લખાણ પર જાઓ

જોટાણા (તા. જોટાણા)

વિકિપીડિયામાંથી
જોટાણા
—  ગામ  —
જોટાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો જોટાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

જોટાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ મુખ્યત્વે તેના દેશી મરચાના પાક માટે ભારતભરમાં પ્રખ્યાત છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, દીવેલા, બાજરી, રાઇ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, પુસ્તકાલય, ગંજ બજાર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામમાં ચાર માઢ અને બાકીના વાસ/માઢડી આવેલા છે. આ ચાર માઢમાં ગોપાળજીનો માઢ, મોટો માઢ, નવો માઢ તથા રેવણી દાસનો માઢનો સમાવેશ થાય છે. આ ગામનુ બજાર આજુબાજુ ના ગામોનું ખરીદીનુ મોટું કેન્દ્ર છે.

અહી રામજી મંદીર, લક્ષ્મી નારાયણ મંદિર, ઉમિયા માતા મંદિર, હનુમાનજી મંદિર, ગણપતી મંદિર, મહાદેવજી મંદિર, રાઘણી માતા મંદિર, જોગણી માતા મંદિર, ક્ષેત્રપાળ મંદિર, ક્ષેમ કલ્યાણી માતાનું મંદિર, અંબાજી મંદિર, ખોડીયાર માતા મંદિર વગેરે મંદિરો આવેલા છે. આ ગામ તેના નવરાત્રીમા ગરબા, ઝેલણી, અગીયારસે વરઘોડા, પગપાળા સંઘ, તાજીયા માટે ખુબ જ વખણાય છે.

આ ગામ શિક્ષણ માટે આજુબાજુના ગામોનું મોટુ કેન્દ્ર છે. અહી આંગણવાડી થી ધોરણ ૧૨ (સાયન્સ/સામાન્ય પ્રવાહ) સુધીના શિક્ષણ માટેની સવલતો ઉપલબ્ધ છે. તે માટે આંગણવાડી, બાળમંદિર, કન્યા શાળા, કુમાર શાળા, હાઇસ્કુલ, કન્યા વિધ્યાલય તથા હૉસ્ટેલની સવલતો ઉપલબ્ધ છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને જોટાણા તાલુકાના ગામ