એચ. એમ. પટેલ

વિકિપીડિયામાંથી
એચ. એમ. પટેલ
જન્મની વિગત૨૭ ઓગસ્ટ ૧૯૦૪
મુંબઇ
મૃત્યુની વિગત૩૦ નવેમ્બર ૧૯૯૩
વલ્લભ વિદ્યાનગર
વ્યવસાયડિફેન્સ સેક્રેટરી (૭ ઓક્ટોબર ૧૯૪૭ થી ૨૦ જુલાઇ ૧૯૫૩), નાણાં મંત્રી (૨૪ માર્ચ ૧૯૭૭ થી ૨૪ જાન્યુઆરી ૧૯૭૯), લોક સભા સાંસદ સાબરકાંઠા (૧૯૭૭-૧૯૮૦, ૧૯૮૪-૧૯૮૯)

એચ. એમ. પટેલ તરીકે જાણીતા હીરુભાઇ મૂળજીભાઇ પટેલ ઇન્ડિયન સિવિલ સર્વિસના નિવૃત અધિકારી, રાજકારણ ક્ષેત્રે સંચાલક અને વહિવટકર્તા હતા.[૧] તેઓ મોરારજી દેસાઈની જનતા સરકારમાં નાણામંત્રી (૨૪ માર્ચ ૧૯૭૭ થી ૨૪ જાન્યુઆરી ૧૯૭૯) રહ્યાં.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ તારીખ ૨૭ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ મૂળજીભાઇ અને માતાનું નામ હીરાબેન હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઇમાંથી જ મેળવ્યું. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી માદ્યમિક શિક્ષણ લઈ વધુ અભ્યાસ માટે ઈગ્લેન્ડ ગયા હતા. ત્યાં તેમણે આઈ. સી. એસ. ની કઠીન ગણાતી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી એક વર્ષની તાલીમ લીધી.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૨૭માં લંડનથી આઇ. સી. એસ. ની તાલીમ મેળવી સ્વદેશ પાછા ફર્યા. ૧૯૩૬ માં મુંબઇ રાજ્યના નાયબ સચિવ બન્યા. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ સપ્લાય ના નાયબ સચિવનું પદ સંભાળ્યું. ૧૯૪૬ માં જોઈન્ટ કેબીનેટ સેક્રેટરી બન્યા. ૧૯૪૭ માં દેશની આઝાદીના સમયે ભારત-પાકિસ્તાન ના ભાગલા પડ્યા ત્યારે સરકારની અસ્કયામતો અને દેવાની વહેંચણીની જવાબદારી પણ બખૂબી નિભાવી. દેશી રાજ્યોના વિલિનીકરણ સમયે હૈદરાબાદ કેસમાં પોલીસ એક્શનના પગલાંઓમાં પણ તે જનરલ રાજેન્દ્રસિંહ, કનૈયાલાલ મુન્શી, સરદાર પટેલની સાથે સંકડાયેલ ચોથી ગુજરાતી કડી હતાં. ૧૯૫૮માં ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે જોડાયાં. ૧૯૬૬માં સ્વતંત્ર પક્ષની સ્થાપના થતાં રાજકારણના ક્ષેત્રે ઝંપલાવ્યું. તેના પ્રમુખ તરીકે પણ ફરજો બજાવી. ૧૯૭૭ માં જનતા પાર્ટીની ટિકિટ પરથી સાબરકાંઠા ની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યાં, જીત્યા અને મોરારજી સરકારમાં નાણાંમંત્રી પણ બન્યા.

સાહિત્યિક યોગદાન[ફેરફાર કરો]

તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય આપતાં વહિવટ, રાજકારણ ની સાથે સાથે કનૈયાલાલ મુન્શીના ઘણાં પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો.[૧]અ સિવિલ સરવન્ટ્સ રીમેમ્બરન્સ અને ધ ફર્સ્ટ ફ્લશ ઓફ ફ્રીડમ: રીકલેક્શન્સ એન્ડ રેફ્લેક્શન્સ એ તેમના દ્વારા લિખિત બે પુસ્તકો છે.[૨]

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૧૨.
  2. "Ringside view of history". The Hindu. 28 June 2005. મેળવેલ 1 November 2018.