ઉત્પલ ભાયાણી
ઉત્પલ ભાયાણી | |
---|---|
ભાયાણી એપ્રિલ ૨૦૧૨માં | |
જન્મનું નામ | ઉત્પલ હરિવલ્લભ ભાયાણી |
જન્મ | ઉત્પલ હરિવલ્લભ ભાયાણી 10 October 1953 કાલિકટ, કેરળ |
મૃત્યુ | 16 October 2019 | (ઉંમર 66)
વ્યવસાય | ટૂંકી વાર્તા લેખક, નાટ્યકાર, સાહિત્યિક વિવેચક અને અનુવાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો |
|
સંબંધીઓ | હરિવલ્લભ ભાયાણી (પિતા) |
ઉત્પલ હરિવલ્લભ ભાયાણી (૧૦ ઓક્ટોબર ૧૯૫૩ – ૧૬ ઓક્ટોબર ૨૦૧૯) એ ગુજરાતી ભાષાના વાર્તા લેખક, નાટ્યકાર, વિવેચક અને અનુવાદક હતા.
જીવન
[ફેરફાર કરો]ઉત્પલ ભાયાણીનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૯૫૩ના રોજ કાલિકટ (હવે કોઝિકોડ) ખાતે ગુજરાતી લેખક હરિવલ્લભ ભાયાણીને ત્યાં થયો હતો. તેમનો પરિવાર ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં થયો હતો. તેમણે વાણિજ્ય શાખામાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો હતો. તેમણે પરિચય ટ્રસ્ટ, મુંબઈના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી.[૧][૨]
૧૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ તેમનું અવસાન થયું હતું.[૩]
લેખન
[ફેરફાર કરો]નિમજ્જન (૧૯૭૮) એ તેમની વાર્તાઓનો પ્રથમ સંગ્રહ હતો. ત્યાર બાદ ૧૯૮૩માં હલ્લો ! નામનો વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હતો જેમાં કેટલીક પ્રાયોગિક વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખતવણી (૧૯૯૫) કાવ્યસંગ્રહને વિવેચકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. વહી (૨૦૦૮) એ તેમનો ચોથો સંગ્રહ હતો. તેમની વાર્તા મિજબાનીનો સમાવેશ રઘુવીર ચૌધરી દ્વારા સંપાદિત સ્વાતંત્ર્યોતર ગુજરાતી નવલિકામાં કરવામાં આવ્યો હતો. તેમની એક્સ્ટ્રા ટિકિટ વિવરણ ગુલાબદાસ બ્રોકર અને સુમન શાહ દ્વારા સંપાદિત કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ (૧૯૫૫–૮૦)માં કરવામાં આવ્યું હતું.[૧][૨]
તેઓ એક પ્રખ્યાત નાટ્ય વિવેચક હતા પરંતુ તેઓ તેમના વિવેચનને ટીકા તરીકે નહિ પણ સમીક્ષા તરીકે માનતા હતા. ૧૯૭૬માં શરૂ થયેલી તેમની નાટ્ય વિવેચન કૃતિઓમાં દૃશ્યફલક (૧૯૮૧), પ્રેક્ષા (૧૯૮૬), નાટકનો જીવ (૧૯૮૭), તર્જની સંકેત (૧૯૯૨), સામાજિક નાટક: એક નૂતન ઉન્મેશ (૧૯૯૩), દેશવિદેશની રંગભૂમિ (૨૦૦૧), રંગભૂમિ (૨૦૦૪), નાટ્યદૃષ્ટી (૨૦૦૩), નાટ્યગોષ્ઠિ (૨૦૦૪)નો સમાવેશ થાય છે. મહાભારત (૧૯૯૧) અને સહયોગ (૧૯૯૯) તેમના અનુવાદો છે. તેમણે સંપર્ક (૧૯૮૨), આધુનિક ગુજરાતી એકાંકીઓ (૧૯૯૪) અને સુરેશની સાથે સાથે (૨૦૦૭)નું સંપાદન પણ કર્યું હતું.[૧][૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]તેમનો વાર્તા સંગ્રહ ખતવણી (૧૯૯૫) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો હતો.[૧][૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદાર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ – આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 241–243. ISBN 978-93-5108-247-7.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Utpal Bhayani" (PDF). Samvad India Foundation. 2017-08-22. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2017-08-22 પર સંગ્રહિત.
- ↑ "Utpal Bhayani passed away at 66". Mumbai Mirror. 17 October 2019. મૂળ સંગ્રહિત માંથી 21 October 2019 પર સંગ્રહિત. મેળવેલ 21 October 2019.