ઈદડાં

વિકિપીડિયામાંથી


ઈદડાં એટલે સફેદ ઢોકળાં. આ ઢોકળાં ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે.આ એક બાફેલું ફરસાણ છે. ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. આ ઢોકળાં બનાવવામાં ઘણી પૂર્વ તૈયારીની જરૂર પડે છે.

ઈદડાં

કૃતિ[ફેરફાર કરો]

 • ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લઈ તેનો કરકરો લોટ દળાવો. (ઝીણાં રવા જેવો)
 • આ લોટમાં હિંગ, મીઠું, ખારો (ચપટી) અને મોણ નાખો.
 • આ લોટમાં ખાટી છાશ(જાડી)ઉમેરી મધ્યમ ખીરું બનાવો.
 • ખીરાને ખૂબ હલાવી ને હળવું બનાવો.
 • તેને હૂંફાળી જગ્યામાં ઢાંકીને મૂકો અને ૭-૧૦ કલાક આથો લાવવા મૂકો.
 • ભાવેતો આ ખીરામાં આદુ મરચાં વાટીને નાખો ફરી ખીરાને હલાવો.
 • થાળીમાં તેલ ચોપડી તેમાં ખીરાને ભાવતી જાડાઈમાં પાથરો.
 • આની ઉપર લાલ મરચું અથવા મરીનો ભૂકો ભભરાવો.
 • આ થાળીને વરાળમાં બાફવા મૂકો.
 • સીજી જાય એટલે તેને કાઢી ચાકુથી ચોરસ કાપો.

નોંધ[ફેરફાર કરો]

 • આને વઘારીને ખરા કરી ખાતા સ્વાદીષ્ટ લાગે છે.
 • ગરમા ગરમ ઢોકળાં કાચા તેલ સાથે ખાઈ શકાય છે.
 • ઢોકળાં કોપરાની ચટણી સાથે કે કોથમીરની ચટણી સાથે આરોગી શકાય છે.
 • લોટ પલાળતી વખતે તેમાં મેથીના દાણા પણ નાખી શકાય છે.