ઇન્દિરા પોઇન્ટ
Appearance
ઇન્દિરા પોઇન્ટ | |
---|---|
ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 6°46′50″N 93°49′33″E / 6.780621°N 93.8258513°E | |
દેશ | ભારત |
રાજ્ય | અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ |
જિલ્લો | નિકોબાર |
તાલુકો | ગ્રેટ નિકોબાર |
ઊંચાઇ | ૪૭ m (૧૫૪ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
૨૦૧૧ વસ્તી ગણતરી કોડ | ૬૪૫૧૮૮ |
ઇન્દિરા પોઇન્ટ ભારત દેશનું દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલું સ્થળ છે. આ સ્થળ પૂર્વીય હિંદ મહાસાગરમાં આવેલા નિકોબાર દ્વીપસમૂહના ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલું છે.[૧] આ વિસ્તાર અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ કેન્દ્રશાસિત પ્રદેશનો એક ભાગ છે. આ સ્થળ પહેલાં પિગ્મેલીયન પોઇંટ (Pygmalion Point) તરીકે ઓળખાતું હતું, ત્યાર બાદ ભારતના વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીનાં માનમાં તેનું નામ ઇન્દિરા પોઇન્ટ રાખવામાં આવ્યું છે.[૨]
અંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આ દ્વીપોમાં દક્ષિણ દિશામાં આવેલા સૌથી છેલ્લા ટાપુ પરનો અંતિમ કિનારો છે. આમ ઇન્દિરા પોઇન્ટ ભારત દેશનું દક્ષિણ દિશામાં આવેલું સૌથી છેલ્લું સ્થળ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Andaman and Nicobar Islands villages" (PDF). Land Records Information Systems Division, NIC. મૂળ (PDF) માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૫.
- ↑ K. Raja Reddy (૨૦૦૫). India and ASEAN: foreign policy dimensions for the 21st Century. New Century Publications. પૃષ્ઠ ૪૪. ISBN 978-81-7708-081-0.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |