તિસ્તા નદી
તિસ્તા નદી | |
દેશો | ભારત, બાંગ્લાદેશ |
---|---|
રાજ્યો | સિક્કિમ, ભારત, પશ્ચિમ બંગાળ, ભારત, રંગપુર, બાંગ્લાદેશ |
ઉપનદીઓ | |
- ડાબે | ડિક ચુ, રાંગપો નદી, લાં લાં છૂ, લાચુંગ નદી, રાની ખોલા |
- જમણે | રાંધાપ છૂ, રંગીત, રિંગયોંગ છૂ |
શહેર | રાંગપો, કાલિમપોંગ, જલપાઈગુડી |
સ્ત્રોત | પાઉહુનરી હિમનદી, જેમુ હિમનદી, ચોલામુ સરોવર, ગુરુદોંગ્માર સરોવર |
- સ્થાન | સિક્કિમ, ભારત |
- ઉંચાઇ | ૭,૦૬૮ m (૨૩,૧૮૯ ft) |
મુખ | બ્રહ્મપુત્રા નદી |
- સ્થાન | ફુલચોરી, રંગપુર, બાંગ્લાદેશ |
લંબાઈ | ૩૦૯ km (૧૯૨ mi) |
Basin | ૧૨,૫૪૦ km2 (૪,૮૪૨ sq mi) |
[[Image:| 256px|alt=|]]
|
તિસ્તા નદી ભારત દેશના સિક્કિમ અને પશ્ચિમ બંગાળ રાજ્ય તેમ જ બાંગ્લાદેશમાંથી વહે છે. તે સિક્કિમ અને પશ્ચિમ બંગાળના જલપાઇગુડી વિભાગની મુખ્ય નદી છે. પશ્ચિમ બંગાળમાં તે દાર્જિલિંગ જિલ્લામાં વહે છે.[૧] તિસ્તા નદીને સિક્કિમ અને ઉત્તર બંગાળની જીવાદોરી કહેવાય છે.
સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી આ નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય છે. આ નદીની સમગ્ર લંબાઈ ૩૧૫ કિ.મી. છે.
ભારત અને બાંગ્લાદેશ દેશ વચ્ચે સંયુક્ત રીતે વહેતી આ નદી ભારતના સિક્કિમ અને પશ્ચિમ બંગાળ થઈને બાંગલા દેશમાં પ્રવેશે છે. બંગાળની ખાડીમાં જતી આ નદી ભારત તેમજ બાંગ્લાદેશની સમૃદ્ધિની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ નદી છે.
હિન્દુ પુરાણો અનુસાર આ નદી દેવી પાર્વતીના સ્તનમાંથી નીકળી છે. 'તિસ્તા' શબ્દનો અર્થ 'ત્રિ-સ્ત્રોતા' અથવા 'ત્રણ-પ્રવાહ' એવો થાય છે.
સિક્કિમ પ્રાંતની જેટલી લંબાઈ છે, તે પૈકી લગભગ સમગ્ર લંબાઈ સુધી વહેતી આ નદી ઉત્તુંગ હિમાલયના સમશીતોષ્ણ બે નદીની ખીણમાંથી ઉષ્ણકટિબંધના તાપમાનને કાપે છે. ચમકીલા લીલા (emerald) રંગના પાણીવાળી આ નદી બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય તે પૂર્વે સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સીમાઓ સ્વરૂપે વહે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Bisht, R. C. (૨૦૦૮). International Encyclopaedia of Himalayas (5 Vols.). New Delhi: Mittal Publication. પૃષ્ઠ ૧૯. ASIN B002QVXS82. ISBN 978-81-8324-265-3. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૦૯.