ઉર્વશી

વિકિપીડિયામાંથી
ઉર્વશી
Urvashi
ઉર્વશી અને પુરૂવા બી. પી. બેનર્જી દ્વરા ચિત્રણ)
માહિતી
બાળકોઋષ્યશૃંગ (વિભંદક થકી)
અમવાસુ (રાજા પુરુરાવસ થકી)

ઉર્વશી (સંસ્કૃત: उर्वशी; ઉર=હૃદય, વશી- વશ કરનાર) હિન્દુ દંતકથામાં આવતી એક અપ્સરા છે. મોનિયર મોનિયર-વિલિયમ્સે એક અલગ વ્યુત્પત્તિનો પ્રસ્તાવ મૂક્યો જેમાં તેના નામનો અર્થ 'વ્યાપકપણે વ્યાપક' છે અને સૂચવે છે કે વૈદિક પાઠોમાં તે પરોઢની દેવીનું નામ છે. તે ઇન્દ્રના દરબારમાં આકાશી કન્યા (અપ્સરા) હતી અને તેને તમામ અપ્સરાઓમાં સૌથી સુંદર અપ્સરા માનવામાં આવતી હતી.

તે શૃંગ ઋષિની માતા છે. શૃંગ ઋષિ રામાયણ કાળના એક પ્રાચીન ભારતના ઋષિ કે સંત હતા. તેમના પિતા વિભંદક ઋષિ હતા. શૃંગ ઋષિએ પાછળથી રામના જન્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે રામની મોટી બહેન શાંતા સાથે લગ્ન કર્યા હતા.

તેમણે રાજા પુરૂરવા (પુરૂ + રવ ખૂબ અથવા મોટેથી બુમ પાડનાર) સાથે લગ્ન કર્યા હતા અને તેની પત્ની બની હતી. પુરૂરવા એક અગ્રણી ચંદ્રવંશી રાજા હતો. તે શતપથ બ્રાહ્મણ હતો અને કાલિદાસના નાટક વિક્રમોર્વશીયમ્ નો પણ પાત્ર હતો.

એમ કહેવાય છે કે તે ચિરાયુ યુવાની ધરાવતી અને અનંત મોહક સ્ત્રી હતી પરંતુ હંમેશા ચપળ અગમ્ય હતી.[૧] તે અત્યંત નિરાશા તેમજ તેટલી જ ખુશીનો સ્રોત છે.[૧]

દંતકથા[ફેરફાર કરો]

ડાબી બાજુ નારાયણ અને જમણી બાજુ નર. દેવગઢ, ઉત્તર પ્રદેશ, પાંચમી સદી

ઉર્વશીના જન્મ વિશે ઘણી દંતકથાઓ છે પરંતુ નીચે જણાવેલી એક ખૂબ પ્રચલિત છે.

એકવાર હિમાલયના બદ્રીનાથ મંદિરમાં નર અનએ નારાયણ નામના આદરણીય ઋષિઓ ધ્યાન ધરી રહ્યા હતા. દેવોનો રાજા ઇન્દ્ર ઋષિનું ધ્યાન ભંગ કરી તેમની તપ સાધના વિફળ કરવા માંગતો હતો જેથી તેઓ દૈવી શક્તિઓ મેળવી ન શકે. તે માટે તેણે બે ભિન્ન બે અપ્સરાઓ ને ઋષિનું ધ્યાન ભંગ કરવા મોકલી. તેના પ્રત્યુત્તર રૂપે ઋષિએ પોતાની જાંઘ પર પ્રહાર કરી એક સ્ત્રીનું નિર્માણ કર્યું તે સ્ત્રી એટલી સુંદર હતી કે ઈન્દ્રની અપ્સરાઓ પણ તેની સામી ઝાંખી બની ગઈ. આ સ્ત્રી ઉર્વશી હતી. જાંઘ માટેનો સંસ્કૃત શબ્દ ઉર પરથી આ નામ આપવામાં આવ્યું હતું. ધ્યાન પૂર્ણ થયા પછી ઋષિઓએ ઉર્વશીને ઇન્દ્રને ભેટ તરીકે સોંપી, અને તેણીએ ઇન્દ્રના દરબારમાં ગૌરવ મેળવ્યું.

તેણીનો ઉલ્લેખ મહાભારતમાં પણ ઇન્દ્રના મહેલની અવકાશી નૃત્યાંગના એટલેકે અપ્સરા તરીકે થાય છે. જ્યારે અર્જુન પિતા પાસેથી શસ્ત્રો મેળવવા માટે આવ્યો હતો, ત્યારે તેની નજર ઉર્વશી પર પડી. આ જોઈને ઇન્દ્રએ ચિત્રસેનાને ઉર્વશીને બોલાવવા મોકલ્યો. અર્જુનના ગુણો સાંભળીને ઉર્વશીની કામુક ઇચ્છાઓ જાગૃત થઈ. સંધ્યાકાળ સમયે તે અર્જુનના ઘરે પહોંચી. જ્યારે અર્જુને તેના ઓરડામાં રાત્રે સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલી ઉર્વશીને જોઈ ત્યારે તેણે આદર, નમ્રતા અને સંકોચથી અને બંધ આંખોથી ઉર્વશીને વંદન કર્યા. ઉર્વશીએ અર્જુનને પોતાના હૃદયની ઇચ્છા કહી પરંતુ અર્જુને તેને પોતાનાથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ ગણાવીને તેની માંગણી સ્વીકારવાની ના પાડી. ક્રોધમાં આવી તેણે અર્જુનને એક વર્ષ માટે પુરુષાતન ગુમાવી વ્યંડળ બનવાનો શ્રાપ આપ્યો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ George (ed.), K.M. (1992). Modern Indian Literature, an Anthology. Sahitya Akademi. ISBN 978-81-7201-324-0.CS1 maint: extra text: authors list (link)
  • જ્હોન ડોવસન દ્વારા હિન્દુ માન્યતા અને ધર્મ વિષયની શબ્દકોશ