ઊન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લાંબા અને ટૂંકા ઊન બોનવિલે, અર્કાન્સાસમાં સાઉથ સેન્ટ્રલ ફેમિલી ફાર્મ રિસર્ચ સેન્ટર ખાતે
ઊન વિભાગ, વાલ્ચા શો.ડાબી બાજુએ ક્રીમી ફ્લીસ સંકર ઊન છે

ઊન એ ઘેટાં અને બીજા ચોક્કસ કેટલાંક પ્રાણીઓના વાળમાંથી મળતા વણીને કાપડ બનાવી શકાય તેવા રેસા છે,[૧] જેમાં બકરીમાંથી કાશ્મીરી, બકરીમાંથી મોહૈર, ઊંટવંશના પ્રાણી વિક્યુના, અલ્પાકા અને ઊંટ તેમજ સસલામાંથી અંગોરાનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો] ઊનમાં એવા કેટલાંક ગુણધર્મો છે કે જેનાથી તે વાળ કે રૂંવાટીથી અલગ પડે છેઃ તેમાં ગડીઓ પડેલી હોય છે, તે લવચિક હોય અને તે તાર (ઝુમખા)માં વધે છે.[૨]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

ચેમ્પિયન હોગેટ પ્લીસ, વાલ્ચા શો
બારીક ન્યૂ ઝીલેન્ડ મેરિનો ઊન અને પિંજેલું ઊન ટેબલની ઉપર

ઊનના લાંબા થવાના અને ગડી પડવાનાગુણધર્મોને કારણે અલગ અલગ રેસાને એકબીજા સાથે વણાટ કરવાનું સરળ બને છે. તેનાથી તે એકબીજા સાથે જોડાયેલા રહે છે. ગડીને કારણે ઊનના રેસામાં અન્ય કાપડો કરતા વધુ જગ્યા હોય છે અને તે હવા જાળવી રાખે જેને કારણે ઉત્પાદન ઉષ્મા જાળવી રાખે છે. અવાહકતા બંને સ્તરે કામ કરે છે. આરબની વિચરતી જાતિ બિડોઇન અને સહાર પ્રદેશની વિચરતી જાતિ ટુઆરેજ ગરમીને દૂર રાખવા ઊનના કપડાનો ઉપયોગ કરે છે. ગડીની માત્રા સાથે ઊનના રેસાની બારીકાઇ સંકળાયેલી છે. મેરિનો જેવા બારીક ઊનમાં ઇંચ દીઠ 100 સુધીની ગડી હોય છે, જ્યારે કારાકુલ જેવા બરછટ ઊનમાં એક કે બે ગળી હોઈ શકે છે. આની સામે વાળમાં ભાગ્યે જ કોઇ પડ કે ગડી હોય છે તેમજ તેમાંથી સુતર બનાવાની નહિવત ક્ષમતા હોય છે. ઘેટાંંમાં ઊનના આવરણમાં રહેલા વાળવાળા ભાગને કેમ્પ કહેવામાં આવે છે. કેમ્પની સાપેક્ષ માત્રા દરેક ઓલાદમાં અલગ અલગ હોય છે અને કેટલાંક ઊનના આવરણ ગોદડા કે બીજી પ્રતિરોધક ઉત્પાદનો માટેના બેટ્સમાં વણાટ, ગૂંચ અથવા છટણી માટે વધારે ઇચ્છનીય હોય છે.

ઊનના રેસા હાઇગ્રોસ્કોપિક હોય છે એટલે કે તે ભેજને તરત શોષી લે છે. ઊન પોતાના વજનના એક તૃતીયાંશ જેટલા ભેજને શોષી શકે છે.[૩] ઊન બીજા રેસાની જેમ અવાજને પણ શોષી લે છે. ઊન સામાન્ય રીતે ક્રીમ સફેદ રંગમાં હોય છે, જોકે ઘેટાંની કેટલીક ઓલાદ કાળો, કથ્થઇ, અને રૂપેરી જેવા કુદરતી રંગ અને કેટલીક વાર મિશ્ર રંગનું ઊન આપે છે. કપાસ અને કેટલાંક કૃત્રિમ રેસાની સરખામણીમાં ઊન ઊંચા તાપમાને સળગે છે. તેમાં આગ પ્રસરવાનો દર નીચો છે, તે નીચી ઉષ્મા મુક્તિ, નીચી દહન ઉષ્મા ધરાવે છે અને તે ઓગળતું કે ટપકતું નથી,[૪] તે ચાર રચે છે જે, પ્રતિરોધક અને પોતાની રીતે ઓલવાઈ જાય તેવી હોય છે. તેનો ચટ્ટાઇ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે તળીયું બનાવવના અન્ય ઉત્પાદનોની સરખામણીમાં ઓછા ઝેરી ગેસ અને ધુમાડો છોડે છે.[૫] ઊનની કાર્પેટ ટ્રેન કે વિમાન જેવા વાહનોમાં ઊંચા સલામતી વાતાવરણ માટે યોગ્ય છે. ફાઇયફાઇટર્સ, સૈનિકો અથવા આગની સંભાવના ધરાવતા બીજા વ્યવસાયિકોના કપડા માટે સામાન્ય રીતે ઊનનો ઉપયોગ કરવામાં આવે છે.[૫] ઊન સ્થાયી વીજળી માટે પ્રતિરોધક છે, કારણ કે રેસામાં જાળવાઈ રહેલી ભીનાશ વીજળીને અંકુશિત કરે છે. માટે ઊનના કપડા તણખા પેદા કરે કે શરીરને ચોંટે તેવી શક્યતા ઓછી હોય છે. ઊનના સીટ કવર કે કાર્પેટના ઉપયોગથી વ્યક્તિ જ્યારે જમીન પરની વસ્તુને સ્પર્શ કરે છે ત્યારે શોક લાગવાનું જોખમ ઘટાડે છે. તબીબી વ્યવસાયમાં ઊનને હાઇપોએલેર્જિક ગણવામાં આવે છે.[સંદર્ભ આપો]

પ્રક્રિયા[ફેરફાર કરો]

ઊન ઉતારવાની પ્રક્રિયા[ફેરફાર કરો]

બારીક મેરિનો ઉતારવાની ક્રિયા લિઝમોર, વિક્ટોરીયા

ઘેટાંના ઊન કાતરવાની પ્રક્રિયામાં ઘેટાંના ઊની આવરણને કાપી લેવામાં આવે છે. ઊનને કાતરવામાં આવ્યા પછી ઊનને ચાર મુખ્ય શ્રેણીમાં અલગ કરવામાં આવે છે, જેમાં ફ્લીસ (વિશાળ આવરણ) નાના ટુકડા, બેલીઝ અને લોકનો સમાવેશ થાય છે.[૬] ફ્લીઝની ગુણવત્તાને વૂલ ક્લાસિંગ નામની ટેકનીકથી નક્કી કરવામાં આવે છે, જેમાં નિષ્ણાત વ્યક્તિ જે વૂલ ક્લાસર તરીકે ઓળખાય છે અને આ વ્યક્તિ ખેડૂતો કે ઘેટાંના માલિકીને મહત્તમ વળતર આપવા માટે સમાન ગ્રેડ ધરાવતા ઊનને અલગ પાડે છે. ઓસ્ટ્રેલિયામાં હરાજીની પ્રથમ શરૂ થઈ તે પહેલા તમામ મેરિનો ફ્લીસ ઊનને માઇક્રોન, યીલ્ડ (વનસ્પતિ ઘટકની માત્રા સહિત), તારની લંબાઇ, તારની મજબૂતાઈ અને ઘણીવાર રંગ અને સાનૂકુળતા પરિબળને આધારે વર્ગીકૃત કરવામાં આવતું હતું.

પીંજણ[ફેરફાર કરો]

ઘેટાંમાંથી સીધા ઉતારવામાં આવેલા ઊનને ‘ગ્રીસી વૂલ’[૭] અથવા ‘વૂલ ઇન ધ ગ્રીસ’ કહેવામાં આવે છે, જેમાં મૂલ્યવાન લેનોલિન, અન્ય રજકણો, મૃત ચામડી, પરસેવાના બાકી અંશ, જંતુનાશકો અને વનસ્પતિની ઊંચી માત્રા હોય છે. ઊનનો વેપારી હેતુ માટે ઉપયોગ થાય તે પહેલા તેને પીંજવામાં આવે છે, જેમાં ગ્રીસી ઊનને સ્વચ્છ કરવામાં આવે છે. પીંજવાની પ્રક્રિયા ગરમ પાણીમાં સ્નાન કરવા જેટલી સરળ અથવા ડિટર્જન્ટ અને આલ્કાલી અને વિશેષ ઉપકરણનો ઉપયોગ કરતી ઔદ્યોગિક પ્રક્રિયા જેટલી જટીલ પણ હોઈ શકે છે.[૮] વેપારી ઊનમાં વનસ્પતિના તત્વોને કેમિકલ કાર્બોનાઇઝેશન દ્વારા દૂર કરવામાં આવે છે.[૯] ઓછા પ્રોસેસ થયેલા ઊનમાં વનસ્પતિજન્ય તત્વોને હાથ વડે દૂર કરી શકાય છે અને અકબંધ રહેલા કેટલાંક લેનોલિનને હળવા ડિટર્જન્ટથી દૂર કરી શકાય છે. સેમી-ગ્રીસ ઊનમાંથી યાર્ન બનાવી શકાય અને તેને ગૂંથીને ખાસ કરીને અરાન ટાપુના માચ્છીમારો બનાવે છે તેવા જળપ્રતિરોધક હાથ મોજા કે સ્વેટર બનાવી શકાય છે. ઊનમાંથી દૂર કરવામાં આવેલા લેનોલિનનો હેન્ડ ક્રીમ જેવા સૌંદર્યપ્રસાધન ઉત્પાદનોમાં વ્યાપક ઉપયોગ થાય છે.

ગુણવત્તા[ફેરફાર કરો]

ઊનના વિવિધ પ્રકાર અને કુદરતી રંગો અને ઊનમાંથી બનાવેલું ચિત્ર

ઊનની ગુણવત્તાને રેસાના વ્યાસ, ક્રીમ્પ, નીપજ, રંગ અને તારની લંબાઇ જેવા પરિબળોને આધારે નક્કી કરવામાં આવે છે. રેસાનો વ્યાસ ગુણવત્તા અને ભાવ નક્કી કરતું સૌથી વધુ મહત્ત્વનું પરિબળ છે. સામાન્ય રીતે મેરિનો ઊનની લંબાઇ 3થી 5 ઇંચ હોય છે અને ખૂબ જ બારીક (12થી 24 માઇક્રોન વચ્ચે) હોય છે.[૧૦] સૌથી બારીક અને સૌથી મૂલ્યવાન ઊન મેરિનો હોગિસ્ટ (એક વર્ષની ઉંમરના ઘેટાં)માંથી મળે છે. માંસ માટે ઉછેરવામાં આવેલા ઘેટાંમાંથી લેવામાં આવેલુ ઊન સામાન્ય રીતે વધુ જાડુ હોય છે અને તેના રેસાની લંબાઇ 1.5થી 6 ઇંચ સુધીની હોય છે. જો ઘેટું તેના ઊની આવરણમાં વધારો કરી રહ્યું હોય ત્યારે તેને તાણમાં રાખવામાં આવે તો ઊનમાં નુકસાન કે ખામી આવી શકે છે, તેનાથી નાના ડાઘા પડી જાય અને ત્યાંથી ઊનનું આવરણ તૂટી જાય તેવી શક્યતા હોય છે.[૧૧]

ઊનને તેના વ્યાસના માપ અને તેની શૈલીને આધારે વિવિધ ગ્રેડમાં અલગ કરવામાં આવે છે. આ ગ્રેડ ઓલાદ કે ઊના હેતુ આધારિત અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે:

 • <15.5 - અલ્ટ્રાફાઇન મેરિનો[૭]
 • 15.6-18.5 - સુપરફાઇન મેરિનો
 • 18.6-20 - ફાઇન મેરિનો[૭]
 • 20.1-23 - મિડીયમ મેરિનો
 • 23< - મજબૂત મેરિનો[૭]
 • કમબેક: 21-26 માઇક્રોન, સફેદ, 90-180 મીમી લંબાઈ
 • ફાઇન ક્રોસબ્રેડઃ 27-31 માઇક્રોન્સ, કોરિડેલ વગેરે.
 • મેડિયમ ક્રોસબ્રેડઃ 32-35 માઇક્રોન્સ
 • ડાઊન્સઃ23-34 માઇક્રોન્સ, ખાસ કરીને ચળકાટ અને તેજસ્વીતા વગરનું ઉદાહરણો, ઓસીડાઊન, ડોરસેટ હોર્ન, સફોક વગેરે.[૧૨]
 • કોર્સ ક્રોસબ્રેડઃ 36> માઇક્રોન્સ
 • કાર્પેટ વૂલ- 35-45 માઇક્રોન[૭]

25 માઇક્રોન્સથી વધુ બારીકતા ધરાવતા કોઇ પણ ઊનનો ઉપયોગ કપડા બનાવવા થઈ શકે છે, જ્યારે વધુ જાડાં ગ્રેડના ઊનનો ઉપયોગ બહારના પોશાક કે ગાદલા, પાથરણા વગેરેમાં થાય છે. ઊન જેટલું બારીક હોય તેટલું વધુ કોમળ હોય છે. જાડા ગ્રેડના ઊન વધુ ટકાઉ હોય છે અને ગડીઓ વળી જવાની શક્યતા ઓછી રહે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સૌથી બારીક મેરિનો ઊન 1પીપી (PP) તરીકે ઓળખાય છે, જે મેરિનો ઊનની ઉત્કૃષ્ટતા માટેનો ઉદ્યોગનો એક માપદંડ છે, આ ઊન 16.9 માઇક્રોનની લંબાઈ ધરાવતું અને બારીક હોય છે. આ પ્રકારના ઊન બ્રિટિશ વૂલના મૂળ નિયમો જે હાલમાં ઓસ્ટ્રેલિયન વૂલ એક્સેક્સ (એડબલ્યુઇએક્સ (AWEX)) કાઊન્સિલમાં પણ અમલી છે તે મુજબના માપદંડના આધારે નક્કી થતી બારીકાઈ, રેસા, રંગ અને શૈલીની સર્વોચ્ચ સ્તરનું પ્રતિનિધત્વ કરે છે. દર વર્ષે વેચાતી લાખો ગાંસડીઓમાંથી માત્ર કેટલીક ડઝન ગાંસડીઓને જ 1પીપી (PP) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.[૧૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

રામલ્લાનો ઊન કાંતી રહેલો એક વ્યક્તિહાથથી દોરેલો ફોટોગ્રાફ 1919, સુધારેલો
ઊન સ્કર્ટિંગ અને રોલિંગ ઓસ્ટ્રેલિયા સર્કા 1900માં

ઘેટાં અને બકરા, જે ઊનનો બીજો મહત્ત્વનો સ્રોત છે, ઉછેરની પ્રવૃત્તિમાં વધારાની સાથે કાચા માલની ઉપલબ્ધતામાં વધારો થયો છે, તેથી કપડા માટે બનાતના કાપડ કે વણાટ ઊનનો ઉપયોગ પ્રારંભિક સંસ્કૃતિના લક્ષણો છે. કાતરની શોધ પહેલા સંભવતઃ લોહ યુગમાં ઊનને હાથથી ખેંચવામાં આવતું હતું અથવા તાંબાના ઓજારનો ઉપયોગ કરવામાં આવતો હતો. યુરોપનું સૌથી જુનું અને જાણીતા વૂલ ટેક્સટાઇલ, સીએ. ઇ.સ.પૂ. 1500 ડેનિશ બોગમાં સાચવી રાખવામાં આવ્યું છે.[૧૪] ઇ.સ.પૂ. 34,000 વખતના જંગલી બકરીના વૂલ રેસા જ્યોર્જિયાના ગણરાજ્યની પ્રાગૈતિહાસિક ગુફામાં મળી આવ્યા હતા, જે સૂચવે છે કે આ સમય પહેલા પણ ઊનનું કાપડ બનાવવામાં આવતું હતું.[૧૫][૧૬]

રોમન યુગમાં યુરોપના લોકો ઊન, શણના કપડા, ચામડાના કપડાનો ઉપયોગ કરતા હતા. ભારતનું કપાસ એક જિજ્ઞાસા હતી અને તેની જાણકારી માત્ર પ્રકૃતિશાસ્રી પાસે હતી અને ચીનથી સિલ્ક રૂટ મારફતે આયાત કરવામાં આવતું રેશમનું કાપડ ધનિકોની વૈભવી જીવનશૈલીનું પ્રતીક હતું. પ્લીની ધ એલ્ડર (પ્રાચીન રોમન ઇતિહાસવિદો) તેમની નેચરલ હિસ્ટરીમાં નોંધે છે કે ટેરેન્ટમ શ્રેષ્ઠ ઊનના ઉત્પાદનની પ્રતિષ્ઠા ધરાવતું હતું, જ્યાં પસંદગીપૂર્વકના સંવર્ધનથી શ્રેષ્ઠ ઊનના આવરણ સાથેના ઘેટાંની જાત તૈયાર કરવામાં આવી હતી. જોકે, તે માટે વિશેષ કાળજી રાખવી પડતી હતી.

મધ્યકાલિન યુગમાં વેપારના માર્ગ વિસ્તર્યા હતા. પ્રોવિન્સ જેવા નાના કેન્દ્રમાં ઊનના કપડાના ઉત્પાદન કામગીરીને લગતા શેમ્પેઇન મેળાનું આયોજન થતું હતું. આ પછી વાર્ષિક ધોરણે મેળાનું આયોજન થયું હતું અને પ્રોવિન્સનું વૂલન્સ નેપલ્સ, સિસિલી, સાઇપ્રસ, મજોરકા, સ્પેન અને કોન્સ્ટેન્ટીનોપલમાં પ્રખ્યાત બન્યું હતું.[૧૭] ઊનનો વેપાર હવે નાણા ઊભા કરતો મહત્ત્વનો વ્યાપાર બન્યો હતો. 13મી સદીમાં ઊનનો વેપાર લો કન્ટ્રીઝ અને મધ્ય ઇટલીનું આર્થિક ચાલકબળ બન્યું હતું, પછીની સદીના અંત સુધીમાં ઇટલીનું વર્ચસ્વ સ્થપાયું હતું. જોકે 16મી સદીમાં ઇટલીએ રેશમના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.[૧૭] બંને પૂર્વ ઉદ્યોગો અંગ્રેજી કાચા ઊનની નિકાસ આધારિત હતી જે અંગ્રેજ તાજ માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત હતો. અંગ્રેજ તાજે 1275થી ઊનની નિકાસ પર "ગ્રેટ કસ્ટમ: નામનો નિકાસ વેરાનો નાંખ્યો હતો. અંગ્રેજી કાચા ઊનનું એક માત્ર હરીફ પંદરમી સદીમાંથી વિકસેલું કેસ્ટાઇલનું શીપવોક હતું. અંગ્રેજી અર્થતંત્રમાં ઊનનું મહત્ત્વ તે હકીકત પરથી દર્શાવી શકાય કે 14મી સદી સુધી હાઉસ ઓફ લોર્ડ્સનો પ્રિસાઇડિંગ ઓફિસર ઊનની ગાદીવાળી ખુરશી "વૂલસેક" પર બેસતો હતો.

સિસ્ટેસિન હાઉસિસે 12મી સદી અને 13મી સદીની શરૂઆત દરમિયાન જમીનના ભાવ નીચા હતા અને મજૂરો દુર્લભ હતા ત્યારે મોટા પાયે જમીન ખરીદીને ઊનના વેપારમાં મોટાપાયે ઉત્પાદનથી થતા આર્થિક લાભ મેળવવાનું શરૂ કર્યું હતું. કાચા ઊનની ગાંસડીઓ બાંધીને તેને નોર્થ સી પોર્ટ પરથી ફ્લેન્ડર્સના કાપડના શહેરો અને ખાસ કરીને વાયપ્રેસ અને ઘેન્ટ જેવા શહેરોમાં નિકાસ કરવામાં આવતી હતી, આ શહેરોમાં ઊનને ડાઇ કરીને કપડા બનાવવામાં આવતા હતા. બ્લેક ડેથના સમયમાં બ્રિટનની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ દેશના ઊનના કુલ ઉત્પાદનમાં આશરે 10 ટકા હિસ્સો વાપરતી હતી,[૧૮] 15મી સદીમાં બ્રિટનના ટેક્સટાઇલ વેપારમાં વધારાની સાથે ઊનની નિકાસને હતોત્સાહિત કરવામાં આવી હતી. આ સદીઓ દરમિયાન બ્રિટનના કાયદાનો ઊનના વેપાર પર અંકુશ હતો અથવા અંતિમવિધિમાં પણ ઊનનો ઉપયોગ કરવો જરૂરી હતી. ઊનની દેશ બહાર દાણચોરી આઉલિંગ તરીકે ઓળખાતો સજાપાત્ર ગુનો ગણવામાં આવતો હતો અને આ ગુના માટે હાથ કાપી નાંખવામાં આવતા હતા. પુનઃસ્થાપના પછી બ્રિટનના ઊનના કપડા આંતરરાષ્ટ્રીય બજારમાં રેશમની સ્પર્ધા કરવાનું શરૂ કર્યું હતું, બ્રિટનના વેપારને નેવિગેશન એક્ટથી મદદ મળી હતી. નેવિગેશન એક્ટ હેઠળ બ્રિટનના રાજાએ અમેરિકન કોલની બ્રિટન સિવાય બીજા કોઈ દેશ સાથે ઊનનો વેપાર ન કરી શકે તેવો કાયદો બનાવ્યો હતો.

ઊનના કાપડનું મૂલ્ય ઊનના ઉત્પાદનોના રંગકામ અને ફિનિશિંગમાં રહેલું હતું. ટેક્સટાઇલ વેપારના દરેક મથકમાં ઉત્પાદન પ્રક્રિયાને વિવિધ ભાગમાં વહેંચી નાંખવામાં આવી આવી હતી, જેમાં ઉદ્યોગસાહસિકો દ્વારા દેખરેખ રાખવામાં આવતી વ્યવસ્થાને ઇંગ્લીશ ધ ‘પુટિંગ આઉટ’ સિસ્ટમ અથવા ‘કુટિર ઉદ્યોગ’ તરીકે ઓળખવામાં આવતી હતી અને જર્મનીની સિસ્ટમ વેર્લાગસિસ્ટમ હતી. ઊનના કપડાનું ઉત્પાદન કરવાની આ સિસ્ટમને તાજેતરના ભૂતકાળ સુધી હેરિસ ટ્વીડના ઉત્પાદનમાં ઉપયોગ થતો હતો, તેમાં ઉદ્યોગસાહસિક કાચા માલ પૂરો અને આગોતરા નાણા પૂરા પાડવામાં આવતા હતા અને બાકીના નાણા ઉત્પાદનો મળ્યા પછી ચુકવવામાં આવતા હતા. લેખિત કરારની શરતોનું કારીગરોએ પાલન કરવું પડતું હતું. ફર્નાન્ડ બ્રોડેલે 1275ના દસ્તાવેજ ટાંકીને 13મી સદીની આર્થિક તેજીમાં પણ આ સિસ્ટમ ચાલુ રહી હોવાનું શોધી કાઢ્યું છે.[૧૭] આ સિસ્ટમ ગીલ્ડના નિયંત્રણો બાદ નાબૂદ થઈ હતી.

નવયુગના મંડાણ પહેલા ફ્લોરેન્સના મેડિસી અને બીજા મોટા બેન્કિંગ ગૃહોએ ઊન આધારિત તેમના કાપડ ઉદ્યોગને આધારે સંપત્તિનું સર્જન કર્યું હતું અને બેન્કિંગ પ્રણાલી પ્રસ્થાપિત કરી હતી, જેના પર ઊન મંડળી આર્ટ ડેલા લાના દેખરેખ રાખતી હતી અને ઊનના કપડાના ઉદ્યોગથી ફ્રોરેન્ટટાઇનની નીતિ ઘડાતી હતી. ‘પ્રાટોના વેપારી’ ફ્રાન્સેસ્કો ડેટિનીએ નાના ટુસ્કેન સિટી માટે 1383માં આર્ટ ડેલા લાના ની સ્થાપના કરી હતી. કેસ્ટાઇલમાં ઘેટાં ઉછેરવાના ફાર્મે ઇબેરિયન દ્વીપકલ્પના મધ્યમાં આવેલા મેસેટા ના નસીબ અને જમીની દેખાવને 16મી સદીમાં આકાર આપ્યો હતો, જેમાં સંયુક્ત સ્પેને માત્ર રાજવી મંજૂરી સાથે મેરિનો ઘેટાંની નિકાસને મંજૂરી આપી હતી. સ્પેનિસ મૂળના ઘેટાં આધારિત જર્મનીનું ઊન ઘણા લાંબા સમય સુધી બ્રિટનના ઊનનું સ્થાન લઈ શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાનું વસાહતી અર્થતંત્ર ઘેટાં ઉછેર આધારિત હતું અને ઓસ્ટ્રેલિયાના ઊનના વેપારીઓએ આખરે 1845માં જર્મની પાસેથી આ વેપારનો અંકુશ મેળવ્યો છે અને ઓસ્ટ્રેલિયાએ ઔદ્યોગિક ઊનના ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસિત કરાયેલા બ્રેડફોર્ડને ઊનનો પૂરવઠો પૂરો પાડવાનું શરુ કર્યું હતું.

પ્રથમ વિશ્વ યુદ્ધ સમયનું યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર પ્રાયોજિત એક પોસ્ટર, જે યુદ્ધ માટે જરૂરી પુરવઠો પુરો પાડવા બાળકોને ઘેંટાંઓનો ઉછેર કરવા પ્રોત્સાહન આપી રહ્યું છે.

કૃત્રિમ રેસાના ઉપયોગમાં વધારો થવાથી ઊનની માગમાં ઘટાડો થયો હતો અને તેથી ઊનનું ઉત્પાદન ભૂતકાળ જેટલું રહ્યું ન હતું. 1966ના અંતિમ ભાગમાં 40 ટકાના ઘટાડા સાથે ઊનના ભાવમાં મોટા ઘટાડાની શરૂઆત થઈ હતી, વારંવાર દરમિયાનગીરી થઈ હોવા છતાં ભાવમાં ઘટાડાનું વલણ જળવાઈ રહ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ઊનના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો તેમજ સંસાધનોને બીજી કોમોડિટીના ઉત્પાદન પર વાળવામાં આવ્યા હતા, ઊન માટે ઘેટાંનો ઉછેર કરતા લોકો માંસના ઉત્પાદન તરફ વળ્યા હતા.[૧૯][૨૦][૨૧]

સુપરવોશ વૂલ (અથવા વોશેબલ વૂલ) ટેકનોલોજી સૌ પ્રથમ 1970ના દાયકાની શરૂઆતમાં દેખાઈ હતી, જેમાં ઊન પર સ્પેશિયલ પ્રક્રિયા થાય છે, જેથી ઊનને મશીન મારફત ધોઈ શકાય છે અને સુકવી શકાય છે. આવા ઊનનું ઉત્પાદન એસિડબાથ મારફતે કરવામાં આવે છે, જેમાં રેસાથી ‘સ્કેલ’ને દૂર કરવામાં આવે છે અથવા રેસામાં પોલિમરનું આવરણ કરીને એકબીજા સાથે ચોંટી જવાથી થતા સંકોચનને અટકાવી શકાય છે. આ પ્રક્રિયાથી એવા રેસા બને છે કે જે કૃત્રિમ માલ કરતા વધુ ટકાઉ હોય છે અને તેનો આકાર પણ બદલાતો નથી.[૨૨]

ડિસેમ્બર 2004માં વિશ્વના સૌથી બારીક ઊનની એક ગાંસડી જે, સરેરાશ 11.8 માઇક્રોનની હતી તે વિક્ટોરિયાના મેલબોર્ન ખાતે એક હરાજીમાં કિલોગ્રામ દીઠ 3,000 ડોલરના ભાવે વેચાઇ હતી. આ ઊનમાં 74.5 ટકાની સરેરાશ ઊપજ, 68 મીમી લંબાઈ અને કિલોટેક્સ દીઠ 40 ન્યૂટોનની મજબૂતાઈ હોવાનું પરીક્ષણ થયું હતું. આમ આ ગાંસડી 279,000 ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવની હતી.[૨૩] જૂન 2008માં, સૌથી બારીક ઊનની ગાંસડીની હરાજી કિલો દીઠ 269,000 સેન્ટના સિઝનના વિક્રમજનક ભાવે વેચાઈ હતી. આ ગાંસડીનું ઉત્પાદન હિલસ્ક્રેસ્ટોન પાઇનહિલ પાર્ટનશીપ દ્વારા કરાયું હતું અને તે 11.6 માઇક્રોન, 72.1 ટકા નીપજ અને કિલોટેક્સ દીઠ 43 ન્યૂટોન્સની મજબૂતાઈની હતી. આ ગાંસડીના 247,480 ડોલર ઉપજ્યા હતા અને તેની નિકાસ ભારતમાં થઈ હતી.[૨૪]

2007માં નવો વૂલ સ્યુટ તૈયાર કરાયો હતો અને જાપાનમાં તેનું વેચાણ થયું હતુ, જેને પાણીમાં ધોઈ શકાય તેવો હતો અને એક કલાકમાં સુકવી શકાય છે તેમજ તેને ઇસ્રી કરવાની જરૂર પડતી નથી. આ સ્યુટને ઓસ્ટ્રેલિયન મેરિનો ઊનમાં બનાવવામાં આવ્યો હતો, અને તેનાથી ઊનની પ્રોડક્ટ્સ જેવી કે સ્યુટ, ટ્રાઉઝર અને સ્કર્ટને ઘરમાં ધોવાનું શક્ય બન્યું હતું.[૨૫]ડિસેમ્બર 2006માં ઊન અને બીજા કુદરતી રેસાના મહત્ત્વને ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ 2009ના વર્ષને કુદરતી રેસાના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું.

ઉત્પાદન[ફેરફાર કરો]

વિશ્વમાં દર વર્ષે આશરે 1.3 મિલિયન ટન ઊનનું ઉત્પાદન થાય છે અને આમાંથી 60 ટકા ઊનનો ઉપયોગ તૈયાર વસ્રો માટે થાય છે. ઓસ્ટ્રેલિયા ઊનનો અગ્રણી ઉત્પાદક દેશ છે, ઓસ્ટ્રેલિયાનું મોટાભાગનું ઉત્પાદન મેરિનો ઘેટાંનું છે. ન્યૂ ઝીલેન્ડ ઊનનો બીજા ક્રમનો સૌથી મોટો ઊન ઉત્પાદક દેશ છે તે સંકર ઊનનો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ છે. ચીન ઊનના ઉત્પાદનમાં ત્રીજા સ્થાને છે. લિન્કન, રોમની, ટુકીડેલ, ડ્રાયડેલ, એલિયટડેલ જેવી જાતના ઘેટાં જાડા રેસાનું ઉત્પાદન આપે છે અને આવા ઘેટાંના મોટા ભાગનો ઊનનો ઉપયોગ ચટ્ટાઇ બનાવવા માટે થાય છે. અમેરિકાના ટેક્સાસ, ન્યૂ મેક્સિકો અને કોલોરાડોમાં વેપારી હેતુ માટે મોટા પાયે ઘેટાં રાખવામાં આવે છે અને તેમાં મોટા ભાગના રેમબોઇલેટ (અથવા ફ્રેન્ચ મેરિનો) છે. નાના ખેડૂતો ઘરેલુ દેશી ઘેટાં પણ રાખે છે, જેઓ હાથવણાટના બજાર માટે ખાસ જાતના નાના ઘેટાં ઉછેરે છે. નાના ખેડૂતો ઊનની વ્યાપક પસંદગી આપે છે.

તિબેટીયન સ્પિનિંગ વૂલનું 1905નું ચિત્ર

વૈશ્વિક વૂલક્લિપ (ઉતારેલા ઊનની કુલ માત્રા) 004/2005[૨૬]

 1.  Australia: 25% વૈશ્વિક ઊનના (47.5 લાખ કિગ્રા ગ્રીસી, 2004/2005)
 2.  China: 18%
 3.  New Zealand: 11%
 4.  Argentina: 3%
 5.  Turkey: 2%
 6.  Iran: 2%
 7.  United Kingdom: 2%
 8.  India: 2%
 9.  Sudan: 2%
 10.  South Africa: 1%
 11.  United States: 0.77%

સેન્દ્રીય ઊન વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. આ ઊનનો પુરવઠો ઘણો મર્યાદિત છે અને મોટાભાગનો પુરવઠો ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી આવે છે.[૨૭] તેના કપડા અને બીજી પ્રોડક્ટ્સ શોધવાનું ઘણુ સરળ બની રહ્યું છે, પરંતુ આ ઉત્પાદનોના ભાવ ઘણા ઊંચા હોય છે. ચટ્ટાઇ માટેના કાચા માલ તરીકે ઊનનો ઉપયોગ (પેટ્રોલિયમ આધારિત નાઇલોન કે પોલીપ્રોપીલિનની સરખામણીમાં) વધુ પર્યાવરણલક્ષી છે અને તેનો ઉપયોગ કુદરતી બંધકો કે ફોર્માલ્ડિહાઇડ મુક્ત ગુંદર સાથે પણ થાય છે. પ્રાણીઓના અધિકારનું રક્ષણ કરતા જૂથોએ ઊનના ઉત્પાદન સંબંધે મુલેસિંગ જેવા મુદ્દા ઉઠાવ્યા છે.

વેચાણ[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયા[ફેરફાર કરો]

હરાજી દ્વારા વેચાણ માટે મેરિનો ઊનનો નમૂનો, ન્યૂકેસલ, ન્યૂ સાઉથ વેલ્સ.
ઊનની હરાજીમાં ઊન ખરીદનારાઓનો ઓરડો, ન્યૂકેસલ, ન્યૂ સાઉથ વેલ્સ.

ઓસ્ટ્રેલિયામાં વેચવામાં આવતું આશરે 85 ટકા ઊન જાહેર હરાજી મારફતે વેચવામાં આવે છે. નમૂના આધારિત વેચાણની પણ પ્રણાલી છે, જેમાં મેકેનિકલ ક્લો દરેક ગાંસડી અથવા ઊનના ઢગલામાંથી નમૂનો લે છે. આ નમૂનાનું પરિક્ષણ કરવામાં આવે છે અને 4 કિગ્રાથી ઓછા વજનના નમૂનાને ખરીદદારના પરીક્ષણ માટે બોક્સમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન વૂલ એક્સ્ચેન્જ (અવેક્સ (AWEX)) ખાસ કરીને સીડની, મેલબોર્ન, ન્યૂકેસલ અને ફ્રેમેન્ટલમાં વેચાણ કરે છે. ઓસ્ટ્રેલિયામાં આશરે 80 દલાલો અને એજન્ટો છે.

ઓસ્ટ્રેલિયામાં આશરે 7 ટકા ઊનનું વેચાણ ખેડૂતો સાથેના ખાનગી કરાર મારફતે કરવામાં આવે છે તેનો ઉપયોગ સ્થાનિક હેન્ડલિંગ સુવિધાઓ કરે છે. તેનાથી ઊન ઉત્પાદકોને નીચા પરિવહન ખર્ચ, વેરહાઉસિંગ અને વેચાણ ખર્ચનો લાભ મળે છે. પુનઃવર્ગીકરણ અને ટેસ્ટિંગ પરની બચત કરવા માટે મિક્સ ઊનના નાના લોટ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયાના આશરે 5 ટકા ઊનનું વેચાણ ઇલેક્ટ્રોનિક ઓફર બોર્ડ મારફતે ઇન્ટરનેટથી થાય છે. આ પદ્ધતિથી ઊન ઉત્પાદકોને ભાવ અંગેના ચોક્કસ લક્ષ્યાંક નક્કી કરવાની, બાકી રહેલા ઊનને ફરી ઓફર કરવાની અને બજારમાં ઝડપથી અને અસરકારકતાપૂર્વક લોટ ઓફર કરવાની ક્ષમતા મળે છે. આ પદ્ધતિ પરિક્ષણ કરેલા લોટ માટે સફળ રહી છે, કારણ કે ખરીદદારો ખરીદી કરવા માટે આ પરિણામોનો ઉપયોગ કરે છે. 97 ટકા ઊનનું વેચાણ નમૂનાની તપાસ વગર થાય છે, જોકે ડિસેમ્બર 2009ના રોજ 59 ટકા ઊનનું વેચાણ હરાજી મારફતે થયું હતું. ઉત્પાદકો કેટલાંક દલાલો મારફતે તેમનો માલ વેચાણ માટે ઓફર કરે છે અને તેઓ પોતાના ઊન માટે અનામત ભાવ નક્કી કરે છે.

ટેન્ડર મારફતેના વેચાણમાં વૂલક્લીપ પર નોંધપાત્ર બચત થઈ શકે છે અને તેથી ટેન્ડર સુપરત કરવાનું ખરીદદારોને પોસાય છે. કેટલીક માર્કેટિંગ કંપનીઓ કન્સાઇનમેન્ટના આધારે ઊનનું વેચાણ કરે છે અને તેમને નિર્ધારિત ટકાવારીમાં કમિશન મળે છે. વાયદા વેચાણ કેટલાંક ખરીદદારો અગાઊના ક્લિપના અંદાજિત માપ અને પરિણામને આધારે ઊનની અગાઉથી ડિલિવરી નિર્ધારિત કરવા માટે અગાઉથી ભાવ ઓફર કરે છે. આ ભાવને હાજરબજારના ભાવ તરીકે દર્શાવવામાં આવે છે અને સીઝનમાં આવા સોદા કરવામાં આવે છે. માઇક્રોન, નીપજ, તણાવ અને મજબૂતાઈ વગેરેના પરિબળોને આધારે ભાવમાં પ્રીમિયમ કે ડિસ્કાઊન્ટનો ઉમેરો કરવામાં આવે છે, આ તમામ પરીક્ષણો માલ ઉપલબ્ધ થયા પછી થાય છે.[૨૮]ઊનનું વેચાણ કરવાની બીજી પદ્ધતિમાં વૂલ મિલને સીધા વેચાણનો સમાવેશ થાય છે.

અન્ય દેશો[ફેરફાર કરો]

બ્રિટિશ વૂલ માર્કેટિંગ બોર્ડ ખેડૂતો માટે શક્ય ચોખ્ખુ વળતર મેળવવાના હેતુ સાથે બ્રિટનના ઊન માટે સેન્ટ્રલ માર્કેટિંગ સિસ્ટમનું સંચાલન કરે છે.

ન્યૂ ઝીલેન્ડમાં આશરે અડધા કરતા વધુ ઊનનું વેચાણ હરાજી મારફતે થાય છે અને આશરે 45 ટકા ઊનનું વેચાણ ખેડૂતો સીધા ખાનગી ખરીદદારો અને અંતિમ વપરાશકારોને કરે છે.[૨૯] ન્યૂ ઝીલેન્ડમાં બ્લ્યૂ હાઉસ યાર્ન્સ જેવા કેટલાંક બિઝનેસ સેન્દ્રીય ઊનનું વેચાણ કરવા તરફ વળ્યા છે, જે ઊનના ઉત્પાદનનો નવો ટ્રેન્ડ છે.

અમેરિકાના ઘેટાં ઉત્પાદકો ખાનગી કે સહકારી વૂલ વેરહાઉસને વેચાણ કરે છે, પરંતુ વૂલ પુલ ઘણા રાજ્યોમાં સામાન્ય છે. કેટલાંક કિસ્સામાં સ્થાનિક માર્કેટ એરિયામાંથી ઊનને એક જગ્યાએ એકઠું કરવામાં આવે છે અને તેનું વેરહાઉસ મારફતે વેચાણ કરવામાં આવે છે. તટસ્થ માપ કસોટી સાથે ઓફર કરવામાં આવતા ઊનને પસંદગી આપવામાં આવે છે. તૈયાર વસ્રો અને કાર્પેટ માટેના આયાતી ઊનને સીધું સેન્ટ્રલ માર્કેટમાં લઈ જવામાં આવે છે, જ્યાં મોટા વેપારીઓ અને ઉત્પાદકો તેનો કારોબાર કરે છે.[૩૦]

ઉપયોગો[ફેરફાર કરો]

ઊન સ્ટોરમાં ઊન નમુના વિભાગમાં ઊની વસ્ત્રો, ન્યૂકેસલ, ન્યૂ સાઉથ વેલ્સ.

કપડા ઉપરાંત ઊનનો ઉપયોગ ધાબડાં ઘોડા પર બેસવાની ગાદી, વાહનોની સીટ બનાવવા, ગાલીચા, ગરમ કાપડ, ઊનની વિદ્યુતપ્રતિરોધક પ્રોડક્ટ માટે (લિન્ક પણ જોવો) અને બેઠકની ગાદી માટે પણ થાય છે. ઊનના કવરનો ઉપયોગ પિઆનોના હેમરમાં થાય છે અને તે ભારે મશીનરી અને સ્ટીરિયો સ્પીકર્સમાં ગંધ અને અવાજને શોષી લેવા માટે પણ વપરાય છે. પ્રાચીન ગ્રીકમાં ઊનનો ઉપયોગ માથાના ટોપા માટે થતો હતો અને રોમન સૈનિકો છાતીના બખતરમાં પણ ઊનનો ઉપયોગ કરતા હતા.

પરંપરાગત રીતે ક્લોથ ડાયપર માટે ઊનનો ઉપયોગ થાય છે. ઊનના રેસાના એક્સેટિયર્સ હાઇડ્રોફોબિક (પાણીને પાછું કાઢવું) અને ઊન રેસાના ઇન્ટેરિયર હાઇગ્રોસ્કોપિક (પાણીને આકર્ષવું) હોય છે, તેથી તે ઊનના કપડા ભીના ડાયપરને સૂકવી શકે છે અને બાહ્ય કપડા સુકા રહે છે. લેનોનિન સાથે પ્રક્રિયા કરવામાં આવેલું ઊન જળ પ્રતિરોધક, અવાજવાહક, અને થોડા પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ હોય છે, તેથી તે દુર્ગંધને જમા થવા દેતું નથી. કેટલાંક આધુનિક ક્લોથ ડાયપરમાં કવર તરીકે ઊનના રેસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલીક આધુનિક વેપારી વણાટ પેટર્ન છે, જે ઊનના ડાયપર કવર બનાવે છે.

ઊનના આંતરવસ્રોના પ્રારંભિક અભ્યાસમાં બહાર આવ્યું છે તે ગરમી અને અળાઇને અટકાવે છે, કારણ કે તે બીજા રેસાની સરખામણીમાં વધુ ઝડપથી ભેજને શોષી લે છે.[૩૧]

મેરિનો ઊનનો ઉપયોગ બાળકોને વીંટાળવાના ધાબડા અને નવજાત શિશુની સ્લીપિંગ બેગ જેવા બાળકો માટેના ઉત્પાદનોમાં થાય છે.

ઊન પ્રાણીનું પ્રોટીન પણ છે અને તેથી તેનો ઉપયોગ જમીનના ખાતર તરીકે પણ થઈ શકે છે, તે નાઇટ્રોનના સ્રોતને છૂટો પાડે છે અને તૈયાર એમિનો એસિડ છે.

યાર્ન[ફેરફાર કરો]

વર્જિન ઊન એટલે પ્રથમ વખત વણવામાં આવેલું ઊન.[૩૨]

શોડી કે રિસાઇકલ્ડ વૂલ ને હાલના ઊનના રેશોને અલગ કરીને કે કાપીને ફરીવણાટ મારફતે બનાવવામાં આવે છે.[૩૨] આ પ્રક્રિયામાં ઊનના રેસા ટૂંકા થઈ જાય છે, ઉત્પાદિક ફેબ્રિક મૂળ રેસા કરતા ઉતરતી કોટીનું હોય છે. રિસાઇકલ્ડ ઊનને રેસાની સરેરાશ લંબાઇમાં વધારો કરવા માટે કાચા ઊન, ઊનના ટૂંકા રેસા કે કપાસ જેવા બીજા રેસા સાથે મિશ્ર કરી શકાય છે. આવા યાર્નનો ખાસ કરીને રૂના દોરા સાથે વેફ્ટ યાર્ન તરીકે ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાની શોધ વેસ્ટ યોર્કશાયરના હેવી વૂલન ડિસ્ટ્રીક્ટમાં થઈ હતી અને ઘણા વર્ષો સુધી આ વિસ્તારમાં આ શોધથી નાના વ્યવસાયનું સર્જન કર્યું હતું.

રેગ એ યાર્નમાં ફેરવામાં આવેલા ઊનના મજબૂત રેસા છે અને તેનો ઉપયોગ હાથમોજા જેવા ઘણા કઠીન વપરાશના ઉત્પાદનોમાં થાય છે.

વર્સ્ટેડ એટલે મજબૂત, લાંબા તાર અને પીંજાયેલા ઊનનું યાર્ન છે, જેની સપાટી સખત હોય છે.[૩૨]

વૂલન એટલે નરમ, ટૂંકા તાર અને કાર્ડેડ વૂલ યાર્ન છે, જેનો ખાસ કરીને ગૂંથણકામ માટે થાય છે.[૩૨] પરંપરાગ વણાટમાં વૂલન વેસ્ટ યાર્ન (નરમાઈ અને ઉષ્ણતા માટે)ને ઘણીવાર લૂમ પરની લંબાઇ માટે વર્સ્ટિડ વાર્પ યાર્નમાં મિશ્ર કરવામાં આવે છે.[૩૩]

મહત્ત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

એન્ડીયન સ્ત્રી મેરિડા, વેનેઝુએલામાં થીમ પાર્ક લોસ એલેરોસના ભાગ રૂપે ઊનની છટણી કરી રહી છે.

મેરિનો વૂલનના એક અગ્રણી ખરીદદાર ઇટાલિનયન ફેશન હાઉસ ઇર્મેન્ગીલ્ડો ઝેગ્નાએ ઓસ્ટ્રેલિયાના ઊન ઉત્પાદકો માટે એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. 1963માં પ્રથમ હાઉસ ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના પર્પેચ્યુઅલ ટ્રોફી ‘સુપરફાઇન સ્કર્ટેડ મેરિન ફ્લીસ’ના ઉત્પાદકોને તાસ્માનિયા ખાતે આપવામાં આવી હતી. 1980માં એક્સ્ટ્રાફાઇન વૂલ ઉત્પાદન માટે રાષ્ટ્રીય એવોર્ડ ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના ટ્રોફીની શરૂઆત થઈ હતી. 2004માં આ એવોર્ડ ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના અનપ્રોટેક્ટેડ વૂલ ટ્રોફી તરીકે જાણીતો બન્યો હતો. 1998માં વર્ષમાં નવ મહિના સુધી રક્ષણમાં રાખવામાં આવેલા ઘેટાંના ઊન માટે ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના અનપ્રોટેક્ટેડ વૂલ ટ્રોફી શરૂ કરવામાં આવી હતી.

2002માં 13.9 માઇક્રોન અને ફાઇનર ઊન માટે ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના વેલસ ઓરેયિમ ટ્રોફીની સ્થાપના કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકાના ઊનનો આ ટ્રોફીમાં સમાવેશ થઈ શકે છે અને વિજેતા દરેક દેશમાંથી નક્કી થાય છે.[૩૪] એપ્રિલ 2008માં ન્યૂઝિલેન્ડે 10.8 માઇક્રોના ઊન માટે પ્રથમ વખતે ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના વેલસ ઓરેયિમ ટ્રોફી જીતી હતી. આ સ્પર્ધામાં ઇનામ તરીકે ઊનનું વજન જેટલું હોય તેટલા પ્રમાણમાં સોનું આપવામાં આવે છે અને તેથી આ ટ્રોફીનું નામ આવું રાખવામાં આવ્યું છે.

2010માં ન્યૂ સાઉથ વેલ્સના પાયરામુલ નજીકના વિન્ડ્રાડીનના અલ્ટ્રા ફાઇન, 10 માઇક્રોન ઊને ઊની બારીકતાના સંદર્ભમાં નવો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો અને ઇર્મેન્ગીલ્ડો ઝેગ્ના વેલસ ઓરેયિમ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતી હતી.[૩૫]

2000થી લોરો પિયાનાએ ઊનની શ્રેષ્ઠ ગાંસડી માટે કપ આપવાની શરૂઆત કરી હતી. જે 50 સૂટ સિવવા માટે પુરતા પ્રમાણમાં રેસાનું ઉત્પાદન કરી શકતું હતું. વર્ષની શ્રેષ્ઠ ગાંસડીનો ઉત્પાદન કરતા ઓસ્ટ્રેલિયા કે ન્યૂ ઝીલેન્ડના ઉત્પાદકને આ એવોર્ડ આપવામાં આવે છે.[૩૬]

સ્થાનિક ઘોડા, ઊન અને ઘેટાંનું પ્રદર્શન કરતા ન્યૂ ઇંગ્લેન્ડ મેરિનો ફિલ્ડ ડેઝ દર બે વર્ષે જાન્યુઆરીમાં ન્યૂ સાઉથ વેલ્સ ડિસ્ટ્રિક્ટના વોલ્ચા ખાતે યોજવામાં આવે છે. ફેશન ડિઝાઇનર્સ દ્વારા મેરિનો ઊનના વિવિધ ઉપયોગનું પ્રદર્શન કરતા એન્યુઅલ વૂલ ફેશનલ એવોર્ડ દર વર્ષે માર્ચમાં ન્યૂ સાઉથ વેલ્સના આર્મિડેલમાં આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નવા અને સ્થાપિત ફેશનર ડિઝાઇનને તેમની પ્રતિભા દર્શાવવાનું પ્રોત્સાહન મળે છે. દર વર્ષે મે મહિનામાં વૂલ ફેશન, હેન્ડીક્રાફ્ટ, ડેમોન્સ્ટ્રેશન, શીયરિંગ કમ્પિટિશન વગેરે દર્શાવતા વાર્ષિક ન્યૂ ઇંગ્લેન્ડ વૂલ એક્સ્પોનું આર્મિડેલ ખાતે આયોજન કરવામાં આવે છે.

જુલાઇમાં વિક્ટોરિયાના બેન્ડીગો ખાતે વાર્ષિક ઓસ્ટ્રેલિયન શીપ એન્ડ વૂલ શોનું આયોજન કરવામાં આવે છે. તે વિશ્વનો સૌ મોટો શીપ અને પુલ શો છે, જેમાં બકરી અને આલ્પાકાસ તેમજ વૂલક્રાફ્ટ સ્પર્ધા, પ્રદર્શન, ફ્લીસ સ્પર્ધા., શીપડોગ ટ્રાયલ, શિયરિંગ અને વૂલ હેન્ડલિંગનું પ્રદર્શન કરવામાં આવે છે. ઊનનું તટસ્થ માપણી કરતી વિશ્વની સૌથી મોટી સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ફ્લીસ કમ્પિટિશન છે, જે બેન્ડિંગો ખાતે વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે. 2008માં ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યમાંથી 475 એન્ટ્રી આવી હતી તેમજ પ્રથમ અને બીજું ઇનામ નોર્થન ટેબલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સના ફ્લીસને મળ્યું હતું.[૩૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Braaten, Ann W. (2005). "Wool". In Steele, Valerie. Encyclopedia of Clothing and Fashion. 3. Thomson Gale. pp. 441–443. ISBN 0-684-31394-4. Check date values in: |year= (મદદ)
 2. ડી'આર્કિ, જે.બી. શીપ એન્ડ વૂલ ટેકનોલોજી, એનએસડબલ્યુ (NSW) યુનિવર્સિટી પ્રેસ, કેન્સિંગ્ટન, 1986 ISBN 0-86840-106-4
 3. વૂલ ફેક્ટ્સ સુધારો 12 જાન્યુઆરી 2009
 4. વૂલ હિસ્ટરી
 5. ૫.૦ ૫.૧ ધ લેન્ડ, મેરિનોસ- ગોઇંગ ફોર ગ્રીન એન્ડ ગોલ્ડ,પાનું.46, યુએસ યુસ ફ્લેમ રેઝિસ્ટન્સ, 21 ઓગસ્ટ 2008
 6. માર્શનલ, એ.જે.ટી. વૂલક્લાસિંગ, ટ્રસ્ટ પબ્લિકેશન, 1984, ISBN 0-7244-9890-7
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ પ્રિપરેશન ઓફ ઓસ્ટ્રેલિયન વૂલ ક્લિપ્સ, કોડ ઓફ પ્રેક્ટિસ 2010-2012, ઓસ્ટ્રેલિયન વૂલ એક્સ્ચેન્જ(અવેક્સ (AWEX)), 2010
 8. "Technology in Australia 1788-1988". Australian Science and Technology Heritage Centre. 2001. Retrieved 2006-04-30. Check date values in: |accessdate=, |year= (મદદ)
 9. "Wool on The Web - Carbonising". Retrieved 2006-04-30. Check date values in: |accessdate= (મદદ)
 10. "Merino Sheep in Australia". the original માંથી 2006-11-05 પર સંગ્રહિત. Retrieved 2006-11-10. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 11. Van Nostran, Don. "Wool Management - Maximizing Wool Returns". Mid-States Wool growers Cooperative Association. Retrieved 2006-11-10. Check date values in: |accessdate= (મદદ)
 12. ડી’આર્કિ, જે.બ. શીપ મેનેજમેન્ટ એન્ડ વૂલ ટેકનોલોજી, એનએસડબલ્યુ (NSW) યુનિવર્સિટી પ્રેસ, 1986, ISBN 0-86840-106-4
 13. 1PP Certification: http://www.awex.com.au/scripts/nc.dll?AWEX.3408442:STANDARD:527792715:pc=1PPCER
 14. "AWI". Woolmark. Retrieved 2009-11-27. Check date values in: |accessdate= (મદદ)
 15. [30] ^ બોલ્ટર એમ.(2009). ક્લોથ્સ મેક ધ (હ્યુ)મન. સાયન્સ,325(5946):1329.ઢાંચો:DOI
 16. [32] ^ ક્વાવાદ્ઝે ઇ, બાર-યોસેફ ઓ, બેલ્ફર-કોહેન એ, બોઆરેટ્ટો ઇ, જાકેલી એન, માત્સ્કેવિચ ઝેડ, મેશ્વેલિઆનિ ટી. (2009).30,000-યર ઓલ્ડ ફ્લેક્સ રેસા્સ સાયન્સ, 325(5946):1359. [31]સપોર્ટિંગ ઓનલાઇન મટીરીયલ
 17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ફર્નાર્ડ બ્રાઉડેલ, 1982. ધ વ્હિલ્સ ઓફ કોમર્સ , ભાગ 2 સિવિલાઇઝેશન એન્ડ કેપિટલિઝમ (ન્યૂ યોર્ક:હાર્પર એન્ડ રો), પાના. 312-317
 18. કેન્ટોર 2001, 64
 19. "ધ એન્ડ ઓફ પેસ્ટોરલ ડોમિનન્સ"
 20. 1301.0 - યર બૂક ઓસ્ટ્રેલિયા, 2000, ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ
 21. "શીપ, લેમ્બ, મટન એન્ડ ગોટ મીટ
 22. સુપરવોશ વૂલ સુધારો 10 નવેમ્બર 2008
 23. [૧][મૃત કડી]
 24. કન્ટ્રી લીડર, એનએસડબલ્યુ (NSW) વૂલ સેલ્સ ફોર એ ક્વાર્ટર ઓફ એ મિલિયન, 7 જુલાઈ 2008
 25. શાવર સુટ સુધારો 11 નવેમ્બર 2008
 26. "WoolFacts" (PDF). Australian Wool Innovation. September 2005.
 27. Speer, Jordan K. (2006-05-01). "Shearing the Edge of Innovation". Apparel Magazine. Check date values in: |date= (મદદ)
 28. [૨][મૃત કડી]
 29. એનઝેડ વૂલ
 30. http://www.sheepusa.org/index.phtml?page=site/text&nav_id=b5cd92c158e527a90be72c1ce8be84a2
 31. એબીસી રુરલ રેડીયો: વૂડહામ્સ, ડો. લિબી ન્યૂ રિસર્ચ શોસ વૂલન અન્ડરવેર હેલ્પ્સ પ્રિવેન્ટ રેશિસ સુધારો 2010-3-24
 32. ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ ૩૨.૩ કાડોલ્ફ, સરા જે. ઇડી: ટેક્સ્ટાઇલ્સ , 10મી આવૃત્તિ, પરસન/પ્રેન્ટિસ-હોલ, 2007, ISBN 0-13-118769-4, પાનું 63
 33. ઓસ્ટેગાર્ડ, એલ્સી: વોવન ઇનટુ ધ અર્થઃ ટેક્સ્ટાઇલ ફ્રોમ નોર્સ ગ્રીનલેન્ડ , આર્હસ યુનિવર્સિટી પ્રેસ, 2004, ISBN 87-7288-935-7, પાનું 50
 34. "2004/51/1 Trophy and plaque, Ermenegildo Zegna Vellus Aureum trophy and plaque, plaster / bronze / silver / gold, trophy designed and made by Not Vital for Ermenegildo Zegna, Switzerland, 2001". Powerhouse Museum, Sydney. Retrieved 2008-04-27. Check date values in: |accessdate= (મદદ)
 35. કન્ટ્રી લીડર, 26 એપ્રિલ 2010, ફાઇનેસ્ટ વૂલ રિવોર્ડેડ , રુરલ પ્રેસ, નોર્થ રિચમન્ડ
 36. ઓસ્ટ્રેલિયન વૂલ નેટવર્ક ન્યૂઝ, અંક #19, જુલાઈ 2008
 37. વાલ્ચા ન્યૂઝ, 24 જુલાઈ 2008, ફ્લેચર વિન્સ ઓસ્ટ્રેલિયન ફ્લીસ કોમ્પ, પાનું 3

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]