આઈવાના બ્રલિચ માઝુરાનિચ

વિકિપીડિયામાંથી
આઈવાના બ્રલિચ માઝુરાનિચ
આઈવાના બ્રલિચ માઝુરાનિચ
જન્મની વિગતએપ્રિલ ૧૮, ૧૮૭૪
ઓગ્યુલિન, ક્રોએશિઅન મિલિટરી ફ્રન્ટિઅર, ઓસ્ટ્રિયા-હંગેરી
મૃત્યુની વિગતસપ્ટેમ્બર ૨૧ ૧૯૩૮
ઝાગરેબ, કિંગ્ડમ ઑફ યુઓસ્લાવિયા
હુલામણું નામક્રોએશિયન ઍન્ડરસન
વ્યવસાયનવલકથાકાર, વાર્તાકાર, પરીકથા લેખક
મુદત૧૯૦૨-૧૯૩૭
ધર્મહિન્દુ
જીવનસાથીવાત્રોસ્લાવ બ્રલિચ


આઈવાના બ્રલિચ માઝુરાનિચ(૧૮ એપ્રિલ ૧૮૭૪-૨૧ સપ્ટેમ્બર) એક ક્રોએશિયન લેખક હતા. તેણી પોતાના દેશમાં તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે બાળવાર્તાના ક્ષેત્રે શ્રેષ્ઠ લેખિકા તરીકે જાણીતા છે.

જીવન[ફેરફાર કરો]

તેણીનો જન્મ ઓગ્યુલિન ખાતેના પ્રસિદ્ધ માઝુરાનિચ પરિવારમાં ૧૮ એપ્રિલ ૧૮૭૪ના રોજ થયો હતો. તેણીના પિતા વ્લાદીમીર માઝુરાનિચ લેખક, વકીલ અને ઈતિહાસકાર હતા. તેમણે ઈતિહાસ અને કાયદાનો ક્રોએશિયન ભાષાના શબ્દકોષની રચના કરી હતી. તેણીના દાદા ઈવાન માઝુરાનિચ પ્રસિદ્ધ રાજકારણી અને કવિ હતા, જ્યારે તેણીના દાદી એલેક્ઝાન્ડ્રા માઝુરાનિચ ક્રોએશિયન રાષ્ટ્રિય ચળવળના મહત્ત્વના કાર્યકર્તા અને પ્રસિદ્ધ લેખિકા દિમિત્રિયા દેમેતરના બહેન હતા. તેણીનું ભણતર મોટાભાગે ઘરે જ થયું. પરિવાર સાથે તેઓ સૌપ્રથમ કાર્લોવાક ખાતે સ્થાયી થયા, ત્યાંથી જાસ્ત્રેબારસ્કો ગયાં અને અંતે ઝાગરેબ ખાતે સ્થાયી થયાં.

૧૮૯૨માં વાસ્રોસ્લાવ બ્રલિચ; એક રાજકારણી અને પ્રસિદ્ધ વકીલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા બાદ તેણી સ્લાવોન્સ્કિ બ્રોડ ખાતે સ્થાયી થયાં અને શેષ જીંદગી ત્યાંજ વિતાવી. તેણીએ તેનું સમસ્ત કાર્ય પરિવાર અને ભણતર પાછળ કેન્દ્રિત કર્યું. તેણી છ સંતાનોના માતા તરીકે બાળકોના માનસને બહુ સારી રીતે સમજી શકતા અને તેમની દુનિયાની નિર્મળતા અને નિર્દોષતા સમજતા. તેમનું પ્રથમ સાહિત્યિક સર્જન ફ્રેન્ચ ભાષામાં હતું.

કૃતિ[ફેરફાર કરો]

આઈવાના બ્રલિચ-માઝુરાનિચે કાવ્યો, રોજનીશી અને નિબંધ લખવાની શરૂઆત ઘણી વહેલી કરી હતી પણ તેમનું પ્રકાશન ૨૦મી સદીની શરૂઆતે થયું. ૧૯૦૩ના વર્ષ બાદ તેણીની વાર્તાઓ અને લેખો જેમ કે ભણતર બાબતના "શાળા અને રજાઓ" નામ હેઠળના લેખોની શ્રેણી સામયિકોમાં વધુ નિયમિત રીતે પ્રકાશિત થવા લાગી.

૧૯૧૩માં તેમનું પુસ્તક ધ ઍડવેન્ચર ઑફ લાપીચ પ્રકાશિત થઈ અને તેણે સાહિત્યિક સમુદાયનું ધ્યાન ખેંચ્યું. વાર્તામાં, લાપીચ એક શિખાઉ ઉમેદવાર હોય છે અને તે પોતાના માલિકની દીકરીની શોધમાં હોય છે જે દરમિયાન તેનું નસીબ ઉઘડે છે.

૧૯૧૬માં તેણીનું પુસ્તક ક્રોએશિયન ટૅલ્સ ઑફ લોન્ગ અગો પ્રકાશિત થયું, જેને હેલેના બુલાયાએ ૨૦૦૩/૨૦૦૬માં કોમ્પ્યુટર આધારિત આદાનપ્રદાન થઈ શકે તેવું રૂપ આપ્યું અને તેને કારણે તે આજે પણ સૌથી વધુ લોકપ્રિય છે.[૧] પુસ્તકમાં માઝુરાનિચે નવી પરીકથાઓનું સર્જન કર્યું, પણ તેણે ક્રોઅટના સ્લાવિચ પુરાણોના નામ અને પદ્ધતિ વાપરી. આ બાબતે તેણીને ટૉલ્કિન અને હાન્સ ક્રિસ્ચિયન ઍન્ડરસનની સાથે સરખામણી લાવી દીધાં, જેમણે પણ પુરાણ કથાઓના આધાર પરથી તદ્દન નવી જ વાર્તાઓની રચના કરી હતી.[૨]

કૃતિઓની યાદી[ફેરફાર કરો]

આઈવાના બ્રલિચ-માઝુરાનિચની ઝાગરેબ ખાતે કબરનોંધ
 • ૧૯૦૨ ધ ગુડ ઍન્ડ ધ મિસ્ચીવિઅસ (સારું અને તોફાની)
 • ૧૯૦૫ સ્કુલ ઍન્ડ હૉલિડેય્ઝ (શાળા અને રજાઓ)
 • ૧૯૧૨ પિક્ચર્સ (કવિતા) (છબીઓ)
 • ૧૯૧૩ ધ બ્રેવ ઍડવેન્ચર ઑફ લાપિચ (લાપિચના હિમ્મતભર્યા સાહસો)
 • ૧૯૧૬ ક્રોએશિયન ટૅલ્સ ઑફ લોન્ગ અગો (બહુ પહેલાંની ક્રોએશિયન કથાઓ)
 • ૧૯૨૩ અ બુક ફૉર યુથ (યુવાનો માટે એક પુસ્તક)
 • ૧૯૩૫ ફ્રોમ ધ આર્કાઈવ્ઝ ઑફ ફેમિલી બ્રલિચ ઇન બ્રોડ ના સાવી (બ્રોડ ના સાવી ખાતેના બ્રલિચ પરિવારના ઈતિહાસમાંથી)
 • ૧૯૩૭ જાચા ડાલમાસીન વાઇસરૉય ઑફ ધ ગુજરાતી (ગુજરાતીના જાચા ડાલમાસીન વાઈસરૉય)
 • ૧૯૩૯ જિંજરબ્રેડ હાર્ટ
 • ૧૯૪૩ ફૅબલ્સ ઍન્ડ ફૅરી ટૅલ્સ (પૌરાણિક અને પરી કથાઓ)

અનુવાદ[ફેરફાર કરો]

તેણીની બાળકો માટેની નવલો અને પરીકથાઓ, મૂળભૂત તેણીના પોતાના બાળકોને તાલીમ આપવા માટેની હતી. તેનો અનુવાદ લગભગ બધી જ યુરોપિયન ભાષાઓમાં થયો છે. તેને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સાહિત્ય વિવેચકો ખૂબ જ મહત્ત્વની અને ઊચ્ચ કોટિની માને છે. આ માટે તેને ક્રોએશિયન ઍન્ડરસનનું બિરુદ પ્રાપ્ત થયેલ છે.

ધ બ્રેવ ઍડવેન્ચર ઑફ લાપિચનો અનુવાદ યુરોપિયન સિવાય બંગાળી (ડૉ. પ્રોબલ દાસગુપ્તા દ્વારા), હિન્દી, ચાઈનીઝ (શી ચેન્ગ તાઈ દ્વારા), વિએતનામીઝ (કેટલાંક પ્રકરણો), જાપાનીઝ (સેકોગુચી કેન દ્વારા) અને ફારસી (એકતાર એટેમદી દ્વારા) ભાષામાં થયો છે.[૩] આ બધી ભાષાઓમાં અનુવાદ પરોક્ષ રીતે ઍસ્પેરાન્ટો ભાષામાંથી કરવામાં આવેલ છે. પુસ્તકનું સૌથી નવીન એસ્પેરાન્ટો અનુવાદ માયા ટીસ્લાયાર દ્વારા કરાયો છે.[૪][૫]

ચલચિત્ર[ફેરફાર કરો]

૧૯૯૦માં, એક ક્રોએશિયન ફિલ્મ કંપનીએ ધ બ્રેવ ઍડવેન્ચર ઑફ લાપિચ પરથી લાપીચ ધ લિટલ શુ મેકર નામે બાળકો માટેની એનિમેટેડ ફિલ્મ બનાવી.[૬] ૧૯૯૭માં જાહેર કરાયેલ આ ફિલ્મ ક્રોએશિયાના ફિલ્મ ઈતિહાસની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ,[૭][૮] અને તે ૭૦મા ઑસ્કાર ઍવોર્ડઝ ખાતે સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાના ચલચિત્રની શ્રેણીમાં સત્તાવાર રજૂઆત પામ્યું.[૯]

લાપિચના દિગ્દર્શક મિલાન બ્લેઝકોવિચ, ૨૦૦૦ની સાલથી તેણીના અન્ય એક રચના ટેલ્સ ઑફ લોન્ગ અગો પરથી એનિમેટેડ ફિલ્મ બનાવી રહ્યા છે.[૧૦][૧૧]

૨૦૦૦ની સાલમાં ક્રોએશિયન ટેલ્સ ઑફ લોન્ગ અગો પરથી હેલેના બુલાયા એ એક આદાનપ્રદાન કરી શકાય તેવો પ્રકલ્પ શરૂ કરેલ, જેમાં આઠ વાર્તાઓ, કાર્ટુનો અને રમતો હતી અને તે બે સીડી-રોમ અને પુસ્તકની શ્રેણી રૂપે પ્રકાશિત થયું હતું. તે એડોબ ફ્લેશ દ્વારા તૈયાર કરાયેલ. તેના પર એનિમેટરો, ચિત્રકારો, સંગીતકારો, અભિનેતાઓ, પ્રોગ્રામરો વગેરેની આઠ સ્વતંત્ર આંતરરાષ્ટ્રિય (યુએસ, ફ્રાન્સ, યુકે, જર્મની, રશિયા, ઓસ્ટ્રેલિયા, ક્રોએશિયા) ટીમોએ કાર્ય કર્યું હતુ. તેમનું સંકલન ઈન્ટરનેટ દ્વારા કરાયું હતુ. તેને વિશ્વના અનેક જાણીતા ફિલ્મ ઉત્સવો અને પુરસ્કાર સમારોહમાં અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં હતા. તેમાં કેલિફોર્નિયા ખાતે ફ્લેશફોરવર્ડ, લુક્કા કોમિક્સ ઍન્ડ ગેમ્સ મલ્ટિમિડિયા ઍવોર્ડ, ઈન્ટરનેશનલ ફૅમિલી ફિલ્મ એવોર્ડ નોંધપાત્ર હતા.[૧૨] આ પ્રકલ્પ પર આધારિત નવીન પ્રકારની તાલીમ આપતી અનેક આઈફોન અને આઈપેડની રમતો વિકાસ હેઠળ છે.[૧૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "વૈશ્વિક પરીકથા સાહસ; ક્રોએશિયન ટૅલ્સ ઑફ લોન્ગ અગો". મૂળ માંથી 2010-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-18.
 2. Edward Picot. "Twice Told Tales" at The Hyperliterature Exchange. "તેણીના જીવનકાળ દરમિયાન જ તેણી ક્રોએશિયન એન્ડરસન તરીકે જાણીતા હતા. જોકે બુલાયાએ તેણીની કૃતિઓ પરની એક નોંધમાં વિરુદ્ધમાં દાવો કરતા જણાવ્યું છે કે તેણી ક્રોએશિયન ટૉલ્કિન તરીકે ઓળખાવા જોઈએ, અને તેમણે તે લગતા પુરાવાઓ પણ આપ્યા."
 3. Kroatio gajnis jam 2 foje la premion
 4. Vjesnik સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૮ ના રોજ Archive-It Hlapić govori bengalski, a Waitapu kineski, 22. studenoga 2006.
 5. "Spomenka Štimec". મૂળ માંથી 2011-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-18.
 6. Vjesnik સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૮ ના રોજ Archive-It Scenarij za seriju o našem šegrtu Hlapiću rade Britanci, a crtaju ga Korejanci!, Dec 5, 1999
 7. "બાળકો માટેના ચલચિત્રનો કાર્યક્રમ". Pula Film Festival. July 2008. મૂળ માંથી 2009-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-12.
 8. "Čudnovate zgode šegrta Hlapića" (Slovenianમાં). SloCartoon. મેળવેલ 2009-03-12.CS1 maint: unrecognized language (link)
 9. "ઑસ્કારમાં ઉમેદવારીની ૪૪ દેશોને આશા છે" (પ્રેસ રિલીઝ). Academy of Motion Picture Arts and Sciences. 1997-11-24. Archived from the original on 1998-02-13. https://web.archive.org/web/19980213090309/http://www.oscars.org/pressreleases/97.11.24.html. Retrieved 2009-03-12. 
 10. Bukovac, Petar (2000-11-05). "Nakon Šegrta Hlapića, uskoro nam dolaze i Priče iz davnine" (Croatianમાં). Vjesnik d.d. મૂળ માંથી 2009-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-27.CS1 maint: unrecognized language (link)
 11. "ટેલ્સ ઑફ લોન્ગ અગો". Animafest Zagreb. 2008. મેળવેલ 2009-02-27.
 12. "Bulaja Naklada". Bulaja Naklada. October 2010. મેળવેલ 2010-08-10.
 13. "Bulaja Naklada - News". Bulaja Naklada. October 2010. મેળવેલ 2010-08-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]