૨૪ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ તેમનું અવસાન થયું.[]

તેમણે અનેક ઉપનામથી મોટી સંખ્યામાં કૃતિઓ લખી હતી. તેમની કેટલી કૃતિઓ જળવાઈ છે તે જાણી શકાયું નથી. તેમનું લેખન કૈસર-એ-હિંદ, ફુરસદ, જ્ઞાનવર્ધક, લક્ષ્મી, અખબાર-એ-સોડાગર, ગપશપ, જામ-એ-જમશેદ અને બોમ્બે સમાચાર જેવા અનેક સામયિકો અને અખબારોમાં પ્રકાશિત થતું હતું. તેમનું પહેલું પુસ્તક સોનારના ગઢ હતું. તેમણે મોટી સંખ્યામાં રમૂજી રેખાચિત્રો લખ્યા હતા જે એટલા લોકપ્રિય હતા કે ઘણીવાર અન્ય પ્રકાશકો દ્વારા તેની ઉઠાંતરી કરવામાં આવતી હતી.[]

૧૯૦૯માં જામ-એ-જમશેદના સ્થાપક ફિરોઝશાહ જહાંગીર મર્ઝબાને પોતાના પુસ્તક ખેન કોટકના પરિચયમાં લખ્યું હતું, "લગભગ ૫૦ વાર્તાઓના લેખક, અનેક મૂળ પ્રસંગો અને મૂળ નાટકો, અડધો ડઝન અખબારોમાં અને સામયિકોના સ્તંભ લેખક અને ટુચકાઓ તેમજ રેખાચિત્રોના નિષ્ણાત; જહાંગીર પટેલ".[]

ખેન કોટક તેના ૨૦૦થી વધુ પૃષ્ઠોમાં નક્કર સમજશક્તિથી ભરેલો છે. ગુલદસ્તા-એ-રમુજનાં ૩૨૫ પાનાં રમૂજથી ભરેલા છે. તેમણે સ્વપ્નના અર્થઘટન પર એક હજાર વર્ષ જૂની અરબી કૃતિનો સ્વપ્નની તાસીર તરીકે અનુવાદ કર્યો હતો. સુગંધમાં સડો અને મોટા ઘરના બાઈસાહેબ પારસી ગૃહસ્થી જીવન પર આધારિત રહસ્ય વાર્તાઓ છે. અંગ્રેજી લેખક એચ. રાઇડર હગાર્ડે બે લોકપ્રિય નવલકથાઓ લખી હતી; 'શી : અ સ્ટોરી ઑફ એડવેન્ચર' અને 'આયેશા' જેનો અનુવાદ તેમના દ્વારા માશુકનો ઇજારો તરીકે કરવામાં આવ્યો હતો. પ્રતાપી લક્ષ્મીપ્રસાદ ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંની એક ઐતિહાસિક વાર્તા હતી. નવલ નાણાવટી એ એક મૂંગા પારસી છોકરા, ગરીબ મહિલા, એક ભોળા ગામવાસી અને પ્રામાણિક જરથોસ્તી સ્ત્રીની રમૂજી વાર્તા હતી. આ કૃતિને તેઓ પોતાની સૌથી રમૂજી કૃતિ માને છે.[]

તેમણે ૫૨ (બાવન) વાર્તા-નાટકો પ્રકાશિત કર્યા છે. તેમણે ૬૦થી વધુ ટૂંકી વાર્તાઓ લખી હતી. તેમના રેખાચિત્રો અને ટુચકાઓની ગણતરી હજારોમાં થાય છે.[] તેમણે એકપાત્રિય અભિનય નાટકો પણ લખ્યા હતા.[] [][]

તેમણે યુરોપિયન શિષ્ટાચાર પર એક પુસ્તક લખ્યું હતું : ભુલશો ના - આ અદબ અદા (શિષ્ટાચાર) માટેની સૂચનાઓ જે મરણોત્તર ૧૯૩૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં તેમની ટૂંકી આત્મકથા સામેલ છે.[]

સમીક્ષા

[ફેરફાર કરો]

મંચ અભિનેતા અમૃત કેશવ નાયકે કહ્યું હતું કે, "જહાંગીર પારસીઓમાં પ્રથમ જન્મેલો અભિનેતા અને બીજો જન્મેલો લેખક હોવાથી જહાંગીર જે કંઈ પણ લખે છે તે મને ગમે છે."[]

  1. સ્પ્રેડશીટ(બ્રોડશીટ) એ અખબારનું સૌથી મોટું બંધારણ છે અને લાંબા ઉર્ધ્વ પૃષ્ઠ (૨૨.૫ ઇંચ (૫૭ સેમી)) તેની લાક્ષણિકતા છે. અન્ય સામાન્ય અખબારના પ્રારૂપમાં નાના 'બર્લિનર' અને 'ટેબ્લોઇડ-કોમ્પેક્ટ ફોર્મેટ'નો સમાવેશ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "ગુલફામ:તમે આ નામ જાણો છો ? - ક્રોસરોડ (in Gitika font)". [Gujarat Samachar. 12 February 2003. મૂળ માંથી 27 March 2017 પર સંગ્રહિત. મેળવેલ 27 March 2017.
  2. Nawaz B. Mody (1998). The Parsis in western India, 1818 to 1920. Allied Publishers. પૃષ્ઠ 230. ISBN 978-81-7023-894-2.
  3. Journal of the Asiatic Society of Mumbai. Asiatic Society of Mumbai. 2004. પૃષ્ઠ 135.
  4. Parsiana. P. Warden. 2003. પૃષ્ઠ 6.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]