લખાણ પર જાઓ

અથાણું

વિકિપીડિયામાંથી
ભારતીય મિશ્ર અથાણું
કેરીનું અથાણુંં

અથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાંં મોટા ભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું(લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે.

ઘરે બનતા અથાણાં ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં ભરી સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતાંં રોકે છે અને તેલ તેના સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાંં ભેજરહિત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાંં બનાવનાર 'સાઇટ્રિક એસિડ' (Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.

ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે.

વિવિધ નામ

[ફેરફાર કરો]

હિન્દી, બંગાળી, અસામી, પંજાબી, ઉર્દુ અને સિન્ધી ભાષાઓમાં આ ભોજન પદાર્થ અચાર શબ્દથી પ્રચલિત છે. ગુજરાતી, કોંકણી અને મરાઠી ભાષાઓમાં આ ભોજન પદાર્થ અથાણું અને લોણચેના શબ્દોથી પ્રચલિત છે.

ગુજરાતી અથાણાંં

[ફેરફાર કરો]
  • કેરીનું અથાણું
  • લીંબુનું અથાણું
  • ગરમરનું અથાણું
  • ગુંદાનું અથાણું
  • આંબળાનું અથાણું
  • ગાજરનું અથાણું

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]