આનંદ બક્ષી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આનંદ બક્ષી (જુલાઇ ૨૧ ૧૯૩૦ – માર્ચ ૩૦ ૨૦૦૨), ભારતનાં પ્રસિધ્ધ કવિ અને ગીતકાર હતા.

જીવન ચરીત્ર[ફેરફાર કરો]

આનંદ બક્ષીનો જન્મ, હાલ પાકિસ્તાનનાં, રાવલપિંડીમાં થયો હતો. તેમનાં પૂર્વજો રાવલપિંડી નજીકનાં "કુરી" ના હતા, અને તેમનું મુળ કાશ્મીરમાં હતું. ૧૦ વર્ષની ઉંમરે તેઓનાં માતા,સુમિત્રાદેવી,નું અવસાન થયું. દેશનાં ભાગલા પછી બક્ષીનું કુટુંબ ઓક્ટોબર ૨,૧૯૪૭નાં હીજરત કરી અને ભારત આવ્યું, ત્યારે તેઓની ઉંમર ૧૭ વર્ષની હતી.

નવેમ્બર ૧૫ ૧૯૪૭માં તેઓ સિગ્નલ કોર (Corps of Signals) (સેનાનો સંદેશાવ્યવહાર વિભાગ)માં જોડાયા અને જબલપુરમાં તાલિમ લીધી. પછીથી તેઓએ 'ટેલિફોન ઓપરેટર' તરીકે નોકરી પણ કરી. મુંબઇ ચલચિત્ર ઉદ્યોગમાં સ્થાન મેળવવાની કોશિશમાં, તેમણે તેમનાં જીવનનાં દશ વર્ષ ભારતીય સેનામાં જોડાવા અને છુટા થવામાં ગાળ્યા. ખાલી સમયમાં તેઓ ગીતો લખતા અને મિત્રો સમક્ષ ગાતા પણ ખરા.

આનંદ બક્ષી 'બોલિવુડ'માં આમતો ગાયક કલાકાર તરીકે નામ કમાવા આવ્યા હતા, પરંતુ તેમને જબરજસ્ત સફળતા મળી ગીતકાર તરીકે. તેમને પહેલો મોકો ૧૯૫૬ માં મળ્યો,જ્યારે ભગવાન દાદા (Bhagwan Dada)એ તેમને બ્રિજ મોહન (Brij Mohan)ની ફિલ્મ "ભલા આદમી"નાં ચાર ગીત લખવા માટે કરારબદ્ધ કર્યા. ત્યાર બાદ તો તેઓએ ગીતકાર તરીકે એવું કાઠું કાઢ્યું કે સંપૂર્ણ જીવનમાં ૩૦૦ ઉપરાંત ચલચિત્રોમાં ગીતકાર તરીકે કામ આપ્યું.

સફળતા[ફેરફાર કરો]

ઘણાં વર્ષો સુધી અને ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા પછી, તેમને કરી સફળતા ૧૯૬૭ માં, મીલન (Milan)માં મળી. આ સાથે, તેઓને ભારતીય ચલચિત્રોનાં નામાંકિત સંગીતકારો સાથે કામ કરવાની તક મળી. હરે રામા હરે ક્રિષ્ના (Hare Rama Hare Krishna)નાં "દમ મારો દમ" ગીતથી તેઓએ પોતાને બહુમુખી ગીતકાર તરીકે સ્થાપિત કર્યા (૧૯૭૨). આ પછી તેઓએ ઘણી ફિલ્મોમાં ઘણાં યાદગાર ગીતો આપ્યા, જેમાં બોબી (Bobby) અને અમરપ્રેમ (Amar Prem) (૧૯૭૧), શોલે (Sholay) (૧૯૭૫), અમિતાભ બચ્ચનની હમ (Hum) (૧૯૯૧), મોહરા (Mohra) (૧૯૯૪), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (Dilwale Dulhania Le Jayenge) (૧૯૯૫), તાલ (Taal) (૧૯૯૯), મોહબ્બતે (Mohabbatein) (૨૦૦૦), ગદર:એક પ્રેમ કથા (Gadar: Ek Prem Katha) (૨૦૦૧), યાદે (Yaadein) (૨૦૦૧).

અવસાન[ફેરફાર કરો]

પાછલી જીંદગીમાં તેઓ,વધુ ધુમ્રપાનને કારણે, હ્ર્દય અને ફેફસાની બિમારીથી પિડાતા હતા. એપ્રિલ ૨૦૦૧માં, 'નાણાવટી હોસ્પિટલ' માં હ્રદયનાં નાના ઓપરેશન દરમિયાન તેમને જીવાણુઓનો ચેપ લાગ્યો. અંતે માર્ચ ૩૦ ૨૦૦૨માં, ૭૨ વર્ષની ઉંમરે તેઓનું હોસ્પિટલમાંજ તેઓનું અવસાન થયું.

આનંદ બક્ષીનાં લખેલા ગીત સાથેનું છેલ્લું ચલચિત્ર મહેબૂબા (Mehbooba)(૨૦૦૮) હતું.

નિર્માતાઓ સાથે સહયોગ[ફેરફાર કરો]

સુભાષ ઘાઈની ત્રીજી ફીલ્મ ગૌતમ ગોવિંદા(૧૯૭૯) પછી તેમના દ્વારા દિગ્દર્શિત દરેક ફીલ્મમાં ગીતકાર તરીકે આનંદ બક્ષી જ હતાં. સુભાષ ઘાઈની ૧૩ ફીલ્મોમાં આનંદ બક્ષીએ ગીતો આપ્યાં. ૨૦૦૩ની યાદેં તેમાંની છેલ્લી હતી. એક અન્ય દિગ્દર્શક જેમની માટે આનંદ બક્ષીએ ૧૯૯૦ન દશકમાં નિયમીત ગીતો લખ્યાં તે હતાં યશ ચોપરા. તેમના સહયોગમાં ચાંદની (૧૯૮૯) અને દિલ તો પાગલ હૈ (૧૯૯૭) જવા ચલચિત્રો આવ્યાં. બક્ષીએ યશ ચોપરાના દિગ્દર્શક/કથા લેખક/નિર્માતા પુત્ર આદિત્ય ચોપરા માટે પણ અને રવિ રાય માટે પણ ગીતો લખ્યાં

સન્માન[ફેરફાર કરો]

બક્ષીને ૪૦ ફીલ્મફેર એવોર્ડ નામાંકન મળ્યાં અને તેમાંથી શ્રેષ્ઠ ગીતકાર તરીકે નીચેના ગીત માટે ફીલ્મ ફેર એવોર્ડ મળ્યાં.

  • આદમી મુસફીર હૈ - અર્પણ (૧૯૭૭)
  • તેરે મેરેરે બીચ મેં - એક દુજે કે લિયે-(૧૯૮૧)
  • તુઝે દેખા તો યે જાના સનમ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫)
  • ઈશ્ક બીના - તાલ (૧૯૯૯).

બક્ષીએ તેમના મોટા ભાગના ગીતો સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે લગ્ભગ ૨૫૦ ફીલ્મો માટે લખ્યાં. એક સંજોગ જ સમજો કે આ સંગીતકાર જોડીના દરેક ફીલ્મફેર એવોર્ડ પુરસ્કૃત ગીતના ગીતકાર તેમની પહેલો એવોર્ડ સિવાય આનંદ બક્ષી જ હતાં. તેમના પહેલા એવોર્ડ ફીલ્મ દોસ્તીના ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી હતાં. તેમણે સંગીતકાર રાહુલદેવ બર્મન માટે પણ ઘણાં ગીતો લખ્યાં જે ખૂબ હીટ થયાં.

તેમને ઘણાં રુબી ફીલ્મ એવોર્ડ, આશિર્વદ ફીલ્મ એવોર્ડ, સુષ્મા શર્મા અવોર્ડ સ્ક્રીન એવોર્ડ અને ઝી અને સ્ટારડસ્ટ હીરો હોંડા એવોર્ડ મળ્યાં

હાથી મેરે સાથી આ ફીલ્મ ના નફરતકી દુનિયા છોડકે પ્યાર કી દુનિયામેં આ ગીતમાટે તેમને SPCA દ્વારા એવોર્ડ મળ્યો.

અન્ય વાતો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]