અણુ અપ્રસાર સંધિ

વિકિપીડિયામાંથી
અણુ અપ્રસાર સંધિમાં ભાગીદારી (તાઇવાન) (ભારત, ઇઝરાયેલ, પાકિસ્તાન)

અણુશસ્રોના અપ્રસાર પરની સંધિ અણુ અપ્રસાર સંધિ કે (એનપીટી કે એનએનપીટી ) તરીકે પણ ઓળખાય છે. આ સંધિનો હેતુ વિશ્વમાં વિનાશક અણુશસ્રનો પ્રસારને મર્યાદિત કરવાનો છે. આ સંધિ પાંચ માર્ચ, 1970ના રોજ અમલમાં આવી હતી અને અત્યારે જગતના 189 રાષ્ટ્ર તેના સભ્યો છે. તેમાંથી પાંચ રાષ્ટ્રને અણુશસ્ત્ર રાષ્ટ્રની માન્યતા આપવામાં આવી છેઃ યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન, જેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો પણ છે.

આ સંધિ ન ધરાવતા ચાર રાષ્ટ્ર અણુશસ્રો ધરાવે છે અથવા તેઓ આ પ્રકારનો શસ્રસરંજામ ધરાવતા હોવાનું મનાય છેઃ ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ જાહેરમાં અણુશસ્રોનું પરિક્ષણ કર્યું છે અને તેમની પાસે આ પ્રકારના શસ્ત્રો હોવાની જાહેરાત પણ કરી છે જ્યારે ઇઝરાયેલની તેની પોતાની અણુશસ્ર કાર્યક્રમ સંબંધિત નીતિ અસ્પષ્ટ છે. ઉત્તર કોરિયાએ સંધિની સંમતિ આપી હતી, પછી તેનું ઉલ્લંઘન કર્યું હતું અને છેવટે વર્ષ 2003માં તેમાંથી પીછેહટ કરી હતી.

આ સંધિની દરખાસ્ત આયર્લેન્ડ અને ફિનલેન્ડએ મૂકી હતી અને તેમણે જ તેના પર સૌપ્રથમ હસ્તાક્ષર કર્યા હતા.

એનપીટી પ્રસ્તાવના અને 11 ધારા ધરાવે છે. એનપીટીમાં કોઈ પણ જગ્યાએ તેના "આધારસ્તંભ"ની વિભાવના વ્યક્ત કરવામાં નથી તેમ છતાં કેટલીક વખત આ સંધિનું અર્થઘટન ત્રણ આધારસ્તંભ ધરાવતી વ્યવસ્થા તરીકે કરવામાં આવે છે, જેમની વચ્ચે સંતુલન છેઃ

  1. અપ્રસાર ,
  2. નિઃશસ્રીકરણ , અને
  3. અણુ ટેકનોલોજીના શાંતિપૂર્ણ ઉપયોગનો અધિકાર .[૧]

અણુશસ્રોના અપ્રસારની સંધિના સભ્યો રાષ્ટ્રોની સમીક્ષા પરિષદની બેઠકોમાં દર પાંચ વર્ષે આ સંધિની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. ઉપરાંત વચગાળના વર્ષોમાં સમીક્ષા પરિષદ માટેની પ્રાથમિક તૈયારી કરનાર સમિતિના સત્રો યોજાય છે. તેની સાથેસાથે દુનિયામાં અનેક જગ્યાએ સ્વતંત્ર સંસ્થાઓ, નિષ્ણાતોના જૂથો, માર્ગદર્શકો અને બિનસરકારી સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, જે પ્રાથમિક તૈયારી કરનાર સમિતિને અહેવાલો સુપ્રત કરે છે અને ભલામણ કરે છે.[૨]

શરૂઆતમાં આ સંધિનો સમયગાળો 25 વર્ષ મર્યાદિત રાખવામાં આવ્યો હોવા છતાં સભ્ય રાષ્ટ્રોએ કોઈ પણ પ્રકારની શરતો વિના 11 મે, 1995ના રોજ ન્યુયોર્ક સિટીમાં યોજાયેલી સમીક્ષા પરિષદ દરમિયાન તેને સર્વનામુતે અનિશ્ચિત સમયગાળા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો.

તાજેતરમાં મે, 2010માં સમીક્ષા પરિષદ યોજાઈ હતી.[૩]

સંધિના "આધારસ્તંભો"[ફેરફાર કરો]

સામાન્ય રીતે એનપીટીના ત્રણ "આધારસ્તંભ" છેઃ અપ્રસાર, નિઃશસ્રીકરણ અને શાંતિપૂર્ણ ઉપયોગ.[૪] આ "આધારસ્તંભો"ની વિભાવના પર કેટલાંક લોકો પ્રશ્ન ઉઠાવે છે, જેઓ માને છે કે આ સંધિનો આશય તેના નામ પ્રમાણે મુખ્યત્વે અપ્રસારનો છે. તેમની મુખ્ય ચિંતા એ છે કે "ત્રણ આધારસ્તંભ"ની ભાષા ગેરમાર્ગે દોરે છે, જે ત્રણે પરિબળો એકસમાન મહત્વ ધરાવતું હોવાનું સૂચવે છે.[૫]

પહેલો આધારસ્તંભઃ અપ્રસાર[ફેરફાર કરો]

એનપીટી દ્વારા પાંચ રાષ્ટ્રને અણુશસ્ર સંપન્ન રાષ્ટ્ર(એનડબલ્યુએસ)નો દરજ્જો આપવામાં આવ્યો છેઃ ચીન (1992માં જોડયું), ફ્રાન્સ (1992), સોવિયત યુનિયન (1968, કરારનામું અને અત્યારે રશિયન સંઘ દ્વારા તેનું પાલન), યુનાઇટેડ કિંગડમ (1968) અને યુનાઇટેડ સ્ટેટ્સ (1968) (સંધિના સ્થાપક સભ્યોમાં અમેરિકા, બ્રિટન અને સોવિયત મહાસંઘ જ એવા રાષ્ટ્ર છે જેઓ ખુલ્લેઆમ આ પ્રકારના શસ્રો ધરાવે છે, જે 1970માં અમલમાં આવી હતી.) આ પાંચ રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો પણ છે. આ પાંચ એનડબલ્યુએસ કોઈ પણ બિનઆણ્વિક શસ્ર રાષ્ટ્ર (એનએનડબલ્યુએસ)ને "અણુશસ્રો કે અન્ય અણુ વિસ્ફોટક સાધનસામગ્રીઓ" ટ્રાન્સફર ન કરવા અને તેઓ અણુશસ્રો હસ્તગત કરી શકે તે માટે "કોઈ પણ પ્રકારની સહાય, પ્રોત્સાહન" ન આપવા સંમત થયા છે. (ધારા એક) એનપીટીના એનએનડબલ્યુએસ પક્ષો પણ "અણુશસ્રોના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની સહાય ન મેળવવા કે ન માંગવા" અથવા અણુશસ્રો "પ્રાપ્ત કરવા", "ઉત્પાદન" કે "હસ્તગત" ન કરવા સંમત થયા છે. (ધારા બે) એનએનડબલ્યુએસ પક્ષો પણ આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (આઇએઇએ)ની સુરક્ષા વ્યવસ્થાનો સ્વીકાર કરવા સંમત થયા છે, જેમાં તેમણે ખાતરી આપી છે કે તેઓ અણુશસ્રો કે અણુ વિસ્ફોટક સાધનસામગ્રીના શાંતિપૂર્ણ ઉપયોગમાંથી પ્રાપ્ત અણુ ઊર્જાનો દૂરપયોગ નહીં કરે (ધારા ત્રણ).

પાંચ એનડબલ્યુએસ પક્ષોએ બાંહેધરી આપી છે કે તેઓ અણુશસ્ર સંપન્ન રાષ્ટ્રો સાથે જોડાણમાં પરંપરાગત હુમલામાં કે પરમાણુ આક્રમણના જવાબમાં એનએનડબલ્યુએસ પક્ષો સામે અણુશસ્રોનો ઉપયોગ નહીં કરે. જોકે આ પ્રકારની બાહેંધરીને સંધિમાં ઔપાચારિક રીતે સામેલ કરવામાં આવી નથી અને તેની ચોક્કસ માહિતી સમયે-સમયે બદલાય છે. અમેરિકાએ વર્ષ 1959થી 1991 સુધી એનએનડબલ્યુએસ ઉત્તર કોરિયાને લક્ષ્યાંક કરતાં અણુશસ્ત્રો ગોઠવી પણ દીધા હતા. બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોફ હૂને "બદમાશ રાષ્ટ્રો" દ્વારા અપરંપરાગત હુમલાના જવાબમાં દેશના અણુશસ્રોનો ઉપયોગ કરવાની શક્યતા દર્શાવી છે.[૬] જાન્યુઆરી, 2006માં ફ્રાંસના રાષ્ટ્રપતિ જેકસ શિરાકએ સૂચવ્યું હતું કે ફ્રાંસ પર રાષ્ટ્ર-પ્રાયોજક હુમલો થશે તેઓ "બદમાશ રાષ્ટ્રોના" શક્તિ કેન્દ્રોનો નાશ કરવાના આશય સાથે નાના પાયે અણુ હુમલો કરી શકે છે.[૭][૮]

બીજો આધારસ્તંભઃ નિઃશસ્રીકરણ[ફેરફાર કરો]

એનપીટીના આમુખમાં જે ભાષાનો ઉપયોગ થયો છે તેમાં સભ્ય રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય ઘર્ષણ હળવું કરવાની અને પારસ્પરિક વિશ્વાસ વધારવાની ભાવના વ્યક્ત કરી છે, જેના પગલે એક દિવસ વિશ્વમાં અણુશસ્રોનું ઉત્પાદન સ્થગિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય અને સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઉદ્દેશ હાંસલ થઈ શકે. ખાસ કરીને સભ્ય રાષ્ટ્રો અણુશસ્રોમાંથી છૂટકારો મેળવી શકે.

એનપીટીના છઠ્ઠી કલમમાં અણુશસ્રોની નાબૂદી અને સંપૂર્ણ નિઃશસ્રીકરણની દિશામાં પગલાં લેવાનું કહેવાયું છે, પણ તેમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે દલીલ કરવામાં આવી છે તે અસ્પષ્ટ છે અને સભ્ય રાષ્ટ્રોની ગૂંચવણમાં વધારો થાય છે. તેમાં કહેવાયું છે કે "સામાન્ય અને સંપૂર્ણ નિઃશસ્રીકરણની સમજૂતી પર અને અણુશસ્રો મેળવવાની સ્પર્ધાનો અંત ઝડપથી આવે તે માટે જરૂરી પગલાં લેવા સંધિમાં જોડાયેલા તમામ સભ્ય રાષ્ટ્રો શક્ય તેટલી વહેલી તકે વિશ્વાસયુક્ત વાતાવરણમાં વાટાઘાટ હાથ ધરશે."[૯] આ અર્થઘટન હેઠળ, છઠ્ઠી કલમ તમામ સભ્ય રાષ્ટ્રોને ફરજિયાત નિઃશસ્રીકરણ કરવા કે આ પ્રકારની સંધિ કરવા ફરજ પાડતી નથી. તેના બદલે તેમાં ફક્ત વિશ્વાસયુક્ત વાતાવરણમાં વાટાઘાટ કરવાનું સૂચન કરે છે.[૧૦]

બીજી તરફ કેટલાંક રાષ્ટ્રોની સરકારો, ખાસ કરીને બિનજોડાણવાદી અભિયાન (નામ) સાથે જોડાયેલા બિનઆણ્વિક રાષ્ટ્રો છઠ્ઠી કલમને અસ્પષ્ટ હોવાનું અર્થઘટન કરે છે. તેમના મત મુજબ, આ કલમ એનપીટીએ માન્યતા આપેલા આણ્વિક રાષ્ટ્રોને તેમની રીતે અણુશસ્રોનો નાશ કરવાની ઔપચારિક જવાબદારી સૂચવે છે. તેમની દલીલ છે કે આ રાષ્ટ્રો તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. નિઃશસ્રીકરણ પરની પરિષદમાં હાજરી આપનાર કેટલાંક રાષ્ટ્રોના પ્રતિનિધિમંડળોએ સંપૂર્ણ અને વૈશ્વિક નિઃશસ્રીકરણની દરખાસ્ત રજૂ કરી છે, પણ આ દરખાસ્તોમાંથી કોઈ પણ પ્રકારની નિઃશસ્રીકરણ સંધિ થઈ શકી નથી.[સંદર્ભ આપો] એનપીટીની માન્યતા ધરાવતા અણુશસ્ર સંપન્ન રાષ્ટ્રોના ટીકાકારોની દલીલ એવી છે કે એનપીટીની માન્યતા ધરાવતા અણુશસ્ર સંપન્ન રાષ્ટ્રો નિઃશસ્ત્રીકરણ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી આ સંધિનો ઉદ્દેશ માર્યો ગયો છે અને તેના પગલે, ખાસ કરીને શીત યુદ્ધ પછીના સમયગાળામાં એનપીટી સાથે જોડાયેલાં કેટલાંક બિનઆણ્વિક રાષ્ટ્રોમાં નારાજગી વધી છે. આ ટીકાકારો ઉમેરે છે કે, આ પ્રકારની નિષ્ફળતા બિનઆણ્વિક રાષ્ટ્રોને એનપીટીમાંથી ખસી જવા માટેનું અને પોતાની રીતે અણુ શસ્રો વિકસાવવાનું વાજબી કારણ પૂરું પાડે છે.

અન્ય વિશ્લેષકો સૂચવે છે કે અણુશસ્રોના પ્રસાર અને નિઃશસ્રીકરણ વચ્ચેનો સંબંધ અન્ય એક રીતે કામ કરે છે. દાખલા તરીકે, ઉત્તર કોરિયા અને ઇરાનમાં અણુશસ્રોના પ્રસારને રોકવામાં સાંપડેલી નિષ્ફળતાને પગલે નિઃશસ્રીકરણની સંભવિતતતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરી દેશે.[સંદર્ભ આપો] આ દલીલ મુજબ, જ્યાં સુધી અન્ય રાષ્ટ્રો અણુશસ્રો મેળવશે નહીં કે વિકસાવશે નહીં તેવી ખાતરી સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી એક પણ અણુશસ્ર સંપન્ન રાષ્ટ્ર તેમના અણુશસ્રોને દૂર નહીં કરે. કેટલાંક વિશ્લેષકો તો એવું પણ સૂચવે છે કે હજારો શસ્ત્રોનો નાશ કરવાનું નેતૃત્વ ધરાવતી અને વિતરણ વ્યવસ્થા[૧૧] કરતી વિશ્વની મહાસત્તાઓ દ્વારા નિઃશસ્રીકરણની દિશામાં પગલું લેવાશે તો નાના શસ્રના વ્યૂહાત્મક મૂલ્યમાં વધારો થવાથી અણુશસ્રો ધરાવવાનું આકર્ષણ વધી શકે છે. અમેરિકાના એક અધિકારી અને એનપીટી નિષ્ણાતે વર્ષ 2007માં ચેતવણી આપી હતી કે એક તર્ક સૂચવે છે કે "અણુશસ્રોની સંખ્યામાં ઘટાડો થશે તેમ લશ્કરી સત્તાના સાધન તરીકે અણુશસ્રની 'આંશિક ઉપયોગિતા'માં વધારો થશે. એટલું જ નહીં ચરમસીમાએ તો એકથી બે અણુશસ્રોનો વ્યૂહાત્મક ઉપયોગ પણ મોટા પાયે નુકસાનકારક પુરવાર થશે."[૧૨]

ત્રીજો આધારસ્તંભઃ અણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ[ફેરફાર કરો]

આ સંધિનો ત્રીજો આધારસ્તંભ એનપીટીના સભ્ય રાષ્ટ્રોને નાગરિક પરમાણુ ઊર્જાના કાર્યક્રમો વિકસાવવા અણુ ટેકનોલોજી અને સાધનસામગ્રીના હસ્તાંતરણ માટેની મંજૂરી આપે છે, પણ તેની સાથે એક શરત જોડાયેલી છે. જે રાષ્ટ્રો પરમાણુ કાર્યક્રમોનો ઉપયોગ અણુશસ્ત્રોના ઉપયોગ માટે કરતાં નથી તેવું પ્રસ્થાપિત કરતાં રહેશે ત્યાં સુધી જ એનપીટીના સભ્ય રાષ્ટ્રો તેમને અણુ ટેકનોલોજી પૂરી પાડી શકશે.

અણુ ઊર્જા કાર્યક્રમો ધરાવતા બહુ ઓછાં રાષ્ટ્રોએ અણુ ઊર્જાનો ઉપયોગ ન કરવાની તૈયારી દાખવી છે ત્યારે એનપીટીની છઠ્ઠી કલમ હેઠળ ત્રીજો આધારસ્તંભ અન્ય રાષ્ટ્રોને અણુ ઊર્જાનો ઉપયોગ ચાલુ રાખવાની લીલી ઝંડી પણ આપે છે, પણ તેની શરતો હેઠળ અણુશસ્ત્રો વિકસાવવામાં મુશ્કેલી પડે છે.

આ સંધિ સાર્વભૌમિક રાષ્ટ્રોને શાંતિપૂર્ણ હેતુ માટે અણુ ઊર્જાના ઉપયોગના અબાધિત અધિકારની માન્યતા આપે છે, પણ એનપીટી રાષ્ટ્રો માટે પહેલી અને બીજી કલમ સાથે તેનો ઉપયોગ કરવામાં કેટલીક મર્યાદા નિશ્ચિત કરે છે (સંધિના પહેલા આધારસ્તંભની રચના કરતી અણુ અપ્રસારની મૂળભૂત જવાબદારી). વ્યાવસાયિક રીતે લોકપ્રિય લાઇટ વોટર રીએક્ટર ન્યુક્લીઅર પાવર સ્ટેશનમાં ઇંધણ તરીકે ગુણવત્તાયુક્ત યુરેનિયમ ફ્યુઅલનો ઉપયોગ થતો હોવાથી અણુ ઊર્જાનું ઉત્પાદન કરવા માગતા રાષ્ટ્રોને સ્થાનિક સ્તરે યુરેનિયમના સ્રોતનો ઉપયોગ વધારવો પડે અથવા આંતરરાષ્ટ્રીય બજારમાંથી તેની ખરીદી કરવી પડે. આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અલબરદાઈએ યુરેનિયમના સંવર્ધનના વ્યાપ અને પુનઃપ્રક્રિયાની ક્ષમતાને અણુ અપ્રસાર સંધિની સૌથી મોટી નબળાઈ ગણાવી છે. વર્ષ 2007 સુધી 13 રાષ્ટ્રો પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની ક્ષમતા ધરાવે છે.[૧૩] દેશના અણુશસ્ત્રો વિકસાવવાના પ્રયાસ માટે લાંબા સમયથી અણુકેન્દ્રીય વિભાજનક્ષમતાની ઉપલબ્ધતા મોટા અવરોધ સમાન ગણાય છે એટલે વર્ષ 2004માં અમેરિકાની નીતિમાં તેના પર ભાર મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી યુરેનિયમનના સંવર્ધનનો વધારે વ્યાપ અટકાવી શકાય અને પ્લુટોનિયમની પુનઃપ્રક્રિયા અટકાવી (એટલે કે "ઇએનઆર" ટેકનોલોજી)શકાય.[૧૪] એવો ડર પ્રવર્તે છે કે ઇએનઆર ક્ષમતા ધરાવતા દેશો હકીકતમાં આ ક્ષમતાનો ઉપયોગ માંગને આધારે શસ્ત્રો માટે અણુકેન્દ્રીય વિભાજનક્ષમતા ધરાવતી સામગ્રીનું ઉત્પાદન કરવા માટે કરશે એટલે તેમને "વાસ્તવિક" અણુ શસ્ત્રોના કાર્યક્રમ મળશે. એનપીટીના સભ્ય રાષ્ટ્રો અમુક મર્યાદામાં ઇએનઆર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે તેમ છતાં તેમાં અણુશસ્ત્રોના પ્રસારની ચિંતા રહેલી છે, એટલે આ બાબત નીતિમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને સંધિની છઠ્ઠી કલમ અને તેનો પહેલી, બીજી અને ત્રીજી કલમ સાથેનો સંબંધના અર્થઘટનની કાયદાકીય ચર્ચા જન્માવે છે.

જે રાષ્ટ્રોએ બિનઆણ્વિક રાષ્ટ્રો તરીકે અને સંધિ પર હસ્તાક્ષર કર્યા છે તેમણે અણુશાસ્ત્રોનું નિર્માણ નહીં કરવાનો રેકર્ડ જાળવી રાખવો પડે છે. જોકે ઇરાકએ એનપીટીના સુરક્ષાના ધારાધોરણો અને સંધિના નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું આઇએઇએએ દર્શાવ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તેની પુષ્ટિ કરી હતી. ઉત્તર કોરિયાએ એનપીટીના માન્ય માપદંડોનું ક્યારેય પાલન કર્યું નહોતું [૧૫]અને અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાના ખુલાસા થયા છે. પાછળથી તે એનપીટીમાંથી ખસી ગયું હતું અને અણુ શસ્ત્રોનું પરિક્ષણ અનેક વખત કર્યું હતું. ઇરાનએ એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી. તેને અવારનવાર યુરેનિયમના ઉપયોગની સ્પષ્ટતા કરવાનું અને તેના પરમાણુ પ્લાન્ટનું પરિક્ષણ કરવા દેવાનું કહેવાયું હતું છતાં તેણે એક પણ વખત હકારાત્મક પ્રતિસાદ આપ્યો નહોતો અને યુરેનિયમના સંવર્ધનની સ્પષ્ટતા કરી નહોતી. આ કારણે એનપીટીના સભ્ય રાષ્ટ્રોને અસાધારણ રીતે સર્વાનુમતિના અભાવે પણ એવો નિર્ણય લેવાની ફરજ પડી હતી કે ઇરાનને અનેક વખત સમય આપવા છતાં તે તેના પરમાણુ કાર્યક્રમની સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ નિવડ્યું છે.[૧૬][૧૭] લિબયા ડીસેમ્બર, 2003માં એનપીટીમાંથી ખસી ગયું હતું પણ તે અગાઉ તેણે રહસ્યમય હેતુઓ સાથે અણુશસ્ત્રો મેળવ્યાં હતાં. વર્ષ 1991માં રોમાનિયાએ અગાઉના શાસન દ્વારા હાથ ધરવામાં આવેલી અણુ પ્રવૃત્તિઓ જાહેર કરી હતી અને આઇએઇએએ તેને સંધિનું ઉલ્લંઘન ગણાવી સુરક્ષા પરિષદને માહિતગાર કરી હતી. કેટલાંક વિસ્તારોમાં હકીકત એ છે કે તમામ પડોશી રાષ્ટ્રો જુદી જુદી માત્રામાં પોતપોતાની રીતે અણુશસ્ત્રો ઘટાડવા સ્વતંત્ર છે હકીકત એ છે કે કેટલાંક વિસ્તારોમાં તમામ પડોશી રાષ્ટ્રો અણુશસ્ત્રો ઘટાડવાની ખરાઈ કરવા સ્વતંત્ર છે અને જો કોઈ રાષ્ટ્રો દબાણની લાગણી અનુભવતા હોય તો આ પ્રકારના શસ્ત્રો તેમની રીતે વિકસાવી રહ્યાં છે. એટલું જ નહીં પડોશી રાષ્ટ્રો શાંતિપૂર્ણ અને નાગરિક ઊર્જાના ઉદ્દેશ સાથે અણુ ઊર્જા કાર્યક્રમો ચલાવતાં હોવાની જાણકારી હોવા છતાં અન્ય શંકાને કારણે તેઓ આવું કરે છે. તેમાં સંધિ ડીઝાઇન તરીકે કામ કરે છે.

વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (આઇએઇએ)ના તત્કાલિન ડિરેક્ટર જનરલ મોહમ્મદ અલબરદાઈએ કહ્યું હતું કે કેટલાંક અંદાજ મુજબ 35થી 40 રાષ્ટ્રો અણુશસ્રો વિકસાવવાની માહિતીથી પરિચિત છે.[૧૮]

મહત્વપૂર્ણ કલમો[ફેરફાર કરો]

કલમ એકઃ[૧૯] દરેક અણુશસ્ત્ર સંપન્ન રાષ્ટ્ર (એનડબલ્યુએસ) કોઈ પણ અન્ય રાષ્ટ્રને અણુશસ્ત્રો કે અણુવિસ્ફોટ ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે અને એક પણ બિનઆણ્વિક રાષ્ટ્રને આ પ્રકારના શસ્ત્રો કે સાધનો મેળવવામાં કે વિકસાવવામાં સહાય નહીં કરે.

કલમ બેઃ દરેક બિનઆણ્વિક રાષ્ટ્ર કોઈ પણ પ્રકારના સ્રોતનો ઉપયોગ કરીને અણુશસ્ત્રો કે અણુવિસ્ફોટક સાધનો મેળવશે નહીં, આ પ્રકારના શસ્ત્રો કે સાધનસામગ્રી મેળવશે નહીં કે તેનું ઉત્પાદન નહીં કરે અને તેના ઉત્પાદન માટે કોઈ પણ પ્રકારની સહાય મેળવશે નહીં.

કલમ ત્રણઃ દરેક બિનઆણ્વિક રાષ્ટ્રોએ અણુસામગ્રીનો ઉપયોગ તમામ પ્રકારની શાંતિપૂર્ણ આણ્વિક પ્રવૃત્તિઓ માટે થશે તેવી ખાતરી આઇએઇએ સાથેના કરારમાં આપી છે. એટલું જ નહીં તેઓ આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ અણુશસ્ત્રોનું કે અન્ય અણુવિસ્ફોટક સામગ્રીનું ઉત્પાદન કરવા માટે નહીં કરે.

કલમ ચારઃ 1. આ સંધિ કોઈ પણ રાષ્ટ્રના અણુઊર્જાનો શાંતિપૂર્ણ હેતુ માટે ઉપયોગ કરવાના સાર્વભૌમિક અધિકાર પર અસર કરતો નથી તેવું અર્થઘટન ન થઈ શકે. આ સંધિની પહેલી અને બીજી કલમ તેમને અણુઊર્જાનો રચનાત્મક ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા મૂકતી નથી. કોઈ પણ રાષ્ટ્ર શાંતિપૂર્ણ હેતુ માટે અણુઊર્જાનો ઉપયોગ, સંશોધન અને ઉત્પાદન કરી શકે છે.

2. સંધિમાં જોડાયેલા તમામ રાષ્ટ્રો અણુઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ માહિતી, સામગ્રીઓ અને સાધનોની શક્ય તેટલી આદાનપ્રદાન કરી શકે છે. એટલું જ નહીં શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુઊર્જાના વધુ વિકાસ માટે સભ્ય રાષ્ટ્રો સંયુક્તપણે કે એકલા હાથે આંતરરાષ્ટ્રીય સંગઠનો કે અન્ય રાષ્ટ્રોને, ખાસ કરીને બિનઆણ્વિક રાષ્ટ્રોને મદદ કરી શકશે. તેમાં દુનિયાના વિકાસશીલ વિસ્તારોની જરૂરિયાતો ધ્યાન પર લેવાશે.

કલમ છઃ રાષ્ટ્રો શક્ય તેટલી વહેલી તકે અણુશસ્ત્રોની સ્પર્ધાનો અંત લાવવા અને અણુ નિઃશસ્ત્રીકરણ સંબંધિત અસરકારક પગલાં લેવા તેમજ કડક અને અસરકારક આંતરરાષ્ટ્રીય નિયંત્રણ હેઠળ "સામાન્ય અને સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ પરની સંધિ તરફ વિશ્વાસયુક્ત વાતાવરણમાં વાટાઘાટ હાથ ધરશે."

કલમ દસઃ કોઈ પણ રાષ્ટ્ર ત્રણ મહિનાની નોટિસ આપીને સંધિમાંથી ખસી જવાનો અધિકાર ધરાવે છે. તે સંધિનો સમયગાળો પણ પ્રસ્થાપિત કરે છે (1995માં વિસ્તરણની પહેલ કરવા અગાઉ 25 વર્ષ).

ઇતિહાસ[ફેરફાર કરો]

અત્યારે અનેક રાષ્ટ્રો અણુશસ્ત્રો ધરાવે છે એટલે એનપીટીનો આશય કે હાર્દ આ વિનાશક શસ્ત્રોથી દુનિયાની સુરક્ષા કરવાનો છે. શીત યુદ્ધના કારણે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે ફેલાયેલી કડવાશનો અંત આવી ગયો છે તેને તે માન્યતા આપે છે. અણુશસ્ત્ર સંપન્ન રાષ્ટ્રોની સંખ્યા વધવાથી તમામ લોકોની સુરક્ષામાં ઘટાડો થશે, ખોટી ગણતરીના કારણે અનેકગણું જોખમ વધશે, અકસ્માતોમાં વધશે, અણુશસ્ત્રોનો ગેરકાયદેસર ઉપયોગ વધશે, આંતરરાષ્ટ્રીય ઘર્ષણ વધવાથી અણુસંઘર્ષ થશે

એનપીટી પ્રક્રિયા વર્ષ 1958માં આયર્લેન્ડના વિદેશ મંત્રી [[]]ફ્રેન્ક આઇકીને શરૂ કરી હતી. વર્ષ 1968માં તેને હસ્તાક્ષર માટે ખુલ્લી મૂકાઈ હતી અને તેના પર પ્રથમ હસ્તાક્ષર કરનાર રાષ્ટ્ર ફિનલેન્ડ હતું. 1992 સુધીમાં તત્કાલિન પાંચ અણુ મહાસત્તાઓ તેમાં જોડાઈ ગઈ હતી અને વર્ષ 1995માં આ સંધિને લંબાવવામાં આવી હતી (અને વર્ષ 1996માં કોમ્પ્રીહેન્સિવ ટેસ્ટ બાન ટ્રેટી દ્વારા અનુસરવામાં આવી હતી). કેટલાંક એનપીટી રાષ્ટ્રોએ અણુશસ્ત્રો કે અણુશસ્ત્ર કાર્યક્રમોને ત્યાગ કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ 1970ના દાયકામાં ઇઝરાયેલની મદદથી અણુશસ્ત્ર વિકસાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હોવાનો અને 1979માં એટલાન્ટિક મહાસાગરમાં એક અણુ પરિક્ષણ હાથ ધર્યુ હોવાનો આરોપ મૂકાય છે, પણ તે પછી તેણે અણુ કાર્યક્રમ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી અને તેના નાના શસ્ત્રગારનો નાશ કર્યા પછી 1991માં આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ સોવિયત ગણતંત્ર સાથે જોડાયેલા રાષ્ટ્રોએ સોવિયત સંઘ પાસેથી પ્રાપ્ત કરેલા અણુશસ્ત્રોનો નાશ કર્યો છે અથવા રશિયાને ટ્રાન્સફર કરી દીધા છે.

અમેરિકા-નાટો (NATO) અણુશસ્ત્રોની વહેંચણી[ફેરફાર કરો]

[37][38][39][40]

જે સમયે સંધિ પર વાટાઘાટ ચાલતી હતી ત્યારે નાટોના સભ્ય રાષ્ટ્રો અણુશસ્ત્રો વહેંચણીની ગુપ્ત સમજૂતીઓ કરતાં હતાં, જેમાં અમેરિકા નાટોના અન્ય સભ્ય રાષ્ટ્રોને અણુશસ્ત્રો પૂરાં પાડવાનું હતું અને તેમના વતી તેનો સંગ્રહ કરવાનું હતું. કેટલાંક લોકોની દલીલ છે કે આ સમજૂતીઓ એનપીટી સંધિઓની પહેલી અને બીજી કલમનું ઉલ્લંઘન છે અને અણુશસ્ત્રોનો પ્રસાર છે. તેની સામે વળતી દલીલ એવી છે કે નાટોના સભ્ય રાષ્ટ્રોની અંદર સંગ્રહિત શસ્ત્રો પર અમેરિકાનું નિયંત્રણ હતું અને જ્યાં સુધી યુદ્ધમાં જવાનો નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી શસ્ત્રોના હસ્તાંતરણ કે તેના પર નિયંત્રણનો આશય નહોતો અને તેના પર એનપીટી સંધિનું નિયંત્રણ હતું નહીં એટલે તેના ઉલ્લંઘનનો સવાલ જ નહોતો. આ સમજૂતીઓ સોવિયત યુનિયન સહિત કેટલાંક રાષ્ટ્રો સમક્ષ જાહેર કરવામાં આવી હતી, પણ 1968માં આ સંધિમાં જોડાયેલા મોટા ભાગના રાષ્ટ્રો આ સમજૂતી અને તેના અર્થઘટનથી તે સમયે અપરિચિત હતાં.[૨૦]

2005 સુધી એક અંદાજ મુજબ નાટો સમજૂતી હેઠળ બેલ્જિયમ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ અને તુર્કીને ઉપયોગ માટે અમેરિકા પાસે હજુ પણ 180 જેટલાં વ્યૂહાત્મક બી61 અણુબોંબ પૂરાં પાડે છે.[૨૧] અનેક રાષ્ટ્રો અને બિનજોડાણવાદી અભિયાન હવે સંધિની પહેલી અને બીજી કલમના ઉલ્લંઘનની દલીલ કરે છે અને આ સમજૂતીઓ તોડી નાંખવા રાજદ્વારી દબાણ કરે છે. તેઓ એ મુદ્દા પર ધ્યાન દોરે છે કે બિનઆણ્વિક નાટો રાષ્ટ્રોના પાઇલોટ્સ અને અન્ય કર્મચારી અમેરિકાના અણુબોંબનું સંચાલન કરવાની અને ડિલીવરી કરવાની પ્રેક્ટિસ કરે છે અને બિનઅમેરિકી યુદ્ધ હવાઈજહાજો અમેરિકાના અણુબોંબ પહોંચાડવાનું સ્વીકારે છે, જેમાં અણુશસ્ત્રોની કેટલીક ટેકનિકલ માહિતી ટ્રાન્સફર ચોક્કસ થાય. નાટોનું માનવું છે કે "યુદ્ધ અટકાવવામાં અણુ સત્તાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાનું ચાલુ રાખશે, પણ તેમની ભૂમિકા હવે રાજકીય રીતે વધારે પડતી આધારભૂત છે."[૨૨] નાટોના અધિકારીઓ એવું પણ જણાવે છે કે અમેરિકાએ એક પણ અણુશસ્ત્ર અમેરિકાનું નિયંત્રણ ન હોય તેવા રાષ્ટ્રને આપ્યું નથી, એટલે સંધિની પહેલી અને બીજી કલમનું ઉલ્લંઘન થતું નથી.

અમેરિકાની અણુ વહેંચણી નીતિઓ મૂળે અણુશસ્ત્રોના પ્રસારને અટકાવવામાં મદદરૂપ થાય તે રીતે બનાવવામાં આવી હતી. તે સમયે તત્કાલિન પશ્ચિમ જર્મનીને સ્વતંત્રપણે અણુશસ્ત્રો ન વિકસાવવા સમજાવવામાં આવ્યું હતું અને વોરસો સંધિમાં જોડાયેલા રાષ્ટ્રો સાથે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તો તેવા સંજોગોમાં તે સ્વબચાવમાં અમેરિકાના અણુશસ્ત્રોનો ઉપયોગ કરી શકવા સમક્ષ હશે તેવી ખાતરી તેને આપવામાં આવી હતી. (જોકે સંપૂર્ણ યુદ્ધની સ્થિતિનું નિર્માણ ન થાય ત્યાં સુધી શસ્ત્રો અમેરિકાના હાથમાં "સુરક્ષિત" રહેશે.) તેની પાછળનો મુદ્દો વિવિધ રાષ્ટ્રોને તેમની રીતે અણુશસ્ત્રો વિકસાવવાના કાર્યક્રમો હાથ ધરતાં અટકાવવાનો હતો. આ આશય પાર પાડવા માટે એવી ખાતરી આપવામાં આવી હતી કે નાટોના સભ્ય રાષ્ટ્રો પ્રસારનો માર્ગ નહીં પસંદ કરે.[૨૩] (સોવિયન યુનિયન અને તેના સાથીદાર રાષ્ટ્રો સામે સંરક્ષણ થઈ શકશે તેવી ખાતરી પશ્ચિમ જર્મન (રાજધાની બોન)ના અધિકારીઓને નહીં થાય તો પશ્ચિમ જર્મનીએ અણુશસ્ત્રો વિકસાવવાની ક્ષમતા ધરાવવાની સંભવિતતા ધરાવતા રાષ્ટ્ર તરીકે કેટલાંક વર્ષ રહેશે તેના અંદાજ વિશે અમેરિકાના જાસૂસી ખાતમાં ચર્ચા થતી હતી.[૨૪])

ભારત, ઇઝરાયેલ અને પાકિસ્તાન[ફેરફાર કરો]

ભારત, ઇઝરાયેલ અને પાકિસ્તાન-આ ત્રણ રાષ્ટ્રોએ સંધિ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. ભારત અને પાકિસ્તાન અણુસત્તા છે જ્યારે ઇઝરાયેલએ લાંબા સમયથી જાણીજોઈને આ મુદ્દે ઇરાદાપૂર્વક અસ્પષ્ટ નીતિ જાળવી રાખી છે (અણુશસ્ત્રો ધરાવતા રાષ્ટ્રોની યાદી જુઓ). આ રાષ્ટ્રોની દલીલ છે કે એનપીટીના કારણે અણુશક્તિ ધરાવતા બહુ ઓછા રાષ્ટ્રોના એક જૂથની અને તેની સાથેસાથે 1967 અગાઉ અણુ પરિક્ષણ ન કર્યા હોય તેવા બિનઆણ્વિક રાષ્ટ્રોના એક જૂથની રચના કરી છે. એટલું જ નહીં બિનઆણ્વિક રાષ્ટ્રોને કાયદેસર રીતે અણુશસ્ત્રો ન વિકસાવવાની શરત લાદે છે. આ પ્રકારના ભેદભાવને વાજબી ઠેરવી શકે તેવા સૈદ્ધાંતિક આધારની સમજણ સંધિમાં ક્યારેય આપવામાં આવી નથી.

ભારત અને પાકિસ્તાને અણુશસ્ત્રો ધરાવવાની જાહેરાત કરી છે અને અણુવિસ્ફોટોનું પરિક્ષણ કર્યું હતું. ભારતે આ પ્રકારનો અણુધડાકો 1974માં અને 1998માં અણુ પરિક્ષણ કર્યું હતું, જેના જવાબમાં પાકિસ્તાને 1998માં અન્ય પરમાણુ પરિક્ષણ કર્યું હતું. ભારત પાસે 150 કરતાં વધારે અણુશસ્ત્રો માટે પૂરતી વિસ્ફોટક સામગ્રી છે.[૨૫] જ્યારે પાકિસ્તાન પાસે 80થી 120 અણુશસ્ત્રો માટેનો સ્ફોટક જથ્થો છે તેવું તેના વ્યૂહાત્મક લશ્કરી વિભાગના ભૂતપૂર્વ વડાએ જણાવ્યું હતું.[૨૬] અણુ શસ્ત્રોને પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ (નો ફર્સ્ટ યુઝ) ધરાવતા કેટલાંક રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર ભારત છે. તેણે વચન આપ્યું છે કે વિરોધી રાષ્ટ્ર અણુશસ્ત્રનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તે આ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવાની પહેલ નહીં કરે.[૨૭] એનપીટી પર હસ્તાક્ષર નહીં કરવાનું અને અણુશસ્ત્રો ધરાવવાનું કારણ જણાવતાં ભારતે કહ્યું હતું કે પડોશી રાષ્ટ્ર ચીન અણુશસ્ત્રો ધરાવે છે.[૨૮] ભારતના વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ વર્ષ 2007માં ટોક્યોની મુલાકાત દરમિયાન કહ્યું હતું કેઃ "ભારત એનપીટી પર હસ્તાક્ષર કરતું નથી તો તેનો અર્થ એ નથી કે તે અણુ અપ્રસાર માટે પ્રતિબદ્ધ નથી, પણ તેનું કારણ એ છે કે અમે એનપીટીને ખામીયુક્ત સંધિ ગણીએ છીએ અને તે સાર્વત્રિક, ભેદભાવ વિનાની અને માવજતની જરૂરિયાત પર ભાર મૂકતી નથી."[૨૯] ચીન અને ભારત વચ્ચે સરહદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલે છે. આ મામલે બંને વચ્ચે વર્ષ 1962માં યુદ્ધ પણ થયું હતું.

લીક થયેલી જાસૂસી માહિતી મુજબ, ઇઝરાયેલ વર્ષ 1958થી નેગેવમાં સ્થિત તેની ડિમોના સાઇટ ખાતે અણુશસ્ત્રો વિકસાવી રહ્યું છે અને ડેવિડ અલબ્રાઇટ જેવા અનેક અપ્રસાર વિશ્લેષકોનો અંદાજ છે કે ઇઝરાયેલે ડિમોનાથી પુનઃપ્રક્રિયા પામેલા પ્લુટોનિયમનો ઉપયોગ કરીને 100થી 200 અણુશસ્ત્રોનો જથ્થો ઊભો કર્યો હશે. ઇઝરાયેલ સરકારે ક્યારયે અણુશસ્ત્રો હોવાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી કે ક્યારેય ઇનકાર કર્યો નથી. જોકે ઇઝરાયેલના નીચલી કક્ષાના અણુ ટેકનિશ્યન મોર્ડેચાઈ વાનુનુએ વર્ષ 1986માં બ્રિટિશ સન્ડે ટાઇમ્સ માં અણુ કાર્યક્રમ વિશે ઘટસ્ફોટ કર્યા પછી ઇઝરાયેલ પાસે અણુશસ્ત્રો છે કે નહીં તે ઓપન સીક્રેટ જેવી વાત છે. આ ઘટસ્ફોટ પછી વાનુનુને ઝડપી લેવામાં આવ્યો હતો અને દેશદ્રોહના આરોપસર સજા કરવામાં આવી હતી.

માર્ચ, 2006ની શરૂઆતમાં ભારત અને અમેરિકાએ બંને દેશોમાં ટીકાનો સામનો કરવાની સાથે એક સમજૂતીને અંતિમ ઓપ આપ્યો હતો, જે ભારતને અમેરિકાની નાગરિક પરમાણુ ટેકનોલોજી પૂરી પાડે છે. આ સમજૂતી હેઠળ ભારતે તેના 22માંથી 14 અણુ ઊર્જામથકો નાગરિક ઉપયોગ માટે વર્ગીકૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને તેને આઇએઇએના નિરીક્ષણ હેઠળ મૂકવાની પણ તૈયારી દાખવી છે. આઇએઇએના તત્કાલિન ડિરક્ટર જનરલ મોહમ્મદ અલબરદાઈએ આ સમજૂતીની આવકારી હતી અને "અપ્રસાર સંધિમાં ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર રાષ્ટ્ર" ગણાવ્યું હતું.[૩૦]

ડીસેમ્બર, 2006માં અમેરિકન કોંગ્રેસએ અમેરિકા-ભારત શાંતિયુક્ત અણુ ઊર્જા સહકાર ધારાને મંજૂરી આપી હતી જેને તે વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપ્રમુખ બુશના ભારતપ્રવાસ દરમિયાન ઓપ અપાયો હતો. આ ખરડો કાયદો ભારતને નાગરિક પરમાણુ સાધનસામગ્રી ટ્રાન્સફર કરવાની લીલી ઝંડી આપે છે. ભારત અણુ અપ્રસાર સંધિમાં સામેલ ન હોવા છતાં અમેરિકાએ તેના સ્વચ્છ અપ્રસાર રેકર્ડના આધારે અને ભારતમાં ઝડપથી વધતાં ઔદ્યોગિકરણ અને અબજ કરતાં વધારે વસતીની ઊર્જાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતીને મંજૂરી આપી હતી.[૩૧]

પહેલી ઓગસ્ટ, 2008ના રોજ આઇએઇએએ ભારતીય સેફગાર્ડસ સમજૂતીને મંજૂરી આપી હતી[૩૨] અને છઠ્ઠી સપ્ટેમ્બર, 2008ના રોજ ઓસ્ટ્રિયાના વિયેનામાં ન્યુક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ની બેઠકમાં ભારતે મંજૂરી આપી હતી. ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી ચિંતા દૂર થયા પછી આ સંધિને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી અને એક અસામાન્ય કદમ ઉઠાવીને એનપીટી અને કોમ્પ્રીહેન્સિવ ટેસ્ટ બાન ટ્રેટી (સીટીબીટી) પર હસ્તાક્ષર ન કરનાર રાષ્ટ્રને છૂટછાટ આપવામાં આવી હતી.[૩૩][૩૪] ભારત અન્ય ઇચ્છિત રાષ્ટ્રો સાથે અણુ વેપાર હાથ ધરી શકશે.[૩૫] અમેરિકાની કોંગ્રેસે આ સમજૂતીને મંજૂરી આપી દીધી છે અને આઠ ઓક્ટોબર, 2008ના રોજ તેના રાષ્ટ્રપ્રમુખે હસ્તાક્ષર પણ કરી નાંખ્યા છે.[૩૬]

એનએસજીની વર્તમાન માર્ગદર્શિકા તમામ મુખ્ય સપ્લાયર્સ દ્વારા પાકિસ્તાન અને ઇઝરાયેલને અણુ નિકાસની સંભાવનાને નકારી કાઢે છે, કારણ કે બંનેમાંથી એક પણ રાષ્ટ્રએ આઇએઇએના સુરક્ષા માપદંડોનું સંપૂર્ણ પાલન કરવાની જવાબદારી સ્વીકારી નથી (એટલે કે તેમની તમામ અમુ પ્રવૃત્તિઓના સુરક્ષા ધારાધોરણો). પાકિસ્તાન દ્વારા આ જ પ્રકારની સમજૂતી કરવાના પ્રયાસને અમેરિકા અને એનએસજીના અન્ય સભ્યોએ નિષ્ફળ બનાવી દીધો છે. આ માટેનું કારણ સમજાવતા જણાવવામાં આવ્યું છે કે ભારત જેટલી ઊર્જાની પાકિસ્તાનને જરૂર નથી તેમજ ગેરકાયેદસર રીતે અણુશસ્ત્રોનો પ્રસાર કરવામાં પાકિસ્તાનના ટ્રેક રેકર્ડને લીધે પણ નજીકના ભવિષ્યમાં આ પ્રકારના કોઈ પણ અણુ સોદાને અવકાશ નથી.[૩૭]

18 સપ્ટેમ્બર, 2009ના રોજ આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીની સામાન્ય પરિષદમાં ઇઝરાયેલને તેના અણુ ઊર્જા મથકો અને પરમાણુ પ્લાન્ટ આઇએઇએના નિરીક્ષણ માટે ખુલ્લા મૂકવાની અને "ઇઝરાયેલની અણુ ક્ષમતા" પર ઠરાવના ભાગરૂપે અપ્રસાર સંધિનો સ્વીકાર કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઠરાવ 49વિરૂદ્ધ 45ની પાતળી બહુમતી સાથે પસાર થયો હતો, જેમાં 16 રાષ્ટ્રના પ્રતિનિધિ ગેરહાજર રહ્યાં હતાં. ઇઝરાયેલના મુખ્ય પ્રતિનિધિએ જણાવ્યું હતું કે "ઇઝરાયેલ આ ઠરાવને કોઈ પણ રીતે સાથસહકાર નહીં આપે."[૩૮]

ઉત્તર કોરિયા[ફેરફાર કરો]

ઉત્તર કોરિયાએ 12 ડીસેમ્બર, 1985ના રોજ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પણ અમેરિકાએ તેના પર ગેરકાયદેસર રીતે યુરેનિયમ સંવર્ધન કરી અણુશસ્ત્ર કાર્યક્રમ શરૂ કરવાનો આરોપ મૂકતાં 10 જાન્યુઆરી, 2003ના રોજ સંધિમાંથી ખસી જવાની નોટિસ આપી હતી. ત્યારબાદ અમેરિકાએ સમજૂતીના ધારાધોરણો[૩૯] મુજબ ઇંધણ ઓઇલના જહાજોને અટકાવી દીધા હતા. આ સમજૂતીનો ઠરાવ વર્ષ 1994માં બહાર પડ્યો હતો[૪૦]. 10 એપ્રિલ, 2003ના રોજ ઉત્તર કોરિયા એનપીટીમાંથી ખસી જનાર પહેલું રાષ્ટ્ર બન્યું હતું.[૪૧] આ અગાઉ પણ તેણે 12 માર્ચ, 1993ના રોજ સંધિમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ થાય એ અગાઉ આ નોટિસ રદ કરવામાં આવી હતી.[૪૨]

10 ફેબ્રુઆરી, 2005ના રોજ ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તે અણુશસ્ત્રો ધરાવે છે અને આ મુદ્દે રાજકીય ઉકેલ લાવવા ચીન દ્વારા આયોજિત છ પક્ષીય વાટાઘાટમાંથી ખસી જાય છે. આ મુદ્દે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે અણુ અપ્રસાર સંધિમાંથી ખસી જવાનું મક્કમ કદમ ઉઠાવ્યું છે અને ડીપીઆરકે (ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા)ને એકલા પાડી દેવાની અને દબાવવાની બુશ વહીવટીતંત્રની ભવિષ્યની નીતિઓ સામે સ્વરક્ષણ માટે અણુશસ્ત્રોનું ઉત્પાદન કરીએ છીએ."[૪૩] છ પક્ષીય વાટાઘાટા જુલાઈ, 2005માં ફરી શરૂ થઈ હતી.

19 સપ્ટેમ્બર, 2005ના રોજ ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તે અગાઉના સમજૂતી પર સહમત થશે. આ સમજૂતી હેઠળ, ઉત્તર કોરિયા તેના તમામ અણુશસ્ત્રો અને અણુ ઉત્પાદન સુવિધાઓનો નાશ કરશે, એનપીટીમાં ફરી જોડાશે અને આઇએઇએના નિરક્ષકો માટે દરવાજા ખોલી નાંખશે. પણ મુશ્કેલ મુદ્દો 1994ની સમજૂતીના ધારાધોરણો મુજબ, ઉત્તર કોરિયાના સ્વદેશી અણુ ઊર્જા પ્લાન્ટ કાર્યક્રમને સ્થાને વિવિધ લાઇટ વોટર રીએક્ટરનો પુરવઠો પૂરો પાડવાનો હતો, જે ભવિષ્યમાં ચર્ચાવિચારણ દરમિયાન ઉકેલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.[૪૪] જોકે તે પછીના દિવસે જ ઉત્તર કોરિયાએ તેનું અગાઉનું વલણ જાળવી રાખ્યું હતું અને લાઇટ વોટર રીએક્ટરનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે ત્યાં સુધી તે તેના અણુશસ્ત્રોના નાશ નહીં કરે કે એનપીટીમાં જોડાશે પણ નહીં તેવી જાહેરાત કરી હતી.[૪૫]

બીજી ઓક્ટોબર, 2006ના રોજ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ જાહેરાત કરી હતી કે તેમનો દેશ ભવિષ્યમાં અણુશસ્ત્રોનું પરિક્ષણ કરવાની યોજના ધરાવે છે. જોકે તેઓ ક્યારે આ પરિક્ષણ હાથ ધરશે તે વિશે સ્પષ્ટતા કરી નહોતી.[૪૬] નવમી ઓક્ટોબર, 2006ને સોમવારે યુટીસી સમય પ્રમાણે એક કલાક 35 મિનિટ અને 27 સેકન્ડે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવેએ કિમચાએકની ઉત્તરે 45 માઇલ કે 70 કિમીના અંતરે 4.2ની તીવ્રતા ધરાવતી ભૂગર્ભીય હિલચાલ નોંધી હતી, જે ઉત્તર કોરિયાએ અણુ પરિક્ષણ હાથ ધર્યાનો સંકેત હતો. તે પછી ટૂંક સમયમાં ઉત્તર કોરિયાની સરકારે જાહેરાત કરી હતી કે તેમણે સફળતાપૂર્વક ભૂગર્ભીય અણુ પરિક્ષણ પૂર્ણ કર્યું છે.

વર્ષ 2007માં વોશિંગ્ટનમાંથી પ્રસિદ્ધ થયેલા અહેવાલોએ સૂચવ્યું હતું કે ઉત્તર કોરિયા યુરેનિયમ સંવર્ધન શસ્ત્રોનો કાર્યક્રમ વિકસાવી રહ્યું છે તેવું વર્ષ 2002ના સીઆઇએના અહેવાલોએ જણાવ્યું હતું, જેના પગલે ઉત્તર કોરિયાને એનપીટી છોડી દેવાની ફરજ પડી છે. પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.[૪૭][૪૮][૪૯][૫૦] આ અખબારી આક્ષેપોમાંથી કેટલીક માહિતી જાહેર કરાઈ છે જે યુરેનિયમ પ્રયાસનું અસ્તત્વિ હોવાનું સૂચવે છે. હકીકત એ છે કે ઉત્તર કોરિયાના પહેલા વાઇસ મિનિસ્ટર કોંગ સોક જુએ એક તબક્કે યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ચાલુ હોવાનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાનના તત્કાલિન પ્રમુખ મુશરફે ખુલાસો કર્યો હતો કે એ ક્યુ ખાનના પ્રસાર નેટવર્કે ઉત્તર કોરિયાને યુરેનિયમ સંવર્ધન માટે ડીઝાઇન કરવામાં આવેલા અનેક ગેસ સેન્ટ્રિફ્યુજ પૂરાં પાડ્યાં હતા. ઉપરાંત અખબારી અહેવાલોએ અમેરિકાના અધિકારીઓના હવાલેથી જણાવ્યું હતું કે લિબિયાના ડબલ્યુએમડી (સામૂહિક વિનાશના શસ્ત્રો) કાર્યક્રમોને નાશ કરવાના પુરાવા ઉત્તર કોરિયા તરફ લિબિયાના યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ (UF6)ના સ્ત્રોત તરફ આંગળી ચીંધે છે. જો આ બાબત સાચી હોય તો તેનો અર્થ એ થશે કે ઉત્તર કોરિયા પાસે સેન્ટ્રિફ્યુજ સંવર્ધન માટે કાચા માલના ઉત્પાદન માટે યુરેનિયમનું પરિવર્તન કરવાની સુવિધા હશે.[૫૧]

ઇરાન[ફેરફાર કરો]

ઇરાન એનપીટીનું સભ્ય રાષ્ટ્ર હતું, પણ તેના સુરક્ષાના ધારાધોરણોની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી અને તેના અણુ કાર્યક્રમોનો દરજ્જો વિવાદાસ્પદ છે. નવેમ્બર, 2003માં આઇએઇએએ તત્કાલિન ડિરેક્ટર જનરલ મોહમ્મદ અલબરદાઈએ જણાવ્યું હતું કે ઇરાન તેની સુરક્ષા ધોરધોરણોની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.તેને વધારે સમય આપવા છતાં તે તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્મ જાહેર કરી શક્યું નથી.[૧૬] યુરોપિયન યુનિયમ ત્રણના નેતૃત્વમાં રાજદ્વારી પ્રયાસો થતાં અને ઇરાને કામચલાઉ રીતે તેના યુરેનિયમના સંવર્ધનનો કાર્યક્રમ રદ કર્યાના બે વર્ષ પછી આઇએઇએના બોર્ડ ઓફ ગવર્નર્સે આઇએઇએના બંધારણની કલમ બાર સી હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી[૫૨] અને 12 સભ્ય રાષ્ટ્રોની ગેરહાજરીમાં સર્વાનુમતિ વિના એક અપવાદરૂપ નિર્ણય લીધો કે આઇએઇએા સુરક્ષાની ધારાધોરણનો લગતી સમજૂતીનું પાલન કરવામાં આ નિષ્ફળતા છે.[૧૭] આ બાબતની જાણકારી વર્ષ 2006માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને આપવામાં આવી હતી,[૫૩] જે પછી સુરક્ષા પરિષદે એક ઠરાવ પસાર કરીને ઇરાનને તેના સંવર્ધન કાર્યક્રમ રદ કરવાની માગણી કરી હતી.[૫૪] તેના બદલે ઇરાને તેના સંવર્ધન કાર્યક્રમ ફરી શરૂ કરી દીધા હતા.[૫૫]

આઇએઇએ ઇરાનમાં જાહેર અણુ સામગ્રીના બીજા હેતુ માટે ઉપયોગની ખાતરી કરી શકે છે અને તેની જાહેર ન થયેલી ગુપ્ત આણ્વિક પ્રવૃત્તિઓ તપાસવાની કામગીરી ચાલુ છે.[૫૬] ફેબ્રુઆરી, 2008માં આઇએઇએએ એવું પણ જણાવ્યું હતું કે કેટલાંક સભ્ય રાષ્ટ્રો દ્વારા પૂરાં પાડવામાં આવેલા દસ્તાવેજોને આધારે તે શસ્ત્રીકરણના કથિત અભ્યાસને લગતી કામગીરી કરી રહ્યું છે. આ દસ્તાવેજો ઇરાનમાંથી પ્રાપ્ત થયા હોવાનો દાવો તે રાષ્ટ્રોએ કર્યો હતો. ઇરાને આ આરોપોને પાયાવિહાણા ગણાવી ફગાવી દીધા હતા અને દસ્તાવેજોને બનાવટી ગણાવ્યાં હતાં.[૫૭] જૂન, 2009માં આઇએઇએએ જણાવ્યું હતું કે “ઇરાન બાકીના મુદ્દાઓ સાથે એજન્સીને સહકાર આપતું નથી...જે ઇરાનના અણુ કાર્યક્રમને લશ્કરી પાસાંની શક્યતા દૂર કરવા સ્પષ્ટતાની જરૂર છે.”[૫૮]

અમેરિકાએ તારણ કાઢ્યું હતું કે ઇરાને એનપીટીની સુરક્ષાના ધારાધોરણોની જવાબદારીઓ જણાવતી કલમ ત્રીજીનું ઉલ્લંઘન કર્યું હતું અને પારિસ્થિતિક દસ્તાવેજ પર આધારિત દલીલ કરતાં કહ્યું હતું કે ઇરાનના સંવર્ધન કાર્યક્રમનો હેતુ શસ્ત્રોનું નિર્માણ કરવાનો હતો અને આ કારણે ઇરાને અપ્રસારની જવાબદારીઓ જણાવતી બીજી કલમનું ઉલ્લંઘન કર્યું હતું.[૫૯] નવેમ્બર, 2007માં અમેરિકાની નેશનલ ઇન્ટલિજન્સી એસ્ટિમેટ (એનઆઇઈ)એ તારણ કાઢ્યું હતું કે ઇરાને વર્ષ 2003ની પાનખર ઋતુમાં તેના અણુશસ્ત્ર વિકસાવવાના કાર્યક્રમ સ્થગિત કરી દીધા હતા, જે વર્ષ 2007ની મધ્ય સુધી સક્રિય થયા નહોતા. જોકે એનઆઇઈના "મહત્વપૂર્ણ ચુકાદા"એ સ્પષ્ટતા પણ કરી હતી કે ઇરાને વર્ષ 2003માં ફક્ત અણુશસ્ત્રની ડીઝાઇન અને શસ્ત્રીકરણની કામગીરી અટકાવી હતી અને ગુપ્ત રીતે યુરેનિયમ કન્વર્ઝન સંબંધિત અને યુરેનિયમ સંવર્ધન સંબંધિત કામગીરી ચાલુ હતી.ઇરાનના અણુશસ્ત્રોના પ્રયાસોના એ પાસાં અખબારોમાં લીક થઈ ગયા હતા અને આઇએઇએની તપાસના વિષય બન્યાં છે.[૬૦] એનઆઇઈ ચર્ચા કરેલા શસ્ત્રીકરણની કામગીરી અને અણુશસ્ત્રો વિકસાવવાની માટેના લક્ષ્યાંકો માટેનું કાર્ય એકસાથે શરૂ થયું તે અગાઉ ઇરાનના નાતાન્ઝ ખાતે યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ- અને અરાક ખાતે હેવી વોટર રીએક્ટર પર ચાલુ કામગીરી જે પ્લુટોનિયમના ઉત્પાદન માટે આદર્શ હશે-વર્ષો અગાઉ ગુપ્તપણે શરૂ થયો હતા. અનેક વિશ્લેષકોને જાણવા મળ્યું હતું કે ઇરાનની ફિસાઇલ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા સતત વિકસાવવાની બાબત ચિંતાજનક છે. ખાસ કરીને લાંબા સમયથી ફિસાઇલ સામગ્રીની ઉપલબ્ધતાને અણુશસ્ત્રોના વિકાસ અને અણુશસ્ત્રોના કાર્યક્રમના મુખ્ય ચાલક બળ આડેનો મુખ્ય અવરોધ મનાતું હોવાથી ઇરાને શસ્ત્રીકરણનો કાર્યક્રમ સસ્પેન્ડ કર્યો હોવાનું બહુ મનાય તેવી વાત નથી.[૬૧] અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર માઇક મેકકોન્નેલે આ બાબત રજૂ કરી છે, તેમના કામનો દ્રષ્ટિકોણ છે કે ઇરાને શસ્ત્રીકરણના કાર્યક્રમ સસ્પેન્ડ કર્યા છે તે વાત બહુ મનાય તેવી નથી અને કાર્યક્રમનો ઓછો મહત્વપૂર્ણ ભાગ છે.[૬૨]

ઇરાને જણાવ્યું છે કે એનપીટી હેઠળ શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમનું સંવર્ધન કરવા તે કાયદેસર અધિકાર ધરાવતું રાષ્ટ્ર છે અને તેણે વધુમાં કહ્યું છે કે તેણે એનપીટી હેઠળ તેની જવાબદારીઓ સતત અદા કરી છે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના ઠરાવનું પાલન કર્યું છે.[૬૩] ઇરાને તેવું પણ જણાવ્યું છે કે તેનો સંવર્ધન કાર્યક્રમ તેના નાગિરક અણુ ઊર્જા કાર્યક્રમનો એક ભાગ છે, જેને એનપીટીની છઠ્ઠી કલમ હેઠળ લીલી ઝંડી મળી છે. આઇએઇએ સાથે ઇરાનના સતત સહકારની વાતને બિનજોડાણવાદી અભિયાને આવકારી હતી અને ઇરાનના અણુ ટેકનોલોજીના શાંતિપૂર્ણ ઉપયોગના અધિકારની પુષ્ટિ કરી હતી.[૬૪] સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કિ-મૂનએ ઇરાન અને આઇએઇએ વચ્ચેના સતત સંવાદને આવકાર્યો છે અને આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાકલ કરી છે.[૬૫]

એપ્રિલ, 2010માં અમેરિકાએ ઇરાનના અણુ કાર્યક્રમો પર પ્રતિબંધો મૂકવાનો નવા તબક્કો શરૂ કરવાનો પ્રયાસ કરવા પગલાં લીધા હતા. પણ ભારત અને ચીન જેવા મહત્વપૂર્ણ એશિયાની સત્તાઓએ ઇરાન વિરૂદ્ધ નવા તબક્કાના પ્રતિબંધો મૂકવાનો વિરોધ કર્યો છે. સીસીઈ કાઉન્સિલ જેવી કેટલાંક બૌદ્ધિક સંગઠનોએ એવી દલીલ કરી છે કે ઇરાનની અણુ કટોકટી એશિયામાં નવેસરથી શસ્ત્રોની સ્પર્ધા શરૂ કરશે.[૬૬]

દક્ષિણ આફ્રિકા[ફેરફાર કરો]

દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવું રાષ્ટ્ર છે જેણે પોતાની રીતે અણુશસ્ત્રો વિકસાવ્યાં છે અને પાછળથી તેનો નાશ કર્યો છે જ્યારે ભૂતપૂર્વ સોવિયંત રાજ્યો યુક્રેન, બેલારુસ અને કઝાખિસ્તાનએ ભૂતપૂર્વ યુએસએસઆરમાંથી અણુશસ્ત્રો મેળવ્યાં હતાં અને બિનઆણ્વિક અણુ રાષ્ટ્રો તરીકે એનપીટીનો સ્વીકાર પણ કર્યો હતો.

રંગભેદના દિવસો દરમિયાન દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારને અશ્વેત બળવા અને સામ્યવાદ એમ બંનેનો ડર સતાવતો હતો. તેના કારણે કટોકટીના ધોરણે ધાક બેસાડવા ગુપ્તપણે અણુશસ્ત્રો વિકસાવવાનો ગુપ્ત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા પાસે યુરેનિયમનો મોટા જથ્થો છે, જે દેશની સોનાની ખાણોમાં દટાયેલો છે. સરકારે પ્રીટોરિયા નજીક પેલિન્બાદામાં અણુ સંશોધન સુવિધા ઊભી કરી હતી જ્યાં કોઇબર્ગ ખાતે અણુ વીજ પ્લાન્ટ માટે ઇંધણ ગ્રેડ અને બોંબના ઉત્પાદન માટે વેપન ગ્રેડ તરીકે યુરેનિયમનું સંવર્ધન થતું હતું.

1991માં આંતરરાષ્ટ્રીય દબાણ પછી અને સરકારમાં પરિવર્તન થવાની તૈયારી હતી ત્યારે અમેરિકામાં દક્ષિણ આફ્રિકાના રાજદૂત હેરી શ્વાર્ઝએ અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. 1993માં તત્કાલિન પ્રમુખ ફ્રેડરિક વિલિયમ ડી ક્લર્કએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રએ મર્યાદિત અણુશસ્ત્ર ક્ષમતા વિકસાવી હતી. એનપીટીમાં જોડાણ અગાઉ આ શસ્ત્રો નાબૂદ કરવામાં આવ્યાં હતાં. તે પછી દક્ષિણ આફ્રિકાએ આઇએઇએના નિરીક્ષણ માટે દરવાજા ખુલ્લાં મૂકી દીધાં હતાં. 1994માં આઇએઇએએ તેનું કાર્ય પૂર્ણ કર્યું હતું અને જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકાએ તેના અણુશસ્ત્રો વિકસાવવાના કાર્યક્રમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે.

લિબીયા[ફેરફાર કરો]

લિબિયાએ અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને લીલી ઝંડી પણ આપી હતી. તેણે આઇએઇએના નિરીક્ષકોને અણુ સુરક્ષાના ધારાધોરણો ચકાસણી કરવાની તૈયારી પણ દાખવી હતી, પણ તેણે ગુપ્ત રીત અણુશસ્ત્રો વિકસાવીને એનપીટીની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. લિબિયાએ એ ક્યુ ખાનના પ્રસાર નેટવર્ક દ્વારા પૂરા પાડવામાં આવેલી સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, જેમાં ચીનમાં બનાવવામાં આવેલી વાસ્તવિક અણુશસ્ત્રોની ડીઝાઇન સામેલ હતી. લિબિયાએ તેના ડબલ્યુએમડી કાર્યક્રમોને રદ કરવા અમેરિકા અને બ્રિટન સાથે માર્ચ, 2003માં ગુપ્ત વાટાઘાટ શરૂ કરી હતી. ઓક્ટોબર, 2003માં મલેશિયામાંથી પાકિસ્તાનને ડીઝાઇન કરેલા સેન્ટ્રિફ્યુજ પાર્ટ્સનું જહાજ રોકાવામાં આવતાં લિબિયા શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયું હતું. આ જહાજ એ ક્યુ ખાનના અણુ પ્રસાર જહાજનો એક ભાગ પણ હતું. ડીસેમ્બર, 2003માં લિબિયાએ જાહેરાત કરી હતી કે તે તેના તમામ ડબલ્યુએમડી કાર્યક્રમ રદબાતલ કરવા તૈયાર છે અને તેણે આ પ્રક્રિયામાં સહાય કરવા અને તે પૂર્ણ થઈ છે કે નહીં તેની ખાતરી કરવા દેશમાં આઇએઇએના નિરીક્ષકો સાથે અમેરિકા અને બ્રિટનની ટુકડીઓને આવવાની મંજૂરી આપી હતી. અમેરિકાએ લિબિયામાંથી અણુશસ્ત્રોની વિવિધ ડીઝાઇન, યુરેનિયમ સંવર્ધન માટે ગેસ સેન્ટ્રિફ્યુજીસ અને સુધારેલી એસસીયુડી બેલિસ્ટિક મિસાઇલ્સ માટે પ્રોટોટાઇપ્સ સહિત અન્ય સાધનસામગ્રી દૂર કરી હતી. (લિબિયા કેમિકલ વેપન્સ કન્વેન્શનમાં જોડાતાં તેના રાસાયણિક શસ્ત્રોનો જથ્થો અને રાસાયણિક બોમ્બનો પણ આંતરરાષ્ટ્રીય ખાતરી સાથે સાઇટ પર જ નાશ કરવામાં આવ્યો હતો.) લિબિયાએ આઇએઇએઆ સુરક્ષાના ધારાધોરણોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને જણાવવામાં આવી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતા, કારણ કે લિબિયાએ સુરક્ષાના માપદંડોનું પાલન કરવા તૈયાર થઈ ગયું હતું અને એનપીટીની બીજી કલમને આવકારી હતી.[૬૭]

સંધિવિચ્છેદ[ફેરફાર કરો]

સંધિની દસમી કલમ કોઈ પણ રાષ્ટ્રને સંધિમાંથી બહાર નીકળ જવાનો અધિકાર આપે છે, પણ આ સંધિની કોઈ જોગવાઈ અને સંબંધિત રાષ્ટ્રના સર્વોચ્ચ હિત વચ્ચે ઘર્ષણ થાય તેવી અસાધારણ ઘટના ઊભી થાય તો તે ત્રણ મહિનાની (૯૦ દિવસ) નોટિસ આપીને સંધિમાંથી બહાર નીકળી શકે છે. આ નોટિસમાં જે તે રાષ્ટ્રએ એનપીટીમાંથી ખસી જવાના કારણો દર્શાવવા જરૂરી છે.

નાટોના રાષ્ટ્રોએ દલીલ કરી છે કે સાધારણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સંધિ લાંબો સમય સુધી અમલમાં રહેતી નથી અને આ કારણે રાષ્ટ્રોને નોટિસ આપ્યાં વિના સંધિમાંથી ખસી જવાની મંજૂરી આપવી જોઈએ. નાટો અણુશસ્ત્રોની વહેંચણીની નીતિને સમર્થન માટે આ દલીલ જરૂરી છે, પણ સંધિના તર્ક માટે મુશ્કેલરૂપ છે. નાટોની દલીલ સંધિની પ્રસ્તાવાના એ વાક્ય પર આધારિત છે કે "આ પ્રકારના યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તેનું જોખમ ટાળવા દરેક પ્રયાસની જરૂરિયાત છે." આ શબ્દો અને વાક્ય અમેરિકાના રાજદ્વારીઓના આદેશને પગલે ઉમેરવામાં આવ્યાં છે. તેમની દલીલ છે કે તે મુદ્દે સંધિ યુદ્ધ અટકાવવાનું તેનું કામ પાર પાડવામાં નિષ્ફળ નિવડશે અને આ કારણે લાંબા ગાળા સુધી બંધનકર્તા રહેશે નહીં.[૨૦] અનેક રાષ્ટ્રોએ આ દલીલ સ્વીકારી નથી. જુઓ ઉપરોક્ત અમેરિકા-નાટો અણુશસ્ત્રો વહેંચણી .

ઉત્તર કોરિયાએ પણ સંધિની આ જોગવાઈના ઉપયોગ દ્વારા ઘોંઘાટ મચાવ્યો છે. કલમ 10.1 મુજબ રાષ્ટ્રને ફક્ત ત્રણ મહિનાની નોટિસ આપવાની જરૂર છે અને અન્ય રાષ્ટ્રોને સંબંધિત રાષ્ટ્રના "દેશના સર્વોચ્ચ હિતો"ના અર્થઘટન પર પ્રશ્ન ઉઠાવવા માટેની જોગવાઈ પૂરી પાડતી નથી. 1993માં ઉત્તર કોરિયાએ એનપીટીમાંથી નીકળી જવાની નોટિસ આપી હતી. જોકે 89 દિવસ પછી ઉત્તર કોરિયાએ માન્યતાપ્રાપ્ત માળખા હેઠળ તેના અણુ કાર્યક્રમ સ્થગિત કરવા અમેરિકા સાથે સમજૂતી કરી હતી અને તેની એનપીટીમાંથી નીકળી જવાની નોટિસ રદ કરી હતી. ઓક્ટોબર, 2002માં અમેરિકાએ ઉત્તર કોરિયા પર ગુપ્તરીતે યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ હાથ ધરી માન્યતાપ્રાપ્ત માળખાનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ મૂક્યો હતો અને સમજૂતી હેઠળ ભારે ઇંધણ ઓઇલના જહાજો અટકાવી દીધા હતા. તેના જવાબમાં ઉત્તર કોરિયાએ આઇએઇએઆ નિરીક્ષકોને તગડી મૂક્યાં હતાં, આઇએઇએઆ સાધનોને અક્ષમ કરી દીધા હતાં અને 10 જાન્યુઆરી, 2003ના રોજ જાહેરાત કરી હતી કે એનપીટીની ખસી જવાના અગાઉના જાહેરનામાની સસ્પેન્શનનો તે અંત લાવે છે. ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે એનપીટીમાંથી ખસી જવા માટે એક વધુ નોટિસ પૂરતી છે,કારણ કે તેણે અગાઉ 89 દિવસ આપ્યાં હતાં.[૬૮] આ અર્થઘટનને આઇએઇએા બોર્ડ ઓફ ગવર્નર્સે ફગાવી દીધું હતું.[૬૯]. મોટા ભાગના દેશોએ જાળવી રાખ્યું હતું કે નવી ત્રણ મહિનાની નોટિસ જરૂર હતી અને ઉત્તર કોરિયાનું જાહેરનામું "અસાધારણ ઘટનાઓ" અને "સર્વોચ્ચ હિતો"ને ઉચિત ઠેરવે તો પણ કેટલાંક પ્રશ્નો ઊઠે છે. છ-પક્ષીય વાટાઘાટના ચોથા રાઉન્ડના અંતે 19 સપ્ટેમ્બર, 2005ના રોજ સંયુક્ત નિવેદનમાં ઉત્તર કોરિયાને એનપીટીમાં પાછાં ફરવાની અપીલ કરવામાં આવી હતી, બધા જાણતા છે કે તે એનપીટીમાંથી ખસી ગયું હતું.

તાજેતર અને આગામી ઘટનાઓ[ફેરફાર કરો]

વર્ષ 2000ની સમીક્ષા પરિષદનું મુખ્ય પરિણામ એ આવ્યું હતું કે તેમાં અણુ શસ્ત્ર ધરાવતા રાષ્ટ્રોની નિઃશસ્ત્રીકરણની જવાબદારીઓ વ્યાવહારિક રીતે સુનિશ્ચિત કરવામાં આવી હતી અને તેને કહેવાતાં 13 પગલાંમાં વર્ણવવામાં આવી હતી.

18 જુલાઈ, 2005ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંઘને મળ્યાં હતાં અને તેમણે ભારત સાથે અમેરિકન નાગરિક અણુ ટેકનોલોજીમાં વેપાર કરવાના અમેરિકન કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.[૭૦] બ્રિટનના કટારલેખક જ્યોર્જ મોનબાયોટ જેવા કેટલાકે દલીલ કરી હતી કે ઇરાન (એનટીપી પર હસ્તાક્ષર કરનાર)ને નાગરિક અણુ ઊર્જા ઉત્પાદન ટેકનોલોજી પૂરી પાડવાનો વિરોધ કરનાર અમેરિકાની ભારત સાથે આ પ્રકારની સમજૂતીથી એનપીટીનો અંત આવી શકે છે,[૭૧] જ્યારે અન્ય લોકો[કોણ?]એ દલીલ કરી હતી કે આ પ્રકારના કદમથી ભારત જેવા એનપીટી સાથે ન જોડાયેલા દેશ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ આવી શકશે.

મે, 2005માં સાતમી સમીક્ષા પરિષદમાં અમેરિકા અને અન્ય મોટા ભાગના રાષ્ટ્રો વચ્ચે તીવ્ર મતભેદો સર્જાયા હતા. તેમાં અમેરિકા આ પરિષદ અપ્રસાર પર, ખાસ કરીને ઇરાન સામે તેના આરોપો પર કેન્દ્રીત રાખવા માગતું હતું જ્યારે અન્ય રાષ્ટ્રો અણુ મહાસત્તાઓ દ્વારા અણુ નિઃશસ્ત્રીકરણની દિશામાં ગંભીરતાના અભાવ પર ચર્ચા કરવા માગતા હતા. બિનજોડાણવાદી રાષ્ટ્રોએ અણુ નિઃશસ્ત્રીકરણ માટેની જરૂરિયાત પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું હતું.[૭૨]

વર્ષ 2010ની સમીક્ષા પરિષદ મે, 2010માં ન્યુયોર્ક સિટીમાં યોજાઈ હતી અને સંધિના આધારે અણુ અપ્રસાર તંત્રને મજબૂત કરવા મહત્વપૂર્ણ હોવાનું જણાતું હતું. એનપીટીની પ્રીપેરેટરી કમિટીનું વર્ષ 2009નું સત્ર મે મહિનામાં યોજાયું હતું, જેમાં આગામી સમીક્ષા પરિષદ માટેની કોઈ પણ પ્રકારની ભલામણ કરવા મટે નિષ્ફળતા મળી હતી. તેમ છતાં તેને બેઠક દરમિયાન ચર્ચિત મુખ્ય મુદ્દાઓની વ્યાખ્યા કરવામાં સફળ ગણવામાં આવે છે.[૭૩]


"ગ્લોબલ સમિટ ઓન ન્યુક્લીઅર સીક્યોરિટી" 12 અને 13 એપ્રિલ, 2010ના રોજ યોજાઈ હતી. રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પ્રાગમાં આ પરિષદ યોજવાનો દરખાસ્ત મૂકી હતી અને તેનો આશય પ્રસાર સુરક્ષા પહેલ અને પરમાણુ આતંકવાદ અટકાવવા આંતરરાષ્ટ્રીય પહેલ સાથે સમન્વય સાધી અણુ અપ્રસાર સંધિને મજબૂત કરવાનો હતો.[૭૪]પરિષદ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૮ ના રોજ વેબેક મશિનમાં 47 રાષ્ટ્ર અને ત્રણ આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો, જેમાં અધિકૃત દસ્તાવેજ[૭૫] અને કાર્યકારી યોજના ઇશ્યૂ કરવામાં આવી હતી.[૭૬]

ટીકા અને પ્રતિસાદ[ફેરફાર કરો]

કેટલાંક લોકો દલીલ કરે છે કે એનપીટીમાં ઉલ્લેખિત કટિબદ્ધતાનું એનડબલ્યુએસ સંપૂર્ણપણે પાલન કરતાં નથી.[૭૭] સંધિની પાંચમી ધારાના પાલન માટે એનપીટી પક્ષોને શસ્ત્રોની હરિફાઈનો અંત લાવવા, "અણુ નિઃશસ્રીકરણ અને સામાન્ય અને સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ"ની સંધિ પર "વાટાઘાટ" કરવાની જરૂર છે. શીત યુદ્ધનો અંત આવ્યાનાં લાંબા સમય બાદ આજે પણ હજારો અણુ શસ્ત્રો અસ્તિત્વમાં આવે છે, જેમાંથી કેટલાંક હાઇ-એલર્ટ પર છે. જાન્યુઆરી, 2002માં યુએસ ન્યુક્લીર રીવ્યૂને પગલે સંરક્ષણ વિભાગ દ્વારા એક અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે અણુશસ્ત્રોનો નાશ કરવો મુશ્કેલ છે,[૭૮] પણ તેના પરિણામે રચાયેલ રોબસ્ટ ન્યુક્લીઅર અર્થ પેનીટ્રેટરને ક્યારેય કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન મળ્યું નહોતું અને વર્ષ 2005માં તેને રદ કરવામાં આવ્યું હતું.[૭૯] બિનજોડાણવાદી અભિયાન તરફથી ઘાનાના પ્રતિનિધિઓએ અને આફ્રિકાના જૂથે કહ્યું હતું કે નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર એકબીજાના પૂરક છે અને એકબીજાને મજબૂત કરે છે. તેમણે જણાવ્યું હતું કે "નિઃશસ્ત્રીકરણમાં મહત્વપૂર્ણ પ્રગતિ કર્યા વિના અણુ અપ્રસારનું હાલનું મહત્વ નહીં જળવાય."[૮૦]

અમેરિકાના નિઃશસ્ત્રીકરણ પર થતી ટીકાના જવાબમાં પ્રતિસાદ આપતાં તેણે આંકડાકીય હકીકતો રજૂ કરી હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે તમામ પ્રકારના અણુશસ્ત્રો દૂર કરવાની અને પૂરાં પાડવાની વ્યવસ્થામાં તબક્કાવાર ઘટાડો કરવાની પ્રક્રિયામાં અને અણુશસ્ત્રો પરની નિર્ભરતા ઘટાડવા શીતયુદ્ધના અંતથી અત્યાર સુધી 13,000 કરતાં વધારે શસ્ત્રોનો નાશ કર્યો છે અને નાટો સાથે સંકળાયેલા વિવિધ રાષ્ટ્રોમાં યુદ્ધ માટે વ્યૂહાત્મક રીતે સજ્જ 80 ટકા શસ્ત્રો અને 90 ટકા બિનવ્યૂહાત્મક શસ્ત્રસરંજામ હટાવી લીધો છે.[સંદર્ભ આપો] અમેરિકાના અધિકારીઓએ એ બાબત પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું કે અમેરિકામાં અણુશસ્રો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ દ્વારા અણુશસ્ત્રો નાબૂદ કરવાના આદેશ પરની કામગીરી પૂર્ણ થશે ત્યારે અમેરિકાના સૈન્ય પાસે શીતયુદ્ધના અંત સમયે જેટલો શસ્રસરંજામ હતો તેના કરતાં ચોથા કદના શસ્ત્રો રહેશે. એટલું જ નહીં તેનું કદ આઇઝનહોવરના વહીવટી સમયગાળા કરતાં કોઈ પણ રીતે ઓછું હશે.[૮૧] શીતયુદ્ધનો અંત આવ્યાં પછી અમેરિકાએ અગાઉના સોવિયત સંઘનો ભાગ હોય તેવા વિવિધ દેશો પાસેથી યુરેનિયમ સ્વરૂપે હજારો શસ્ત્રોની ખરીદી પણ કરી હતી. તેનો ઉપયોગ રીએક્ટર ફ્યુઅલમાં પરિવર્તિત કરવા માટે થાય છે.[૮૨] (આ પ્રયાસના પરિણામે અમેરિકામાં દર દસમાંથી એક લાઇટબલ્બ પરમાણુ ઊર્જા દ્વારા પ્રજ્જવલિત થાય છે તેવો અંદાજ છે. આ ઊર્જા એ જ યુરેનિયમરૂપી ઇંધણમાંથી મેળવવામાં આવી છે, જે શીતયુદ્ધ દરમિયાન અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રોને લક્ષ્યાંક બનાવતા અણુશસ્ત્રોમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.[૮૩]) અણુ અપ્રસાર માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અપ્રસાર અને નિઃશસ્ત્રીકરણ વચ્ચે સંબંધ છે. તેમણે નોંધ્યું છે કે તેઓ પારસ્પરિક ફરજ પાડી શકે છે, પણ પ્રસારના જોખમમાં વૃદ્ધિના પગલે એવું વાતાવરણ ઊભું થશે જેમાં નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા વધારે મુશ્કેલ બની જશે.[૮૪] તે જ રીતે યુનાઇટેડ કિંગડમ,[૮૫], ફ્રાન્સ[૮૬] અને રશિયા[૮૭]એ તેમના અણુ નિઃશસ્રીકરણને રેકર્ડ્સનો બચાવ કર્યો હતો અને વર્ષ 2008માં એનપીટીની માન્યતા ધરાવતા પાંચ એનડબલ્યુએસએ સંયુક્ત નિવેદન બહાર પાડી છઠ્ઠી કલમના હાર્દ સમાન નિઃશસ્ત્રીકરણ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.[૮૮] ઉપરોક્ત ચર્ચા મુજબ, સંધિની છઠ્ઠી કલમ હેઠળ અણુશસ્ર રાષ્ટ્રોની ચોક્કસ જવાબદારી વિરોધાભાસી છે.

આ પણ જોશો[ફેરફાર કરો]

ઢાંચો:Wikinewscat

સંદર્ભો[ફેરફાર કરો]

  1. રાજદૂત સુદજાદનાન પાર્નોહાદિનિન્ગ્રાત, 26 એપ્રિલ, 2004, સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક, અણુશસ્ત્રોના અણુ-અપ્રસાર પર સંધિના સભ્ય રાષ્ટ્રોની વર્ષ 2005ની સમીક્ષા પરિષદ માટે પૂર્વતૈયારી સમિતિનું ત્રીજું સત્ર, અમેરિકામાં ઇન્ડોનેશિયા ગણતંત્રનું કાયમી અભિયાન (indonesiamission-ny.org)
  2. જુઓ, દાખલા તરીકે, આઇસીએનએનડી રીપોર્ટ, આંતરરાષ્ટ્રીય પરિષદઃ એનપીટીનું ભવિષ્ય[હંમેશ માટે મૃત કડી] અને કાર્નેગી એન્ડોમેન્ટ પરિષદ સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૭ ના રોજ વેબેક મશિનની વેબસાઇટ્સ.
  3. અણુશસ્ત્રોના અપ્રસાર પર સંધિ (એનપીટી)ના સભ્ય રાષ્ટ્રોની વર્ષ 2010ની સમીક્ષા પરિષદ, મે 3-28, 2010.
  4. જુઓ, દાખલા તરીકે, કેનેડાની સરકારની એનપીટી વેબસાઇટ અણુ અપ્રસાર સંધિ સંગ્રહિત ૨૦૧૪-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન.
  5. બુશ વહીવટીતંત્ર કે સરકારના અંત સમયે એનપીટીમાં અમેરિકાના પ્રતિનિધિ ક્રિસ્ટોફર ફોર્ડે આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જુઓ "અત્યાર સુધીની 2010 સમીક્ષા ચક્રઃ અમેરિકામાંથી એક અભિપ્રાય," જે 20 ડીસેમ્બર, 2007ના રોજ બ્રિટનના વિલ્ટન પાર્કમાં રજૂ થયો હતો.
  6. 20 માર્ચ, 2002ના રોજ બીબીસીનો લેખ 'અણુશસ્ત્રોના ઉપયોગ માટે બ્રિટન તૈયાર'
  7. 19 જાન્યુઆરી, 2006ના રોજ બીબીસીનો લેખ ફ્રાન્સ'અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે'
  8. 20 જાન્યુઆરી, 2006ના રોજ વોશિંગ્ટન પોસ્ટનો લેખ, શિરાકઃ આતંકવાદને અણુ હુમલા વડે જવાબ આપવો શક્ય છે
  9. એનપીટી પૃષ્ઠભૂમિ
  10. "એનપીટીની છઠ્ઠી કલમ સાથે અમેરિકાની માન્યતા". મૂળ માંથી 2011-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  11. જુઓ, દાખલા તરીકે, નિઃશસ્ત્રીકરણ, અમેરિકા અને એનપીટી, ક્રિસ્ટોફર ફોર્ડ, અણુ અપ્રસાર માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ, જેમણે 17 માર્ચ, 2007ના રોજ ફ્રાન્સના એન્નેસી ખાતે "2010 માટે તૈયારીઃ યોગ્ય પ્રક્રિયા મેળવવી" પર યોજાયેલી પરિષદમાં આપેલું પ્રવચન; અણુ નિઃશસ્ત્રીકરણ પ્રગતિ અને શીતયુદ્ધ પછીની દુનિયાના પડકારો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન, 30 એપ્રિલ, 2008ના રોજ જીનીવામાં આયોજીત 2010 એનપીટી સમીક્ષા પરિષદ માટે પૂર્વતૈયારી સમિતિના બીજા સત્રમાં અમેરિકાનું નિવેદન
  12. 31 ઓગસ્ટ, 2007ના રોજ જાપાનના નાગાસાકીમાં નિઃશસ્ત્રીકરણ અને અપ્રસારના મુદ્દા પર પરિષદમાં અણુ અપ્રસાર માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ક્રિસ્ટોફર ફોર્ડનું "આવતીકાલની દુનિયામાં નિઃશસ્ત્રીકરણ અને બિનઆણ્વિક સ્થિરતા" પર ટીપ્પણી સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન.
  13. Daniel Dombey (19 February 2007). "Director General's Interview on Iran and DPRK". Financial Times. મેળવેલ 2006-05-04.
  14. 11 ફેબ્રુઆરી, 2004ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ વિશ્વવિદ્યાલય ખાતે રાષ્ટ્રપ્રમુખ બુશ દ્વારા ટીપ્પણી જુઓ, http://georgewbush-whitehouse.archives.gov/news/releases/2004/02/20040211-4.html પર ઉપલબ્ધ (ઇએનઆર ટેકનોલોજીના પ્રસારને અટકાવવા જાહેર થયેલી પહેલ)
  15. http://www.iaea.org/NewsCenter/Focus/IaeaDprk/dprk.pdf સંગ્રહિત ૨૦૦૭-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન and http://www.iaea.org/NewsCenter/MediaAdvisory/2003/med-advise_048.shtml
  16. ૧૬.૦ ૧૬.૧ (PDF) Implementation of the NPT Safeguards Agreement in the Islamic Republic of Iran, IAEA, 10 November 2003, GOV/2003/75, http://www.iaea.org/Publications/Documents/Board/2003/gov2003-75.pdf, retrieved 2007-10-25 
  17. ૧૭.૦ ૧૭.૧ (PDF) Implementation of the NPT Safeguards Agreement in the Islamic Republic of Iran, IAEA, 24 September 2005, GOV/2005/77, http://www.iaea.org/Publications/Documents/Board/2005/gov2005-77.pdf, retrieved 2007-10-25 
  18. Mohamed ElBaradei (2004) (PDF), Preserving the Non-Proliferation Treaty, Disarmament Forum, archived from the original on 2007-11-27, https://web.archive.org/web/20071127093014/http://www.unidir.org/pdf/articles/pdf-art2185.pdf, retrieved 2007-11-17 
  19. "અણુ અપ્રસાર સંધિ (પીડીએફ)- આઇએઇએ" (PDF). મૂળ (PDF) માંથી 2007-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  20. હાન્સ એમ ક્રિષ્ટેન્સેન, નેશનલ રીસોર્સીસ ડીફેન્સ કાઉન્સિલ, ફેબ્રુઆરી, 2005, યુરોપમાં અમેરિકાના અણુશસ્ત્રોઃ શીતયુદ્ધ પછી યુદ્ધ નીતિ, દબાણના સ્તરો અને યુદ્ધ આયોજનની એક સમીક્ષા
  21. નાટો (nato.int), નવા સુરક્ષા વાતાવરણમાં નાટોના અણુ પરિબળો સંગ્રહિત ૨૦૦૪-૦૭-૦૨ ના રોજ વેબેક મશિન
  22. જુઓ, દાખલા તરીકે, યુ એસ ડિરેક્ટર ઓફ સેન્ટ્રલ ઇન્ટલિજન્સ, લાઇકલીહૂડ એન્ડ કોન્સીક્વન્સીસ ઓફ એ પ્રોલિફેરેશન ઓફ ન્યુક્લીઅર વેપન્સ સીસ્ટમ્સ, ડીક્લાસિફાઇડ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સી એસ્ટિમેટ, એનઆઇઈ 4-63 (28 જૂન, 1963), પેજ 17 પર, પેરાગ્રાપ 40.
  23. જુઓ, દાખલા તરીકે અમેરિકની કેન્દ્રીય જાસૂસીતંત્રના ડિરેક્ટર, રાષ્ટ્રીય જાસૂસી અંદાજ પરિશિષ્ટ નંબર 100-2-58: ચોથા રાષ્ટ્રો દ્વારા અણુ ક્ષમતાનો વિકાસઃ શક્યતા અને પરિણામો, અમેરિકન રાષ્ટ્રીય જાસૂસી અંદાજનું વર્ગીકરણ રદ કરવું, એનઆઇઈ 100-2-58 (પહેલી જુલાઈ, 1958), પેજ ચાર, ફકરાં 18-19;અમેરિકની કેન્દ્રીય જાસૂસીતંત્રના ડિરેક્ટર, વધુ રાષ્ટ્રો દ્વારા અણુ ક્ષમતાના વિકાસની શક્યતા અને પરિણામો, અમેરિકન રાષ્ટ્રીય જાસૂસી અંદાજનું વર્ગીકરણ રદ કરવું, એનઆઇઈ 100-4-6- (20 સપ્ટેમ્બર, 1960), પેજ 2, ફકરાં ચાર અને પેજ 8, ફકરો 27 અને 29.
  24. http://www.carnegieendowment.org/files/atomsforwarfinal4.pdf
  25. પાકિસ્તાન અણુશસ્ત્રો પર અમેરિકાની યુદ્ધની રમતની ‘નકારાત્મક’ અસર-ડૉન-ટોપ સ્ટોરીઝ; ત્રીજી ડીસેમ્બર, 2007
  26. http://www.indianembassy.org/policy/CTBT/nuclear_doctrine_aug_17_1999.html
  27. http://www.undemocracy.com/meeting/A-52-PV.67#pg015-bk01[હંમેશ માટે મૃત કડી]
  28. "એનપીટીની દોષ સુધારવા જાપાનના સમર્થન માટે ભારતની માગણી". મૂળ માંથી 2012-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  29. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  30. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-28.
  31. ભારતીય સુરક્ષા માપદંડ સમજૂતીને આઇએઇએ બોર્ડની મંજૂરી
  32. "NSG CLEARS NUCLEAR WAIVER FOR INDIA". CNN-IBN. September 6, 2008. મેળવેલ 2008-09-06.
  33. "INDIA JOINS NUCLEAR CLUB, GETS NSG WAIVER". NDTV.com. September 6, 2008. મૂળ માંથી 2008-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-06.
  34. "Yes for an Answer". The Washington Post. 2008-09-12. મેળવેલ 2010-05-20.
  35. રાષ્ટ્રપ્રમુખ બુશના એચ આર 7081 પર હસ્તાક્ષર, અમેરિકા-ભારત અણુ સહકાર મંજૂરી અને અપ્રસાર વિસ્તરણ ધારો
  36. બીબીસી (bbc.co.uk), બીજી માર્ચ, 2006, અમેરિકા અને ભારત વચ્ચે અણુ સમજૂતીને મંજૂરી
  37. http://english.aljazeera.net/news/middleeast/2009/09/2009918173136830771.html
  38. "માન્યતાપ્રાપ્ત માળખાનો મુસદ્દો" (PDF). મૂળ (PDF) માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  39. કોરિયન ન્યૂસ સર્વિસ, ટોક્યો (kcna.co.jp), 10 જાન્યુઆરી, 2003, એનપીટીમાંથી ખસી જવાના મુદ્દે ડીપીઆરકે સરકારનું નિવેદન સંગ્રહિત ૨૦૦૯-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન
  40. ન્યુક્લીઅર એજ પીસ ફાઉન્ડેશન (wagingpeace.org), 10 એપ્રિલ, 2003, એનપીટીમાં સત્તાવાર રીતે ઉત્તર કોરિયાનું ખસી જવું સંગ્રહિત ૨૦૦૬-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
  41. આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (iaea.org), મે 2003, ડીપીઆરકે અણુ સુરક્ષા માપદંડો પરની હકીકત
  42. કોરિયન ન્યૂસ સર્વિસ, ટોક્યો (kcna.co.jp), ફેબ્રુઆરી, 2005, અનિશ્ચિત ગાળા માટે છ-પક્ષીય વાટાઘાટમાં ભાગીદારી રદ કરવા પર પોતાનું વલણ સ્પષ્ટ કરતાં ડીપીઆરકેના વિદેશમંત્રી સંગ્રહિત ૨૦૦૯-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન
  43. Khan, Joseph (19 September 2005). "North Korea Says It Will Abandon Nuclear Efforts". New York Times. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  44. એજન્સી ફ્રાન્સ પ્રેસ, 2006, રીએક્ટરની માગણી સાથે ઉત્તર કોરિયાએ અણુ સમજૂતી પર માગણીઓ ઉઠાવી, મીડિયા કોર્પ ન્યૂસ દ્વારા તૈયાર (channelnewsasia.com), 20 સપ્ટેમ્બર, 2005
  45. બીબીસી (news.bbc.co.uk), ત્રીજી ઓક્ટોબર, 2006, ઉત્તર કોરિયાએ 'પરમાણુ પરિક્ષણ હાથ ધર્યુ'
  46. Carol Giacomo (10 February 2007). "N.Korean uranium enrichment program fades as issue". Reuters. મેળવેલ 2007-02-11.
  47. Sanger, David E.; Broad, William J. (March 1, 2007). "U.S. Had Doubts on North Korean Uranium Drive". New York Times. મેળવેલ 2007-03-01.
  48. Kessler, Glenn (March 1, 2007). "New Doubts On Nuclear Efforts by North Korea". Washington Post. મેળવેલ 2007-03-01.
  49. "Another Intelligence Twist". Washington Post. March 2, 2007. મેળવેલ 2007-03-10.
  50. જુઓ અમેરિકાનો વિદેશ વિભાગ, “શસ્ત્રો નિયંત્રણ, અપ્રસાર અને નિઃશસ્ત્રીકરણની સમજૂતીઓ અને પ્રતિબદ્ધતાઓની માન્યતા અને અવલંબન,” ઓગસ્ટ, 2005, પેજ 87-92, www.state.gov/documents/organization/52113.pdf; એન્થોની ફાયોલા, “ઉત્તર કોરિયાએ પોતાને અણુસત્તા જાહેર કરી,” ધ વોશિંગ્ટન પોસ્ટ, 10 ફેબ્રુઆરી, 2005, www.washingtonpost.com/wp-dyn/articles/A12836-2005Feb10.html; “ખાને ઉત્તર કોરિયાને સેન્ટ્રિફ્યુજીસ આપ્યાં હતાં,” બીબીસી ન્યૂસ, 24 ઓગસ્ટ, 2005, http://news.bbc.co.uk/2/hi/south_asia/4180286.stm; “પાકિસ્તાન અને ઉત્તર કોરિયાઃ જોખમી પ્રતિવ્યાપાર,” આઇઆઇએસએસ સ્ટ્રેટેજિક કમેન્ટ્સ, વોલ્યુમ 8, નંબર 9 (નવેમ્બર, 2002).
  51. "યુરોપીયન યુનિયન અને ઇરાને પરમાણુ મડાંગાંઠ ટાળી". મૂળ માંથી 2012-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  52. ઇરાન ઇસ્લામિક ગણતંત્રમાં એનપીટી સુરક્ષાકવચ સમજૂતીનું અમલીકરણ, ચોથી ફેબ્રુઆરી, 2006ના રોજ ઠરાવનો સ્વીકાર,
  53. "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ 1737" (PDF). મૂળ (PDF) માંથી 2009-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  54. [http://news.bbc.co.uk/2/hi/middle_east/4709490.stm બીબીસી: ઇરાને અણુ સંવર્ધન કાર્યક્રમ ફરી શરૂ કર્યો]
  55. એનપીટીના સુરક્ષાકવચ સમજૂતીના અમલીકરણ અને ઇરાન ઇસ્લામિક ગણતંત્રમાં સુરક્ષા પરિષદના ઠરાવ 1737 (2006) અને 1747 (2007)ની સંબંધિત જોગવાઈઓ
  56. એનપીટીના સુરક્ષાકવચ સમજૂતીના અમલીકરણ અને 22 ફેબ્રુઆરી, 2008ના રોજ ઇરાન ઇસ્લામિક ગણતંત્રમાં સુરક્ષા પરિષદના ઠરાવ 1737 (2006) અને 1747 (2007)ની સંબંધિત જોગવાઈઓ
  57. GOV/2009/35,એનપીટીના સુરક્ષાકવચ સમજૂતીના અમલીકરણ અને ઇરાન ઇસ્લામિક ગણતંત્રમાં પાંચમી જૂન, 2009ના રોજ સુરક્ષા પરિષદના ઠરાવ 1737 (2006), 1747(2007) અને 1835 (2008)ની સંબંધિત જોગવાઈઓ.
  58. શસ્ત્રો નિયંત્રણ, અપ્રસાર, અને નિઃશસ્ત્રીકરણ સમજૂતી અને પ્રતિબદ્ધતાઓ સાથે પૂર્તતા અને અવલંબન, બ્યુરો ઓફ વેરિફિકેશન એન્ડ કમ્પ્લાયન્સ, અમેરિકન વિદેશ વિભાગ, 30 ઓગસ્ટ, 2005.
  59. "ઇરાનઃ પરમાણુ આશયો અને ક્ષમતા (રાષ્ટ્રીય જાસૂસી અંદાજ)" (PDF). મૂળ (PDF) માંથી 2012-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  60. જુઓ, દાખલા તરીકે, અણુ અપ્રસાર માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ક્રિસ્ટોફર એ ફોર્ડ, 20 ડીસેમ્બર, 2007ના રોજ બ્રિટનના વિલ્ટન પાર્ક ખાતે "વર્ષ 2020 સુધી એનપીટીનું સમીક્ષા ચક્રઃ અમેરિકામાંથી એક મત"ની ટીપ્પણી, https://web.archive.org/web/20080110144743/http://www.state.gov/t/isn/rls/rm/98382.htm ("અણુશસ્ત્રો વિકસાવવામાં અણુકેન્દ્રી વિભાજન સાધનસામગ્રીને મેળવવા સૌથી મોટો પડકાર, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રીય જાસૂસી અંદાજ (એનઆઇઈ)ની જાહેરાતમાં ઇરાનના અણુ કાર્ય વિશે અમારી ચિંતાને ભાગ્યે જ ઉઠાવે છે.")
  61. Mark Mazzetti (February 6, 2008). "Intelligence Chief Cites Qaeda Threat to U.S." New York Times. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  62. "આઇએઇએ માહિતી સર્કયુલર 724 (માર્ચ 2008): ઇરાન ઇસ્લામિક ગણતંત્રના કાયમી અભિયાનમાંથી એજન્સી સાથે સંવાદ" (PDF). મૂળ (PDF) માંથી 2010-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  63. "બિન-જોડાણવાદી અભિયાનની પંદરમી મંત્રીસ્તરીય પરિષદ (જુલાઈ, 2008): ઇરાન ઇસ્લામિક ગણતંત્રના અણુ મુદ્દા પર નિવેદન" (PDF). મૂળ (PDF) માંથી 2010-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  64. "ઓઆઇસી (માર્ચ, 2008): ઇસ્લામિક સંગઠન પરિષદની 11મી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું સંબોધન" (PDF). મૂળ (PDF) માંથી 2008-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  65. Firzli, M. Nicolas (May 2010). ""Turkey, Asia and the Iranian Nuclear Crisis"" (PDF). The Vienna Review. મૂળ (PDF) માંથી 2010-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  66. જુઓ અમેરિકાના જનરલ આસિસ્ટન્ટ સેક્રેટરી પૌલા ડીસ્યુટ્ટર, "લિબયાની સામૂહિક વિનાશના શસ્ત્રોનો નાશ કરવાની કબૂલાત, http://usinfo.state.gov/journals/itps/0305/ijpe/desutter.htm સંગ્રહિત ૨૦૦૮-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન; ડીસ્યુટ્ટર, "લિબયામાં ખાતરીનું કાર્ય પૂર્ણ," આંતરરાષ્ટ્રીય આતંકવાદ, અપ્રસાર અને માનવાધિકારો પર ઉપસમિતિ સમક્ષ પુરાવા (22 સપ્ટેમ્બર, 2004), http://www.state.gov/t/vci/rls/rm/2004/37220.htm; ડીસ્યુટ્ટર, "લિબયાના તેના સામૂહિક વિનાશના શસ્ત્રો (ડબલ્યુએમડી) નાશ કરવા અમેરિકન સરકારની સહાય," વિદેશી સંબંધોની સમિતિ સમક્ષ પુરાવો (26 ફેબ્રુઆરી, 2004).http://www.state.gov/t/vci/rls/rm/2004/29945.htm.
  67. "ઉત્તર કોરિયા પ્રોફાઇલ-અણુ નિરીક્ષણ". મૂળ માંથી 2011-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  68. મીડિયા એડવાઇસરી 2003/48- ઉત્તર કોરિયામાં સુરક્ષાના માપદંડો પર આઇએઇએ બોર્ડ ઓફ ગર્વનર્સ દ્વારા ઠરાવનો સ્વીકાર- 12 ફેબ્રુઆરી
  69. ધ એસોસિએટેડ પ્રેસ, 2005, ભારત માટે ઊર્જાના દરવાજા ખોલતાં બુશ સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન, સીએનએન દ્વારા તૈયાર (cnn.com), 18 જુલાઈ, 2005.
  70. જ્યોર્જ મોનબાયોટ, ધ ગાર્ડિયન (guardian.co.uk),2 ઓગસ્ટ, 2005, ધ ટ્રેટી રેકર્સ
  71. સૈયદ હમિદ અકબર, મલેશિયાના વિદેશ મંત્રી, સંયુક્ત રાષ્ટ્ર, (un.org), ન્યુયોર્ક, બે મે, 2005, અણુશસ્ત્રોના અપ્રસાર પર સંધિના સભ્ય રાષ્ટ્રોની 2005 સમીક્ષા પરિષદની સામાન્ય ચર્ચા
  72. 2009 એનપીટી પ્રીકોમ-પ્લીસસ, માઇનસીસ અને બોટમ લાઇન [હંમેશ માટે મૃત કડી](2009 એનપીટીની પૂર્વતૈયારી સમિતિ-હકારાત્મક, નકારાત્મક અને બોટમ લાઇન)
  73. America.govમાંથી માર્ચ, 2010માં વૈશ્વિક અણુ પરિષદ માટે ઓબામાની અપીલ, આઠ જાન્યુઆરી, 2010ના રોજ પાછું મેળવું.
  74. વોશિંગ્ટન અણુ સુરક્ષા પરિષદના સરકારીપત્રક સંગ્રહિત ૨૦૧૨-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન, 13 એપ્રિલ, 2010.
  75. વોશિંગ્ટન અણુ સુરક્ષા પરિષદની કાર્ય યોજના, 13 એપ્રિલ, 2010.
  76. [૧]
  77. "ન્યુક્લીઅર પોસ્ચર રીવ્યૂ એક્સર્પટ્સ". મૂળ માંથી 2009-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  78. હર્શઃ ઇરાન માટે અમેરિકાના પરમાણુ વિકલ્પો
  79. "નિઃશસ્ત્રીકરણ પ્રક્રિયાને હાસ્યાસ્પદ બનાવતા હાઈ એલર્ડ પર મૂકાયેલા હજારો અણુશસ્ત્રો, લોપસાઇડેડ એપ્રોચ દ્વારા અણુપ્રસારના ભયની સાથે, ફર્સ્ટ કમિટી ટોલ્ડ". મૂળ માંથી 2011-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
  80. આંકડાકીય માહિતીઃ અમેરિકાના અણુશસ્ત્રોના જથ્થા પર પારદર્શકતામાં વધારો સંગ્રહિત ૨૦૧૦-૦૫-૦૬ ના રોજ વેબેક મશિન, ત્રણ મે, 2010.
  81. જુઓ, દાખલા તરીકે, "નિઃશસ્ત્રીકરણ, અમેરિકા અને એનપીટી," http://www.state.gov/t/isn/rls/other/81946.htm; અણુ અપ્રસાર માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ક્રિષ્ટોફર ફોર્ડ, "એનપીટીના સમીક્ષા ચક્રમાં પ્રક્રિયા અને સારઃ અણુ નિઃશસ્ત્રીકરણના ઉદાહરણ," 17 માર્ચ, 2007ના રોજ ફ્રાન્સના એન્નેસીમાં આયોજિત "2010 માટે તૈયારીઃ યોગ્ય પ્રક્રિયાનો અધિકાર" પર આયોજિત પરિષદમાં ટીપ્પણીઓ, http://www.state.gov/t/isn/rls/rm/81940.htm; "The United States and Article VI: A Record of Accomplishment," http://geneva.usmission.gov/CD/updates/05-06-08%20Article%20VI%20Briefing.pdf સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન.
  82. આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સહકાર માટેના કેન્દ્ર ખાતે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્ટીફન હેડલીની ટીપ્પણીઓ, સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી (આઠ ફેબ્રુઆરી, 2008), http://www.whitehouse.gov/news/releases/2008/02/20080211-6.html.
  83. "નિઃશસ્ત્રીકરણ, અમેરિકા અને એનપીટી". મૂળ સંગ્રહિત માંથી 2007-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13.
  84. "અણુ શસ્ત્રો પર એમસીઓ આંકડાકીય માહિતી". મૂળ સંગ્રહિત માંથી 2008-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-06.
  85. વર્ષ 2005ની એનપીટી સમીક્ષા પરિષદઃ ફ્રાંસનો એક દ્રષ્ટિકોણ
  86. વર્ષ 2005ની એનપીટી સમીક્ષા પરિષદ ખાતે રશિયાના નાયબ વિદેશ મંત્રી કિસલેક દ્વારા અપાયેલું નિવેદન
  87. "વર્ષ 2008માં એનપીપીની પ્રાથમિક તૈયારી કરતી સમિતિને પીફાઇવનું નિવેદન" (PDF). મૂળ (PDF) માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Cold War