અબ્દુલગની દહીંવાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અબ્દુલગની દહીંવાલા
જન્મઅબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
૧૭ ઓગસ્ટ ૧૯૦૮
સુરત, ગુજરાત
મૃત્યુ૫ માર્ચ ૧૯૮૭
ઉપનામગની દહીંવાલા
વ્યવસાયકવિ, નાટ્યલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણધોરણ ૩
લેખન પ્રકારોગઝલ, ગીત, મુક્તક
નોંધપાત્ર સર્જનો
  • ગાતાં ઝરણાં (૧૯૫૩) * ગનીમત (૧૯૭૧)
સક્રિય વર્ષો૧૯૪૨ - ૧૯૮૭

સહીહસ્તાક્ષર

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ગની દહીંવાલા (૧૭ ઓગસ્ટ ૧૯૦૮ - ૫ માર્ચ ૧૯૮૭) ગુજરાતી કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અને વતન સુરત હતું. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી કર્યા પછી ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું હતું. તેમણે સુરતમાં સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. ૧૯૪૨માં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય હતા. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.[૧][૨] સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્યકટાક્ષિકા લેખન કર્યું હતું.

સર્જન[ફેરફાર કરો]

ગાતાં ઝરણાં (૧૯૫૩), મહેક (૧૯૬૧), મધુરપ (૧૯૭૧), ગનીમત (૧૯૭૧), અને નિરાંત (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ભીખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે

જશને શહાદત (૧૯૫૭) એ ૧૮૫૭ના વિપ્લવ વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. પહેલો માળ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.

ગાતાં ઝરણાં (૧૯૫૩) ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સવિશેષ પરિચય: ગની દહીંવાલા". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૯ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  2. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. p. ૮૩૨. ISBN 978-81-260-1803-1. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]