કટોસણ રજવાડું
કટોસણ રજવાડું એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનું એક ભૂતપૂર્વ રજવાડું હતું. હાલમાં કટોસણ ગામ જોટાણા તાલુકામાં આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]કટોસણ રજવાડુંએ ચોથા વર્ગનું રજવાડું અને તાલુકો હતું. તેમાં અન્ય પાંચ ગામોનો સમાવેશ થતો હતો. આ રજવાડું મહી કાંઠા એજન્સી હેઠળ ૧૦ ચોરસ માઇલ જેટલા ક્ષેત્રમાં ફેલાયેલું હતું. ઝાલા દરબાર અહીં શાસન કરતા હતા, જેમને બાપુ તરીકે સંબોધવામાં આવતા હતા.[૧][૨]
ઇસ. ૧૯૦૧માં તેની સંયુક્ત વસ્તી ૫,૫૧૦ હતી, રાજ્યની આવક ૨૬,૬૧૭ રૂપિયા (લગભગ ત્રણ ચતુર્થાંશ જમીન મહેસૂલ દ્વારા) હતી. તેમાંથી ગાયકવાડના વડોદરા રાજ્યને ૪,૮૯૩ની ખંડણી ચૂકવવામાં આવતી. આ સાથે કટોસણના આધિપત્ય હેઠળ આવતા ગામડાંમાંથી પણ નિશ્ચિત રાશિ વડોદરાને ચૂકવવામાં આવતી; જેમાં નદાસાથી ૪૩૦ રૂપિયા, જાકાસણાથી ૬૨૩ રૂપિયા, અજબપુરાથી ૯૬ રૂપિયા, ગમાનપુરામાંથી ૧૩૯ રૂપિયા અને જોટાણાથી ૩,૫૮૦ રૂપિયાનો સમાવેશ થતો હતો.[૩]
૧૦ જુલાઈ ૧૯૪૩ના દિવસે "અટેચમેંટ સ્કીમ" હેઠળ ગાયકવાડના વડોદરા રાજ્યમાં આ રજવાડાને ભેળવી દેવાતા કટોસણ રજવાડાનું અસ્તિત્વ અસ્ત થયું. ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ના દિવસે કટોસણ થાણામાં કેટલાક ક્ષુલ્લક રજવાડાઓને તે જ રીતે વડોદરા રાજ્ય સાથે જોડી દેવાયા.[૪] ત્યાર પછી, વડોદરા સ્વતંત્ર ભારતના બૃહદ મુંબઇ રાજ્યનો એક ભાગ બન્યું, અને તે ત્યાર પછી ગુજરાતનું એક ભાગ બન્યું.
વિવાદ
[ફેરફાર કરો]૧૯ ઓક્ટોબર ૨૦૧૯માં કટોસણના ૪૪માં રાજા તરીકે ધર્મપાલસિંહ ઝાલાને રાજવી જાહેર કરીને તેમનો રાજ્યાભિષેક કરાયો હતો, જે બંધારણ વિરુદ્ધ હોવાથી વિવાદ ઊભો થયો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Williams, Raymond Brady; Trivedi, Yogi (2016-05-12). Swaminarayan Hinduism: Tradition, Adaptation, and Identity (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 9780199089598.
- ↑ Jhala, Jayasinhji (2018-07-19). Genealogy, Archive, Image: Interpreting Dynastic History in Western India, c. 1090-2016 (અંગ્રેજીમાં). Walter de Gruyter GmbH & Co KG. ISBN 9783110601299.
- ↑ Not Available (1931). List Of Ruling Princes And Chiefs In Political Relations.
- ↑ McLeod, John (1999). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ 129, 158. ISBN 9004113436.
- ↑ "બંધારણથી લોકશાહી આવી, રજાશાહી ગઈ છતાં ગુજરાતમમાં રાજાશાહી કેમ?". Dailyhunt (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-25.