લખાણ પર જાઓ

કાલિમપોંગ

વિકિપીડિયામાંથી
Kalimpong
—  city  —
Kalimpong town as viewed from a distant hill. In the background are the Himalayan Mountains.
Kalimpong town as viewed from a distant hill. In the background are the Himalayan Mountains.
Kalimpongનું
પશ્ચિમ બંગાળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 27°04′N 88°28′E / 27.06°N 88.47°E / 27.06; 88.47
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
જિલ્લો Darjeeling
President C.K Pradhan[૧]
વસ્તી

• ગીચતા

૪૦,૧૪૩ (2001)

• 38.01/km2 (98/sq mi)

અધિકૃત ભાષા(ઓ) બંગાળી,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

1,056.5 square kilometres (407.9 sq mi)

• 1,247 metres (4,091 ft)

કોડ
 • • પીન કોડ • 734 301
  • ફોન કોડ • +03552
  વાહન • WB-78, 79

કાલિમપોંગ એ (Nepali: कालिम्पोङ) ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં આવેલા મહાભારત પર્વતમાળા (અથવા હિમાલયના નીચાણવાળા પ્રદેશમાં) આવેલું હવા ખાવાનું સ્થળ છે તે 1,250 metres (4,101 ft)ની ઊંચાઇએ આવેલું છે.1,250 metres (4,101 ft).[૨] આ શહેર દાર્જિલીંગ જિલ્લાના એક ભાગ કાલિમપોંગ પેટાવિભાગનું મુખ્યમથક છે. ભારતીય સેનાનું 27 માઉન્ટેન ડિવિઝન શહેરના બહારના વિસ્તારમાં આવેલું છે.[૩]

કાલિમપોંગ તેના શૈક્ષણિક સંસ્થાનોથી જાણીતું છે જેમાંના મોટાંભાગના સંસ્થાનોની સ્થાપના બ્રિટિશ શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી.[૪] ચીનના તિબેટ ઉપર કબ્જા અને ભારત-ચીન યુદ્ધ બાદ તે ભારત અને તિબેટ વચ્ચેના વેપારનો મુખ્યદ્રાર તરીકે ઉપયોગી બન્યું છે. 1980ના દાયકામાં કાલિમપોંગ અને પડોશી દાર્જિલિગ અલગ ગોરખાલેન્ડની ચળવળના મુખ્યમથક હતા.કાલિમપોંગમાં 1993થી રોટરી ક્લબ છે.([૨] સંગ્રહિત ૨૦૧૩-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન)

કાલિમપોંગ તીસ્તા નદીના તટ પર આવેલું છે અને તેની પ્રમાણસર આબોહવા અને ક્ષેત્રમાં અન્ય જાણીતા પ્રવાસન સ્થળોની નિકટતાને કારણે તે એક પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. કાલિમપોંગ માટે હોર્ટિકલ્ચરનું વિશેષ મહત્ત્વ છે. તેનું ફૂલબજાર વિવિધ પ્રકારના ઓર્કિડ, નર્સરી માટે જાણીતું છે જે હિમાલયના ઉગાડેલા ફૂલોના મૂળ, કંદ અને ભૂપ્રકાંડની નિકાસથી કાલિમપોંગના અર્થતંત્રમાં હિસ્સો આપે છે.[૨] મૂળ નેપાળી વંશ, દેશી વંશીય જૂથો અને ભારતના બિન-રહેવાસી સ્થળાંતરિતનું ઘર એવું કાલિમપોંગ બૌદ્ધ ધર્મનું ધાર્મિક કેન્દ્ર પણ છે. બૌદ્ધ મઠ ઝાંગ ધોક પાલરી પોડાંગ ઘણા અલભ્ય તિબેટીઅન બૌદ્ધધર્મના ગ્રંથ ધરાવે છે.[૫]

નામનું મૂળ[ફેરફાર કરો]

કાલિમપોંગ નામનું ચોકક્સ વ્યુત્પત્તિશાસ્ત્ર હજુ પણ અસ્પષ્ટ છે. કાલિમપોંગ નામની ઉત્પત્તિ માટે મોટાભાગે સ્વીકારેલું મૂળ તિબેટન ભાષામાં “ રાજાના પ્રધાનોની બેઠક (અથવા કિલ્લો) છે” જે કાલોન ("રાજાના પ્રધાનો") અને પોંગ ("સભા") તે લેપ્ચા ભાષામાંથી અનુવાદ "આપણે જ્યાં રમીએ છીએ તે તળેટી" પરથી પણ ઉતરી આવ્યો હોઇ શકે છે કારણકે તે ઉનાળાના રમતોત્સ્વ માટે આ ક્ષેત્રના પરંપરાગત આદિવાસી મેળાવડા માટે જાણીતું હતું. પહાડી લોકો તેને કાલીબોંગ ("કાળા ટેકરા") તરીકે પણ ઓળખે છે.[૬]

ધ અનટોલ્ડ એન્ડ અનનોન રિયાલિટી એબાઉટ ધ લેપ્ચાસ ના લેખક કે પી તામસેંગના મત મુજબ, કાલિમપોંગ શબ્દ કાલેનપુંગ નામ પરથી ઉતરી આવ્યો છે જેનો લેપ્ચામાં અર્થ "જમાવડાની ટેકરી" એમ થાય છે,[૭] સમય જતા આ નામ અપભ્રંશ થઇને કાલીબુન્ગ થયું અને બાદમાં તે કાલિમપોંગ બન્યું. આ ક્ષેત્રમાં પુષ્કળ માત્રામાં મળી આવતા રેસાવાળા છોડ કૌલિમ પરથી પણ તેનું નામ ઉતરી આવ્યું હોઇ શકે છે.[૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

મોર્ગન હાઉસ કાલિંગપોંગમાં કોલોનિયલ વાસ્તુશિલ્પશાસ્ત્રનો એક નમૂનો છે.

19મી સદીના મધ્યભાગ સુધી, કાલિમપોંગની આસપાસનો વિસ્તાર ક્રમશઃ સિક્કિમ અને ભૂતાનના રાજાઓ દ્વારા શાસિત હતો.[૭][૯] સિક્કિમી શાસન દરમિયાન આ વિસ્તાર દલીનકોંટ તરીકે ઓળખાતો.[૧૦] 1706ની સાલમાં ભૂતાનના રાજાએ આ વિસ્તારને સિક્કિમી રાજા પાસેથી જીત્યો અને તેને કાલિમપોંગ એમ નવું નામ આપ્યું.[૧૦] તીસ્તા ખીણ પરથી જોઇએ તો, કાલિમપોંગ 18મી સદીમાં ભૂતાનીઓના એક સમયના આગળ પડતાં સ્થાન તરીકે માની શકાય છે. આ વિસ્તારમાં દેશી લેપ્ચા અને વસાહતિ ભૂટિઆ અને લિમ્બુ આદિવાસી વસ્તી હતી. 1708ના અંતભાગમાં ગુરખાઓએ આક્રમણ કર્યુ અને કાલિમપોંગ જીતી લીધું.[૧૦] 1864ની એંગ્લો-ભૂતાન લડાઇ બાદ સિન્ચુલા સંધિ (1865) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, આ સંધિ મુજબ ભૂતાનીના હસ્તકનો તીસ્તા નદીનો પૂર્વ દિશાનો વિસ્તાર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેવાયો હતો.[૭] એ સમયે, કાલિમપોંગ નાનકડું ગામ હતુ, જેમાં ફક્ત બે કે ત્રણ પરિવારો જ મોજૂદ હોવાની જાણ છે.[૧૧] આ શહેરનો રજૂ કરી શકાય એવો પ્રથમ ઉલ્લેખ એશ્લી ઇડનએ કર્યો હતો જે બંગાળ સનદી સેવાનો એક સરકારી અધિકારી હતો. 1866માં કાલિમપોંગનો દાર્જિલિગ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 1866-1867માં એંગ્લો-ભૂતાની પંચ દ્વારા બં ક્ષેત્રો વચ્ચે સામાન્ય સીમાઓ સીમાંકિત કરવામાં આવી આમ કાલિમપોંગ પેટાવિભાગ અને દાર્જિલિગને જિલ્લો અસ્તિત્ત્વમાં આવ્યો.[૧૨]

યુદ્ધ બાદ, આ પ્રાંત પશ્ચિમી દૂરા જિલ્લાનો પેટાવિભાગ બન્યો, અને પછીના વર્ષોમાં તેનું દાર્જિલિગ જિલ્લા સાથે જોડાણ કરવામાં આવ્યું હતુ.[૭] અહીંની પ્રમાણસરની આબોહવાએ અંગ્રેજોને ઉનાળામાં મેદાનોની તીવ્ર ગરમીથી બચવા આ શહેરને દાર્જિલીંગના વૈકલ્પિક હવા ખાવાના સ્થળ તરીકે વિકસાવવાની પ્રેરણા આપી. કાલિમપોંગની પ્રાચીન સિલ્ક રોડની શાખાઓ નાથુલા અને જેલેપા ઘાટનીની નિકટતા તેનો એક વધારાનો લાભ હતો અને તે ટૂંક જ સમયમાં ભારત અને તિબેટ વચ્ચે ફર, ઊન અને ખાદ્યાન્નના વેપારનું મહત્ત્વનું નાકું બની ગયું.[૧૩] વાણિજ્યમાં વધારાએ મોટી સંખ્યામાં નેપાળમાંથી વસાહતીઓને આકર્ષ્યા જેને પગલે અહીં વસતી અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો.

સ્કોટિશ મિશનરીના પ્રવેશને પગલે અહીં અંગ્રેજો માટે શાળા અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ થયું.[૧૧] રેવ. ડબ્લ્યુ. મેકફેરલેને 1870ની શરૂઆતમાં પ્રથમ શાળા આ વિસ્તારમાં સ્થાપી.[૧૧] સ્કોટિશ યુનિવર્સિટી મિશન ઇન્સ્ટિટ્યુશન 1886માં શરૂ થયું હતું અને ત્યાર બાદ કાલિમપોંગ ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ થઇ હતી. 1900માં રેવરેન્ડ જે. એ. ગ્રેહામે પછાત એંગ્લો-ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે ડો. ગ્રેહામ્સ હોમ્સની સ્થાપના કરી હતી.[૧૧] 1907 સુધીમાં કાલિમપોંગની મોટા ભાગની શાળાઓએ પણ ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. 1,911 સુધીમાં વસતી વધીને 7,880 થઇ હતી.[૧૧]

1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ, બંગાળના ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા બાદ કાલિમપોંગ પશ્ચિમ બંગાળ રાજ્યનો હિસ્સો બન્યું. ચીને 1959માં તિબેટ ઉપર કબ્જો કર્યો, ત્યારે ઘણાં બૌદ્ધ સાધુઓએ તિબેટ છોડીને ભાગ્યા અને કાલિમપોંગમાં આશ્રમો સ્થાપ્યા. આ બૌદ્ધસાધુઓ તેમની સાથે ઘણા દુર્લભ્ય બૌદ્ધ ગ્રંથો પણ લઇને આવ્યા હતા. 1962માં ભારત ચીન યુદ્ધને પગલે જેલેપા ઘાટ કાયમ માટે બંધ થતા ભારત અને તિબેટ વચ્ચેનો વેપાર ખોરવાયો હતો જેને પગલે કાલિમપોંગના અર્થતંત્રમાં ઘટાડો આવ્યો હતો. 1976માં દલાઇ લામાએ પવિત્ર આશ્રમ ઝાંગ ઘોક પાલરી પોડાંગ મોન્ટેસરીની મુલાકાત લીધી, જે કેટલાંય પવિત્ર ગ્રંથોનો ધરાવે છે.[૧૧]

ચિત્ર:Kalimpongkanchenjanga.jpg
કાલિમપોંગમાં મોટા ભાગના મોટા ઘર બ્રિટીશ કાળ દરમિયાન બંધાયા હતા.માઉન્ટ કંચનજંગાનું દૃશ્ય

1986 અને 1988 વચ્ચે, કોમવાદી સંગઠનો મજબૂત બનતાં ગોરખાલેન્ડ અને કામતાપુરને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી. ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટ (જીએનએફએલ) અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના તોફાનનો ચાલીસ દિવસની હડતાળ બાદ અંત આવ્યો. શહેર વાસ્તવિક રીતે ઘેરાબંદીમાં હતુ, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારતીય સેનાને બોલાવવી પડી હતી. તેના લીધે દાર્જિલિગ ગોરખા હિલ કાઉન્સિલની રચના થઇ, આ સંસ્થાને સિલિગુરી પેટાવિભાગને બાદ કરતા દાર્જિલિંગ જિલ્લામાં શાસન કરવાની આંશિક સ્વાયત્ત સત્તા આપવામાં આવી. 2007માં, ગોરખા જનમુક્તિ મોરચા અને તેના ટેકેદારોએ દાર્જિલીંગની પડાહીઓમાં ફરી એકવાર અલગ ગોરખાલેન્ડની પુનઃજીવિત કરી. રચવાની માંગ કરી અને તેને દાર્જિલિગ પહાડીનો ટેકો હતો.[૧૪] કામતાપુર પીપલ્સ પાર્ટી અને તેના ટેકેદારોની ઉત્તર બંગાળને આવરતા અલગ કામતાપુર માટેની ચળવળને પણ વેગ મળ્યો.[૧૫]

ભૂગોળ[ફેરફાર કરો]

કાલિમપોંગના સૌથી ઊંચા સ્થળ દેવલો હિલ પર આવેલા દેવલો રિસોર્ટ પરથી નજારો

શહેર બે પહાડો ડીઓલો પહાડી અને દૂરપિન પહાડીની ધાર જોડતાં કેન્દ્રમાં સ્થિત છે.[૧૧]ઢાંચો:M to ft કાલિમપોંગનું સૌથી ઊંચું સ્થળ ડીઓલો ઢાંચો:M to ftની દરીયાની સપાટીથી ઊંચાઇ પર આવેલું છે અને દુરપિન પહાડી ઢાંચો:M to ft ઊંચાઈ પર આવેલી છે. તીસ્તા નદી ખીણમાંથી નીચેની તરફ આવે છે અને કાલિમપોંગને સિક્કિમ રાજ્યથી અલગ પાડે છે. કાલિમપોંગ વિસ્તારની જમીન લાક્ષણિક લાલ રંગની છે. વ્યાપક પ્રમાણમાં ફિલાઇટ અને સ્કીસ્ટની હાજરીથી પ્રસંગોપાત ઘેરી જમીન જોવા મળી જાય છે.[૧૬] શિવાલિક પહાડીઓ, મોટા ભાગની હિમાલયન ગિરિમાળાની જેમ સીધા ઢાળવાળી અને સુંવાળી, પોચી જમીન ધરાવે છે જેને કારણે ચોમાસાની ઋતુમાં અવારનવાર જમીન ધસવાના બનાવો બને છે.[૧૬] પહાડીઓ હૂંફાળી અને અંદરથી ક્ષીણ થયેલી અને બરફથી છવાયેલી હિમાલયન ગિરિમાળા દૂરથી શહેરના મિનારા જેવી લાગે છે. ઢાંચો:M to ftની ઉચાઇએ માઉન્ટ કંચનજંગા વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી ઉંચું શિખર છે,[૧૭] જે કાલિમપોંગમાંથી સ્પષ્ટ દેખાય છે.[૨]

હિમાલયન પહાડીનું દૃશ્ય

કાલિમપોંગમાં પાંચ અલગ ઋતુઓ ધરાવે છે જેમાં વસંતઋતુ, ઉનાળો, પાનખર, શિયાળો અને ચોમાસુનો સમાવેશ થાય છે. પર્વતમાળામાં વાર્ષિક તાપમાન વધુમાં વધુ 30 °C (86 °F) અને ઓછામાં ઓછું 9 °C (48 °F) રહે છે. ઉનાળો થોડો નરમ છે. જેમાં સામાન્યથી વધુ તાપમાન 30 °C (86 °F) ઓગષ્ટમાં રહે છે.[૧૮] ઉનાળા બાદ ચોમાસાનો વરસાદ શહેરમાં જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે પડવાનો શરૂ થાય છે. ચોમાસુ જબરદસ્ત રહે છે, જમીન ખસી પડવાના બનાવોથી શહેર ભારતના અન્ય વિસ્તારોથી છૂટુ પડી જાય છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે, અને વધુમાં વધુ તાપમાન 15 °C (59 °F) હોય છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં કાલિમપોંગ ધુમ્મસથી છવાયેલું રહે છે.[૧૯]

અર્થતંત્ર[ફેરફાર કરો]

પહાડી વિસ્તારોમાં ઉગાડાતી નારંગીની ભારતના ઘણા ભાગમાં નિકાસ કરાય છે.

કાલિમપોંગના અર્થતંત્રમાં પ્રવાસન સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. [૨૦] પ્રવાસીઓ માટે ઉનાળો અને વસંતઋતુ સૌથી વધુ પ્રચલિત છે, જે શહેરના રહેવાસીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. ભારત અને તિબેટ વચ્ચેના વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર એવું આ શહેર એપ્રિલ 2006માં નાથલુ ઘાટી ફરીથી ખૂલવાને કારણે તેના અર્થતંત્રને ફરીથી વેગ મળવાની આશા બંધાઈ છે.[૨૧] તેનાથી ભારત અને ચીનનો સરહદી વેપાર શરૂ થયો હોવા છતાં[૨૨] કાલિમપોંગને ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ફરી મુખ્યકેન્દ્ર બનવાની તક મળી શકી હોત જો જો સ્થાનિક નેતાઓની જેલેપા માર્ગને ફરી ખોલવાની માંગ સંતોષાઇ હોત.[૨૨]

કાલિમપોંગ આદુનું ઉત્પાદન કરતો ભારતનો મુખ્ય પ્રદેશ છે. કાલિમપોંગ અને સિક્કિમ રાજ્ય ભારતમાં કુલ આદુના ઉત્પાદનમાં 15 ટકા યોગદાન આપે છે.[૨૩] દાર્જિલિંગની હિમાલયન પહાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ચા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.[૨૪] જો કે મોટાંભાગના ચાના બગીચા તીસ્તા નદી પશ્ચિમી તરફ (દાર્જિલિગ શહેરની દિશામાં) છે અને તેથી જ કાલિમપોંગની નજીકના ચાના બગીચા તે વિસ્તારના ચાના કુલ ઉત્પાદનમાં ફક્ત ચાર ટકા જ યોગદાન આપી શકે છે. કાલિમપોંગ વિભાગની કુલ 90 ટકા જમીન ખેડાણ લાયક છે પરંતુ ફક્ત દસ ટકાનો ઉપયોગ જ ચાના ઉત્પાદનમાં થાય છે. [૨૫] કાલિમપોંગ તેના ફૂલોની નિકાસને લીધે પ્રખ્યાત છે – તેમાંય મુખ્યત્ત્વે વિશાળ અને દેશી ઓર્કિડ અને ગ્લેડિઓલિનો સમાવેશ થાય છે.[૨૬]

શહેરના અર્થતંત્રમાં શિક્ષણ ક્ષેત્રનો નોંધપાત્ર ફાળો છે.[૨૦] કાલિમપોંગની શાળાઓમાં, સ્થાનિકોને શિક્ષણ આપવા ઉપરાંત મોટી સંખ્યામાં પાડોશી રાજ્ય સિક્કિમ અને વિદેશી દેશો જેવા કે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ અને થાઇલેન્ડમાંથી વિદ્યાર્થીઓને આકર્ષે છે.[૨૦]

ઘણી સંસ્થાઓ જીવન જરૂરીયાતની વસ્તુઓ પુરી કરીને શહેર નજીક આવેલા ભારતીય લશ્કરના થાણાની જરૂરીયાત સંતોષે છે. સિક્કિમ અને તિબેટની પરંપરાગત કળા અને હસ્તકળાના વેચાણમાંથી શહેરના અર્થતંત્રમાં થોડું યોગદાન મળે છે. સેરિકલ્ચર, સિસ્મોલોજી અને મત્સ્ય ઉદ્યોગમાંથી અહીંના લોકોનો સતત રોજગારી મળે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.

કાલિમપોંગ તેની ચીઝ, નૂડલ્સ અને લોલિપોપ્સ માટે પ્રખ્યાત છે. કાલિમપોંગ પરંપરાગત હસ્તકળા, કાષ્ટકળા, એમ્બ્રોઇડરીની આઇટમ, ટેપસ્ટ્રી વર્ક સાથેની બેગ અને પર્સ, કોપર વેર, સ્ક્રોલ, તિબેટીયન જ્વેલરી અને કળાકૃતિની પણ નિકાસ કરે છે.[૨૭][૨૮]

પરિવહન[ફેરફાર કરો]

કાલિમપોંગ નજીક તીસ્તા નદીના કિનારે NH31A

કાલિમપોંગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 31એ (NH31A) ઉપર આવેલું છે, જે સિવોકથી ગંગટોકને જોડે છે. NH31A NH31ની ફંટાયેલી શાખા છે, જે સિવોકથી સિલિગુરીને જોડે છે.[૨૯] આ બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સિવોક થઇને કાલિમપોંગને મેદાનો સાથે જોડે છે.[૩૦] નિયમિત બસ સર્વિસ અને ભાડાના વાહનો કાલિમપોંગને સિલિગુરી સાથે અને પાડોશી શહેર કુરસોગ, દાર્જિલિગ અને ગંગટોકને જોડે છે. ચાર ચક્રીય વાહન પરિવહન માટે પ્રખ્યાત સાધન છે કારણકે તે સીધા ચઢાળ પર સરળતાથી વહન કરી શકે છે. પરંતુ ઘણી વાર ચોમાસામાં ભૂસ્ખલનને કારણે માર્ગ વ્યવહાર ખોરવાઇ જાય છે. શહેરની અંદર લોકો સામાન્ય રીતે ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. ટૂંકા અંતરની મુસાફરી કરવા રહેવાસીઓ સાયકલ, દ્વીચક્રીય વાહન અને ભાડાની ટેક્સીનો પણ ઉપયોગ કરે છે. કિંગ્સ ટ્રાવેલ્સ સિલિગુરી ખાતેથી રિઝર્વ કાર ઉપલબ્ધ છે. 098304-28401/ 093319-39486 નંબર ડાયલ કરો

સૌથી નજીકનું એરપોર્ટ સિલિગુરી નજીક બગડોગ્રામાં આવેલું છે જે કાલિમપોંગથી 80 kilometres (50 mi)અંતરે આવેલું છે. ઇન્ડિયન એરલાઇન્સ (Indian Airlines), જેટ એરવેઝ (Jet Airways), એર ડેક્કન 9 (Air Deccan) અને ડ્રક એર (Druk Air) (ભૂતાન) મુખ્ય એલાઇન્સ જે છે આ એરપોર્ટને દિલ્હી, કોલકાતા , પારે (ભૂતાન) , ગૌહાતી અને બેંગકોક (થાઇલેન્ડ) સાથે જોડે છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન સિલિગુરીના પરાં વિસ્તારમાં આવેલું ન્યૂ જલપાઇગુરી છે.[૨] જે દેશના લગભગ તમામ મુખ્ય શહેરોને જોડે છે.

વસ્તી-વિષયક માહિતી[ફેરફાર કરો]

Population growth 
વસતી ગણતરીવસ્તી
૧૯૯૧૩૮,૮૩૨
૨૦૦૧૪૨,૯૮૦10.7%
Source:Census of India.[૩૧]

2001ની ભારતની વસ્તી ગણતરી મુજબ,[૩૨] કાલિમપોંગમાં 42,980ની વસ્તી છે. પુરુષોની વસતી 52% અને સ્ત્રીઓની વસતી 48% ટકા છે. કાલિમપોંગમાં સરેરાશ સાક્ષરતાનું પ્રમાણ 79 ટકા છે, જે રાષ્ટ્રીય 59.5 ટકાની સરેરાશ કરતાં વધુ છેઃ જેમાં પુરૂષોની સાક્ષરતા 84 ટકા અને મહિલાઓની સાક્ષરતા 73 ટકા છે. કાલિમપોંગમાં 8 ટકા વસ્તી 6 વર્ષથી નાની ઉંમરની છે.[૩૨] કાલિમપોંગમાં અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિની વસ્તી અનુક્રમે 5100 અને 5121 છે.[૩૩]

નગર વહીવટ[ફેરફાર કરો]

કાલિમપોંગ દાર્જિલીંગ જિલ્લાના કાલિમપોંગ પેટાવિભાગનું મુખ્યમથક છે. 1988માં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી અર્ધ સ્વાયત્ત દાર્જિલીંગ ગોરખા હિલ કાઉન્સિલ (ડીજીએચસી), આ પેટાવિભાગ તેમજ દાર્જિલીંગ સદર અનેકુર્સેઓન્ગ પેટાવિભાગનો વહીવટ કરે છે.[૩૪] કાલિમપોંગ DGHC માટે આઠ સભ્યોને ચૂંટે છે, જેઓ સાર્વજનિક આરોગ્ય, શિક્ષણ, જાહેરકામો, વાહનવ્યવહાર, પ્રવાસન, બજાર, નાના કદના ઉદ્યોગો, ખેતી, ખેતીની નહેર, જંગલ (અનામત જંગલ સિવાયના), પાણી, ઢોર, રોજગાર તાલીમ અને રમત અને યુવા સેવા જેવા વિભાગો સંભાળે છે.[૩૫] દાર્જિલિંગ જિલ્લા વહીવટ તંત્ર ચૂંટણી વિભાગની પ્રક્રિયા, પંચાયત , કાયદો અને વ્યવસ્થા, મહેસૂલ ખાતા વગેરે સંભાળે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને સમિતિ વચ્ચેના પ્રત્યાયનના સંકલનનું કામ કરે છે.[૩૫] પેટાવિભાગના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ સામુદાયિક ક્ષેત્ર કાલિમપોંગ I , કાલિમપોંગ II અને ગોરુબાથનનો સમાવેશ થાય છે જે બેતાલીસ ગ્રામ પંચાયતના બનેલા છે.[૩૬] સબ-ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) કાલિમપોંગ પેટાવિભાગનો વહીવટ સંભાળે છે. કાલિમપોંગમાં કેદખાના સાથે નાનો પોલિસ વિભાગ પણ છે.[૩૭][૩૮]

કાલિમપોંગ નગરપાલિકા 1945માં સ્થાપવામાં આવી હતી,[૩૯] જે શહેરના પીવાના પાણી અને રસ્તાના માળખાનો હવાલો સંભાળે છે. નગરપાલિકાનો વિસ્તાર 13 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે.[૪૦] કાલિમપોંગ નગરપાલિકાએ પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે વધારાની પાણીની ટાંકી બનાવી રહી છે, પરંતુ તેને આ ઉદેશ માટે નીરો-ખોલા પાણી પૂરવઠા યોજનામાંથી પણ વધારાના પુરવઠાની જરૂર છે.[૧] ચોમાસાની ઋતુમાં વારંવાર જમીન ઘસી પડવાના કારણે કાલિમપોંગની ચોતરફ રસ્તાઓની પાયમાલી સર્જાઇ છે.[૪૧] પશ્ચિમ બંગાળ રાજ્ય વીજ વિતરણ નિગમ લિમિટેડ (ડબલ્યુબીએસડીસીએલ) જે આ વિસ્તારને વીજળી પૂરી પાડે છે, તેણે કાલિમપોંગના લોકોને ભોગવવી પડતી કેટલીક સમસ્યાઓ ઉકેલવાની જરૂર છે જેમાં વીજળી વોલ્ટેજમાં વધઘટ તેમજ અનિર્ધારિત વીજ પુરવઠો અને નુકસાનીવાળા વીજ માપકો વગેરેનો સમાવેશ થાય છે.[૪૨] રીન્યુએબલ ઉર્જા વિભાગ કચેરી દ્વારા કાલિમપોંગમાં સૂર્ય શેરી પ્રકાશના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. તેમજ રીન્યુએબલ ઉર્જા સાધનોના વેચાણ માટે ઉર્જા ઉદ્યાન શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.[૪૩] રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH31Aનું શહેરના રસ્તાઓ સાથે જોડાણ કરવાની જવાબદારી જાહેરકાર્ય વિભાગની છે.[૪૪] કાલિમપોંગ નગરપાલિકા પાસે કુલ 10 સ્વાસ્થ્ય જાળવણી એકમો છે, જેમાં કુલ 433 ખાટલાની વ્યવસ્થા છે.[૪૫]

કાલિમપોંગ બેઠકનું મતદાનક્ષેત્ર, જે દાર્જિલિંગ સંસદીય મતદાન ક્ષેત્રની બેઠકનો એક ભાગ છે, તે પશ્ચિમ બંગાળની વિધાનસભા માટે એક ધારાસભ્ય પણ ચૂંટે છે.[૪૬]

લોકો અને સંસ્કૃતિ[ફેરફાર કરો]

દુર્પિન હિલ પર આવેલી ઝાંક ધોક પાલરી ફોડાંગ મોનેસ્ટરી

મોટાંભાગની પ્રજા નેપાળી સમુદાયની છે, કે જેઓ બ્રિટિશ શાસનકાળમાં કાલિમપોંગમાં કામ શોધવા માટે સ્થળાંતરિત થયા હતા.[૪૭] સ્થાનિક વંશીય જૂથોમાં નેવાર, લેપ્ચા, ભુતિયા, શેરપા, લિમ્બુ, રાઇ, માગર,[૪૮] ગુરુંગ, તમાંગ, યોલ્મો, ભુલેજ, સુનુવાર, સાર્કી, દમાઇ અને કામીનો સમાવેશ થાય છે.[૪૯] અન્ય બિન સ્થાનિક સમુદાયોમાં બંગાળી, મારવાડી, એંગ્લો-ઇન્ડિયન, ચીની, બિહારી અને તિબેટીયનનો સમાવેશ થાય છે. તિબેટીયન સામ્યવાદી ચીનના તિબેટ પરના આક્રમણ બાદ કાલિમપોંગમાં આવીને વસ્યા હતા. કાલિમપોંગ 17મા કર્માપા અવતાર પૈકીના એક ટ્રીનલી થાયે દોરજાનું ઘર છે.[૫૦] ભૂતાનની પશ્ચિમી સરહદનું સૌથી નજીકનું ભારતીય શહેર કાલિમપોંગ છે, તેમાં ઓછી સંખ્યામાં ભૂતાના નાગરિક પણ વસે છે. બૌધ અને ખ્રિસ્તી બાદ હિન્દુ સૌથી મોટો પાળવામાં આવતો ધર્મ છે.[૪૮] ઇસ્લામ આ વિસ્તારમાં પાંખી હાજરી ધરાવે છે. તેઓ મોટે ભાગે તિબેટીયન મુસ્લિમ છે જેઓ 1959માં ચીનના તિબેટ પર આક્રમણ બાદ નાસી છૂટ્યાં હતા.[૫૧] બૌદ્ધ આશ્રમ ઝાંગ ધોક પાલરી પોડાંગ અનેક અલભ્ય તિબેટીયન બૌદ્ધ ગ્રંથો ધરાવે છે.[૫] કાલિમપોંગના બજાર વિસ્તારમાં એક મસ્જિદ પણ છે.[૫૨]

જાણીતા તહેવારોમાં દિવાળી, ક્રિસમસ, દશેરા અથવા નેપાળી ભાષામાં દસૈન અને બૌધ ઉત્સવ લોસરનો સમાવેશ થાય છે. કાલિમપોંગમાં બોલાતી ભાષાઓમાં મુખ્ય ભાષા નેપાળી; લેપ્ચા, લિમ્બુ, તમાંગ, કિરાત, હિન્દી, અંગ્રેજી અને બંગાળીનો સમાવેશ થાય છે.[૨] દાર્જિલીંગની પહાડીઓમાં શિયાળુ રમત તરીકે ક્રિકેટમાં લોકોનો રસ વધી રહ્યો છે તેમ છતાં ફૂટબોલ કાલિમપોંગની સૌથી જાણીતી રમત રહી છે.[૫૩] 1947થી દર વર્ષ સ્વાતંત્ર્ય પ્રતિક ફૂટબોલ રમતનું આયોજન બે દિવસ ચાલતાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવે છે.[૫૪] ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પેમ દોરજી કાલિમપોંગની દેન છે.[૫૫] કાલિમપોંગમાં જાણીતો નાસ્તો મોમો છે, જે વરાળથી ઉકાળીને તૈયાર કરાયેલા ડુક્કરના માંસ, ગાયના માંસ અથવા શાકભાજીને લોટમાં વીટાળીને રાંધવામાં આવે છે અને પ્રવાહી સૂપ સાથે પીરસવામાં આવે છે. વાઇ-વાઇ નાસ્તામાં નૂડલ્સનો સમાવેશ કરવામાં આવે છે જે સૂપ તરીકે અથવા કોરૂ પણ ખાઇ શકાય છે. ચુર્પી યાક અથવા યાક અને પશુની સંકર જાતી ચૌરીના દૂધમાંથી બનાવેલી હાર્ડ ચીઝ છે જે ચાવી પણ શકાય છે.[૫૬] થુક્પા તરીકે ઓળખાતું નૂડલનું એક સ્વરૂપ સૂપના સ્વરૂપમાં પિરસવામાં આવે છે અને કાલિમપોંગમાં પ્રખ્યાત છે.[૫૭] કેટલાંક મોટાં ભોજનાલયમાં વિવિધ રાંધણપદ્ધતિની ભારતીયથી કોન્ટિનેન્ટલની વિશાળ શ્રેણી આપે છે, જે પ્રવાસીઓને ભોજન પૂરુ પાડે છે. ચા કાલિમપોંગનું સૌથી વધુ પ્રચલિત પીણું છે, જે દાર્જિલિંગના પ્રખ્યાત ચાના બગીચામાંથી મેળવવામાં આવે છે. કાલિમપોંગમાં કાલિમપોંગ સરકાર અતિથિગૃહની નજીક ગોલ્ફનું મેદાન પણ છે.[૨][૫૮]

કાલિમપોંગના સાંસ્કૃતિક કેન્દ્રોમાં લેપ્ચા સંગ્રહાલય અને ઝાંગ ધોક પાલરી પોડાંગ આશ્રમનો સમાવેશ થાય છે. લેપ્ચા સંગ્રહાલય મૂળ સિક્કિમ પ્રજાના શહેરની મધ્યમાં આવેલા સાંસ્કૃતિક લેપ્ચા સમુદાયના પ્રદર્શન કેન્દ્રથી એક કિલોમિટરના અંતરે છે. ઝાંગ ધોક પાલરી પોડાંગ આશ્રમ કંગયુરના 108 ભાગ ધરાવે છે અને તે બૌદ્ધ ધર્મ ગેલુગના ગ્રંથો છે.

કિરણ દેસાઇની 2006માં બુકર પ્રાઇઝ પુરસ્કાર જીતેલી નવલકથા ધ ઇનહેરિટન્સ ઓફ લોસ 1980ના કાલિમપોંગની વાત કરવામાં આવી છે, વાર્તામાં નિવૃત્ત ન્યાયાધીશનો પરિવાર અને તેના પાડોશીની વાત સાથે જીએનએફએલના નેતૃત્ત્વમાં નેપાળીઓના વિદ્રોહ ચળવળનો ઉલ્લેખ છે. તેની નોંધ કેટલાંક નેપાળીઓ દ્વારા લેવામાં આવી છે, જેમાં મુખ્યત્ત્વે લેખક ડી બી ગુરુએ ગુસ્સામાં એવો આક્ષેપ કર્યો છે કે નકારાત્મક બીબાઢાળમાં ભારતીય નેપાળી લોકોને નવલકથામાં આલેખવામાં આવ્યા છે.[૫૯]

માધ્યમો અને શિક્ષણ[ફેરફાર કરો]

કાલિમપોંગ ભારતમાં દેખાતી લગભગ તમામ ટેલિવિઝન ચેનલો મેળવે છે. કેબલ ટેલિવિઝનની સેવા શહેરના મોટાંભાગના ઘરોમાં છે, જ્યારે સેટેલાઇટ ટેલિવિઝન સામાન્ય રીતે બહારના વિસ્તારમાં છે. મુખ્ય પ્રવાહની ભારતીય ચેનલો ઉપરાંત કાલિમપોંગ સ્થાનિક કેબલ નેટવર્ક મારફતે સ્થાનિક નેપાળી ભાષાની ચેનલો પણ મેળવે છે જેમાં હિલ ચેનલ, કાલિમપોંગ ટેલિવિઝન કેટીવી, દૈનંદિની, હાલ ખબર વગેરેનો સમાવેશ થાય છે. કાલિમપોંગમાં આવતા અંગ્રેજી અખબારોમાં ધ સ્ટેટ્સમેન અને ધ ટેલિગ્રાફ નો સમાવેશ થાય છે જે સિલિગુરીમાં છપાય છે.[૬૦][૬૧] તેમજ ધ ઇકોનોમિક ટાઇમ્સ અને ધ હિન્દુસ્તાન ટાઇમ્સ નો પણ સમાવેશ થાય છે જે કોલકાતા (કલકત્તા)માં છપાય છે.આ બહારના પ્રકાશન સિવાય કાલિમપોંગ પોતાનું અંગ્રેજી સામાયિક હિમાલયન ટાઇમ્સ છે જે તેના જુસ્સાદાર અને સ્પષ્ટવક્તા લેખો માટે પ્રખ્યાત છે.[૬૨] આ વિસ્તારમાં અન્ય ભાષાઓની સરખામણીએ નેપાળી, હિન્દી અને બંગાળી જાણીતી સ્થાનિક ભાષા તરીકે બોલાય છે.[૧૯] દાર્જિલિગ પહાડી વિસ્તારમાં આ દરેક પ્રકારની ભાષાના સમાચારપત્રો મળી શકે છે. સૌથી વધુ ચલણમાં હોય તેવા નેપાળી સમાચારપત્રોમાં હિમાલય દર્પણ, સુનાખરી સમાચાર સૌથી વધુ વંચાય છે.[૬૨] તિબેટ મિરર કાલિમપોંગથી પ્રકાશિત થયેલું સૌ પ્રથમ તિબેટીયન ભાષાનું અખબાર હતું જે 1925માં શરૂ થયું હતું.[૬૩]

અહીં ઇન્ટરનેટ સેવા અને ઇન્ટરનેટ કાફેની સુવિધા સારી છે. તેમને વિવિધ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર દ્વારા બ્રોડબેન્ડ, ડેટાકાર્ડ ડબલ્યુએલએલ, ડાયલઅપ લાઇન મારફતે સેવા પુરી પડાય છે.[૬૪][૬૫]. કાલિમપોંગમાં જાહેર રેડિયો સ્ટેશન ઓલ ઇન્ડિયા રેડીયો ઉપરાંત અન્ય રાષ્ટ્રીય અને ખાનગી રેડીયો ચેનલો પણ છે. આ વિસ્તારમાં ભારતની મોટા ભાગની ટેલિકમ્યુનિકેશન કંપનીઓ તમામ પ્રકારની સેલ્યુલર સેવા પુરી પાડે છે.[૬૬]

કાલિમપોંગમાં પંદર મુખ્ય શાળા છે જેમાં સૌથી જાણીતા શાળાઓમાં સેન્ટ જોસફ્સ કોન્વેન્ટ, ડો. ગ્રેહામ્સ હોમ્સ, [[સેન્ટ ઓગસ્ટિન્સ સ્કૂલ]અને [સપ્તશ્રી જ્ઞાનપીઠ]]નો સમાવેશ થાય છે. સ્કોટિશ યુનિવર્સિટી મિશન ઇન્સ્ટિટ્યૂટ કાલિમપોંગની પ્રથમ શાળા હતી જે 1886માં ખોલવામાં આવી હતી. શાળાઓમાં ધોરણ 10 સુધી શિક્ષણ અપાય છે ત્યારબાદ વિદ્યાર્થી જુનિયર કોલેજ અથવા શાળાના વધારાના બે વર્ષના અભ્યાસ ક્રમમાં જોડાઇ શકે છે. કાલિમપોંગ મહાવિદ્યાલય અને કલુની કન્યા મહાવિદ્યાલય શહેરના મુખ્ય મહાવિદ્યાલયો છે. બંને ઉત્તર બંગાળ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા છે. તેમ છતાં મોટાંભાગના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે સિલિગુરી અને કલક્ત્તાને જ પસંદ કરે છે. થારપા ચોલિંગ મેનસ્ટરી, કાલિમપોંગની નજીક થ્રીપાઇ પહાડી ઉપર સ્થિત છે, તેનું સંચાલન યલો હેટ સંપ્રદાય દ્વારા થાય છે અને તેની પાસે તિબેટીઅન હસ્તપ્રત અને ઠંકા છે.[૬૭]

વન્યજીવ અને વનસ્પતિ[ફેરફાર કરો]

હેલિકોનિયા

કાલિમપોંગની આસપાસનો વિસ્તાર પશ્ચિમ હિમાલયમાં આવેલો છે જેનું ઇકોલોજિકલ હોટસ્પોટ તરીકે વર્ગીકરણ થયેલું છે જે માત્ર ત્રણ ભારતીય ઇકોરિજન પૈકીનું એક છે. નીઓરા ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન કાલિમપોંગ પેટાવિભાગની અંદર સ્થિત છે અને તે વાધોનું નિવાસસ્થાન છે.[૬૮] બાવળ નીચી ઊંચાઇએ વ્યાપકપણે જોવા મળતી જાત છે જ્યારે તજ, ફિકસ, વાંસ, થોર અને ઇલાયટી, ઊંચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ઊંચાઇએ આવેલા જંગલો પાઇનના ઝાડ અને અન્ય બારમાસી આલ્પાઇન વનસ્પતિના બનેલા છે. કાલિમપોંગના પૂર્વ વિસ્તારમાં બારેમાસ લીલા રહેતા વૃક્ષની સાત પ્રજાતિ મળે છે. પાનખર જંગલમાં ઓક, બિર્ચ, મેપલ અને ઓલ્ડરનો સમાવેશ થાય છે.[૬૯] કાલિમપોંગની આસપાસ ઓર્કિડની ત્રણ સો જાત જોવા મળે છે. અને પોઇનસેટ્ટિયા અને સૂર્યમૂખી કેટલીક જંગલી જાત છે જે કાલિમપોંગના રસ્તાઓ પર જોવા મળે છે.[૭૦]

લાલા પાંડા, વાદળ જેવા ચિત્તા[૭૧], સાઇબેરીયન નોળિયો, એશિયાટિક કાળા રીંછ[૭૨], ભસતા હરણ[૭૩], હિમાલયન તાહર, ગોરલ, ગૌર[૭૩] અને પાંગોલિન કાલિમપોંગમાં જોવા મળતા પ્રાણીઓ છે. આ ક્ષેત્રના પક્ષીઓમાં તેતર, કોયલ, મિનિવેટ, કાબર, મેના, ઓરિયોલ, ઘુવડ, પારાકીટ, પાર્ટ્રીજ, સૂર્યપક્ષી, સ્વાલોઝ, સ્વિફટ અને લક્કડખોદનો સમાવેશ થાય છે.[૭૧]

કાલિમપોંગમાં ચોતાલીસ નર્સરી આવેલી છે જે મુખ્યત્વે ગ્લેડીઓલીનો ઉછેર કરે છે. ભારતના ગ્લોડીઓલીના કુલ ઉત્પાદનમાં તેનું 80% યોગદાન છે. અહીં ઓર્કિડનો પણ ઉછેર થાય છે જેની વિશ્વના ઘણા ભાગમાં નિકાસ થાય છે. કાલિમપોંગની અંદર રિશિ બંકિમ ચંદ્રા ઉદ્યાન જીવવિજ્ઞાનનું સંગ્રહાલય છે.[૭૪] કાલિમપોંગ ખાતે આવેલું સાઇટ્રસ ડાયેબેક રિસર્ચ સ્ટેશન બિમારીઓ પર અંકુશ, છોડના સંરક્ષણ અને રોગમુક્ત નારંગીના બિયારણના ઉત્પાદન અંગે કામ કરે છે.[૭૫]

નોંધ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Four water tanks for hill residents". The Telegraph, Calcutta. 2008-10-23. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "General Information". Tourism Department. Darjeeling Gorkha Hill Council. મેળવેલ 2008-12-08.
 3. "India moves over 6,000 troops to border with China". The Hindu. 13 December 2007. મૂળ માંથી 2012-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 4. "Education and prospects for employment" (PDF). Government of Sikkim. પૃષ્ઠ 33. મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-21.
 5. ૫.૦ ૫.૧ "Special: Kalimpong, West Bengal". Rediff. મેળવેલ 2008-12-08.
 6. "Kalimpong Etymology". Government of West Bengal. મૂળ માંથી 2008-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ "History of kalimpong". Darjeelingnews.net. Darjeeling News Service. મૂળ માંથી 2007-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-17.
 8. "Kalimpong". NITPU Kolkata, West Bengal. મૂળ માંથી 2008-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-11.
 9. Gurung, Chanda (2006). "The Social and Gendered Nature of Ginger Production and Commercialization". માં Ronnie Vernooy (સંપાદક). Social and Gender Analysis in Natural Resource Management. International Development Research Centre (Canada), NetLibrary, Inc. પૃષ્ઠ 39–43. ISBN 155250218X. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ "Next weekend you can be at ... Kalimpong". The Telegraph. 3 September 2006. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-09. |first= missing |last= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ૧૧.૫ ૧૧.૬ Banerjee, Partha S (19 May 2002). "A quiet hill retreat, far from the tourist crowd". Spectrum, The Tribune. The Tribune Trust. મેળવેલ 2007-02-17.
 12. Gorkhaland Movement: A Study in Ethnic Separatism. APH Publishing. 2000. પૃષ્ઠ 43. ISBN 9788176481663. |first= missing |last= (મદદ)
 13. Khawas, Vimal (31 December 2004). "The Forgotten Way: Recalling the road to Lhasa from Kalimpong". The Statesman. The Statesman Ltd.
 14. "Call for Gorkhaland renewed". Darjeeling Times. 2007-10-07. મૂળ માંથી 2008-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-13.
 15. Indo Asian News Service (2008-06-25). "West Bengal faces another blockade, this time for Kamtapur state". AOL India News. મેળવેલ 2009-01-13.
 16. ૧૬.૦ ૧૬.૧ "Identification and Mapping of Hazard Prone areas regarding landslide in the Darjeeling Hill areas". Department of Ecology & Environment. Government of Darjeeling. મૂળ માંથી 2008-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-20. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); |first= missing |last= (મદદ)
 17. "Guide to the Indian Army (East): Sikkim". Official website of Indian Army. મેળવેલ 2009-02-23.
 18. "પશ્ચિમ બંગાળ માર્કેટિંગ બોર્ડ". મૂળ માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
 19. ૧૯.૦ ૧૯.૧ Nabotpal Chanda (2008-09-12). "Next weekend you can be at ...Kalimpong". The Telegraph, Calcutta. મૂળ માંથી 2010-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30.
 20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ Norbu, Passang (17 October 2008). "Kalimpong – As popular an educational destination as ever". Kuensel Online. Kuensel Corporation. મેળવેલ 2008-12-09.
 21. રાઉટ ઓફ પ્રોમિસ સંગ્રહિત ૨૦૧૨-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન, ફ્રન્ટલાઇન મેગેઝિન સંગ્રહિત ૨૦૦૧-૦૭-૧૦ ના રોજ વેબેક મશિન, ભાગ 20, અંક 14; 5–18 જુલાઈ જુલાઈ 2004
 22. ૨૨.૦ ૨૨.૧ "Pranab blots out Jelep-la from memory". The Telegraph, Calcutta. 2008-03-19. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-14.
 23. Social and Gender Analysis in Natural Resource Management: Learning Studies and Lessons from Asia. IDRC. 2006. પૃષ્ઠ 64. ISBN 155250218X. |first= missing |last= (મદદ)
 24. "Champagne among teas". Deccan Herald. The Printers (Mysore) Private Ltd. 2005-06-17. મૂળ સંગ્રહિત માંથી 2007-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-18.
 25. The Himalayas: An Anthropological Perspective. M.D. Publications Pvt. Ltd. 1996. પૃષ્ઠ 144. ISBN 9788175330207. |first= missing |last= (મદદ)
 26. કાલિમપોંગ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન, ભારતના હવાખાવાના સ્થળ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
 27. "Kalimpong cheese : a vanishing recipe". East-Himalaya.com. મૂળ માંથી 2011-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
 28. "Quiet ambience & panoramic view of Himalayas". IndiaPost.com. મૂળ માંથી 2007-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
 29. "NH wise Details of NH in respect of Stretches entrusted to NHAI" (PDF). National Highway Authority of India. મૂળ (PDF) માંથી 2009-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 30. "Hill traffic slides to standstill". The Telegraph, Calcutta. 2006-09-16. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 31. "Final report on Waste Inventory (MSW & BMW) in West Bengal" (PDF). Census of India. Government of West Bengal. મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 32. ૩૨.૦ ૩૨.૧ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
 33. "Kalimpong Municipality". Department of Municipal Affairs. Government of West Bengal. મૂળ માંથી 2015-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 34. "Memoranda of Settlement - DGHC". Darjeeling Times. મૂળ માંથી 2009-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 35. ૩૫.૦ ૩૫.૧ "History of Darjeeling: Darjeeling-Today". Official website of Darjeeling District. મેળવેલ 2008-12-22.
 36. "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. મૂળ માંથી 2009-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 37. "District data police information" (PDF). Government of West Bengal. મેળવેલ 2008-12-22.[હંમેશ માટે મૃત કડી]
 38. "Hannah murder: Kohli handed over to CBI". Tribune India. 17 July 2004. મેળવેલ 2008-12-22. |first= missing |last= (મદદ)
 39. "Kalimpong Municipality". Official website of the Department of Municipal Affairs, Government of West Bengal. મૂળ માંથી 2015-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 40. "GNLF protests poll security". The Telegraph. 5 July 2004. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 41. Rajeev Ravidas (2007-09-13). "Nature's fury continues unabated—Slides & cave-ins ravage hills". The Telegraph, Calcutta. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 42. "Power shock jolts Kalimpong". The Telegraph, Calcutta. 2003-12-06. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 43. "Tax slash plan for solar users". The Telegraph, Calcutta. 2008-01-09. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 44. Rajeev Ravidas (2007-10-31). "PWD report on road repair". The Telegraph, Calcutta. મૂળ માંથી 2007-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30.
 45. "Health care units and bed capacity" (PDF). Government of West Bengal. પૃષ્ઠ 43. મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-22.
 46. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. મૂળ (PDF) માંથી 2006-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-08.
 47. Bhutan: Society and Polity. Indus Publishing. 1996. પૃષ્ઠ 80. ISBN 9788173870446. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); |first= missing |last= (મદદ)
 48. ૪૮.૦ ૪૮.૧ "People and culture". Government of Darjeeling. મેળવેલ 2009-01-03.
 49. Rebuilding Buddhism. Harvard University Press. 2005. પૃષ્ઠ 25. ISBN 9780674019089. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); |first= missing |last= (મદદ)
 50. "Karmapa Charitable Trust: Announcement from the Council of His Holiness Gyalwa Karmapa" (PDF). 2006-05-17. મૂળ (PDF) માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-16.
 51. "Muslims of Tibet". Times of India. 4 May 2008. મેળવેલ 2008-12-29.
 52. "Prayers for tsunami dead - Tragedy unites Kalimpong faithful". Telegraph India. 7 January 2005. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-29.
 53. Rajeev Ravidas (2007-02-07). "Cricket feast for hill sports freaks - Tourney draws the best of talent". The Telegraph, Calcutta. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-16.
 54. "Soccer for I-Day celebrations". The Telegraph, Calcutta. 2005-08-03. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-16.
 55. "Kalimpong boys dream big after Subroto Cup debut". CNN-IBN. 19 September 2008. મૂળ માંથી 2008-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-03. |first= missing |last= (મદદ)
 56. Thapa, T.B. "Diversification in processing and marketing of yak milk based products". International Livestock Research Institute. મૂળ માંથી 2009-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-14.
 57. "Food". Outlook Traveller. Outlook. 2008. મૂળ માંથી 2013-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-30.
 58. "Kalimpong charms Tollywood tribe". The Telegraph. 27 December 2004. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 59. "Kiran's 'colonial' work irks Nepal". Times of India. 5 December 2006. મેળવેલ 2008-12-08.[હંમેશ માટે મૃત કડી]
 60. "About Us". The Statesman. મૂળ માંથી 2008-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 61. "About Us". The Telegraph, Calcutta. મૂળ માંથી 2016-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-24.
 62. ૬૨.૦ ૬૨.૧ "Darjeeling, your travel guide" (PDF). Golden Tips Tea, a company from Darjeeling. 2006. પૃષ્ઠ 73. મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30.
 63. Exile as Challenge: The Tibetan Diaspora. Orient Blackswan. 2003. પૃષ્ઠ 172. ISBN 9788125025559. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); |first= missing |last= (મદદ)
 64. "Net tax: pay more to surf in Kalimpong". The Telegraph. 11 April 2003. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-08.
 65. "Link failure hits hotels, cafes". The Telegraph, Calcutta. 2006-05-22. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-25.
 66. "BSNL trips on tourist rush". The Telegraph, Calcutta. 2004-11-03. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30.
 67. Roma Bradnock (2004). Footprint India. Footprint Travel Guides. પૃષ્ઠ 610. ISBN 1904777007. મેળવેલ 2009-01-30.
 68. "Tiger census in North Bengal this year". Times of India. 17 November 2008. મેળવેલ 2008-12-08.
 69. "Geography of the land". Department of Tourism. Government of West Bengal. મૂળ માંથી 2009-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-30.
 70. "The road to Kalimpong". Business Line. 28-OCT-02. મેળવેલ 2008-12-30. Check date values in: |date= (મદદ)
 71. ૭૧.૦ ૭૧.૧ "Neora Valley National Park". Department of Tourism. Government of West Bengal. મૂળ માંથી 2009-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-30.
 72. Bears: Status Survey and Conservation Action Plan. IUCN/SSC Polar Bear Specialist Group, Kana Moll, Joseph Moll. Species Survival Commission of the International Union for Conservation of Nature and Natural Resources. 1999. પૃષ્ઠ 205. ISBN 9782831704623. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: others (link)
 73. ૭૩.૦ ૭૩.૧ "Ungulates of West Bengal and its adjoining areas including Sikkim, Bhutan and Bangladesh". Government of West Bengal. મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-30. |first= missing |last= (મદદ)
 74. India. Lonely Planet. 2005. પૃષ્ઠ 494. ISBN 1740596943, 9781740596947 Check |isbn= value: invalid character (મદદ). |first= missing |last= (મદદ)
 75. "Report of the task group on problems of hilly areas". Government of India. planningcommission.nic.in. 2008. મૂળ માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-09. Unknown parameter |month= ignored (મદદ)

સંદર્ભો[ફેરફાર કરો]

 • ગાઇડ ટુ કાલિમપોંગ – ત્રીજી આવૃત્તિ (2002) — સંદીપ સી જૈન — હિમાલયન સેલ્સ
 • સંઘર્ક્ષિતા, ફેસિંગ માઉન્ટ કંચનજંગા — વિન્ડહોર્સ પબ્લિકેશન્સ, 1991, ISBN 0-904766-52-7
 • લેપ્ચા, માય વેનિશિંગ ટ્રાઇબ — એ.આર. ફોનિંગ, ISBN 81-207-0685-4
 • ધ અનકોન એન્ડ અનટોલ્ડ રિયાલિટી એબાઉટ ધ લેપ્ચાસ — કે.પી. ટામસેન્ગ

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

ઢાંચો:Darjeeling District