અંતર ગંગે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૯: લીટી ૯:
== સંદર્ભ ==
== સંદર્ભ ==
{{સંદર્ભયાદી}}
{{સંદર્ભયાદી}}

== બાહ્ય કડીઓ ==
* [https://www.team-bhp.com/forum/travelogues/162883-bike-ride-adima-folk-village-near-kolar-karnataka.html તસવીર સાથેનો અહેવાલ]


[[શ્રેણી:કર્ણાટક]]
[[શ્રેણી:કર્ણાટક]]

૦૦:૫૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

અંતર ગંગે મંદિર

અંતર ગંગે (અંથરા ગંગે તરીકે પણ ઓળખાય છે) એક પર્વત છે. જે ભારતીય રાજ્ય કર્ણાટકના દક્ષિણપૂર્વીય ભાગમાં આવેલ કોલાર જિલ્લામાં આવેલ સાતશ્રૃંગ પર્વતમાળામાં આવેલ છે. કન્નડ ભાષામાં અંતર ગંગેનો શાબ્દિક અર્થ "ઊંડા અંતરની ગંગા" થાય છે. તે કોલાર શહેરથી બે માઈલ દૂર આવેલ છે અને બેંગલોર શહેરથી આશરે સિત્તેર કિલોમીટર દૂર છે. અંતર ગંગે શ્રી કાશી વિશ્વેવર મંદિર માટે પ્રસિદ્ધ છે, જે દક્ષિણના કાશી તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મંદિર ખાતે એક તળાવ છે, જેમાં પથ્થરના ગૌમુખમાંથી ભૂગર્ભ જળનો સતત પ્રવાહ આવે છે. [૧] એવું માનવામાં આવે છે કે તળાવનું પાણી પીવાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે.

મંદિર પાછળથી પર્વતની ટોચ પર આવેલ અંતર ગંગે ગુફાઓનો માર્ગ એક કપરો અને સાંકડો છે. આ ગુફાઓ મંદિરથી ૩-૪ કિલોમીટર અંતરે આવેલ છે. થેરહલ્લી સહિત આ પર્વત પર સાત ગામો વસેલાં છે. ગ્રેનાઈટ ખડકો વડે નિર્મિત આ પર્વત ખાતે ઘણી ગુફાઓ આવેલ છે. અહીં ગુફાઓની અંદર અને આસપાસ કેડી આરોહણ (ટ્રેકિંગ) માટે અત્યંત લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં સાહસિકો અહીં રાત્રે કેડીઆરોહણ અને તંબુ-નિવાસ પણ કરે છે.

Coordinates: 13°8′32.73″N 78°6′2.02″E / 13.1424250°N 78.1005611°E / 13.1424250; 78.1005611

સંદર્ભ

  1. "Antaragange". CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ