અધરંગ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર)કહે છે,તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે.

અધરંગ
અધરંગ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Muscicapidae
પ્રજાતિ: Cyornis
જાતિ: C. tickelliae
દ્વિપદ નામ
Cyornis tickelliae
Blyth, 1843

કદ અને દેખાવ[ફેરફાર કરો]

નર અધરંગ

કદમાં ચકલી જેવડું,લંબાઇ ૧૪ સે.મી.,તેની પીઠનો રંગ ઘેરો ભૂરો અને ચહેરાની બાજુ અને નસ્કોરા પર વધારે ચળકતો ભૂરો હોય છે.પાંખ અને પૂંછડી કાળા રંગના પણ તેમાં પણ ભૂરો રંગ જોવા મળે છે.તેનું ગળું,છાતી અને પેટાળ પર કેશરીયો રંગ જોવા મળે છે.જ્યારે પેટ અને તેની નીચે સફેદ રંગ હોય છે.માદાના રંગ જરા ઝાંખા હોય છે.આંખ કથ્થાઇ,ચાંચ કાળી,અને પગ રાખોડી કથ્થાઇ રંગના હોય છે.ચાંચ ચપટી અને ચાંચ પર બાલ જેવા પીંછા હોય છે.

વિસ્તાર[ફેરફાર કરો]

આખા ભારતમાં વસે છે,અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે.ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે.તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે.ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.

અવાજ[ફેરફાર કરો]

ભારે મીઠું સંગીત રેલાવે છે.ચિક-ચિક અવાજ કરે છે.

ખોરાક[ફેરફાર કરો]

જીવાત,કરોળીયા વિગેરે.

ફોટો[ફેરફાર કરો]