લખાણ પર જાઓ

જ્ઞાનવિજ્ઞાન યોગ

વિકિપીડિયામાંથી

ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઇક જ અધ્યાત્મમાર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઇ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે.

પોતાના સ્વરૂપનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ રીતે સૃષ્ટિના સર્વ જીવ મારા થકી અસ્તિત્વ ધરાવે છે. મારા લીધે જ સત્વ, રજ અને તમ એવા ભાવોની સૃષ્ટિનું સર્જન થાય છે. માયા પણ મારું જ સ્વરુપ છે અને મારી કૃપા વિના તેને તરવાનું કામ દુષ્કર છે.

ભગવાન કહે છે કે ચાર જાતના માનવી મને ભજે છે - દુઃખી, જ્ઞાનની ઇચ્છાવાળા, સંસારી કામનાથી ભરેલા તથા માત્ર મને જ મેળવવાની કામનાવાળા જ્ઞાની પુરુષો. આ સર્વેમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે મારું સ્વરૂપ સંપૂર્ણ રીતે ઓળખાય એમ નથી પણ મારા કૃપાપાત્ર ભક્ત મને આંશિક રીતે જાણી શકે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]