શીતળા
શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ (વાઇરસ)ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે.[૧] આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓકટોબર ૧૯૭૭માં જોવા મળેલો અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ૧૯૮૦માં રોગને વૈશ્વિક ધોરણે નાબૂદ જાહેર કરવામાં આવેલો.[૨] આ રોગથી મૃત્યુ થવાની શક્યતા ૩૦% હતી અને મહદઅંશે બાળકોમાં તેનું પ્રમાણ ઊંચું રહેતું.[૩][૪] જે લોકો રોગમાંથી બચી જતા તેમના શરીરે ચાઠા રહી જતા અને કેટલાક અંધ બનતા.[૩]
રોગની શરૂઆતના લક્ષણો તાવ અને ઉલટી હતા.[૫] ત્યારબાદ મોઢામાં ચાંદા અને ચામડી પર લાલ ચાઠા પડતા.[૫] થોડા દિવસો પછી એ ચાઠા પાણી ભરેલા પરપોટા જેવામાં પરિવર્તિત થતા જેના કેન્દ્રમાં ખાડા જેવું હોતું.[૫] ત્યારબાદ એ પરપોટા ડાઘ છોડી ખરી પડતા.[૫] આ રોગ લોકો વચ્ચે રોગીએ સ્પર્શ કરેલી વસ્તુ બીજો વ્યક્તિ સ્પર્શ કરે તેનાથી ફેલાતો.[૩][૬] શીતળાની રસીથી આ રોગ ફેલાતો અટકાવી શકાય છે.[૭] એકવાર રોગ થાય પછી એન્ટીવાયરલ દવાઓ કદાચ મદદરૂપ બને.[૭]
શીતળાના ઉદ્ભવ અંગે જાણકારી નથી.[૮] આ રોગ અંગેના સૌથી જુના પુરાવા ઇ.સ. પૂર્વે ૩૦૦ વર્ષની ઇજિપ્તની મમીમાં મળેલ છે.[૮] ભૂતકાળમાં આ રોગ ઉત્પાત સ્વરૂપે થતો જેમાં ટૂંકા ગાળામાં એક વિસ્તારના લોકોમાં થાય.[૨] ૧૮મી સદીના યુરોપમાં આ રોગથી વર્ષે ૪ લાખ લોકો મૃત્યુ પામતા અને જેમને ચેપ લાગતો એ પૈકી ત્રીજા ભાગના અંધ બની જતા.[૨][૯] આ મૃત્યુઓમાં ચાર રાજાઓ અને એક રાણીનો સમાવેશ પણ થાય છે.[૨][૯] વીસમી સદીમાં અંદાજે ૩૦ કરોડ લોકો શીતળાથી મૃત્યુ પામેલા.[૧૦][૧૧] શીતળાની નાબુદી પૂર્વેના ૧૦૦ વર્ષમાં ૫૦ કરોડ લોકો તેનાથી મૃત્યુ પામેલા.[૧૨] છેક ૧૯૬૭ સુધી દર વર્ષે દોઢ કરોડ લોકોને શીતળા થતો.[૨]
એડવર્ડ જેનરે ૧૭૯૮માં રસીકરણ વડે રોગ અટકાવી શકાય છે તેની શોધ કરી.[૨] ૧૯૬૭માં WHOએ રોગ નાબુદી માટે પ્રયત્ન આદર્યા.[૨] નાબુદી કરી શકાયેલા માત્ર બે ચેપી રોગો પૈકી એક શીતળા છે (બીજો રીંગરપેસ્ટ છે જે ૨૦૧૧માં નાબૂદ થયો).[૧૩][૧૪] તેના અંગ્રેજી નામ સ્મોલપોક્સનો ઉપયોગ ૧૬મી સદીના બ્રિટનમાં શરૂ થયેલ જ્યારે સિફિલિસને ગ્રેટપોક્સ કહેવાતો.[૧૫][૧૬] અન્ય અંગ્રેજી નામોમાં પોક્સ, સ્પેકલ્ડ મોન્સ્ટર અને રેડ પ્લેગનો સમાવેશ થાય છે.[૧૭][૧૮][૧૬]
હિંદુ ધર્મમાં આ રોગ સંલગ્ન શીતળા માતા નામે એક દેવી છે.[૧૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Ryan KJ, Ray CG, સંપાદકો (2004). Sherris Medical Microbiology (4th આવૃત્તિ). McGraw Hill. પૃષ્ઠ 525–28. ISBN 978-0-8385-8529-0.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "Smallpox". WHO Factsheet. મૂળ માંથી 21 September 2007 પર સંગ્રહિત.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "What is Smallpox?". CDC (અંગ્રેજીમાં). 7 June 2016. મેળવેલ 14 December 2017.
- ↑ Riedel, S (January 2005). "Edward Jenner and the history of smallpox and vaccination". Proceedings (Baylor University. Medical Center). 18 (1): 21–25.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Signs and Symptoms". CDC (અંગ્રેજીમાં). 7 June 2016. મેળવેલ 14 December 2017.
- ↑ Lebwohl, Mark G.; Heymann, Warren R.; Berth-Jones, John; Coulson, Ian (2013). Treatment of Skin Disease E-Book: Comprehensive Therapeutic Strategies (અંગ્રેજીમાં). Elsevier Health Sciences. પૃષ્ઠ 89. ISBN 978-0-7020-5236-1.
- ↑ ૭.૦ ૭.૧ "Prevention and Treatment". CDC (અંગ્રેજીમાં). 13 December 2017. મેળવેલ 14 December 2017.
- ↑ ૮.૦ ૮.૧ "History of Smallpox". CDC (અંગ્રેજીમાં). 25 July 2017. મેળવેલ 14 December 2017.
- ↑ ૯.૦ ૯.૧ Hays, J.N. (2005). Epidemics and Pandemics: Their Impacts on Human History (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 151–52. ISBN 978-1-85109-658-9.
- ↑ Microbe hunters, then and now. Medi-Ed Press. 1996. પૃષ્ઠ 23. ISBN 978-0-936741-11-6.
- ↑ Henderson, Donald A. (30 December 2011). "The eradication of smallpox – An overview of the past, present, and future". Vaccine. 29: D8. doi:10.1016/j.vaccine.2011.06.080. PMID 22188929.
- ↑ Henderson, D (2009). Smallpox : the death of a disease. Prometheus Books. પૃષ્ઠ 12. ISBN 978-1-61592-230-7.
- ↑ Guidotti, Tee L. (2015). Health and Sustainability: An Introduction (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ T290. ISBN 978-0-19-932568-9.
- ↑ Roossinck, Marilyn J. (2016). Virus: An Illustrated Guide to 101 Incredible Microbes (અંગ્રેજીમાં). Princeton University Press. પૃષ્ઠ 126. ISBN 978-1-4008-8325-7.
- ↑ Harper, Douglas. "smallpox". Online Etymology Dictionary.
- ↑ ૧૬.૦ ૧૬.૧ Barquet N, Domingo P (15 October 1997). "Smallpox: the triumph over the most terrible of the ministers of death". Annals of Internal Medicine. 127 (8 Pt 1): 635–42. doi:10.7326/0003-4819-127-8_Part_1-199710150-00010. PMID 9341063.
- ↑ Fenner, F. (1988). "The History of Smallpox and its Spread Around the World" (PDF). Smallpox and its eradication. Geneva: World Health Organization. પૃષ્ઠ 209–44. ISBN 978-92-4-156110-5. મેળવેલ 14 December 2017.
- ↑ Medicine: The Definitive Illustrated History (અંગ્રેજીમાં). Penguin. 2016. પૃષ્ઠ 100. ISBN 978-1-4654-5893-3.
- ↑ Donald R. Hopkins (15 September 2002). The Greatest Killer: Smallpox in History. University of Chicago Press. પૃષ્ઠ 159. ISBN 978-0-226-35168-1.