લખાણ પર જાઓ

વિકિપીડિયા:માહિતીચોકઠું

વિકિપીડિયામાંથી

માહિતીચોકઠું એટલે એવું ખાનું જેમાં જે-તે વિષયની અગત્યની માહિતીનો સારાંશ સમાવેલો હોય. જેમ વર્તમાનપત્રો કે સામયિકોમાં મૂળ લેખમાંથી મહત્વનો એકાદ સંવાદ કે વાક્ય ઊડીને આંખે વળગે તે રીતે પાનાંની વચ્ચે ચોકઠામાં કે ખાનામાં લખવામાં આવે છે, તેમ વિકિપીડિયામાં પણ આવી માહિતી એક ચોકઠામાં મુકવામાં આવે છે અને આ ચોકઠું એક ઢાંચા સ્વરૂપે ઉમેરવામાં આવે છે. જેમકે, કોઈ ગામ, નગર કે શહેર વિષે લેખ લખાતો હોય ત્યારે તેમાં તે શહેર કયા દેશ, રાજ્ય, જિલ્લામાં આવેલું છે, તેની વસ્તી, નક્શામાં તેનું સ્થાન, વિસ્તાર, વગેરે માહિતી એક અલાયદા ખાનામાં આપવામાં આવે તો વાંચકને તે વધુ ઉપયોગી થાય છે. અથવા તો કોઈ વ્યક્તિ વિષે લેખ હોય ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ વ્યક્તિનું જન્મસ્થાન, જન્મ તારીખ, માતા-પિતા, પરિવારની વિગતો, તેનો વ્યવસાય, મૃત્યુ પામેલી વ્યક્તિ હોય તો તેના મૃત્યુની વિગતો, વગેરે લેખમાં તો વિવિધ વિભાગો હેઠળ આપેલી જ હોય છે, પણ જો તે એક જ જગ્યાએ અલાયદી પણ આપવામાં આવે તો ઉપર-ઉપરથી માહિતી મેળવવા માટે તે સવિશેષ ઉપયોગી થાય છે.

કેવી રીતે ઉમેરવું

[ફેરફાર કરો]

આવું માહિતીચોકઠું મોટે ભાગે લેખની શરૂઆતમાં જમણી બાજુએ ગોઠવાયેલું હોય છે. ઉદાહરણ તરીકે જુઓ અમદાવાદ. તેમાં જમણી બાજુએ તસવીરો વાળું જે વાદળી રંગનું લંબચોરસ ચોકઠું દેખાય છે, તે છે માહિતીચોકઠું. એક જ વિષયવસ્તુ પર લખાતા લેખોમાં સમાનપ્રકારની માહિતી વખતો વખત ઉમેરવાની હોય છે, માટે તે માહિતીના પરિમાણો દર વખતે સભ્યએ લખીને તેને ફોર્મેટ ના કરવા પડે માટે થઈને આવા માહિતીચોકઠાં ઢાંચા સ્વરૂપે સંગ્રહી રાખવામાં આવે છે. લેખમાં જ્યારે માહિતીચોકઠું ઉમેરવું હોય ત્યારે તેનો ઢાંચો ઉમેરવાથી કામ થઈ જાય છે. જેમકે કોઈ વ્યક્તિ વિષેના લેખમાં માહિતીચોકઠું વ્યક્તિ ઉમેરવામાં આવે છે. ઢાંચા સ્વરૂપે ઉમેરવાનું હોવાથી તેને બે છગડીયા કૌંસમાં મુકવામાં આવે છે. ઉદાહરણ તરીકે નીચે ડાબી બાજુએ બતાવ્યા પ્રમાણે ઢાંચો ઉમેરતાં જમણી બાજુ દેખાય છે તેવું ચોકઠું લેખમાં જોવા મળશે.

મહત્વનાં માહિતીચોકઠાં

[ફેરફાર કરો]

અહિં અમુક મહત્વનાં માહિતીચોકઠાઓની યાદિ કક્કાવારીના ક્રમમાં આપી છે.

વધુ માહિતીચોકઠાં

[ફેરફાર કરો]

ઉપર જણાવ્યા સિવાયના પણ અન્ય માહિતીચોકઠાં અસ્તિત્વમાં છે. અહિં ઉપલબ્ધ એવા બધા જ માહિતીચોકઠાંની યાદી શ્રેણી:માહિતીચોકઠાંમાં મળી રહેશે. દરેક માહિતીચોકઠાંનો મૂળ ઢાંચો જોતા તેમાં કયા પરિમાણોનો સમાચેશ થાય છે તે તથા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માહિતી મળી રહેશે.