લખાણ પર જાઓ

ગુલાબદાસ બ્રોકર

વિકિપીડિયામાંથી
ગુલાબદાસ બ્રોકર
જન્મગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર
(1909-09-20)20 September 1909
પોરબંદર, ગુજરાત
મૃત્યુ10 June 2006(2006-06-10) (ઉંમર 96)
પુણે, મહારાષ્ટ્ર
વ્યવસાયશેર દલાલ, લેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૮), પદ્મશ્રી (૧૯૯૧), રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૮), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૦)
જીવનસાથી
સુમન
(લ. 1927; અવસાન 2004)

ગુલાબદાસ બ્રોકર ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક હતા.

તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક થયા પછી ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. કર્યું. આમ અભ્યાસ પુરો થતા તેઓ મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે જોડાયા. આ ગાળા દરમિયાન તેઓ દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં જોડાયા અને ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય રહ્યા. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. ઉપરાંત ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણ થી સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલ માટે અમેરિકા ગયા. ૧૯૬૩માં તેઓ જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ફરી ત્યાં ગયા. તેમની કૃતિઓ માટે તેમને ૧૯૬૮નો કુમાર ચંદ્રક મળ્યો અને ૧૯૭૪-૭૫ ના ગાળામાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા.

સર્જન[ફેરફાર કરો]

તેમના વાર્તાસંગ્રહો માં ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘માણસનાં મન’(૧૯૬૨), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭) અને ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪) મુખ્ય છે. ઉપરાંત એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ પણ ખુબ પ્રસિદ્ધિ પામી. સત્યકથાઓ માં ‘પુણ્ય પરવાર્યું નથી’ (૧૯૫૨), અને ‘હરિનો મારગ’ પણ નોધપાત્ર રહ્યા. ઉપરાંત તેઓએ ‘ધૂમ્રસેર’ (૧૯૪૮) અને ‘મનમાં ભૂત’ વગેરે નાટ્યસંગ્રહ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]