અભિનવનો રસવિચાર
લેખક | નગીનદાસ પારેખ |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | ભારતીય કાવ્યશાસ્ત્ર |
પ્રકાર | વિવેચનાત્મક નિબંધ |
પ્રકાશન તારીખ | ૧૯૬૯ |
પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૦) |
OCLC | 26778342 |
અભિનવનો રસવિચાર એ ભારતીય લેખક નગીનદાસ પારેખ દ્વારા લખાયેલા વિવેચન નિબંધોનો ૧૯૬૯માં પ્રકાશિત ગુજરાતી ભાષાનો સંગ્રહ છે જે ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત સાથે સંકળાયેલો છે. આ સંગ્રહ માટે પારેખને ૧૯૭૦નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]આ સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો હતો અને તેને ૧૯૭૦માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો.[૧][૨]
સામગ્રી
[ફેરફાર કરો]અભિવનવનો રસવિચારમાં, લેખકે ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતની તપાસ કરી છે. કૃતિમાં આઠ નિબંધો છે.[૧]
શીર્ષક નિબંધમાં ભરત ના નાટ્યશાસ્ત્ર પરના તેમના ભાષ્યમાં વ્યક્ત કરવામાં આવ્યા મુજબ રાસ પર અભિનવગુપ્તનો મત સમજાવે છે. અન્ય લેખોમાં કુંતકાનો વક્રોક્તિ સિદ્ધાંત, જગન્નાથનો રામનિયતા સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે. તેમાં શૃંગાર (કામુક), હાસ્ય (રમૂજ) અને શાન્ત (ઉદાત) ભાવનાઓ, ઔચિત્ય (શિષ્ટાચાર) અને રસભાસ (આનંદનો ભ્રામક અનુભવ) વિશેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. લેખકે આખ્યાનના કાવ્યસ્વરૂપની પણ ચર્ચા કરી છે, જેમાં આખ્યાન કેવી રીતે વાણીનો એક ભાગ ગણાતું હતું અને તેનું કવિતાના સ્વરૂપ તરીકે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું તે દર્શાવવામાં આવ્યું છે.[૧][૨]
આવકાર
[ફેરફાર કરો]વિષયનું ઊંડાણ, નિર્ણયની સુદૃઢતા અને તેના પ્રવાહી ગદ્યની અભિવ્યક્તિ માટે ‘અભિનવનો રસવિચારને’ ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માનવામાં આવે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Mehta, Chandrakant; Dave, Pinakin N. (2005) [1994]. "Abhinavano Rasavichar". માં Abichandani, Param; Dutt, K. C. (સંપાદકો). Encyclopaedia of Indian Literature (Supplementary Entries and Index). VI. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4654–4655. OCLC 34346409.
- ↑ ૨.૦ ૨.૧ કોઠારી, જયંત (૨૦૦૧). "અભિનવનો રસવિચાર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ૧ (૨જી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૪૮–૩૪૯. OCLC 248967673.