પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Bhojaldham (ચર્ચા | યોગદાન) નાનું →આ પણ જુઓ |
|||
લીટી ૪: | લીટી ૪: | ||
==આ પણ જુઓ== |
==આ પણ જુઓ== |
||
* [http://bhojaldham.org/gujrati/index.html '''પટેલ સમાજના સંત ભોજલરામ બાપા'''] |
|||
* [[સરદાર વલ્લભભાઈ પટેલ]] |
* [[સરદાર વલ્લભભાઈ પટેલ]] |
||
૧૦:૩૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઈતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાન માં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબ માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે.
પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે પંજાબ માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે પંજાબ નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ કરડવા કુર્મી અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ લેયા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર હિન્દુસ્તાન માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત માં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે.કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજી નુ મંદિર ઉંઝામા આવેલુ છે.