લખાણ પર જાઓ

સિલિગુડી

વિકિપીડિયામાંથી
સિલિગુડી : પૂર્વોત્તર ભારતનું પ્રવેશદ્વાર

સિલિગુડી (બંગાળી: শিলিগুড়ি) ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યનું એક શહેર છે, જે દાર્જિલિંગ અને જલપાઇગુડી જિલ્લાઓમાં આવેલ છે. રેલવે અને ધોરી માર્ગો દ્વારા અન્ય સ્થળો સાથે સારી રીતે જોડાયેલ હોવાને આ કારણે આ શહેર દાર્જિલિંગ અને સિક્કિમ ખાતેનું વ્યાપાર કેન્દ્ર છે[]. શણનો વ્યવસાય આ શહેરનો મુખ્ય વેપાર છે.

આ શહેર મહાનંદા નદીના કિનારા પર હિમાલયના તળેટી વિસ્તારમાં આવેલું છે અને જિલ્લામથક જલપાઇગુડી ખાતેથી ૪૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તે ઉત્તર બંગાળનું એક મુખ્ય વેપાર, પર્યટન, આવાગમન તેમ જ શૈક્ષણિક કેન્દ્ર છે. વર્ષ ૨૦૧૧ની જનગણના મુજબ આ નગરની વસ્તી ૭ લાખ જેટલી હતી. ગુવાહાટી પછી આ ઉત્તરપૂર્વ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. તે પશ્ચિમ બંગાળનું એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર બની ગયું છે. આ શહેર ખાતે લગભગ ૨૦ હજાર ભારતીય અને ૧૫ હજાર વિદેશી પ્રવાસીઓ પ્રત્યેક વર્ષે આવે છે. નેપાળ, ભુતાન અને બાંગ્લાદેશ વગેરે પાડોશી દેશો અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોના લોકો માટે પણ તે હવાઈ, સડક અને રેલ યાત્રા માટેનું મુખ્ય મથક છે. આ શહેર ચા, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન અને ઇમારતી લાકડા માટે પ્રખ્યાત છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Siliguri | About Siliguri". www.siliguri.gov.in. મેળવેલ 2018-08-28.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
સિલિગુડી વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી