ઓમ્ મંગલમ્ સિંગલમ્
ઓમ્ મંગલમ્ સિંગલમ્ | |
---|---|
દિગ્દર્શક | સાંદીપ પટેલ |
લેખક |
|
નિર્માતા | આરતી પટેલ |
કલાકારો |
|
છબીકલા | તપન વ્યાસ |
સંપાદન | પ્રતીક ગુપ્તા |
સંગીત | સચિન–જીગર |
નિર્માણ નિર્માણ સંસ્થા | રૂપમ એન્ટરટેઇન્મેન્ટ |
વિતરણ | રૂપમ એન્ટરટેઇન્મેન્ટ |
રજૂઆત તારીખ | ૧૮ નવેમ્બર ૨૦૨૨ |
અવધિ | ૧૭૪ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
ઓમ્ મંગલમ્ સિંગલમ્ એ ૨૦૨૨ની ગુજરાતી રોમેન્ટિક હાસ્ય ફિલ્મ છે જેનું નિર્દેશન સાંદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સત મુનશી, ભામિની ઓઝા ગાંધી, દર્શન જરીવાલા અને નિસર્ગ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે.
સારાંશ
[ફેરફાર કરો]બાળપણના મિત્રો અને પ્રેમીઓ લગ્ન કરવા તૈયાર છે. પરંતુ તે પહેલા "સિંગલ" હોવાનો અનુભવ પણ કરવા માંગે છે.[૧]
કલાકારો
[ફેરફાર કરો]ફિલ્મમાં નીચેના કલાકારો છે:[૨]
- સિદ્ધાર્થ તરીકે મલ્હાર ઠાકર
- વાણી તરીકે આરોહી પટેલ
- ઈશિતા તરીકે ભામિની ઓઝા ગાંધી
- મેક્સ તરીકે તત્સત મુનશી
- દર્શન જરીવાલા
- નિસર્ગ ત્રિવેદી
- આરતી પટેલ
- સંજય ગલસર
- દેવાંગી
- રવિ ગોહિલ
- જૈની શાહ
- નિલેશ પરમાર
- રેહાન મેઘાણી
નિર્માણ
[ફેરફાર કરો]ઠાકર અને આરોહી અગાઉ ૨૦૧૭માં સાંદીપ પટેલ દ્વારા નિર્દેશિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવની ભવાઈમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે આ સૌ ફરીવાર એક સાથે આવ્યા.[૨] આ ફિલ્મનું ફિલ્માંકન અમદાવાદ અને પોળોના જંગલોમાં થયું હતું.[૩]
સંગીત
[ફેરફાર કરો]ઓમ્ મંગલમ્ સિંગલમ્ | |
---|---|
સંગીત દ્વારા | |
રજૂઆત | ૯ નવેમ્બર ૨૦૨૨ |
શૈલી | ફિલ્મ સંગીત |
Label | અક્ષર કમ્યુનિકેશન |
ઓમ્ મંગલમ્ સિંગલમ્ નું સંગીત સચિન-જીગરની જોડીએ આપ્યું છે. [૪]
All lyrics are written by નિરેન ભટ્ટ; all music is composed by સચિન–જીગર.
ક્રમ | શીર્ષક | ગાયકો | અવધિ |
---|---|---|---|
1. | "સાંવરિયા" | વરુણ જૈન | ૩:૩૨ |
2. | "સહિયર" | જીગરદાન ગઢવી, નયના શર્મા | ૪:૨૭ |
3. | "ખૂણેથી ખૂણેથી" | ઈશાની દવે, આમિર મીર, દિવ્ય કુમાર | ૫:૪૧ |
4. | "લટકો" | ભૂમિ ત્રિવેદી | ૩:૪૫ |
5. | "ઓમ્ મંગલમ્ સિંગલમ્ (ટાઇટલ)" | અઘોરી મ્યુઝિક | ૨:૩૫ |
6. | "સાંવરિયા (અપબિટ)" | સિદ્ધાર્થ અમિત ભાવસાર | ૨:૪૬ |
7. | "સાંવરિયા (લગ્ન)" | જેસલ દેસાઈ | ૧:૨૩ |
8. | "સાંવરિયા (ટ્રસ્ટ-ફોલ)" | વરુણ જૈન | ૧:૫૭ |
9. | "સહિયર (પુરુષ)" | જીગરદાન ગઢવી | ૨:૪૯ |
10. | "સહિયર (સ્ત્રી)" | નયના શર્મા | ૧:૪૪ |
11. | "ખૂણેથી ખૂણેથી (સિમ્ફની)" | ઈશાની દવે, આમિર મીર, દિવ્ય કુમાર | ૨:૧૫ |
રજૂઆત
[ફેરફાર કરો]આ ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર અનુક્રમે ૧૩ અને ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રજૂ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ રજૂ થઈ હતી.[૨][૫]
આવકાર
[ફેરફાર કરો]ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાના યેશા ભટ્ટે તેને ૫માંથી ૪ રેટિંગ આપ્યું છે. તેણીએ અભિનય, વાર્તા, કથાવસ્તુ, સંગીત, નૃત્ય અને ગીતોની પ્રશંસા કરી.[૬] મિડ-ડે ગુજરાતીના રચના જોશીએ તેને ૫માંથી ૪ રેટિંગ આપ્યું અને દિગ્દર્શક, પટકથા, અભિનય અને સંગીતની પ્રશંસા કરી.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Aum Mangalam Singlem". મેળવેલ 22 December 2022.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "ગુજરાતી ફિલ્મ 'ઓમ મંગલમ સિંગલમ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં". www.gujaratimidday.com. 2022-10-14. મેળવેલ 2022-12-23.
- ↑ "Aarohi Patel and Malhar Thakar to star in a rom-com". www.indianfilmhistory.com. મૂળ માંથી 2022-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-23.
- ↑ "Aum Mangalam Singlem album". મેળવેલ 22 November 2022.
- ↑ "Malhar Thakar and Aarohi Patel to star in 'Aum Mangalam Singlem'; poster out - Times of India". The Times of India. મૂળ માંથી 2022-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-23.
- ↑ Bhatt, Yesha. "Aum Mangalam Singlem Movie Review: A take on modern-day relationships". The Times of India. મેળવેલ 2022-12-22.
- ↑ "'Aum Mangalam Singlem' Review : Beautiful love-story and a new take on emotional confusions of today's generation | 'ઓમ મંગલમ્ સિંગલમ્' Review : નવી પેઢીના ઇમોશનલ કન્ફ્યૂઝનનો રસપ્રદ જવાબ". www.gujaratimidday.com. 2022-11-18. મેળવેલ 2022-12-22.